My Loveable Partner - 21 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 21 - તારા લીધે......

સ્મિત : કેમ છો પપ્પા??
પપ્પા : સારો જ હોવ ને.
તે હલકું હસતાં કહે છે.
સ્મિત : પરંપરા રસોડામાં કામ કરે છે એટલે મે ફોન ઉપાડ્યો.
કઈ ખાસ કામ હતુ??
પપ્પા : બસ, એમજ ફોન કર્યો હતો.
પછી કરી લઈશ વાત.
સ્મિત : કઈ હોય તો તમે મને કહી શકો છો પપ્પા....
પપ્પા : કોઈ એવી ટેન્શન ની વાત નથી બેટા.
આ તો બસ....
સ્મિત : લો, આવી ગઈ તે.
આપુ તેને ફોન.
સ્મિત ફોન પરંપરા ને આપે છે.
પરંપરા : કોનો ફોન છે??
સ્મિત : તારા પપ્પા.
પરંપરા : હેલ્લો પપ્પા....
તે ફોન પર વાત કરતા કરતા ઉપર રૂમમાં જતી રહે છે.
પપ્પા : બધુ સારું છે ને??
પરંપરા : હા પપ્પા.
તે હલકું મુસ્કાય છે.
પપ્પા : બેટા, ધારા એ જે....
પરંપરા : તે ઠીક છે??
પપ્પા : હા.
બધુ ફરી નોર્મલ થઈ ગયુ છે.
2 દિવસ જરા હતી અપસેટ.
હવે તો મમ્મી એ પણ તેને....
પરંપરા : થેન્ક ગોડ!!
તમને ખબર છે,
એ વાતને લઈને હું કેટલી ટેન્શનમાં હતી.
એક તો આ ધરું!!
અમે રોજ મળીયે છીએ તો પણ મને આ વાત કહેતી નથી કે હવે બધુ બરાબર થઈ ગયુ છે.
પપ્પા : એ હજી હવે પોતાની જાતને ફરી સંભાળી શકી છે.
પરંપરા : તમારી સાથે વાત કરી એણે??
પપ્પા : આ વિશે પછી કોઈ એ એની સાથે કે એણે કોઈની સાથે હમણાં વાત નથી કરી.
પરંપરા : હંમ.
તમે....
પપ્પા : મને શું થવાનું છે??
પરંપરા : એમ....
પપ્પા : તારા સાસુ સસરા સારા છે ને??
પરંપરા : હા.
એકદમ સારા છે.
પપ્પા : તેમને આના વિશે....
પરંપરા : હમણાં તો નથી ખબર.
પપ્પા : ઠીક છે.
ચાલ, હું મૂકું ફોન.
પરંપરા : આવજો.
તમારું ધ્યાન રાખજો.
પપ્પા : તું પણ.
પરંપરા : હંમ.
તેનો ફોન પતે છે અને સ્મિત ઉપર રૂમમાં આવે છે.
પરંપરા હજી ખુલ્લી બારીમાંથી આકાશ સામે જોતી ઉભી હોય છે.
સ્મિત તેની પાસે આવી તેને પોતાની બાથમાં લે છે તો તે વિચારોની દુનિયામાંથી વાસ્તવિકતામાં પાછી ફરે છે.
બંને એક બીજા સામે જુએ છે.
સ્મિત : શું થયું??
પરંપરા ની આંખોમાં પાણી જોતા સ્મિત પૂછે છે.
પરંપરા : કઈ નહી.
સ્મિત : પપ્પા સાથે વાત થઈ એટલે??
પરંપરા : હંમ.
સ્મિત : લેટ મી ગેસ....
ધારા વિશે વાત થઈ??
પરંપરા : હંમ.
સ્મિત : બધુ બરાબર થઈ જશે.

