I Hate You - Can never tell - 76 books and stories free download online pdf in Gujarati

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ -76

આઈ હેટ યુ પ્રકરણ -76


બધાં મિત્રોનાં રસીક અનુભવ અને મૈત્રી પ્રેમની વાતો સાંભળી રાજ બોલી રહેલો. નંદીનીનો ઉલ્લેખ કરી એની વાતો કરી રહેલો. અને નંદીની વિરાટનો મેસેજ જોઈ વાંચીને એનાં પલંગમાં બેઠી બેઠી વિરાટનો વિડીયો કોલ સાંભળી જોઈ રહી હતી રાજ બોલી રહેલો નંદીની સાંભળી જોઈ રહી હતી કેટલાય સમય પછી રાજને જોઈ રહી હતી રાજનાં હોઠે માત્ર નંદીની હતી નંદીનીની આંખમાં આંસુ વહી રહેલાં એનું એક ડૂસકું કોઈને સંભળાય નહીં એમ વિડીયો કોલ જોઈ રહી હતી.

અને રાજ આગળ બોલ્યો...નંદીનીનાં આપેલા સમ પછી કેટલાય દિવસ હું સાવ ચૂપ થઇ ગયો નથી કોઈ સાથે વાત કરી નથી તમારાં મિત્રો પાસે પણ મેં ઉલ્લેખ કર્યો. પણ આજે જયારે તમારી પાસે તમારી નજીક હાથમાં હાથ મિલાવી તમારી મિત્ર પ્રેમિકા બેઠી છે અને હું હજારો કિલોમીટર દૂર માત્ર એનાં નામ સિવાય એનાં પ્રેમ સિવાય કંઈ વ્યક્ત કરી શકું એમ નથી પણ અમારો પ્રેમ નશ્વર નથી ઈશ્વર સમ છે.

મને અમારી દૂરીમાં વિરહની પીડામાં પણ અજબ પ્રેમનો એહસાસ છે મારી નંદીની મારાં દિલથી એક પળ દૂર નથી થઇ ક્યારેય નથી કરી આજે તમારાં બધાંની સાક્ષીમાં મારી માં એ પણ અમારાં પ્રેમનો લગાવનો એહસાસ કર્યો એ મને સાંત્વના આપી ગઈ પણ અમારી વિવશતા દૂર નથી થઇ.

વિરહમાં પણ અમર પ્રેમ છે અપાર એહસાસ છે નશ્વર શરીર દૂર છે પણ પ્રેમ અકબંધ છે મને ખબર છે અહીં મને જેટલી પીડા છે એનો વિરહ છે એટલીજ આ વિરહની પીડા એને હશેજ એ લોહીનાં આંશુએ રડતી હશે મને અહીં બધી વ્યવસ્થા સુખ સગવડ છે પણ એ શું સંઘર્ષ કરતી હશે એનાં મને વિચાર આવે છે એનાં પાપાને છેલ્લા સ્ટેજનું કેન્સર હતું કોઈ સગાવહાલા નહીં કોઈની મદદ નહીં એકલી ઝઝૂમતી હશે મારી નંદીની પરિસ્થિતિઓનો સામનો કરતી હશે મને નથી ખબર એની આજે શું સ્થિતિ છે કેવા સંજોગ છે એ જોબ કરવાની હતી જેથી એનાં કુટુંબને મદદરૂપ થઇ શકે.
મને મારી નંદીની પર ખુબ પ્રાઉડ છે હું જેમ એને વફાદાર છું એવીજ એ વફાદાર છે કોઈપણ સંજોગ સ્થિતિ સામે હારે એવી નથી મારી રાહ જોતી હશે પણ આ સમય અમારો શત્રુ છે પસારજ નથી થતો બોલતાં બોલતાં રાજ ઈમોશનલ થઇ ગયો એની આંખો ભરાઈ આવી વિરાટ ઉભો થઇ રાજને વળગી પડ્યો બધાની આંખમાં આંસુ ધસી આવ્યાં રાજ વિરાટને પકડી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો અને બોલ્યો વિરાટ હવે આ સ્થિતિથી થાક્યો છું હાર્યો નથી પણ નંદીની એક ઝલક મળી જાય મારુ હૈયું થનગની ઉઠે મને ઉર્જા મળી જાય હજી વધુ સેહવાની હિંમત વધી જાય.

