Talash - 40 in Gujarati Detective stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 40

તલાશ - 40

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

રોડના આગલા વળાંક પર પહોંચેલા જીતુભાએ જીન્સ અને ટીશર્ટ પહેરેલી એક યુવતીને ભાગતી જોઈ. 6-7 કિલોમીટર પહેલા એની કાર રસ્તામાં ત્યજી દેવાયેલ હાલતમાં જોઈ હતી. હવે કેટલું ભાગશે. હમણાં પકડી લઈશ એમ વિચારતા એ આગળ વધ્યો યુવતી વળાંક લઇ ચુકી હતી જીતુભા એ વળાંક પર પહોંચ્યો તો એને જોયું કે લગભગ 300-350 મીટર દૂર એક ટ્રેક્ટર જઈ રહ્યું હતું અને લગભગ 200 મીટર દૂર ઓલી યુવતી કંઈક રાડો નાખી ટ્રેકટરને રોકવાની કોશિશ કરતી ભાગતી જતી હતી. એણે ચતુરને ગોળી મારી હતી એટલે જીતુભાને ખુન્નસ તો હતું જ, પણ છતાં એ સાવધાનીથી એનો પીછો કરી રહ્યો હતો કેમ કે એની પાસે ગન હતી વળી એ કાર મૂકીને ભાગી એટલે એના કોઈ સાગરીતો નજીકમાં હોવા જ જોઈએ. એટલે જીતુભા ચારે બાજુ ઝાડી ઝાંખરા અને ખેતરોમાં નજર નાખી ધીમી સ્પીડે આગળ વધી રહ્યો હતો. એ યુવતીને ટ્રેક્ટર તરફ ભાગતા રાડો નાખતા જોઈ એ ચોંક્યો અને એણે એક હાથે બુલેટનું હેન્ડલ પકડીને પેન્ટના ખિસ્સામાં થી પોતાની ગન કાઢી. 3-4 સેકન્ડ એનું ધ્યાન આજુ બાજુની ઝાડી ઝાંખરા અને ખેતર પરથી હઠયું અને....

'ભફાંગ' કરતું કોઈ મોટું લાકડું કે ઝાડની ડાળી અચાનક રોડના જમણા કિનારે થી આવી અને બુલેટના વચ્ચેના ભાગમાં નીચે અને પાછળના વ્હીલમાં જોશભેર અથડાઈ. અને શું થયું એ સમજાય એ પહેલા 40 ની સ્પીડે જતી બુલેટ પરથી જીતુભા ઉંચકાયો, અને બુલેટની પાછળ પાછળ, રોડ પર પટકાઇ અને ઘસડાવા લાગ્યો. લગભગ 30-35 ફૂટ ઘસડાઈને છેવટે જમણી બાજુની એક કાંટાળી ઝાડીમાં પડ્યો. એના હાથ, પગ અને ચહેરો છોલાયા હતા. ઉપરાંત એના આખા શરીરમાં ઠેકઠેકાણે કાંટાઓ ખૂંપ્યા હતા.પોલીસની વર્દી વાળું પેન્ટ ગોઠણ પાસેથી ફાટ્યું હતું શર્ટનું એક બટન તૂટી ગયું હતું. અને એનો ગન વાળો જમણો હાથ વિચિત્ર રીતે એ કંટાળી ઝાડીમાં અટવાયો હતો. એની પાછળથી સામેની સાઇડથી કોઈ હસતું હસતું આવી રહ્યું હોય એવો અવાજ આવ્યો. ટ્રેક્ટર હવે માંડ 150 ફૂટ દૂર હતું. અચાનક કોઈએ રાડ પડી. 'અઝહર એને છોડ આ જો આપણી માશુકા બેહોશ થઈ ગઈ છે. અને જલ્દી આવ આપણે નીકળીએ. એ પોલીસવાળાની પાછળ એના માણસો હશે." જીતુભાએ પાછળ ફરવાનો પ્રયાસ કર્યો 3-4 અણીદાર કાંટા એના ગાલમાં, દાઢીમાં અને કપાળમાં ખુચ્યા. આખો બંધ કરી હિંમતભેર એણે ચહેરો રોડ તરફ કર્યો તો એની જ ઉંમરનો એક જવાન હાથમાં એક પોટલું લઇ ઝડપભેર ટ્રેક્ટર તરફ ભાગતો જોયો. એણે પોતાનો ગન વાળો જમણો હાથ આંચકા સાથે ઝાડીમાંથી ખેંચ્યો 7-8 કાંટા જોરદાર રીતે ખુચ્યા અને જીતુભાનાં મોઢામાંથી આહ નીકળી ગઈ. એણે ભાગતા ઓળા તરફ ગન ફેરવી નિશાન સાધ્યું અને ટ્રિગર દબાવ્યું પણ જમણા ખભામાં પણ પછડાટ ને કારણે સબકો નીકળી ગયો અને નિશાન ચુકી ગયો.

