A trip to space books and stories free download online pdf in Gujarati

અંતરિક્ષની એક સફર

Astronaut / Cosmonaut

રશિયામાં અવકાશયાત્રી ને કોસ્મોનોટ ( cosmonaut ) કહે છે. અમેરિકા તથા અન્ય દેશોમાં astronaut કહે છે..

હવે વાત કરીએ અંતરીક્ષયાત્રી ઓને અનુભવાતી સમસ્યા

1) રોકેટ દ્વારા પ્રક્ષેપણ
પ્રક્ષેપણ દરમિયાન રોકેટ ની ગતિને કારણે આંચકા, ધ્રુજારી અને અસહ્ય દબાણ નો સામનો કરવો પડે છે..

2)અંતરીક્ષમાં પરિભ્રમણ વખતે
વાતાવરણ નો સંપૂર્ણ અભાવ (શૂન્યાવકાશ ) સંપૂર્ણ શાંતિ,
એકાકીપણ વજનવિહીનતા , 24 કલાક ના રાત - દિવસ ના અનિયમિતા ,સમયચક્ર નો અભાવ તાપમાન માં થતા પરિવર્તન નો, અંતરીક્ષમાં વિકિરણ અને સૂક્ષ્મ ઉલકાકણો નો સતત મારો..

3) અંતરીક્ષયાત્રાની સમાપ્તિ, વાતાવરણ માં પુનઃ પ્રવેશ

પૃથ્વી પર ઉતરાણ

પૃથ્વી ઘટ્ટ વાતાવરણ સાથે ધર્ષણ થવાથી અંતરીક્ષયંની બહારની સપાટી અત્યંત ગરમ થાય છે..અંતરીક્ષયાન પૃથ્વી પર પછડાતાં ધક્કો લાગે છે...

આવી વિષમ પરિસ્થિતિનો સામનો કરવા અંતરીક્ષયાત્રીમાં સાહસ કરવાની અદમ્ય ઇચ્છા , હિંમત ,તાલીમ, શિસ્ત વગેરે હોવા જરૂરી છે...

અંતરીક્ષયાત્રી સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ અનુભવે છે.. તેના લીધે હાડકામાં કેલ્શિયમ તત્વ નું પ્રમાણ ઘટી જાય છે પરિણામે અસ્થિભંગ થવાનો ડર રહે છે.. વજન વિહીન પરિસ્થિતિમાં શરીરના ઉપરના ભાગમાં લોહીનો ભરાવો થાય છે. શરીરમાં પોટેશિયમ પણ ઘટી જાય છે, તેની અસર સ્નાયુઓ પર અને ચેતાતંત્ર પર થાય છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે
અંતરીક્ષયાત્રી ને અંતરીક્ષમાં કસરત કરવી પડે છે તથા આ પરિસ્થિતિ માટે તૈયાર થવા માટે સઘન તાલીમ લેવી પડે છે. પાણી અથવા કોઈ પ્રવાહી ચુસીને જ પીવું પડે છે..ખાદ્ય પદાર્થ કોથળીમા જ રાખવા પડે છે, નહીં તો ખાદ્ય પદાર્થના કણો અંતરિક્ષમા તરવા લાગે છે. ખાવા પીવામા શિસ્ત અને સંયમ રાખવા પડે છે. અંતરિક્ષયાત્રીને આળસ ન આવે અને સ્વપ્નમા હોય તેવો ભાસ ન થાય અને તે પોતાનું અસ્તિત્વ ભૂલી ન જાય તેથી તેને સતત પ્રવૃત્તિમય રખવામા આવે છે.


તેમની દિનચર્યા, વૈજ્ઞાનિક પ્રયોગો અને અવલોકન ઉપરાંત મનોરંજન જેવી વિવિધ પ્રવૃત્તિવાળુ સમયપત્રક બનાવવામા આવે છે. આ ઉપરાંત ટેલીવિઝન તથા રેડીયો દ્વારા પૃથ્વી પરનાં લોકો સાથે સંપર્ક રાખવામા આવે છે, જેથી કંટાળાજનક પરિસ્થિતિનો સામનો થાય શકે..


અંતરિક્ષયાત્રી માતે અંતરિક્ષ પોશાક પહેરવો જરૂરી બને છે. આ પોશાક દ્વારા અંતરિક્ષયાત્રીને શ્વાશ લેવા માટે યોગ્ય દબાણે ઓક્સિજન વાયુ મળે છે....