તાન્યા ઉભી થઇ અને રાજ પાસે આવી અને બોલી રાજ તારી આ વાત ખુબ હૃદય ભીંજવનારી છે તમે આટલું સહ્યું છે ઈશ્વર તમને સાથ આપશે થોડી વધુ ધીરજ રાખ તારી નંદીની તને મળીજ જશે અને વિરાટ સામે જોયું. વિરાટે તાન્યાની આંખમાં યાચના જોઈ અને વિરાટે આંખના ઇશારાથી એને જવાબ આપી દીધો.

રાજ થોડો સ્વસ્થ થયો એટલે વિરાટે કહ્યું રાજ તારા યુ.એસ. આવ્યા પછી હોઈ શકે નંદીનીએ કોઈ એવો નિર્ણય લેવા પડ્યાં હોય જે તને કદાચ ના પણ ગમે તું કહે છે એનાં પાપાને છેલ્લા સ્ટેજનું કેન્સર હતું એને પણ ઘણી વિવશતાઓ અને જવાબદારી આવી હોય એ પ્રમાણે નિર્ણય લેવા મજબૂર થઇ હોય અત્યારની એની સ્થિતિ કદાચ તું નહીં જાણતો હોય કે એ કેવી સ્થિતિમાંથી પસાર થઇ રહીં છે.

રાજે વિરાટને સીધુંજ પૂછ્યું વિરાટ તું મારી નંદીનીને જાણે છે ? તને ખબર છે મારી નંદીની કેવી છે ? મેં તો એને પ્રેમ કર્યો છે એને દિલ-મન-તનથી હું ઓળખું છું એનો સ્વભાવ એનું નાપસંદ કે પસંદ એને શું ગમે ના ગમે બધુંજ હું જ જાણું છું એને કોઈ મોલવી ના શકે હું જ એનું મૂલ્યાંકન કરી શકું કારણ નંદીની મારી છે ફક્ત મારી અને કોઈપણ સ્થિતિ પરિસ્થિતિ પ્રમાણે એને નિર્ણય લેવા પડ્યાં હશે હું જાણું ઓળખું છું સમજું છું અને એનાં દરેક નિર્ણય અને એનાં પરિણામો સ્વીકાર કરીશ કારણ મને ખબર છે એને હું જાણું ઓળખું છું એમાં એનાં એ નિર્ણયોમાં ક્યાંય રાજની બાદબાકી નહીં હોય એણે મનોમન મને સાક્ષી બનાવ્યો હશે મને કીધું પૂછ્યું હશે મારી નંદીની દરેક પરિસ્થિતિની એ અગ્નિ પરીક્ષામાંથી સકુશળ બહાર નીકળી હશે નીકળશે. સંજોગો અને પરિસ્થિતિઓ આવે ને જાય જીવન છે એમાં અમારાં પ્રેમ સંબંધને શું લાગેવળગે? અમે એકબીજાનાં છીએ એક્બીજાનાંજ રહેવાનાં એમાં કોઈ ફરક નહીં લાવી શકે...કોઈ શું હું ફરક નહીં લાવી શકું ના મારાં માંબાપ.

નીશાએ પૂછ્યું રાજ તને નંદીની પર આટલો બધો વિશ્વાસ છે? આતો આંધળો વિશ્વાસ કહેવાય તું કંઈ જાણ્યા વિના કેવી રીતે કહી શકે? તું અહીં છે અને ત્યાં દૂર ઇન્ડિયામાં...શું શું ના થઇ શકે ? અને અત્યારે જોબ કરવી ક્યાં સરળ કે સલામત છે? એ ફોરેન હોય કે સ્વદેશ બધેજ સમાજ તો ... નીશા આગળ ના બોલી શકી એને એનોજ અનુભવ યાદ આવી ગયો.