"શાહિદ 2 મિનિટનો સમય હોત તો હું એને પુરો કરી નાખત." ટ્રેક્ટર પાસે પહોંચી અઝહર બોલ્યો. એટલામાં શાહિદે નાઝના મોઢા પર પાણી છાંટીને એને હોશમાં લાવવાનો પ્રયાસ કરતો હતો. નાઝે ઉંહકારો કર્યો અને અર્ધ બંધ આંખે પૂછ્યું." કોણ છો તમે. મને દેવી કોટ સુધી પહોંચાડશો તો હું તમને માલામાલ કરી દઈશ"

"જાનેમન અમે તો તને પાકિસ્તાન પહોંચાડવા આવ્યા છીએ" અઝહરે કહ્યું. હવે નાઝને એ વાક્યનો અર્થ મગજમાં ઘુસ્યો. જોકે એનો શ્વાસ હજી ફૂલતો હતો.

"કોણ?" એણે પૂછ્યું.

"તારો થનારો પતિ અઝહર" હસતા હસતા અઝહરે કહ્યું. જીતુભા દૂરથી જોતો હતો કે પેલી યુવતી ટ્રેક્ટર વાળો અને પોતાને પછાડનાર કઈ વાત કરી રહ્યા છે. એને ફરીથી ફાયર કરવાની કોશિશ કરી પણ એના બન્ને પગ વિચિત્ર રીતે ઝાડીમાં ફસાયેલા હતા.અને જમણા હાથમાં ખભામાં સણકા ઉઠતા હતા ઉપરાંત શરીરમાં ખૂંપેલા 40-50 કાંટા એક સાથે દુખાવો આપતા હતા એની આંખો ફોક્સ થઇ શક્તિ ન હતી.

"અઝહર" કહેતા નાઝે આખો ખોલી સામે 25 વર્ષનો જુવાન અઝહર એની સામે હસતો હતો. નાઝે એક પ્રગાઢ ચુંબન એના ગાલ પર કર્યું અને પછી એને વળગી પડી.

"ચુંબન ગાલ પર નહીં લિપ ટુ લિપ કરવાનું ગાંડી " અઝહરે કહ્યું અને પોતાના હોઠ નાઝના હોઠ પર ચાંપી દીધા.

"આ કેવો ન્યાય ટ્રેક્ટર હું ચોરી કરી લઇ આવ્યો. તારો થનારો પતિ. એમાં બેસાડી હું તને સલામત લઇ જઈશ. અને ખાલી એક લાકડાનો ઘા કરનારને ચુંબન" શાહિદે કહ્યું

"અરે મારા થનારા પતિદેવ તમે પણ અહીં છો" કહીને નાઝે અઝહરના હાથમાંથી પોતાને છોડાવીને શાહિદને એક ફ્રેન્ચ કિસ કરતા કહ્યું.

"શાહિદ હવે જલ્દીથી ઊપડિયે એ 2-3 મિનિટ મા એ ઝાડીમાંથી બહાર આવી જશે મક્કમ માણસ છે અને હાથમાં આધિનિક ગન પણ છે. 8 કિમી દૂર દેવી કોટના પાટીયા પાસે કાર તૈયાર છે એમાં ફતેહગઢ પછી ત્યાંથી એક ટેમ્પોમાં બાડમેર પછી ત્યાંથી છકડામાં સીમા સુધી." અઝહરે ઝડપથી પ્લાન સમજાવ્યો અને શાહિદે ટ્રેક્ટર ચાલુ કર્યું. નાઝ હવે નિશ્ચિત થઈ અને બન્ને વચ્ચે બેઠી હતી.

xxx

ચારેક મિનિટમાં જીતુભા ઝાડીમાંથી બહાર આવ્યો. એના ગોઠણ છોલાયા હતા. એ લંગડાતો પોતાના બુલેટ સુધી પહોંચ્યો ટ્રેકટરની બેક લાઈટ હવે દેખાતી બંધ થઈ ગઈ હતી એણે મહા મહેનતે બુલેટ ઉભું કર્યું પણ એ ચાલવાની સ્થિતિમાં ન હતું. કેટલીક ભાંગતૂટ એમાં થઇ હતી. "ઓહ શિટ" કહી જીતુભાએ નિસાસો નાખ્યો પેલી પાકિસ્તાની એના હાથમાંથી છટકી હતી એનો રંજ એને શરીરમાં પડેલા ઘાવ કરતા વધારે પીડા આપતો હતો. જેમ તેમ બુલેટને રોડના ડાબા કિનારે લઇ એનું સ્ટેન્ડ ચડાવ્યું. અને હવે શું કરવું એ વિચારતો એ ઉભો રહ્યો. એટલામાં એને પોલીસ જીપની સાઇરન સાંભળી. ધ્યાનથી સાંભળ્યું તો એક પોલીસ જીપ પુરપાટ વેગે પાછળથી આવી રહી હોય એવો અવાજ આવ્યો જે ધીરે ધીરે મોટો થતો જતો હતો.

