I Hate You - Can never tell - 73 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ -73

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ -73

આઈ હેટ યું - કહી નહિ શકું
પ્રકરણ -73


વિરાટ અને તાન્યા વાત કરી રહ્યાં હતાં. મોલમાંથી શોપીંગ કરીને પેમેન્ટ કરવા લાઈનમાં ઉભા અને વિરાટની નજર પડી કે રાજ અને અમિત પાછળ જ ઉભા છે. બે મિનિટ માટે જાણે સમય થંભી ગયો. વિરાટને થયું રાજે બધું સાંભળી લીધું હશે ? રાજ સામે જોયું ... રાજે એકદમ નેચરલીજ પૂછ્યું કેમ વિરાટ મારી સામે જોયા કરે ? શું
થયું ?

વિરાટે સ્વસ્થ થતાં કહ્યું નહીં એમજ વાતો કરતાં હતાં. રાજે કહ્યું હાં હાં હવે તમારો વાતો કરવાનો સમયજ છે એમ કહી હસ્યો અને બોલ્યો.. વિરાટ મને એક વિચાર આવ્યો છે તાન્યા તું આજે અમારી સાથે જ રોકાઈ વડીલોને પાછાં જવા દે આજે તમારા નવા રિલેશનને સેલિબ્રેટ કરીશું ખુબ વાતો કરીશું.. શું કહે છે તાન્યા ?

તાન્યા ખુશ થઇ ગઈ એ તાળી પાડી ઉઠી અને બોલી વોટ એ ગ્રેટ આઈડિયા રાજ .. પણ રાજ તુજ કહેજે મારા પેરેન્ટ્સને મને ખબર છે ના નહીં પાડે પણ તારા પેરેન્ટ્સ ? રાજે કહ્યું હુંજ કહીશ બાકીનું બધું મારા પર છોડી દે ... ઘણા સમયે મને પણ ઘણું કહેવાનું મન છે જેટલી વાતો કરાય એટલી વાતો કરીશું ..શૂન્યાવકાશમાં ક્યાંક કોઈ શ્વાસની અનુભૂતિ કરીશું..એમ કહી થોડો ઈમોશનલ થઇ ગયો.

વિરાટે રાજનાં ખભે હાથ મૂકીને કહ્યું રાજ ડન તું કહે છે એમજ કરીશું. આજે એવી ક્ષણ આવી છે કે ત્રણે રૂમ પાર્ટનર પાસે કંઈક કેહવા માટે કોઈક અંગત વાત છે. ત્રણે ઘણા સમયથી સાથે રહેતા હતાં રૂમપાર્ટનર્સ હતાં પણ પોતપોતાનાંમાંજ વ્યસ્ત રહેતા. રાજે અમિતને પૂછ્યું યાર અમિત તું પણ તારી ગર્લફ્રેન્ડને બોલાવી લેને જો શક્ય હોઈ તો અથવા તું જઈને લઇ આવ નિશાને.. ક્યાં રહે છે ? નજીક છે કે દૂર ? બોલાવવી શક્ય છે ?

અમિતે કહ્યું નજીકજ છે સ્થળથી અને દિલથી ચલ ટ્રાય કરું પૂછી જોઉં એમ કહીને એણે સીધો ફોન લગાવ્યો અને થોડીવાર વાત કરી રહ્યો. બધાની નજર અમિતનાં ચહેરાનાં હાવભાવ જોવામાંજ હતી.
અમિતનો ચેહરો પડી ગયો . બધાં સમજી ગયાં. અમિતે કહ્યું સોરી એણે કહ્યું .. છોડો કઈ નહીં ફરી કોઈ વાર અને વાત ત્યાં બંધ થઇ ગઈ...એલોકોએ બીલ પે કર્યું અને મોલની બહાર નીકળ્યાં.

