Sexaholic - 4 books and stories free download online pdf in Gujarati

સેકસાહોલિક - ભાગ - ૪


જેમ જેમ દર્પણે કોલેજની શરૂઆત કરી તેમ તેમ એના બધા મિત્રો બનતાં ગયા. દર્પણના ગામ તરફના બીજા પણ વિદ્યાર્થીઓ હતા, જે અહીંયાં ભણવા માટે આવ્યા હતા. એવા વિદ્યાર્થીઓ સાથે પણ દર્પણની મિત્રતા થઈ.

પ્રથમ સેમેસ્ટર પતી ગયું હતું અને દર્પણ ખૂબ મન લગાવીને ભણી રહ્યો હતો. થોડા સમય બાદ મીડ ટર્મ પરીક્ષા લેવામાં આવી જેમાં દર્પણ પહેલાંની જેમ મેથેમેટિક્સ - ૧ માં નાપાસ થયો. દર્પણ બીજા બધા વિષયોમાં પાસ થયો પણ મેથ્સમાં ફેલ થયો.

દર્પણ પરીક્ષાના પરિણામથી પોતાની જાત ઉપર ખૂબ જ ગુસ્સે થયો. એક દિવસની વાત છે ક્લાસ ફ્રી હોવાને કારણે ક્લાસમાં કોઈ ન હતું. દર્પણ ક્લાસમાં ગયો તો ત્રણ - ચાર છોકરાઓ ફોનમાં કંઇક જોઈ રહ્યાં હતા. તે સમયે ફોનમાં વિડિયો જોવાની સુવિધા નવી નવી આવી હતી. પણ ફોન એટલા મોંઘા હતા કે પૈસાવાળાની ઓલાદો ને જ ખપે એમ હતું.

' આ શું જોઈ રહ્યા છો તમે ?' દર્પણને પેલા છોકરાઓને પૂછ્યું.
' પૂછ નહિ તું જો ખાલી, તું જો ખાલી એક વાર, તારું મન ખુશ થઈ જશે.' પેલા છોકરાઓએ કહ્યું.

તે લોકો ફોનમાં પોર્ન વીડિયો ક્લિપ જોઈ રહ્યાં હતા. દર્પણ કોઈ દિવસ આવું જોયું ન હતું માટે એને પણ જોવાની તીવ્ર ઈચ્છા થઈ. માટે એ પણ જોવા લાગ્યો. દર્પણ આ બધા વિશે તદ્દન અજાણ હતો. દર્પણ એવા વિસ્તારમાંથી આવતો હતો જ્યાં આવું બધું જોવા ન મળતું હતું. ઉપરથી દર્પણ એ ભણવા સિવાય કઈ વિચાર્યું પણ ન હતું.

' આ શું કરે છે ?' દર્પણે પેલા છોકરાઓને કહ્યું.
' અલા, તને કશું ખબર નથી ? તું કંઈ દુનિયામાંથી આવ્યો છે ભાઈ ?' પેલા છોકરાઓ દર્પણ ઉપર હસવા લાગ્યાં.
' આ હસ્તમૈથુન કરી રહ્યો છે, તે તો આ પણ નય કર્યું હોય. એકવાર કરજે પરમાનંદની પ્રાપ્તિ થશે.' એમ કહી પેલા છોકરાઓ હસવા લાગ્યાં.

ત્યારબાદ દર્પણ કોલેજ પતાવી ઘરે આવ્યો, પણ એના દિમાગમાં તો ફોનમાં જોયેલા વિડિયો ક્લિપના ચિત્ર દિમાગમાં ફરતા હતા. આજે એનું મન ભણવામાં લાગી રહ્યું ન હતું. દર્પણને પેલા છોકરાની વાત યાદ આવી અને દર્પણે હસ્તમૈથુન કરવાનું વિચાર્યું. દર્પણે પોતાના મન ઉપરનો કાબુ ગુમાવ્યો અને પહેલીવાર હસ્તમૈથુન કર્યું. હસ્તમૈથુન કર્યા બાદ દર્પણ ને ખૂબ આનંદ પ્રાપ્ત થયો માટે એણે બે થી ત્રણ વાર હસ્તમૈથુન કર્યું.

