I Hate You - Can never tell - 71 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ -71

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ -71

આઈ હેટ યુ ...કહી નહિ શકું
પ્રકરણ -71

વિરાટે વિડિઓ કોલ કર્યો અને એના પાપા ને બધાં આવેલાં એ બધાંને બતાવ્યાં લાઈવ. ત્યાં વિરાટનાં પાપા બધું જોઈ રહેલાં અને નંદીની એમની બાજુમાં આવી ગઈ અને જોઈ રહી એ વિરાટને કઈ કેહવા જાય ત્યાં રાજની નજર વિરાટ તરફ ગઈ એણે બધાની સામે પૂછ્યું તારાં પાપાનો કોલ છે ? વિરાટે કહ્યું હાં આજે આપણને સમય હોય હું વાત કરી લઉં તમે વાતો કરો એમ કરી એ બહારની તરફ જવા ગયો અને રાજ બોલ્યો વાહ અરે આજે યોગાનુયોગ છે ફોન પર બધાંને ઈન્ટ્રો કરાવને...રાજને સાંભળીને નંદીની કેમેરા પાસેથી ખસી ગઈ.

વિરાટે રાજના હાથમાં ફોન આપ્યો રાજ ફોન લઇ એનાં પેરેન્ટ્સ પાસે ગયો સામે વિરાટનાં પાપા હતાં.

પ્રબોધભાઈએ ફોન લઈને હૈ કીધું અને વિરાટનાં પાપા નવીનભાઈને જોઈને ચમક્યા અને બોલ્યા અરે નવીનભાઈ તમે ? તમે વિરાટનાં પાપા છો ?

વિરાટનાં પાપાએ કહ્યું ઓહો પ્રબોધભાઇ તમે? આ કેવી વાસ્તવિકતા સામે આવી ? મને એમ કે તમે મને નહિ ઓળખો. પણ તમને જોઈ હું ઓળખી ગયેલો. પ્રબોધભાઇ કહે એવું હોય ? ભલે તમે સુરત છો પણ તમારો ઘણી વાર ઉલ્લેખ થયેલો છે અમારા ગ્રુપમાં. વાહ દુનિયા સાચેજ નાની છે . ખુબ આનંદ થયો તમને આમ મળીને.

નવીનભાઈએ કહ્યું સાચી વાત છે. અમે પણ ૬ મહિના પછી વિચારીયે છીએ. મારાં સાળી અને સાઢુ ટૂંક સમયમાં ગુજરી ગયાં અને અમે અટવાયા છીએ. એમની એકની એક દીકરી અમારી સાથે છે એણે આવીને વિરાટની ખોટ પુરી કરી છે અને ખુબ હોશિયાર છે અને લાગણીશીલ છોકરી છે માનો મારીજ દીકરી છે.

ઓહ તમે નસીબદાર છો આવી ગુણિયલ દીકરી તમારી સાથે રહે છે. હું અહીં મારાં ખાસ મિત્ર ગૌરાંગને ત્યાં ઉતાર્યો છું આજે રાજને મળવા અહીં આવ્યાં છીએ. આ મારો મિત્ર ગૌરાંગ એમ કહી ફોનનો કેમેરા ગૌરાંગભાઈ તરફ કર્યો ગૌરાંગભાઈએ હાય હેલો કરીને કહ્યું નવીનભાઈ તમને નથી મળ્યાં પણ તમારો દીકરો કોહિનૂર છે બધીજ આવડત હોશિયારી છે અમને એને મળીને પણ ખુબ આનંદ થયો આ મારી વાઈફ મિશા અને દીકરી તાન્યા એમ કહી કેમેરો એલોકો દેખાઈ એમ કેમેરો સેટ કર્યો.