અમિત ખુબ નિરાશ થયેલો. વિરાટે અમિતને કહ્યું યાર આમ ડીપ્રેસ ના થા ફરીથી પાછાં મળીશું પણ એ આવી હોતતો બધાંનો ઈન્ટ્રો થઇ જાત અને તાન્યાને પણ કંપની મળી જાત . અમિતે હકારમાં ડોકું ધુણાવ્યું અને ત્યાં તાન્યા બોલી અમિત હું વાત કરી જોઉં ? તને વાંધો ના હોય તો ? અમિતે કહ્યું એમાં મને શું વાંધો ? લે હું તને ફોન લગાવી આપું... પણ એને આવવુંજ હોત તો મનેજ હાં પાડી દેત ને..અને અમિતે મોબાઈલ હાથમાં લીધો અને ત્યાં નિશાનોજ કોલ આવી ગયો. અમિતે આષ્ચર્યથી તરતજ ફોન ઉપાડ્યો.. બધાં ફરીથી એનો ચેહરો જોવા લાગ્યાં... અમિતનો ચેહરો ખીલી ઉઠ્યો.. એણે હસતાં હસતાં બધાની સામે જોઈને થમ્બ બતાવ્યો બધાં સમજી ગયાં કે નિશા આવવા માટે માની ગઈ છે.

અમિતે ફોનમાં થેન્ક્સ કહીને ફ્લાયિંગ કીસ આપીને ફોન બંધ કર્યો અને બે હાથની મુઠી વાળીને આનંદમાં ઝૂમી ઉઠ્યો અને બોલ્યો નિશા આવે છે પણ એક કલાક પછી આવશે.

બધાં એક સાથે બોલી ઉઠ્યા...વાહ આજે સેલિબ્રેશન ગ્રાન્ડ થઇ જશે... તાન્યાએ કહ્યું શું થયું એકદમ આવવા એણેજ ફોન કર્યો ? અમિતે કહ્યું એ આવે ત્યારે ખબર પડે એ આવવા રાજી થઇ એજ મારા માટે ગ્રેટ ન્યુઝ છે. બધાંજ આનંદમાં આવી ગયાં. રાજ એના બંન્ને મિત્રોનાં ચહેરાં પર છવાયેલાં આનંદ અને ઉતેજના જોઈ રહ્યો. એ ઊંડા વિચારોમાં ઉતરી ગયો અને એનાં ચેહરા પર છવાઈ ગયેલી ઉદાસી છુપાવી ના શક્યો.
રાજને જોઈને પણ બધાં બધું સમજી ગયેલાં એમાં વિરાટ રાજને વધુ સમજી અને અનુભવી રહેલો. આમ વાતો કરતાં કરતાં બધાં ઘરે આવી ગયાં.

મીશાબહેને કહ્યું આવી ગયાં છોકરાઓ ? વાહ કેટલું શોપીંગ કરી આવ્યા ? આજે તમારાં બધાંનો મૂડ જુદોજ લાગે છે .

રાજે ચેહરો આનંદી બનાવીને કહ્યું મીશાઆંટી આજે અમે બધાએ નક્કી કર્યું છે કે આખી રાત વાતો કરીશું કાર્ડ્સ રમીશું ખુબ મજા કરીશું આંટી તાન્યા આજે અહીજ રોકાઈ જાય તો ? પ્લીઝ.. અમિતની ફ્રેન્ડ છે નિશા એપણ અહીં આવે છે તાન્યાને કંપની રહેશે તમે કોઈ ચિંતા ના કરશો.. રાજને બધું કહી દેવા મીશાઆંટી એજ બધો અવસર આપી દીધો.

મીશાબહેને ગૌરાંગભાઈ સામે જોયું ગૌરંભાઈની સંમત્તિ સૂચક નજર જોઈને કહ્યું હાં હાં વાંધો નહીં બધાં ઘણાં સમયે ભેગા થાવ છો તો એન્જોય કરજો. અને મીશાબહેને નયનાબેન સામે જોયું. નયનાબેનનાં ચહેરાં પરનાં હાવભાવ સમજાતાં નહોતાં એ જાણે કન્ફ્યુઝ હોય એવું લાગ્યું પણ માં એજ દીકરીને રોકવા માટે પરમીશન આપી એટલે એમણે કહેવું પડ્યું સરસ બધાં ખુબ આનંદ કરજો ... આમે અમે મુસાફરી કરીને આવ્યા છીએ અમે ઘરે જઈને આરામ કરીશું.

પ્રબોધભાઈતો ડ્રીંક લઈને ટુન થઇ ગયાં હતાં. એમણે હાં માં હાં પરોવી અને વિરાટે સ્થિતિને જોતાં કહ્યું અંકલ હું તમને લોકોને પુલાવ ને બધું આપું છું તમે લોકો જમી લો.