હવે એ રોજનું રૂટિન થઈ ગયું હતું. દર્પણ કોલેજ જતો ક્લાસ ભરતો ત્યારબાદ ઘરે આવીને સેક્સનાં વિચારોમાં જ ખોવાયેલો રહેતો. દર્પણ પાસે કોઈ મોંઘો ફોન ન હતો. દર્પણ પાસે તો નોકિયા ૧૧૦૦ ફોન હતો જેમાં વાતચીત સિવાય કંઈ થતું ન હતું. માટે એ ફુરસતના સમયમાં મિત્રો પાસે ફોન લઈ એમના ફોનમાં પોર્ન જોતો હતો.

આ બધી વસ્તુઓની અસર દર્પણના ભણતર ઉપર પડી રહી ન હતી, પણ હવે ધીમે ધીમે દર્પણ પર એની અસર દેખાઈ રહી હતી. આમ કરતાં કરતાં પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા આપી. દર્પણે પૂરતી તૈયારી કરી હતી એને ડર માત્ર મેથેમેટિક્સ - ૧ નો હતો. પરીક્ષાનું પરિણામ બે મહિના બાદ આવ્યું જેમાં દર્પણ ૬૦ % સાથે પાસ થયો. દર્પણ મેથ્સમાં પાસ થતાં એને ઘણી ખુશી થઈ. દર્પણે આવેલ પરિણામ માતા - પિતા અને મામા મામી ને જણાવ્યું તો એ લોકો પણ ઘણાં ખુશ થયા.

દર્પણની હસ્તમૈથુનની લત એના સ્વભાવમાં બદલાવ લાવી રહી હતી. દર્પણ હવે ઘરની બહાર વધારે નીકળતો ન હતો. કોલેજ થી આવીને એ પોતાની જાતને પોતાના રૂમમાં કેદ કરી લેતો હતો. દર્પણ હોમવર્ક પતાવ્યા બાદ એક્ટ્રેસના ફોટોસ, સહિયારની પૂર્તિમાં આવતી કામુક પ્રશ્નોત્તરી, વગેરે વસ્તુઓથી પોતાની ઈચ્છાઓ પૂરી કરતો હતો.

દર્પણ પ્રથમ સેમેસ્ટરમાં પાસ થઈ ચૂક્યો હતો માટે એને લાગી રહ્યું હતું કે એ બીજા સેમેસ્ટરમાં પણ આરામથી પાસ થઈ જશે. તેણે બીજા વિદ્યાર્થીઓની જેમ ક્લાસ બંક મારવાનું ચાલુ કરી દીધું હતું. દર્પણ ક્લાસ બંક મારતો અને ખાલી કોલેજ ફરીને ઘરે જતો રહેતો હતો. દર્પણને જટકો તો ત્યારે લાગ્યો જ્યારે બીજા સેમેસ્ટર પરીક્ષાનું પરિણામ આવ્યું. પરિણામ જોતા દર્પણની આંખ ફાટી ગઈ, એ માત્ર બે જ વિષય માં પાસ થયો હતો, બાકીના ચાર વિષયમાં નાપાસ થયો હતો. માર્ક્સ પણ વીસ માંથી બે - ચાર આવ્યા હતાં.

આ બધું જોઈને દર્પણ ગભરાઈ ગયો અને મેહનત કરવાનું ચાલુ કરી દીધું પણ સેક્સના આવતાં સતત વિચારોને કારણે એનું મન ભણવામાં પરોવાતું ન હતું. પોતાના આવેગને દૂર કરવા માટે હસ્તમૈથુન કરતો હતો તો પણ એના મન માંથી સેક્સ ના વિચારો જવાનું નામ ન લેતા હતા. દર્પણ કોઈપણ છોકરી કે પરિણીત સ્ત્રી ને જોતો ત્યારે એના મનમાં તરત જ કામ ભાવના જાગી હતી હતી.

દર્પણ સુરતમાં સુરતી ભાગોળ વાળા વિસ્તારમાં રહેતો હતો, જ્યાં એમના ઓળખાણ વાળા બીજા ઘણા લોકો પણ રહેતા હતા. એમની જ સોસાયટી માં દર્પણના બીજાં મામા રહેતા હતા જે સગા મામાં ન હતા પણ દૂરના મામા હતા. જેમને એક છોકરો અને એક છોકરી હતા. દર્પણના મામાનું નામ કુબેરભાઈ અને છોકરાનું નામ રાજેશ અને છોકરીનું નામ ડિમ્પલ હતું. કુબેરભાઈની પત્નીનું નામ કોકિલાબહેન હતું.