નવીનભાઈએ એ લોકોને હાય હેલો કર્યું તાન્યાને જોવા માટે નંદીની માસાની નજીક આવી અને તાન્યાને જોડે એને ઓડિયો કોલથી વાત કરી હતી પણ જોઈ અત્યારે. તાન્યાએ નંદિનીને જોઈને કહ્યું હાય દીદી તમે તો ખુબ બ્યુટીફૂલ છો નંદીનીએ થેન્ક્સ કહ્યું અને તાન્યાએ લીધેલો ફોન રાજને આપ્યો અને રાજે ફોન લઈને એની મમ્મી તરફ કેમેરા કરવા ગયો અને એની નજર સ્ક્રીન પર નંદીની પર પડી અને નંદિનીં તરતજ ખસી ગઈ. રાજ સમજ્યો નહીં એને થયું મેં કોને જોઈ ? ત્યાં નવીનભાઈ સ્ક્રીન પર આવી ગયાં એમણે કહ્યું રાજ બેટા કેમ છે ? વિરાટ તારાં ખુબ વખાણ કરે છે અને અમિત ક્યાં છે ? રાજ મૂંઝવણમાં હતો અને ફોન એણે અમિતને આપ્યો અમિતે હાય હેલો કરીને પૂછ્યું કેમ છો અંકલ ? આન્ટી ક્યાં છે ? એમની રસોઈના ખુબ વખાણ સાંભળ્યા છે અને નવીનભાઈએ સરલાબેનને ફોન સામે બોલાવ્યાં. અમિતે એમની ખબર પૂછી અને રાજે તરતજ પાછો વિરાટનો ફોન લીધો અને કહ્યું મારી મમ્મીને આપું આન્ટી વાત કરી શકે અને અને સરલાબેને નૈનાબેન સાથે વાત કરી અને. એક પછી એક બધાંએ વાત કરી છેલ્લે મીષાબેને કહ્યું સરલાબેન કેમ છો ? તમારી રસોઈની કળા તમારા દીકરાએ બરાબર એડપ્ટ કરી છે ખુબ હોશિયાર અને સરસ છોકરો છે. હવે તમે US આવો તો અમારા ઘરેજ સીધા આવજો કોઈ સંકોચ ના કરશો.

મીશાબેનએ સરલાબેન સાથે જે રીતે વાત કરી રહેલાં રાજનાં મમ્મી નયનાબેન સાંભળી રહેલાં એમને ખબર નહીં કેમ ગમી નહોતું રહ્યું પછી મીશાબહેને વાત કરીને વિરાટને ફોન આપ્યો ત્યારે સરલાબેને વિરાટને કહ્યું મીશાબહેનને કહેજે ઇન્ડિયા આવે ત્યારે જરૂરથી સુરત આવે.. ત્યાં નવીનભાઈએ વિરાટને કહ્યું પ્રબોધભાઇને મારો નંબર આપજે ને કહેજે ફોન કરતા રહે બધાંને યાદ આપજે અને હવે કાલે ફોન કરીશું વિરાટે કહ્યું હાં પાપા કાલે શાંતિથી વાત કરીશું કાલે રજાજ છે. અને ફોન મુકાયો.

રાજે વિરાટ સામે પ્રશ્નાર્થ નજરે જોયું અને મનમાં કંઈક વિચારવા લાગ્યો એનું પાર્ટીમાં નહીં વિરાટનાં ફોનમાં વાત કરતી વખતે જે ચેહરો જોવાયો એમાંજ મન ગુંથાયેલું રહ્યું . એ છોકરી કોણ હતી ? વિરાટની દીદી નંદીની જેવાં લગતા હતાં પણ નંદીની ક્યાંથી હોય સુરતમાં? પછી શાંતિથી પૂછીશ. એણે બીજો બિયરનો ટીન તોડી પીવા લાગ્યો.

પ્રબોધભાઇ અને ગૌરાંગભાઈ ડ્રિન્ક માણી રહેલાં. નૈનાબેન અને મીશાબહેન વાતોમાં ગુંથાયા હતાં. અમિતે એનો ફોન કાઢીને ફોનમાં ચેટ કરી રહેલો. તાન્યાનું ધ્યાન માત્ર વિરાટ તરફ હતું એણે વિરાટની નજીક આવીને કહ્યું તારું બિયરનું ટીન પુરૂ થઇ ગયું ? રાજે તો બીજું ટીન લીધું તને આપું ?

