CANIS the dog - 77 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 77

Featured Books
Categories
Share

CANIS the dog - 77

કેવ વૉટર પોસ્ટ નું બોર્ડ દેખાઈ રહયુ છે.અને જીપકાર આવીને સ્ટોપ્ડ થાય છે.

જૉન માર્શલ નામનો ફૉરેસ્ટ ઑફીસર તેના એરિયલ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરી રહ્યો છે,અને સામેથી સ્પષ્ટ અવાજમાં સંભળાઈ રહ્યું છે. કે ઓફિસર સાવધાન રહેજો જંગલમાં જાનવરો ના હુમલા ફરીથી શરૂ થઈ ગયા છે.

જૉન માર્શલ કહે છે બટ,મિસ્ટર બિલ એ ખેલ તો ક્યારનોય પુુુરો થઈ ગયો છે તો હવે આ વળી કયો નવો ખેલ છે!!

સામેથી બીલ કહે just keep mum ડોક્ટર માર્શલ,તમે બસ તમારું કામ કરી જાઓ જ્યાં શંકા લાગે ત્યાં બસ સાવધાની બરતો, ધેટ્સ .હેવ અ ગુડ ડે.

ડોક્ટર માર્શલ ને બીલ નો ઈશારો સમજમાં ના આવ્યો.અને તેઓ તેમની જીપમાંથી બહાર નીકળીને ચાલવા લાગ્યા.

સુમસાન સુખા પત્તાઓને ઉપરથી ડોક્ટર માર્શલ ના બુટેડ સ્ટેપ્પ આગળ વધી રહ્યા છે અને અચાનક જ સાઇડમાંથી એક શેફર્ડ આવી ને માર્શલ ઉપર કૂદે છે.

નિશ્ચિંત એવા જૉન માર્શલ શેફર્ડ ને ઉચકી લે છે અને તેની સાથે લાડ કરવા લાગે છે.

તે શેફર્ડ પણ ડોક્ટર માર્શલ ને બહુ જ વહાલ આપે છે અને છેક તેમની ઓફિસ સુધી તેમના ગાલ તેની જીભ થી સહેલાવતો જ રહ્યો.
માર્શલે શેફર્ડ ને ફેંક્યો અને શેફર્ડ રમતો થયો.

આ બાજુ હાઇબ્રાઈડ ની અંદર 50 માદાઓને કેજમાં મૂકીને બીજે શિફ્ટ કરવામાં આવી રહી છે.અને થોડી જ વારમાં દ્રશ્ય શાંત પડે છે.

પરંતુ હિન આશ્ચર્ય એ એ વાતનો છે કે નાતો cambridge એ આવી કોઈ જ પરમિશન હાઇબ્રાઈડ ને આપેલ છે ,કે ના તો લેટીને આવી કોઈ consultancy!!
તો પછી આ 50 માદાઓ આવી ક્યાંથી!!
વાત સાફ હતી કે હાઇબ્રાઈડ એન્ટી બ્રુટ શેફર્ડ નું બ્લેક માર્કેટિંગ કરવા માગતી હતી અને ઊંચા દામોમાં શેફર્ડ ડોગ્સ નો વ્યાપાર કરવા માગતી હતી.

પરંતુ આ વધુ પણ પોબારા ત્યારેજ થતું કે જ્યારે ડોગ્સ જંગલમાં થ્રુ આઉટ ડિક્લેર થાય.

હલકી ફુલકી સહી પરંતુ શેફર્ડસ ઉપર આંગળી ઉઠી રહી છે જરૂર.કે એક થી અધિક ડોગ્સ હોવા છતાં પણ જાનવરોના હમલા કેવી રીતે પોસિબલ છે!!અને સૌથી મોટી અને અહેમ વાત એ છે કે ત્યારે ડૉગસ ના કોઈ શોર બકોર પણ નથી થતા!
જોકે codon ના સેટ અપ્સ હજુ લોઅર ધેન પ્રાઇમરી કક્ષા પરના જ છે.અને એટલે જ બધા બધું ભૂલીને તેમના કામે વળગી રહહ્યા છે. અને આફ્ટર ઓલ આ એમેઝોન એ દુનિયાનું સૌથી મોટું વર્ષાવન કહેવાય છે.જો તેમાં આવી ઘટનાઓ નહીં બને તો શું બનશે!!
આમ મન મનાવીને પણ લોકો શાંત પડી જાય છે.પરંતુ ક્રિચર હન્ટિંગ અને આઉટસાઈડર bhutal હટીંગ માં થોડો તો તફાવત રહેવાનો જ.જે કદાચ તે લોકો નથી સમજી શકયા.
આ તફાવત પણ કદાચ પેલા કમ્પાઉન્ડ ડીએનએ ને કારણે જ ઉત્પન્ન થયો હોય.સંભવતઃ!!

એની વે, એ જે પણ હોય તે પરંતુ કથા હવે લગભગ તેના પૂર્ણ વિરામ બાજુ પ્રયાણ કરવા લાગી છે.આશા રાખીએ કે કથાના પૂર્ણ વિરામ બાદ સંસારને કોઈક એઓ સંદેશ મળે કે જેના થી માનવ માનવમાંથી ભલે ભગવાન કે દેવતા ના બને પરંતુ એક સુસંસ્કૃત મહામાનવ બને .એ મહામાનવ કે જે માનવ સભ્યતા પછી તરતજ અસ્તિત્વ મા આવ્યો હતો. તે જ આ અનુવંશ વિજ્ઞાન ની સાચી ગરિમા કહેવાશે.

સવાના ના કર્માધિકારની અંદર જીવનનિર્વાહન થી ઉપર બીજું કશું જ નથી.
અને તેમ છતાં પણ તેને નિભાવવા પાછળના તર્કો માનવ સમાજની અંદર કદાચ જેવો પરમ તર્ક એકાદ વારા રચાતો હોય છે તે તક શવાના માં રોજિંદો છે.અર્થાત "મારા જીવન રક્ષણ નો સવાલ હતો"

જોકે માનવ સમાજની અંદર આવા પરમ તર્કો પૈકી ના દર સો તર્કે 99 તર્કો અક્ષમ્ય ગણાતા હોય છે અને કેવલ એક જ ક્ષમ્ય.
જ્યારે અરણ્યો ની અંદર આ બધું જ આમ વાત છે.

તેનો અર્થ એવો ના કહી શકાય કે મનુષ્ય ભર્યા સમાજની અંદર કોઈકને ગોળીએ દઈ દે તો તે અક્ષમ્ય છે અને વનમાં જઈને. આખેટ કરે તો તે ક્ષમ્ય છે!

રાજાઓ ની વાત જુદી હતી,કેમકે તેમના શીરે તેમની પ્રજાઓના લાલન-પાલન અને રક્ષણની જવાબદારી રહેતી હતી.અને તે રક્ષણની જવાબદારી નિભાવવા કાજતેમણે આખેટો દ્વારા ‌તેમનું યુધ્ધ કૌશલ વિકસિત કરવું અનિવાર્ય હતું.પરંતુ લોકતંત્રની અંદર આમ ના જ થવું જોઈએ.

એની વે એમેઝોન ની અંદર સ્ટોરી હોસ્ટેંગ કરતા કરતા જંગલની વાત નીકળી આવી અને આપણે તે કરી દીધી.પરંતુ ફરી પાછા મૂળ પટરી પર આવી જઈશું!!