xxx

પુરપાટ વેગે આવતી એક સુમો મ્યુઝિયમથી થોડી દૂર હતી ડ્રાઈવરનું ધ્યાન રોડ પર હતું.એણે કહ્યું. "હુકમ આગળ મ્યુઝિયમ પાસે કૈક અકસ્માત થયો લાગે છે. છ-સાત પોલીસ ઉભા છે."

"ત્યાં સુમો ઊભો રાખજે. કદાચ કોઈ ઘવાયેલાને મદદ થઈ શકે તો." એક ભારે અવાજ વાળી વ્યક્તિ એ પાછળ થી જવાબ આપ્યો. મિનિટોમાં એ લોકો ત્યાં પહોંચ્યા. અને સુમો ઊભો રાખ્યો. ભારે અવાજ વાળો અને ડ્રાઈવર બહાર નીકળ્યા. અચાનક ભારે અવાજવાળા એ ભીમસિંહ ને ઓળખ્યો હતો "ભીમસેન, તું અહીં આ પોલીસ ડ્રેસ માં શું કરે છે?'

પાછળથી આવેલા અવાજે ભીમસિંહ નું ધ્યાન ખેંચ્યું એણે પાછળ જોયું અને ઉત્સાહથી બોલ્યો. "પૃથ્વી જી હુકમ તમે, અહીં? કેમ છો તમે?"

"હું મજામાં છું અને આ બધો શું માજરો છે. અને આ તો આપણા સિક્યુરિટી ગાર્ડ છે. બધા પોલીસ બની ને શું ફરો છો?" જવાબમાં ભીમસિંહે એને આખી વાત સમજાવી અને જીતુભા પેલી યુવતીની પાછળ ગયો છે એ કહ્યું. પૃથ્વીએ એને કહ્યું “તમે લોકો જીપ લઈને જીતુભાની પાછળ જાઓ. એ આ વિસ્તારનો અજાણ્યો છે. અને હું ચતુરને લઈને મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરી દઈશ.” હકીકતમાં પૃથ્વી અને એના માં- બાપુ સાંજે 4 વાગ્યે ફ્લોદી પહોંચ્યા હતા. અને સરલાબેનના બાપુને હોસ્પિટલમાં દાખલ કર્યા ના ખબર મળ્યા. પૃથ્વીએ એ જ વખતે જવાની વાત કરી પણ ખડક સિંહે કહ્યું. '16-17' કલાક ની સફર કરી છે. તારા ખભાના ટાકા પાછા ખુલી જશે. સવારે જઈશું. બહુ માથાકૂટે પૃથ્વી ફ્રેશ થઈને જમવા બેઠો. પણ એનું મન માનતું ન હતું. અડધી રાતે ઘરના સહુ સુઈ ગયા ત્યારે લગભગ 2 વાગ્યે એણે સુમો બહાર કાઢ્યો. ખડક સિંહનો ડ્રાઈવર ફુલ કુંવરસિંહ દોડીને આવ્યો."ફુલ તું બાપુને કહેજે હું જેસલમેર જાઉં છું."

"બાપુને ખબર ખડકીથી દરવાન આપી દેશે હુકમ, હું તો તમારી સાથે જ આવીશ આટલી ઇજામાં તમે ડ્રાઈવ કરો એ યોગ્ય નથી. હું તો ક્યારનોય રાહ જોતો હતો કે હમણાં કુંવર આવશે બચપણથી તમને ઓળખું છું." આમ પૃથ્વી અને ફુલકુંવર બન્ને અડધી રાત્રે જેસલમેર જવા નીકળ્યા હતા અને જેસલમેરની બહારના ભાગમાં આવેલા મ્યુઝિયમ પાસે ભીમસિંહને મળ્યા. પછી ચતુરને પોતાના સુમામાં લઇ અને ભીમસિંહ અને અન્ય સાથીઓને જીતુભાની સહાયતા માટે રવાના કરી અને તાકીદ કરી કે જીતુભાને જણાવતા નહીં કે પૃથ્વી અહીં છે. ભીમસિંહ અને એની ટીમ રવાના થયા પછી પૃથ્વી જેસલમેર મિલિટરી હોસ્પિટલ જવા નીકળ્યો.