* * * *

2:20am

ધારા : બોલ....
પરંપરા : જાગતી જ હતી??
ધારા : હંમ.
પરંપરા : શું કરે છે??
ધારા : જુના ફોટા જોઉં છું.
પરંપરા : ઓલ ઓકે??
ધારા : હા.
શું થવાનું??
પરંપરા : આજે પપ્પા સાથે કરતા કરતા આંખમાં આંસુ આવી ગયા.
તમને લોકોને મારી જરૂર છે અને હું....
ધારા : અહીંયા બધુ બરાબર છે પરંપરા.
પરંપરા : હજી....
ધારા : શાંત થઈ જા.
પરંપરા : મારે ઘરે આવવું છે.
ધારા : કાલે આવજે.
પરંપરા : પપ્પા સારા છે ને??
ધારા : હા.
પરંપરા : તે કરી તેમની સાથે વાત??
ધારા : કઈ વાત??
પરંપરા : એમજ....
ધારા : એમજ શું વાત કરું??
પરંપરા : કઈ પણ.
ધારા : તારું અને પપ્પાનું જેવું બોન્ડનીગ છે એવું અમારું નથી.
તું સહેલાઈથી તેમની સાથે વાત કરી શકે છે.
પરંપરા : તું પણ કરી શકે છે ધરું.
ધારા : એમની ફેવરિટ તું છે.
પરંપરા : આપણે બંને છીએ ધરું.
ધારા : તું વધારે છે.
પરંપરા : એવું નથી.
ધારા : તને એવું લાગે છે.
પરંપરા : એ જ.
તને એવું લાગે છે કે એવું છે.
ખરેખર નથી.
ધારા : આપણે આ વિશે વાત કરવી જરૂરી છે??
પરંપરા : ધારા....
ધારા : મારો અને પપ્પા નો સંબંધ જેવો છે સારો જ છે.
પરંપરા : હજી વધારે સારો થઈ શકે છે.
ધારા : તું મને ક્યાં સુધી સમજાવ સમજાવ કરીશ??
તે હવે ગુસ્સે થઈ જાય છે.
ધારા : અત્યારે જે જેમ છે તેમ રહેવા દે ને.
તારા લીધે મે મારી વહેલી કહી દેવાની વાત પણ તેમને મોડી કહી.
પરંપરા : ફક્ત મારે લીધે??
તારે જે કરવું હોય એ તો તું કરી જ લે છે ને ધારા.
હું તો અત્યારે પણ તને ના પાડતી હતી.
પણ તે કહી દીધું ને.
અને ઈટસ ફાઈન.
ધારા : તો પછી??
પરંપરા : હું તને રોકતી હતી આટલા વખતથી અને આપણે કહી દેવા વિશે કેટલી વાર ચર્ચા કરી હતી.
મે ના કહી તો પણ તારે કહેવું હતુ તો ક્યારનું કહી દેવું હતુ ને.
મે જેટલી વાર ના પાડી એટલી વાર તું પણ તો નહી ગઈ કહેવા.
અને હવે અત્યારે તું એના માટે પણ મને....
પરંપરા નો અવાજ રૂંધાઈ જાય છે.
ધારા : ફર્ગેટ ઈટ.
તે ગુસ્સામાં આટલું કહી ફોન મૂકી દે છે.

* * * *

યશ : આજ રાત ની ટિકિટ બૂક કરી દઉં છું.
પાયલ : મુંબઈની??
યશ : હા.
પાયલ : સોમવારે જઈએ??
યશ : આજે શું વાંધો છે??
પાયલ : આવતીકાલ રાતની ટિકિટ બૂક કરી દે.
યશ : આજે શનિવાર છે.
આજે વહેલી સવારે ત્યાં પહોંચી જઈએ તો મમ્મી પપ્પા સાથે થોડું બેસાય ને મારાથી પણ.
સોમવારથી મારે જોબ પર જવાનું.
પાયલ : હા કે.
સારું, તો કરી દે આજે રાતે જે સૌથી છેલ્લી ટ્રેન જતી હોય તેની ટિકિટ બૂક.
યશ : કેમ સૌથી છેલ્લી ટ્રેન??
તે હલકું હસતાં હસતાં પૂછે છે.
પાયલ : એમજ.
યશ : સારું.
પાયલ મુસ્કાય છે.

* * * *

ધારા સ્મિત પરંપરા ની કેબિનમાં આવે છે.
ધારા : સ્મિત....
મે મયંક સાથે વાત કરી લીધી છે.
12 વાગ્યા સુધીમાં તે પ્રિયા અને ભરત 2 જણને ફોટોશૂટ માટે અહીં મોકલે છે.
સ્મિત : ઓકે.
બાકીની વાત તું પરંપરા સાથે કરી લે.
ધારા : એને તું જ કહી દેજે.
સ્મિત : એને પછી કઈ પૂછવું હોય તો??
એટલે તમે બંને જ વાત કરી લો ને.
ધારા : મારે ફાઈલ તૈયાર કરવાની છે અને તે પણ અત્યારે બીઝી છે.
એ કેબિનમાં આવે ત્યારે તું વાત કરી લેજે.
કહી ધારા જવા લાગે છે.
સ્મિત : ઓલ ઓકે બીટવિન યુ એન્ડ હર??
ધારા : એને જ પૂછી લેજે.
કહી ધારા જતી રહે છે.

* * * *

લન્ચ પછી સ્મિત કેબિનમાં પરંપરા સાથે તેના અને ધારા વિશે વાત કરે છે.

પરંપરા : બાકી બધુ તે પોતાની મરજીનું કરે છે તો પછી આ....
માન્યું પહેલા તેને પણ આ વાત કહેતા ડર લાગતો હશે એટલે નહી કહી હોય પણ એમાં મને બ્લેમ કરવાની શું જરૂર હતી??
તે શાંતિથી સ્મિત ને પોતાના તરફની વાત કરે છે.
પરંપરા : મારે સવારે જ તારી સાથે આ વાત કરવી હતી પણ સવારે આપણે બંને સાથે નીકળી જ નહી શક્યા.
જ્યારે એને ગુસ્સો આવે છે ત્યારે એ બધુ ભૂલી જાય છે જાણે.
સ્મિત : હંમ.
પરંપરા : પપ્પા સાથે એને વાત કેમ નથી કરવી??
તે સ્મિત સામે જોતા પૂછે છે.
સ્મિત : તને અત્યારે ધારા સાથે વાત કરવામાં કોઈ વાંધો તો નથી ને??
પરંપરા : મને નથી.
પણ જો અત્યારે તેની સામે જઈશ તો કદાચ પોતાને નહી સંભાળી શકીશ.
તે તેના ટપ ટપ ટપ ટપ પાડતા આંસુ લૂછતા કહે છે.
સ્મિત તેને ભેટી લે છે.

* * * *


~ By Writer Shuchi.