Midnight Coffee - 22 books and stories free download online pdf in Gujarati

મિડનાઈટ કોફી - 22 - મુલાકાત

પૂર્વી : બોલ....
તે ફોન ઉપાડે છે.
નિશાંત : હું લેવા આવું??
પૂર્વી : હું તારા ઘર ની બહાર ઉભી છું.
નિશાંત : તું આવી ગઈ??
પૂર્વી : હા.
તે મુસ્કાય છે.
નિશાંત : હું પણ આવ્યો નીચે.
કહેતા તે ફોન મૂકી, રૂમનો દરવાજો બંધ કરી, ફટાફટ દાદર ઉતારવા લાગે છે.
મમ્મી દરવાજો ખોલે છે.
મમ્મી : આવ બેટા....
તે ખુશ થતા કહે છે.
પૂર્વી મુસ્કાય ને તેમને પગે લાગે છે.
મમ્મી : ખુશ રહે.
તે આશીર્વાદ આપે છે.
બંને ને જોઈ નિશાંત મુસ્કાય છે.
પૂર્વી અને તેની નજર મળે છે.
નિશાંત પૂર્વી ને " તું સુંદર લાગી રહી છે " એવો ઈશારો કરે છે.
પૂર્વી એ કોણી સુધી ની બાય નું લાઇટ પિંક ચિકન નું સુંદર ઘૂંટણથી નીચે સુધી નું ફ્રોક પહેર્યું હોય છે અને હાફ પોની વાળી હોય છે.
કાનો માં સુંદર બે લટકતા મોતી પહેર્યા હોય છે.
સાથે લાંબી ગોલ્ડન ચેન વાળુ લાઇટ પિંક કલર નું જ સરસ પર્સ તેના ખભે હોય છે અને બપોરે રાધિકા એ હાથના નખ પર મેચીંગ નેલ પોલીશ કરી આપી હોય છે અને આંખો ની સુંદરતા વધારવા પૂર્વી એ કાળી આઈ લાઇનર કરી હોય છે.
મમ્મી : બેસ દીકરા.
પૂર્વી, મમ્મી અને નિશાંત સામસામે સોફા પર બેસે છે.
ત્યાં રાધિકા પાણી લઈને આવે છે.
તેણે પણ ડાર્ક પર્પલ કલર નું પૂર્વી જેવું ફ્રોક જ પહેર્યું હોય છે.
તે જોઈ પૂર્વી ખુશ થાય છે.
ખાલી ગ્લાસ ની ટ્રે સર્વન્ટ ને આપતા રાધિકા બે સોફા વચ્ચે મૂકેલી સોફા ચેર પર બેસે છે.
પૂર્વી અને નિશાંત ની નજરો ફરી મળે છે.
બંને હલકું મુસ્કાય છે.
નિશાંત એ બ્લેક જીન્સ ઉપર અડધી બાય વાળેલો ડાર્ક બ્લૂ ડેનિમ નો શર્ટ પહેર્યો હોય છે.
અને મમ્મી એ પીચ રંગ નો સરસ હેન્ડવર્ક વાળો અનારકલી પહેર્યો હોય છે.
પૂર્વી : આ તમારા બધા માટે.
તે ડબ્બો મમ્મી ને આપતા કહે છે.
નિશાંત : શું છે??
મમ્મી કે રાધિકા કઈ બોલે એ પહેલા નિશાંત પૂછી લે છે.
પૂર્વી : બેસન ના લાડુ.
મમ્મી : તે બનાવ્યા??
પૂર્વી : હા.
નિશાંત મમ્મી પાસેથી ડબ્બો લઈ ખોલે છે.
રાધિકા ઉભી થઈ રસોડામાં જઈ લાડુ માટે પ્લેટ લઈ આવે છે.
નિશાંત : સર્વન્ટ આપશે ને.
જે જોઈએ તે.
રાધિકા ના હાથમાં થી પ્લેટ લેતા તે કહે છે.
રાધિકા ફરી બેસી જાય છે.
મમ્મી ને સમજ પડતી નથી કે વાત ક્યાં થી શરૂ કરવી કારણ કે રાધિકા, પૂર્વી, નિશાંત તો સારા દોસ્ત છે જ પણ તે પોતે આજે તેમની સાથે પહેલી વાર બેઠા છે.
નિશાંત પ્લેટ માં લાડુ કાઢી, ડબ્બો બંધ કરી, સર્વન્ટ ને આપી દે છે.
મમ્મી : રાધિકા એ કહ્યુ હતુ કે તારા પપ્પા આવી શકે તેમ નથી.
પૂર્વી : હા, તેમણે અચાનક જવું પડયું.
નિશાંત : લો લાડુ ખાઓ.
તે લાડુ ની પ્લેટ ટીપોઈ પર મૂકતા કહે છે અને પોતે એક લાડુ મોં માં મૂકે છે.
મમ્મી : અરે!!
આખો લાડુ મોં માં મૂકતા મમ્મી તેની તરફ જુએ છે.
રાધિકા : તું પણ લે ને.
પૂર્વી : થેન્કયૂ.
તે લાડુ લેતા કહે છે.
મમ્મી : સરસ બન્યા છે.
પૂર્વી : થેન્કયૂ.
તે મુસ્કાય છે.
નિશાંત : પપ્પા હજી નથી આવ્યા??
મમ્મી : તેમનો ફોન આવ્યો હતો.
ઓફિસ એ રોનક કાકા મળવા આવ્યા છે.
મમ્મી : તને બીજું શું શું કરવું ગમે છે પૂર્વી બેટા??
પૂર્વી : મને ડાન્સિંગ નો શોખ છે.
ફોટોગ્રાફી પણ કરું છું.
તેનો પ્રોફેશનલ કોર્સ કરેલો છે.
મમ્મી : અચ્છા.
નિશાંત : પહેલા અમારા લગ્ન ની ફોટોગ્રાફી પૂર્વી જ કરવાની હતી.
પણ તેને ન્યુ યોર્ક અહીં આવવાની રજા નહતી મળી.
પૂર્વી : હું ડોટ મંડલા આર્ટ પણ કરું છું.
રાધિકા : તને એ પણ આવડે છે!!
મારે શીખવું છે.
પૂર્વી : પાક્કું.
બંને એક બીજા તરફ જોઈ મુસ્કાય છે.
મમ્મી થોડા દૂર જઈ પપ્પા ને ફોન કરે છે.
મમ્મી : જમવા માટે તમારી રાહ જોવાય રહી છે.
પપ્પા : મને વાર લાગશે.
તમે લોકો મારી રાહ ન જુઓ.
અહીં કામ ની વાત ચાલી રહી છે.
મમ્મી : છોકરી....
પપ્પા : મને નિશાંત પર ભરોસો છે.
હું આવું એટલે આપણે વાત કરીએ.
કહી પપ્પા ફોન મૂકી દે છે.
મમ્મી ફરી ત્રણેય પાસે આવે છે.
મમ્મી : તેમને તો આવતા વાર લાગશે.
તમે બંને પૂર્વી ને ઘર બતાવી દો.
નિશાંત : સારું.
આવ પૂર્વી.
રાધિકા ને હસવું આવતું હોય છે પણ તે હોઠ દબાવી દે છે.
પૂર્વી : શેનું હસે છે આજે સવારથી??
નિશાંત : એની ખુશી છલકાય છલકાય જાય છે.
બંને પૂર્વી ને લઈ ને લિવિંગ રૂમ ની મોટી બાલ્કની માં આવે છે.
જ્યાંથી રાત્રે લાઇટ ની રોશની માં ઝગમગતા બિલ્ડિંગ્સ અને ચારસ્તા દેખાય છે.
પૂર્વી : દિવાળી માં તો અહીં થી બહાર જોવાની મજા આવતી હશે ને.
ખુલ્લા આકાશમાં થતી આતશબાજીઓ.
તોરણો ની રોશની.
નિશાંત : હા.
ગુડ ન્યુઝ જાણતા પહેલા જ તે મોઢું મીઠું કરી લીધું.
પૂર્વી : ડાઇવોર્સ પેપર્સ આવી ગયા??
રાધિકા : સાઇન થઈને ફરી મોકલાય પણ ગયા.
પૂર્વી ખુશ થાય છે.
નિશાંત : ઉપર જઈએ....
પૂર્વી : ચાલો.
નિશાંત : તારી એક હોબી કહેવાની રહી ગઈ.
દાદર ચઢતા ચઢતા નિશાંત કહે છે.
પૂર્વી : શું??
નિશાંત : કોફી બનાવવી.
પૂર્વી : યાદ નહી અપાવ યાર.
રાધિકા : નિશાંત!!
નિશાંત : સૉરી.
રાધિકા : આ છે આપનો રૂમ.
નિશાંત : જેના પર હમણાં તે કબજો રાખ્યો છે.
નિશાંત હસતાં હસતાં મજાક કરે છે.
રાધિકા : કબજો રખવ્યો છે.
તે પણ હસતાં હસતાં કહે છે.
પૂર્વી ને પણ હસવું આવી જાય છે.
નિશાંત : ગમ્યો??
પૂર્વી : હંમ.
નિશાંત મુસ્કાય છે.
રાધિકા : હવે....ટેરેસ....
પૂર્વી : એ તો જોઈ જ છે ને.
નિશાંત : પણ તું રાધિકા ના દોસ્ત ને નથી મળી ત્યાં.
આવો....
ત્રણેય ટેરેસ પર આવે છે.
નિશાંત : તે રહ્યો દૂર ગગનમાં રાધિકા દોસ્ત એનો ચંદ્ર.
ત્રણેય ચંદ્ર તરફ જોઈ મુસ્કાય છે.
પૂર્વી : થોડા સમય બાદ રાધિકા પણ ખુલ્લા ગગનમાં ઉડી શકશે.
નિશાંત : બિલકુલ.
બંને રાધિકા સામે જુએ છે.
રાધિકા : એ સપનું હવે....
પૂર્વી : પૂરું થશે.
રાધિકા : પરંતુ....
નિશાંત : અમે છીએ.
રાધિકા : હવે વધારે નહી નિશાંત.
પૂર્વી : દોસ્તી માં ગણતરી ના હોય.
નિશાંત : હુકમ હોય.
અને આ અમારો હુકમ છે કે રાધિકા એ પાયલટ બનવાનું છે.
પૂર્વી : મે બધી તપાસ કરી લીધી છે.
ન્યુ યોર્ક માં આપણે બંને ભણીશું હવે.
રાધિકા : પણ....
નિશાંત નો મોબાઇલ રણકે છે.
નિશાંત : મમ્મી નીચે બોલાવે છે.
ત્રણેય એ વાત અટકાવી નીચે આવે છે અને બધા સાથે જમવા બેસે છે.

