Sexaholic - 1 books and stories free download online pdf in Gujarati

સેકસાહોલિક - ભાગ - ૧

પ્રસ્તાવના

હું તમારા સમક્ષ જે વાર્તા લાવી રહ્યો છું એ મારા લેખનના સ્વભાવથી તદ્દન વિપરીત છે. જેથી હું મારા વાચકમિત્રો પાસે આશા રાખું છું કે તેઓ મારા કામને સમજે અને જરૂરી ન્યાય આપે. રચનામાં કોઈ ત્રુટિ જણાય તો કૃપા કરી અભિપ્રાય દ્વારા મારું માર્ગદર્શન કરવા આપને વિનંતી કરું છું. મારી આ વાર્તા દુનિયામાં હાલ ચાલી રહેલા એક દૂષણ રોગ પ્રત્યે છે. જેમાં જે વ્યક્તિ એનું ભોગ બન્યું હોય તે વ્યક્તિને પણ સમજમાં નથી આવતું કે ક્યારે એ એનો શિકાર બન્યો છે. હું અહીંયા હવે બધો સસ્પેન્સ ખોલવા નથી માંગતો એ તો તમે વાર્તા વાંચશો એટલે તમને અંદાજો આવી જશે. મારી તમામ માતા પિતાને અરજ છે કે તેઓ પોતાના બાળકોને ભણતર સિવાય અંગત જીવનના પ્રશ્નો પણ પૂછે અને એમની મૂંઝવણો નું સમાધાન કરે, કારણ કે જીવનમાં માત્ર શિક્ષણ એકલું જરૂરી નથી હોતું પણ સાથે સાથે બહારી દુનિયાનું જ્ઞાન પણ હોવું એટલું જ જરૂરી છે.

આભાર

આરંભ


' આવો આવો, આજે કેમ બધાં જ મારા ઘરે ભૂલા પડ્યા ?' રામુભાઇએ ઘરે આવેલા લોકોને કહ્યું.
'ક્યાં છે દર્પણ ?' ડિમ્પલ ના મમ્મી પપ્પાએ દર્પણના પપ્પા એટલે કે રામુભાઇને ગુસ્સેથી કહ્યું.
ડિમ્પલના માતા પિતા એટલે કે કોકિલા બહેન અને કુબેર ભાઈ જે દર્પણના મામા મામી થતાં હતાં. જે સગા મામા મામી ન હતા પણ નજીકના સબંધમાં મામા મામી થતાં હતાં. જેઓ દર્પણની સોસાયટીમાં જ રહેતા હતાં. જેઓ કોઈ કારણસર ગુસ્સામાં હતા માટે તેઓ રામુભાઇ ના પુત્ર દર્પણ પાસે આવ્યા હતા.

'દર્પણ એના રૂમમાં છે. પણ થયું શું છે એ જરા મને જણાવશો ?' રામુભાઈએ આતુરતાથી પૂછ્યું.

'એ તો તમે તમારા લાડકા દીકરાને જ પૂછો એણે શું કર્યું છે ?' કોકિલા બહેને કહ્યું જેમાં કુબેરભાઈએ હામી ભરી.

' પણ, તમને તો વાત ની ખબર હશે તો જ તમે દર્પણ ને પૂછવા માટે આવ્યા હશો ને ?' રામુભાઈએ પૂછ્યું.

' હા, એમને તો ખબર છે, પણ અને દર્પણ ના મોઢે હકીકત ની પુષ્ટિ કરવા માંગીએ છીએ.' કોકિલા બહેને કહ્યું.

' ચાલો મારી સાથે, હું પણ જાણવા માંગુ છું કે એવી તો કઈ વાત છે જેના લીધે તમે આજે આટલાં ગુસ્સામાં છો.' રામુભાઈએ કહ્યું. અને બધાંને લઈ દર્પણ ના રૂમ ઉપર પહોંચ્યા અને દરવાજો ખટખટાવ્યો.

રામુભાઇએ ત્રણ - ચાર વાર દરવાજો ખટખટાવ્યો પણ કોઈ જવાબ આપ્યો.

' દર્પણ હું છું, દરવાજો ખોલ અને બહાર આવ. મારે તારી સાથે જરૂરી વાત કરવી છે.' રામુભાઈએ દરવાજો ખટખટાવી ને કહ્યું.