xxx

જીતુભાએ શરીર પર અને કપડામાં ફસાયેલા કાંટા દૂર કર્યા અને સિગરેટ સળગાવી થોડો રિલેક્સ થયો પોલીસ જીપનો અવાજ એકદમ નજીક આવી ગયો હતો. કદાચ એ અસલી પોલીસ પણ હોય. તોય હવે જીતુભાને ભય ન હતો. જે હશે એ જોયું જશે. 2-3 મિનિટમાં ભીમસિંહની જીપ એની નજીક આવી ને ઉભી રહી. ભીમસિંહ અને બીજા 2 જણા ઉતરીને દોડતા જીતુભાની પાસે આવ્યા. "અરે સાહેબ તમને તો ઈજા થઇ છે. અને આ બુલેટની તો હાલત જુઓ." એક ગાર્ડે કહ્યું.

"અરે મામૂલી ઈજા છે. એક્ચ્યુલમાં એની કાર તમે પાછળ જોઈને? એણે અહીં એના માણસો ઉભાડયા હતા. અને અચાનક રોડની કિનારીથી હુમલો કર્યો. 6-7 મિનિટ પહેલા એ ટ્રેકટરમાં ભાગ્યા છે. ચાલો આપણે એની પાછળ જઇયે. એ લોકો 2 જણા હતા." જીતુભાએ કહ્યું

"જીતુભા, એ લોકોએ દેવી કોટ પાસે કોઈ વાહન ઉભું રાખ્યું હશે. અહીંથી બોર્ડર સુધી એ લોકો ટ્રેકટરમાં ન જાય. છતાં ચાલો જોઈ લઈએ, બાકી એ હાથમાંથી છટકી ગઈ છે." ભીમ સિંહે કહ્યું. અને બધા જીપમાં ગોઠવાયા. 6 કિલોમીટર પછી રોડના કિનારે પડેલું ટ્રેક્ટર જોયું. ત્યાંથી થોડે આગળ સુધી પણ તલાશ કરી પણ વહેલી સવારના 5 વાગ્યે એમના હાથમાં કોઈ આવ્યું નહીં.

xxx

"ગુલાબચંદ જી, ગુડ મોર્નિંગ" જેસલમેર પાછા ફરતા હતા ત્યારે જીતુભાએ ગુલાબચંદને ફોન લગાવી કહ્યું. "તમારા માટે એક ગુડ ન્યુઝ છે. નવીન આઝાદ છે. એને કિડનેપ કરનારા તમામ મરી ગયા છે. નવીને ભારત આવવાની ફ્લાઇટ પકડી લીધી છે. 3 કલાક પહેલા. મારે તમને ફોન કરવો હતો પણ તમારી કહેવાતી ભત્રીજી ભાગી નીકળી એટલે એને પકડવાની ભાગદોડમાં ત્યારે ફોન ન કરી શક્યો."

"ઓહ. થેન્ક્યુ. જીતુભા તમારો આ અહેસાન હું આખું જીવન નહીં ભૂલું. બોલો હું તમારા માટે શું કરી શકું. હું હું મારે મારે તમારા માટે કંઈક કરવું છે."

"તમારે કંઈક કરવું હોય તો ચતુર માટે કરો. એની આપેલ માહિતી પરથી જ અમને શક પડ્યો હતો કે તમે કંઈક મુસીબતમાં મુકાયા છો. તમારી ભાગતી ભત્રીજીને પકડવા માટે પણ એણે ખુબ કોશિશ કરી છે. અને એ ખુબ ઘવાયો છે. એક ગોળી એને વાગી છે જે તમારી ભત્રીજીએ એને મારી છે. એને અત્યારે મિલિટરી હોસ્પિટલમાં દાખલ કર્યો છે, એની ખબર પૂછાવો અને એના ઘરનાને જાણ કરો. હું પણ એની પાછળ જ હતો પણ દેવી કોટ પહેલા એના 2 સાગરીતો અચાનક ક્યાંથી આવી ગયા. અને મારા પર હુમલો કરી મને ઈજા પહોંચાડી ને ભાગી ગયા. તમારી કાર જેરત અને સંગના ગામની વચ્ચે. રોડ પર પડી છે. ચતુરે એમાં જાણી કરીને પેટ્રોલ ઓછું ભરાવ્યું હતું. ત્યાંથી કોઈને કહી મંગાવી લેશો. અને ચતુર ને ખુશ કરજો. મારે કઈ નથી જોઈતું." કહી જીતુભાએ ફોન કટ કર્યો.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર

Rate & Review

Priti Patel

Priti Patel 4 months ago

Jay Dave

Jay Dave Matrubharti Verified 9 months ago

Sheetal

Sheetal 1 year ago

Ashok Prajapati
Parash Dhulia

Parash Dhulia 1 year ago