* * * *

નિશાંત : કાલે રાધિકા આખી રાત સૂતી નથી.
પૂર્વી : તેણે આટલા દિવસમાં જેની વિશે કોઈ વાત કરી??
નિશાંત : નહી.
હવે આપણે પણ એ વાત ભૂલી જવી જોઈએ.
તારા પપ્પા આવી ગયા??
પૂર્વી : ના.
નિશાંત : તને ગમ્યું કાલે??
પૂર્વી : બહુ મજા આવી.
નિશાંત : આજે હું ફરી મારા વકીલને મળવા જવાનો છું.
લગ્ન ના કપડા તૈયાર રાખજો તમે.
પૂર્વી : બધુ તૈયાર છે.
નિશાંત : મને કાલે લાડુ બહુ ભાવ્યા હતા.
પૂર્વી મુસ્કાય છે.
પૂર્વી : હું ગાઈનેકોલોજીસ્ટ ને મળી આવી.
નિશાંત : શું કહ્યુ તેમણે??
પૂર્વી : બધુ બરાબર છે.
નિશાંત : બીજી વખત જાય ત્યારે હું આવીશ તારી સાથે.
પૂર્વી : એટલે તું ખાસ એના માટે ન્યુ યોર્ક આવીશ??
નિશાંત : આવી પણ શકું.
પૂર્વી : ઓકે.
સંદીપ : મેય આઈ કમ ઈન??
નિશાંત : આવ સંદીપ.
પૂર્વી : પછી વાત કરીએ.
નિશાંત : હા.
પૂર્વી ફોન મૂકી દે છે.
નિશાંત : બેસ ને સંદીપ.
સંદીપ સામે ની ખુરશી પર બેસે છે.
સંદીપ : બત્રા એ ડીલ કેન્સલ કરી છે.
નિશાંત : કઈ વાંધો નહી.
મને તો લાગતુ જ હતુ એ આવું કરશે.
સંદીપ : અને દિપક શાહ તમને મળવા માંગે છે.
નિશાંત : દિપક શાહ એટલે....
સંદીપ : એ જ.
નિશાંત : મને શા માટે મળવું છે??
સંદીપ : કામ ની વાત કરવી છે.
નિશાંત : પણ તે તો આ ફિલ્ડમાં જ નથી.
સંદીપ : એને બને એટલું જલદી મળવું છે.
નિશાંત : આજે....
સંદીપ : સાંજે બોલાવી લઉં??
નિશાંત : સારું.
તારે પણ એની સાથે ની મીટિંગ માં હાજર રહેવાનું છે.
સંદીપ : હા.
વાત પતાવી સંદીપ જતો રહે છે અને નિશાંત દિપક શાહ ના વિચારોમાં ખોવાઈ જાય છે.

* * * *


~ By Writer Shuchi.