મીશાઆંટીએ કહ્યું ચાલો હું તમને મદદ કરાવું અમે જમી લઈએ પછી ઘરે જઈએ.. પ્રબોધભાઇ અને નયનાબેન થાક્યા છે એ લોકો રેસ્ટ લઇ શકે.

તાન્યાએ કહ્યું અરે મમ્મી અમે આટલા બધાં છીએ તમે લોકો શાંતિથી બેસો અમે તમને સર્વ કરીએ છીએ અને ચારે છોકરાઓ કીચનમાં ગયાં. વિરાટે પુલાવ તૈયાર કરી દીધો અને સાથે બધી વાનગી તાન્યાને ડીશમાં પીરસી આપી અમીત અને રાજ બંનેને કામ કરતાં જોઈ રહ્યાં અને ડીશ અને પાણીની બોટલ બહાર લઇ ગયાં .
ચારે વડીલોએ જમી લીધું પછી નયનાબેન રાજ પાસે આવ્યાં એને વળગી ગાલે હાથ ફેરવી વહાલ કરતાં કહ્યું રાજ મારા દીકરાં હું બધું સમજું છું જે થશે એ સારું થશે આજે તને અમે અહીં બધાંને જોઈને મને બધાં સમીકરણ સમજાઈ ગયાં છે. દીકરાં હું તારાં સાથમાં છું તને દુઃખી નહીં જોઉં રાજ પણ ... થોડી ધીરજ રાખજે હવે અમે જઈએ છીએ તમે સરસ એન્જોય કરજો. ગોડ બ્લેસ યું માઇ સન. નયનાબેનની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં અને રાજને જોરથી વળગી પડ્યાં.

રાજે એની મોમને વળગીને કહ્યું મોમ મારાં માટે તમારું આટલું કેહવું પૂરતું છે. આજે મને ખુબ આનંદ થયો છે. તમારો સાથ મળ્યો હું જાણે આખી દુનિયા જીતી ગયો છું લવ યું મોમ. રાજનો ચેહરો ખીલી ઉઠેલો. એણે એની મોમને ગાલે કીસ કરીને કહ્યું મોમ થેન્ક્સ... અને એણે એનાં પાપા સામે જોયું એનાં પાપા માં દિકરાનાં પ્રેમને જોઈ રહેલાં અને એમનો ચેહરો પણ આનંદિત હતો.

તાન્યા , વિરાટ અને અમીત સાથે સાથે મીશાબેન ગૌરાંગભાઈ અને પ્રબોધભાઇ ઉભા થયાં. પ્રબોધભાઈએ એમનાં કોટમાંથી એક જાડું કવર કાઢ્યું અને રાજનાં હાથમાં આપીને કહ્યું રાજ આ તારી પાસે રાખજે આપણે પછી શાંતિથી વાત કરીશું અને બધાં છોકરાઓને ૧૦૦-૧૦૦ ડોલરની નોટ કાઢીને આપી બધાં ખુબ ખુશ થઇ ગયાં.
નયનાબેને કહ્યું એન્જોય કરજો અને ગૌરાંગભાઈએ પણ બધાંને ૧૦૦-૧૦૦ ડોલર ની નોટ આપી. રાજે કહ્યું વાહ લોટરી લાગી હવે બે દિવસ જોબ પર નાં જવાય તોય વાંધો નથી અને બધાં એક સાથે ખડખડાટ હસી પડ્યાં.

ચારે વડીલ છોકરાઓને આશીર્વાદ આપી ઘરે જવા નીકળ્યાં. રાજની નજર નયનાબેન તરફજ હતી..એ કંઈક વિચારોમાં હતો અને નયનાબેને કહ્યું દીકરાં હવે બધું વિચાર્યા નાં કરીશ. ગોડ બ્લેસ યું પછી શાંતિથી વાતો કરીશું. અને બધાં લિફ્ટમાં ગોઠવાયાં.. વિરાટ એનો ફોન ચેક કરતો હતો...

વધુ આવતા અંકે પ્રકરણ -74 ( મારાં વાચક મિત્રોને આ વાર્તા કેવી લાગી એ રિવ્યૂ અને રેટિંગ્સ આપીને જણાવજો અને ગમી હોય તો તમારાં મિત્રોને સ્ટોરી લિંક સહારે કરીને વંચાવજો)

Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Parash Dhulia

Parash Dhulia 5 months ago

Rajesh

Rajesh 5 months ago

Neepa

Neepa 6 months ago

Bhaval

Bhaval 6 months ago