My Loveable Partner - 31 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 31 - નર્વસ

ધ્વનિ : કહે ને યાર....
ધારા : શું કહું??
ધ્વનિ : શું પહેરું??
ધારા : તારા સૌથી ફેવરિટ કપડા.
ધ્વનિ : સિરિયસલી કહે....
ધારા : સિરિયસલી.
ધ્વનિ : ધારા યાર....!!
ધારા : ધ્વનિ યાર....
ધારા ને હસવું આવવા લાગે છે પણ તે રોકી લે છે.
ધ્વનિ : મારે તારા ઘરે આવવાનું છે યાર એટલે પૂછી રહી છું.
ધારા : તેમને તું ગમવાની જ છે.
મને ખાતરી છે.
ધ્વનિ : એટલે હું કઈ પણ પહેરીને આવીશ તો ચાલશે કઈ??
ધારા : હા.
ધ્વનિ : શું હા??
ધારા : તું કેમ આટલું બધુ વિચારે છે??
ધ્વનિ : પહેલી વાર આવી રહી છું હું.
અને જે ફર્સ્ટ ઈમ્પ્રેશન એ જ લાસ્ટ ઈમ્પ્રેશન.
ધારા : હું નથી માનતી.
ધ્વનિ : હું માનું છું.
ધારા : સારું.
શોર્ટ સ્કર્ટ પહેરીને આવી જા.
ક્રોપ ટોપ સાથે.
ધ્વનિ : ધારા....!!
તે હવે ચીડાય જાય છે અને ધારા પોતાનું હાસ્ય રોકી નથી શકતી.
ધ્વનિ : તને મજા આવે છે અહીંયા??
તે હલકા ઉદાસ અવાજે કહે છે.
ધ્વનિ : હું મૂકું છું ફોન.
ધારા : અરે....સાંભળ....
હું સાચું કહું છું,
તારા સૌથી ફેવરિટ કપડા પહેરીને આવ.
તું સરસ જ લાગશે.
અને હા, આઈ લાઈનર ખાસ કરીને આવજે.
એ તારી સુંદરતા ને વધુ નિખારી દે છે.
ધારા ખુશ થતા કહે છે.
ધ્વનિ : ઓકે.
સાંજે 7 વાગ્યે મળીયે.
ધારા : હું રાહ જોઈશ.
બાય.
ધ્વનિ : બાય.
ધ્વનિ ફોન મૂકી દે છે.

* * * *

પાયલ (મનમાં) : નહી આવવી જોઈએ છતાં મને નીરજ ની યાદ કેમ આવી રહી છે??
કોયલ : પાયલ....પાયલ....
કોયલ તેને ખભા પરથી હલાવે છે.
પાયલ : હા....??
તે સામે ઉભી કોયલ સામે જુએ છે.
કોયલ : શેના વિચારમાં ખોવાઈ ગયેલી??
તે પાયલ ની સામેની ખાલી ખુરશી પર બેસતા પૂછે છે.
પાયલ : કઈ ખાસ નહી.
કોયલ : તો આ જો.
તે સાથે લાવેલુ ફોલ્ડર ખોલી પાયલ ને બતાવે છે.
કોયલ : મે નવી 4 ડિઝાઈન્સ બનાવી છે.
અને તેમના અલગ અલગ રીતે કલર કોમ્બિનેશન અને ઈમ્બ્રોડરી સાથે 6 જુદી જુદી પેટન્સ તૈયાર કરી છે.
તારા હિસાબે જોઈને આ પેપર પર રેટિંગ આપને કઈ પેટન તને સૌથી વધારે સારી લાગી.
પાયલ ધ્યાન પૂર્વક ડિઝાઈન્સ જોવા લાગે છે.
પરંપરા : કોયલ, પાયલ....
બાકી નું કામ પછી કરજો.
લન્ચ ટાઈમ થઈ ગયો છે.
પરંપરા તેમને બોલાવવા આવે છે.
કોયલ : હા, આવીએ....
પાયલ : આ જો.
કોયલ એ નવી ડિઝાઈન્સ બનાવી છે.
તે પરંપરા ને બતાવતા કહે છે.
પરંપરા : નેવી બ્લ્યુ કલર મારો ફેવરિટ છે.
મને તો એ ડિઝાઈન સૌથી વધારે ગમી.
તે કોયલ સામે જોતા કહે છે.
કોયલ ખુશ થાય છે.
પરંપરા : જમીને ધ્યાનથી બધી ડિઝાઈન્સ જોઈને મારું પણ રેટિંગ આપી દઉં.
કોયલ : ઓકે.
સ્મિત : ચાલો, તમે બહેનો....!!
સ્મિત જમવા માટે પોતાની કેબિનમાંથી આવતા તેમને હજી ત્યાં જ બેઠેલા જોઈ બૂમ પાડે છે.
પરંપરા : આવ્યા.
અને બહેનો નહી.
નણંદ - ભાભી.
સ્મિત : રહો તો તમે ચારેય બહેનો ની જેમ જ છો.
પાયલ : એ તો છે.
તે ખુશ થતા કહે છે.