આ ઉપરાંત એના દ્વારા તાપમાનનુ નિયંત્રણ થાય છે. અંતરિક્ષયાત્રીને વિકિરણ, સુક્ષ્મ ઉલ્કાક્ણ, સૂર્યના પારજાંબલી પ્રકાશ તથા બ્રહ્માંડ - કિરણો (Cosmic rays ) સામે રક્ષણ મળે છે. અંતરિક્ષ - પોશાક સાથે રેડીયો - સંદેશા વ્યવહાર તંત્ર પણ હોય છે...અંતરિક્ષયાત્રાની શરૂઆત અને સમાપ્તિ વખતે અંતરિક્ષ - પોશાક પહેરવો ખાસ આવશ્યક છે , પરંતુ અન્ય સમયે અંતરિક્ષયાનની અંદરના સાનુકુળ વાતાવરણમાન્ અંતરિક્ષ - પોશાક પહેરવાની જરૂર પડતી નથી. અંતરિક્ષયાત્રિને અંતરિક્ષયાનની બહાર જઈને કોઈ પ્રવૃત્તિ કરવાની હોય તયારે અંતરિક્ષ પોશાક પહેરવો જરૂરી છે.આવે વખતે અંતરિક્ષયાત્રીના પોશાક સાથે લાંબી સોનાની સાંકળ બાંધેલી હોય છે, જેનો બીજો છેડો અંતરિક્ષયાત્રી સુરક્ષિત રહે અને અંતરિક્ષમા છટકી જાય નહીં.. કોઇવાર આક્સ્મિક રીતે અંતરિક્ષયાનની અંદર વાતાવરણનુ દબાણ ઘટવા મળે તયારે અંતરિક્ષયાત્રીને અંતરિક્ષ પોશાક એકમાત્ર બચવાનુ સાધન બની રહે છે..


આજ સુધીમા ઘણા પુરુષો અને સ્ત્રીઓએ અંતરિક્ષયાત્રા કરી છે. કેટલાક આ સાહસમા શહીદ પણ થયા છે. કેટલાક મહત્વના પ્રસ્થાનોમા ભાગ લેનારા અંતરિક્ષયાત્રીઓના નામ આ પ્રમાણે છે.


યુરી ગેગેરીન ( રશિયન, 1961)

એલાન શેપાર્ડ ( અમેરિકા, 1961)

વેલેન્ટિના શેરેશ્કોવા ( રશિયા, 1963)

નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રિન (અમેરિકા,1969)

જ્યોજિ ટી. ડોબ્રોવોલસ્કિ , વિક્ટર આઈ. પત્સાયેવ અનર વ્લાડિસ્લાવ એલ. વોલ્કોવ ( રશિયા, 1971)

જ્હોન યંગ અને રોબ્ર્ત્ ક્રિયન ( અમેરિકા, 1981)

રાકેશ શર્મા (ભારત,1984)

સુનીતા વિલિયમ્સ (અમેરિકા, 2007)ભારતનું પણ અવકાશયાત્રાના ક્ષેત્રે યોગદાન છે. રાકેશ શર્મા નામના અંતરિક્ષયાત્રીએ પુથ્વીની પ્રદક્ષિણા કરી હતી. વળી, 16 જાન્યુઆરી 2003 નાં રોજ ઉદેલ ' કોલમ્બિયા' નામના અંતરિક્ષ શટલમા 7 આંતરિકયાત્રીઓ ગ્યા હતા. તેમાં એક કલ્પના ચાવલા હતા. કમનસિબે અંતરિક્ષયાન પૃથ્વી પર ઉતરતા થોડી મિનિટો અગાઉ સળગી ગ્યું હતું અને બધા અંતરિક્ષયાત્રી અવસાન પામ્યા.


1957ની સાલની શરૂ - અંતરિક્ષયાન ઉડ્ડયન રશિયાએ આંતરિકમા સ્પુટનિક - 1 પહેલો ઉપ્ગ્રહ 1957 માં તરતો મૂક્યા.

1961 માં પુરી ગેગેરીને અંતરિક્ષયાનમા પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરિયું.


રોબર્ટ ગોઠાર્ડ નામના અમેરિકન વિજ્ઞાનીએ ઇ.સ. 1926 માં રોકેટની પ્રાથમિક શોધ કરી હતી.


ભારતે ઇ.સ્. 1980મા સૌપ્રથમ 'રોહિણિ' નામનો ઉપ્ગ્રહ અંતરિક્ષમા મૂક્યો.

ઇ.સ. 1981મા અમેરિકએ પ્રથમ અંતરિક્ષ શટલ, સ્પેસ શટલ કોલ્મ્બિયા બનાવ્યુ.


Thank you for this Reading..

Insta id : my_wisdom_words

Written by Rutvi Shiroya.