વિરાટે કહ્યું વાત સાચી છે કે સંજોગો કોઈ પણ કેવો પણ નિર્ણય કરાવે પણ જ્યાં વિશ્વાશ ના હોય તો વાત બગડી શકે છે જીવન બગડી શકે છે વફાદારીની આંચ સદાય પવિત્ર રાખવી ઘણી અઘરી છે પણ રાજ- નંદીનીનો પ્રેમ જોઈ પાછો વિશ્વાશ જાગે છે.

અમિતે કહ્યું રાજ સાથે રહો અને પરિસ્થિતિઓ નો સામનો કરો એ જુદી વાત છે અને દૂર રહી હોય સંઘર્ષ વિના પરિસ્થિતિનો સામનો કરવો કઠણ છે. બધી સતયુગ જેવી વાત છે અત્યારે તો દૂર ત્રણ માણસે એક માણસ રાક્ષશ જેવો હોય હોય છે કોનો ભરોસો કરવો ? ખુબ અઘરું છે.

રાજે કહ્યું કયો યુગ ચાલે છે એ અગત્યનું નથી પણ હળાહળ કળયુગમાં પણ તમને કેવું અને કેવું પાત્ર મળે છે એ અતિ મહત્વનું છે. હું અને નંદીની એક વિચારનાં અને સરખી પાત્રતાવાળા છે અમારે મન પૈસો , ફેમ કે પ્રસિદ્ધિ અગત્યની નથી અમારે માટે પ્રેમ અને વિશ્વાસ અગત્યનો છે તમને કદાચ વાત મોટી લાગશે પણ હું તો તમારી સાથેજ રહું છું વળી તાન્યા સાથે સંબંધ બાંધવા દબાણ હતું અમેરિકા જેવો બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ દેશ છે જ્યાં ભૌતિકસુખ સિવાય કોઈ બીજો વિચાર નથી ત્યાં હું ૮ મહિનાથી રહું છું પણ મને નંદીની સિવાય કોઈ વિચાર નથી આવ્યો નથી કોઈ રૂપાળા ચહેરાનું આકર્ષણ થયું વિરહની પીડા અમારું તપ છે અને તપનું ફળ સુખ અને આનંદ મય જ હોય અમે પાત્રતાને મહત્વતા આપનાર જીવ છીએ આજે જે સુખથી હું વંચિત છું એ મેં એની સાથે ખુબ ભોગવ્યું છે અને મિલન પછી એ વધુ સારી રીતે ભોગવીશું. એ મારો વિશ્વાશ છે.

વિરાટ અને તાન્યા રાજને સાંભળીને એકબીજાં સામે જોઈ રહેલાં અને રાજને મનોમન બિરદાવી રહેલાં...રાજે કહ્યું મિત્રો તમારી સાથે આટલી વાત પેહલીવાર શેર કરી છે અને મારુ હૃદય હળવું થયું નંદીનીના નામનું અવારનવાર રટણ કરી મને સારું લાગે છે એનો સંપર્ક થશેજ અને અમારું મિલન થશેજ મને કોઈ શંકા નથી.

અને બીજો વિચાર એ આવે છે કે મારી કરુણ વાતોથી બધા ઉદાસ થઇ ગયાં તમારું તો મિલન થયું છે લેટ્સ સેલીબ્રેટ એમ કહી એણે બધાંને બિયરનાં ટીન આપ્યાને કહ્યું મિત્રો એક છેલ્લી વિનંતી આ કડવું પીણું ગળે ઉતારતા અમારે માટે પ્રાર્થના કરજો કે અમારું મિલાન ઝડપથી થાય ચીયર્સ કહીને એણે વિરાટ અને અમિત સાથે બિયરનું ટીન ટકરાવ્યું અને એકજ શ્વાસે ટીન પૂરું કરી ગયો. બધાં જોતાજ રહ્યાં અને રાજે બીજું ટીન લીધું....

નંદીની રડતી આંખે જોઈ રહી હતી ત્યાં વિરાટે...



વધુ આવતા અંકે -પ્રકરણ : 77