રાજેશ દર્પણને સગા ભાઈ કરતાં પણ વધારે માનતો હતો , કારણ કે દર્પણનું નેચર ઘણું સારું હતું. દર્પણ મુશ્કેલીના સમયમાં બધાને રસ્તો બતાવતો હતો અને સમસ્યાનું નિરાકરણ લાવતો હતો. સૌને અભિપ્રેરિત કરતો અને સૌને સારો રસ્તો બતાવતો હતો. દર્પણે ઘણા લોકોનું જીવન બદલ્યું હતું. સોસાયટી સિવાય બહાર પણ દર્પણનું ઘણું માન હતું.

દર્પણ ને સ્કોલરશીપ રકમ આવતાં એણે માતા પિતાને મનાવીને એક સ્માર્ટ ફોન ખરીદી લીધો. જેમાં ઓડિયો અને વિડિયો પ્લે કરી શકાતા હતા. દર્પણના માતા-પિતાએ પણ એને ના પાડી નહિ કારણ કે ભણતરની સાથે સાથે બાળક થોડી મોજ શોખ કરે એમાં કંઈ ખોટું ન હતું. અને ઉપરથી દર્પણે બાળપણથી કોઈ મોજ શોખ કરી ન હતી માટે એમણે દર્પણને રોક્યો નહિ.

સ્માર્ટ ફોન હાથમાં આવતા દર્પણ ખુશ ખુશાલ થઈ ગયો હતો કેમ કે હવે એને પોર્ન વિડિયો જોવા માટે બીજા પાસે ફોન માંગવાની જરૂર ન હતી. ઈન્ટરનેટ મોઘું હોવાના કારણે જાતે તો વિડિયો ડાઉનલોડ કરી શકતો નહોતો પણ બીજા મિત્રો પાસેથી ફોનમાં લઈ લેતો હતો.

સતત પોર્ન વિડિયો જોવાને કારણે અને હસ્તમૈથુન કરવાના કારણે એની સીધે સીધી અસર એના શરીર ઉપર અને બોડી લેગ્વેજ પર દેખાઈ રહ્યો હતો. સ્વચ્છંદે બોલવા વાળો વ્યક્તિ હવે ચૂપચાપ રહેતો હતો અને બધાંથી નજરો છુપાવતો હતો. દર્પણનું ધ્યાન હવે એક જગ્યાએ રહેતું ન હતું એ કાયમ ખોવાયેલો ખોવાયેલો રહેતો હતો.

દર્પણ જે ક્રિકેટનો ઘણો શોખીન હતો એને હવે ક્રિકેટ રમવાનું પણ છોડી દીધું હતું. ક્રિકેટ રમવામાં હવે એને આળસ આવતી હતી. દોસ્તો સાથે ક્રિકેટ રમવાનો બદલે એટલો સમય દર્પણ રૂમમાં એકલતામાં પસાર હતો.

આમ કરતાં કરતાં એને આપેલી બીજા સમેસ્ટરની અંતિમ પરિક્ષાનું પરીણામ આવ્યું જે પ્રથમ સેમેસ્ટરના પરીણામ કરતાં તદ્દન વિપરીત હતું. દર્પણ ૬ માંથી માત્ર ૨ જ વિષયમાં પાસ થયો હતો. બાકીના ચાર વિષયોમાં એ નાપાસ થયો અને એના માર્ક્સ ૩,૪,૬ એવા હતા. ચારમાંથી એક એનો દુશ્મન વિદાય મેથેમેટિક્સ - ૨ હતો, હવે એની સાથે કેમેસ્ત્રી પણ જોડાય ગયું હતું.

દર્પણે પરિણામ ઘરમાં જણાવતા એનાં માતા-પિતા અને મામા-મામી ઘણા દુઃખી થયા. ઘરવાળા કરતાં દુઃખી તો દર્પણના સહ વિદ્યાર્થીઓ અને શિક્ષકો થયા. દર્પણના પિતાએ દર્પણને અભિપ્રેરીત કરતા કહ્યું કે ' જરૂરી નથી કે દર વખતે ધાર્યું જ પરિણામ આવે, પણ આપણું કાર્ય એટલું જ છે કે એ ભૂલ માંથી શીખી ને ફરી એ ભૂલનું પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખવું.'

( વધું આવતાં અંકે.)