બધા જમવા માટે પોત પોતાની જગ્યા એ બેસી જાય છે.
ધારા : આજે રાતનું ડિનર પણ આપણે બધા સાથે કરીશું.
સ્મિત : કઈ ખાસ છે??
ધારા : યસ.
કોયલ : શું??
ધારા : ઓકે....કોઈ ઘાંટો નહી પાડતા.
પરંપરા : એ તો વાત સાંભળ્યા પછી નક્કી થાય.
ધારા : પરંપરા યાર....!!
સ્મિત : તું વાત કહે ને....
ધારા : ધ્વનિ આજે ઘરે આવી રહી છે.
બધાને મળવા.
પાયલ : યુ મીન ઓફિશ્લી બધાને મળવા??
ધારા : યસ.
તે હસતાં હસતાં કહે છે.
કોયલ : ઓહ....
ધારા : ધીમે....
કોયલ : માય ગોડ!!
તે પછી ધીમેથી બોલે છે.
પરંપરા : ક્યારે આવી રહી છે??
ધારા : આજે સાંજે 7 વાગ્યે.
અને મમ્મી પપ્પા માટે આ સરપ્રાઈઝ છે.
પાયલ : બહુ મોટું સરપ્રાઈઝ છે.
ધારા : આઈ નો.
બધા હસી પડે છે.
સ્મિત : ચાલો, એ વાતે જમવાનું શરૂ કરીએ.
કોયલ : સાંભળી મારી તો ભૂખ વધી ગઈ.
તે ફરી હસતાં હસતાં કહે છે.
ધારા : કોયલ....!!
તેને પણ હસવું આવી જાય છે.

* * * *

સાંજે

મમ્મી સોફા પર બેઠા બેઠા પુસ્તક વાંચી રહ્યા હોય છે ત્યારે કોયલ તેમની પાસે આવે છે.
કોયલ : માસી....
મારે તમારું કામ છે.
તે તેમની બાજુમાં સોફા પર બેસતા કહે છે.
મમ્મી : બોલ ને....
તે પુસ્તક બંધ કરી બાજુ પર મૂકતા કહે છે.
કોયલ : આ મે નવા ડિઝાઈન્સ બનાવ્યા છે.
તેને 1 થી 10 માં રેટિંગ અને તમારો રિવ્યુ આપોને.
તે ફોલ્ડર અને પેન માસી ના હાથમાં આપતા કહે છે.
મમ્મી : હા, લાવ.
કોયલ નું સમય પર ધ્યાન જાય છે.
કોયલ (મનમાં) : 7:10 થઈ ગઈ.
ધારા ગમે ત્યારે ધ્વનિ ને લઈને આવતી જ હશે.
માસા માસી કેટલા ખુશ થઈ જશે ધારા ને આટલી ખુશ જોઈ.
વિચારતાં ધારા ખુશ થાય છે ત્યાં ઘરની ડોર બેલ રણકે છે.
કોયલ તરત ઉભી થઈ તરત દરવાજો ખોલે છે.
મમ્મી : પરંપરા, સ્મિતકુમાર....
મમ્મી તેમને જોતા ઉભા થાય છે.
સ્મિત : જયશ્રી કૃષ્ણ.
બેઠા રહો તમે.
તે મમ્મી પાસે આવતા કહે છે.
મમ્મી : જયશ્રી કૃષ્ણ બેટા.
કોયલ દરવાજો બંધ કરે છે.
પરંપરા : પપ્પા ક્યાં છે??
મમ્મી : તે હજી આવ્યા નથી.
પરંપરા : હજી નથી આવ્યા??
મમ્મી : હજી તો 7:15 થયા પરંપરા.
તે 8 વાગ્યે આવશે.
કોયલ : આટલી જલ્દી ભૂલી ગઈ??
મમ્મી : તો જો ને.
મમ્મી અને કોયલ હલકી ફૂલકી મસ્તી કરે છે.
કોયલ રસોડામાં પાણી લેવા જાય છે તો સ્મિત તેને ના કહે છે.
સ્મિત : તું બેસ.
અમે ઘરના જ છીએ.
પરંપરા : હવે તારે ઉભા થવાનું જ નથી.
પરંપરા તેને સોફા પર બેસાડતાં કહે છે.
કોયલ : પણ પાણી તો....
સ્મિત : અમે ઘરેથી જ આવ્યા છીએ.
પરંપરા : મમ્મી, તું અમારી કોયલ પાસે કેટલું કામ કરાવે છે!!
તે ખોટું ખોટું ખીજાતા કહે છે.
કોયલ : મારા માસી ને કઈ નહી કહો.
પરંપરા : ઓહો....!!
તારા માસી!!
કોયલ : આખો દિવસ એજ બધુ કરે છે.
આપણે તો....
પરંપરા : જો પાછી!!
અમને બધા રિપોર્ટ મળે છે.
તમે રોજ સવારે વહેલા ઉઠી ઘરના કેટલા કામ કરીને આવો છો.
કોયલ : ધારા ને મે કીધું હતુ કે....
પરંપરા : એના પેટમાં ક્યાં કોઈ વાત રહે છે??
સ્મિત : અમે જમવાનું ઓનલાઈન ઓર્ડર કરી દીધું છે.
પરંપરા : હા.
મમ્મી : સરસ ચાલો.
સ્મિત : તું ઓફિસે પણ કેટલું કામ કરે છે.
દિવસમાં જરા તો બ્રેક લે.
પરંપરા : નહી રાતે બધુ કામ પતાવીને શાંતિ થી બેઠેલા ને બ્રેક નહી કહેવાય.
સ્મિત : પોઈન્ટ.
કોયલ : ઓકે.
ત્યાં ફરી ડોર બેલ રણકે છે.
સ્મિત ઉભો થઈ દરવાજો ખોલે છે.
ધારા અને ધ્વનિ અંદર આવે છે અને મમ્મી બંને ને જોતી રહી જાય છે.

* * * *

~ By Writer Shuchi

☺️

.