' જો દર્પણ આમ રૂમમાં સંતાવાથી કોઈ ફાયદો થવાનો નથી. તું બહાર આવ, આ ડિમ્પલ અને એના મમ્મી - પપ્પા આવ્યા છે. જે તારી પાસે કોઈ વાતની સચ્ચાઈ જાણવા માંગે છે, માટે તું બહાર આવ અને મને જણાવ કે આ લોકો શા ની વાત કરી રહ્યા છે.' રમુભાઈ એ પોતાના દીકરા દર્પણને બહાર બોલાવતા કહ્યું.

તો પણ દરવાજો ખુલ્યો નહિ અને દર્પણે કોઈ જવાબ પણ ન આપ્યો.

' બેટા, તું ગભરાઈશ નહિ. મને તારા ઉપર પૂર્ણ વિશ્વાસ છે. તે કોઈ ખોટું કામ કર્યું નહિ હોય. મને ખબર છે તું કોઈ ખોટું કામ કરી જ ન શકે. મને મારા આપેલા સંસ્કારો ઉપર પૂર્ણ વિશ્વાસ છે ' રામુભાઈએ ગર્વથી કહ્યું.

તો પણ દરવાજો ખૂલ્યો નહિ અને દર્પણે કોઈ પણ જવાબ આપ્યો નહિ. હવે રામુભાઈને લાગી રહ્યું હતું કે સમસ્યા જટિલ છે જેથી દર્પણ બહાર નથી આવી રહ્યો. માટે એમણે ગુસ્સા થી કહ્યું.

'તું બહાર નથી આવી રહ્યો એનો મતલબ એ છે કે તારા મનમાં પાપ છે. તે કંઇક એવું કામ કર્યું છે જેથી તારી પાસે બચવા માટે કોઈ બહાનું કે જવાબ નથી, માટે તું મારી સામે નજર મળાવવાથી ડરે છે. બહાર આવ નહિ તો હું દરવાજો તોડી નાખીશ અને ત્યાર પછી જે કઈ પણ બનશે એ સારું નહિ હોય.' રામુભાઇએ ફરી કહ્યું.

તો પણ દરવાજો ખુલ્યો નહિ.

આખરે રામુભાઇએ સોસાઈટી ના બે - ત્રણ ખાસ વ્યકિતઓને બોલાવ્યા અને એમને પૂરી વાત જણાવી જે થી વાત બહાર ન જાય. ત્યારબાદ તેઓએ ભેગા મળીને દરવાજો તોડી નાખ્યો.

દરવાજો તૂટી ગયો હતો અને બધાંએ રૂમમાં પ્રવેશ કર્યો. પણ એમની સામે જે દ્રશ્ય હતું એ હૃદયને દ્રવિત કરે એવું કરુણ હતું. જેને વર્ણવી શકાય એમ ન હતું. એક પ્રાણ પંખેરુ વગર નો દેહ પંખા ઉપર લટકી રહ્યો હતો. જાણે એ બધી વેદનાથી આઝાદ હોય.આ જોઈ બધાનો ગુસ્સો શાંત થઈ ગયો હતો અને એ ગુસ્સો કરુણાના માં પરિવર્તિત થઈ ગયો હતો. દર્પણે ગળે ફાંસો લગાવી પંખા ઉપર લટકી આત્મહત્યા કરી લીધી હતી, એની લાશ પંખા પર એક આઝાદ પંખીની માફક લટકી રહી હતી. રામુભાઇને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એવું તો શું કારણ હતું કે જેથી દર્પણે આ પ્રકારનું પગલું ભર્યું ? દર્પણ તો અત્યંત સમજુ અને ધેર્યવાન છોકરો હતો. જે બધાને સારો રસ્તો બતાવતો હતો અને હારેલા થાકેલા લોકોને મોટીવેટ કરતો હતો. દર્પણે આ પગલું ભર્યું એના પાછળ કોઈ મોટું કારણ જવાબદાર છે. રામુભાઈએ પ્રશ્નો ભરી નજરે ડિમ્પલ અને એના મમ્મી પપ્પા તરફ જોતા વિચાર્યું.

એવું તો શું કર્યું હતું દર્પણે જેથી એણે આ પ્રકારનું પગલું ઉઠવાની ફરજ પડી ? શું ડિમ્પલના મમ્મી પપ્પા એ વાત ને જાણે છે ? કે પછી અસલ વાત કઈક બીજી છે જે માત્ર ડિમ્પલ જ જાણે છે...જાણવા માટે વાંચતાં રહો સેકસાહોલિક...