વિરાટે કહ્યું હાં પ્લીઝ હું અને અમિત અમે બંન્ને લઈશું અને તારે લેવું હોય તો તું પણ લેજે પ્લીઝ. તાન્યાએ ફ્રીઝમાંથી ૩ ટીન કાઢ્યા પછી અમિત ફોનમાં બીઝી હતો એને આપ્યું અમિતે એની સામે જોયા વિના ટીન લીધું અને થેન્ક્સ કહ્યું.

તાન્યાએ વિરાટને ટીન આપ્યું એક એણે લીધું વિરાટને તાન્યાએ કહ્યું તમારા દીદી સાચેજ ખુબ બ્યુટીફૂલ તારાં પાપા મમ્મીને જોવાની અને વાત કરવાની મઝા આવી. યું આર રિયલી વેરી ઇન્ટરેસ્ટિંગ. ....

વિરાટ તાન્યાની સામેજ જોઈ રહ્યો પછી બિયરની ચુસ્કી મારીને કહ્યું યપ મારી સીસ્ટર ખુબ બ્યુટીફૂલ છે મારાં પેરેન્ટ્સ ને પણ ખુબ સાચવે છે. તાન્યા સાચું કહું તું મને ઇન્ટરેસ્ટિંગ કહે છે પણ મને પણ તું એટલીજ ઇન્ટરેસ્ટિંગ લાગે છે, તાન્યા ના ચેહરા પર હાસ્ય આવી ગયું અને ચેહરો ગુલાબી થઇ ગયો એણે વિરાટની નજીક આવીને કહ્યું આ બધાં વડીલો એમનામાં મશગુલ છે ચલને આપણે છોકરાઓ બહાર લટાર મારી આવીએ કંઈક ગોઠવને પ્લીઝ.

વિરાટે રાજ સામે જોયું અને આંખ મિચકાવીને પાસે બોલાવ્યો. રાજે કહ્યું બોલ વિરાટ શું કામ છે ? વિરાટે કહ્યું તાન્યા કહે બહાર લટાર મારી આવીએ આપણે આ લોકોને જોઈતું બધું આપીને ચાલને બહાર જઈ આવીએ . રાજે તરતજ કહ્યું હું એવુજ ઈચ્છું છું મારે પણ તારી સાથે વાત કરવી છે હું પાપા મમ્મીને કહી દઉં એક મિનિટ...

રાજે એનાં પાપા મમ્મીને કહ્યું તમને કંઈ જોઈએ છે ? અમે બહાર આંટો મારીને આવીએ છીએ બિયર પણ લાવવો છે તમે બેસી વાતો કરો અમે આવીએ છીએ.
નૈનાબેન કંઈ બોલવા ગયાં ત્યાં મીશાબહેને કહ્યું જાવ જાવ ફ્રેશ થઇ આવો આ લોકોને કંઈ જોઈશે તો હું છુંને સર્વ કરીશ જાવ તમે લોકો.

રાજે અમિતને કહ્યું ચાલ અમિત બહાર જઈને આવીએ. અમિતે કહ્યું ચાલ અને વિરાટ તાન્યા પણ પણ બધાં સાથે બહાર નીકળ્યાં.

એપાર્ટમેન્ટની નીચે આવીને રાજે કહ્યું આપણે ચાલીને મોલ જઈએ કાર નથી લેવી મજા આવશે ઠંડી પણ સરસ છે બધાંએ સંમત્તિ બતાવીને બધાં મોલ તરફ જવા ફૂટપાથ પર ચાલવા લાગ્યા. તાન્યા વિરાટની અડોઅડ ચાલી રહી હતી અને રાજે વિરાટને પૂછ્યું વિડિઓ કોલમાં પેલી છોકરી આઈમીન....

વધુ આવતા અંકે પ્રકરણ - 72

Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Parash Dhulia

Parash Dhulia 5 months ago

Sonal Satani

Sonal Satani 5 months ago

Neepa

Neepa 6 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago