My Loveable Partner - 36 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 36 - ભાવનાઓ....

પપ્પા ગીફ્ટ લઈ ધારા સાથે વાત કરવા તેના રૂમમાં આવે છે તો જુએ છે કે એ તો ઘસઘસાટ ઊંઘી રહી છે.
તેને આરામથી ઊંઘતી જોઈ ફરી પપ્પા ના ચહેરા પર પ્રેમ ભરી મુસ્કાન આવી જાય છે.
તે ધીરે રહી ને ધારા પાસે આવી તેના માથે હળવો હાથ ફેરવી અને ફરી એક નજર પરફ્યુમ ની બોટલ પર ફેરવી
મનોમન ખુશ થતા પાછા પોતાના રૂમમાં તૈયાર થવા જતા રહે છે.

* * * *

પરંપરા : વાઉં....!!
કેટલું સુંદર દેખાય છે અહીંથી જો....!!
તે એકદમ ખુશ થતા કહે છે.
સ્મિત પરંપરા ને પોતાની નજીક ખેંચે છે અને તેના ખભા પર પોતાના બંને હાથ મૂકી દે છે.
પરંપરા મુસ્કાય છે.
સ્મિત : અહીંયા જ રહી જવું છે??
પરંપરા : મને તો મારું બધુ સૂકુંન અહીંયા જ મળી રહે છે.
પરંપરા સ્મિત ની છાતી પાસે પોતાનું માથું લઈ જતા અને તેના હ્રદયના ધબકારા સાંભળતા કહે છે.
સ્મિત : તો હવે તને અહીંથી ક્યાંય નહી જવા દઉં.
તે પરંપરાને બંને હાથ વડે પોતાની અંદર સમાવી લેતા કહે છે.
બંને તેમના આલિશાન રૂમની મોટી બાલ્કનીમાં સાથે ઉભા હોય છે.
ખૂબ સુંદર સરસ ફૂલોનો નજારો આંખો અને દિલ બંને ને ઠંડક આપી રહ્યો હોય છે.
સ્મિત : ખાલી 8 દિવસ બાકી રહ્યા હવે.
પરંપરા : તો??
હજી 8 દિવસ આપણે અહીં રહેવાના છીએ.
પૂરા 8 દિવસ.
સ્મિત : આપણે અહીંયા શિફ્ટ થઈ જઈએ.
પરંપરા ને હસવું આવી જાય છે.
સ્મિત : કેમ??
પરંપરા : સોરી, પણ તું છે ને કોઈ 10 - 12 વર્ષના છોકરાની જેમ વાત કરી રહ્યો છે અત્યારે.
જેને વેકેશનમાં ફરવા આવ્યા હોય અને જગ્યા બહુ ગમી જાય તો કહેતો ના હોય કે આપણે હવે અહીંયા જ રહી જઈએ.
સ્મિત : શું કરું??
મને ફરવાનો બહુ શોખ પણ મને કોલેજ ટાઈમમાં પણ કોઈ બહુ ફરવા જવા નહોતું દેતુ.
એટલે હવે મારે મારાથી જેટલું ફરાય એટલું ફર્યા જ કરવું છે.
પરંપરા : કેમ ફરવા નહોતું જવા દેતું??
સ્મિત : કોલેજમાં ભણવા પર ધ્યાન આપવાનું હોય.
પરંપરા : પણ એ તો....
સ્મિત : આપણે સ્કૂલમાં પણ કઈ બહુ સારા માર્કસ લઈ આવતા હતા એવું નથી.
મારા માર્કસ 60 થી 80 ની વચ્ચે જ આવતા હતા.
પરંપરા : 70 થી 80 ટકા સારા જ કહેવાય.
સ્મિત : પણ મારા 80 થી નીચે આવતા કાયમ.
અને પપ્પાને એવું હતુ કે 90 ટકા તો આવવા જ જોઈએ.
જે કોઈ દિવસ સ્કૂલમાં તો શકય બન્યું નહી.
કહેતા સ્મિત હલકું હસે છે.
સ્મિત : એટલે ડોનેશન આપીને સારામાં સારી કોલેજમાં એડમિશન લેવડાવ્યુ એમણે.
મારે બીજી કોલેજમાં અમદાવાદ ભણવા જવું હતુ.
પણ જો હોસ્ટેલ જઈને હું સરખું ના ભણ્યો તો??
અને સારી ડિગ્રી તો જોઈએ પાછી.
એટલે મને સુરતમાં MBA કરાવવામાં આવ્યું.
ફૂલ પ્રેશરમાં.
હું દોસ્તો સાથે ઘણી વાર રખડી લેતો તો પણ.
પછી વધારે મોડો ઘરે આવ તો પપ્પાની વઢ પણ ખાઈ લેતો મુખવાસ સમજીને અને બને એટલા સારા માર્કસ પણ લઈ આવતો.
છતાં પપ્પાને ગમે એવા માર્કસ હું કોઈ દિવસ નહી લાવી શક્યો.
ફરવા જવાનો થોડી રજાઓમાં પણ ત્યાગ કરીને.
ત્યારે હું કઈ પૂછતો તો કહેતા : હમણાં ભણી લે.
પછી ફરી લેજે.
અને જો હું સામે કઈ કહું તો....
પરંપરા : સમજી ગઈ.
સ્મિત : કોલેજ પત્યા પછી મે નક્કી કર્યુ હતુ કે કઈ પણ નવી શરૂઆત કરતા પહેલા એક ટ્રીપ પર જવું છે. અને પપ્પાને મનાવ્યા તો તેમને મને ડેલ હાઉસી ની ટ્રેકિંગ ટ્રીપ પર જવા પણ દીધો.
ત્યાં મારી મુલાકાત આપણી ધારા સાથે થઈ.
કહેતા તે મુસ્કાય છે.
સ્મિત : પછી જીવનના નવા સફર ની શરૂઆત થઈ.
પપ્પા ત્યારે પણ ઘણું બોલ્યા હતા કે આના કરતા પ્રાઈવેટ કંપનીમાં નોકરી કર વધુ જલ્દી સારું કમાતો થઈશ.
પરંપરા : પપ્પાએ તને જોબ કરતા હોટલ સંભાળવા....
સ્મિત : હું ના કહ્યા કરતો હતો કારણ કે મારે પપ્પા સાથે કામ નહોતું કરવુ.
એવું નથી કે અમારા વિચારો સાવ મેળ નથી ખાતા પણ એ કહે તો મારે માની લેવાનું અને હું ધંધા ના ફાયદા ની વાત કરતો હોવ તો પણ એ જલ્દી નહી માને અને....
શગુન ને સરખું સેટ થતા વાર લાગી પણ થઈ ગયુ અને એની સાથે સાથે હું અમારી હોટલ સાથે પણ આખરે જોડાય ગયો.
હવે લાગે છે કે પપ્પા મારાથી ખુશ છે.
પણ એ કહેશે નહી.
સ્મિત ફિક્કું મુસ્કાય છે.
સ્મિત : એટલે મે શું નક્કી કર્યું છે,
ખબર છે....
પરંપરા : શું??
સ્મિત : હું આપણા બાળકો આવે ને ત્યારે તેમનાથી મારી લાગણીઓ છુપાવીશ નહી.
તેમને બધુ સમજાવીશ, તેમની સાથે બધુ શેર કરીશ, તેમની સાથે રહીશ.
પણ તેમને કોઈ પ્રેશર નહી કરીશ.
બાંધી નહી રાખીશ.
તેમને તેમના જીવનમાં જે કરવું હોય તે ખુશીથી કરી શકશે.
આપણે કોઈને કેટલો પ્રેમ કરીએ છીએ અને આપણા દિલ - જીવનમાં તેમનું શું મહત્વ છે એ તેમને જતાવવા અને જણાવવાથી જીવનમાં અને સંબંધોમાં ઘણો ફરક પડે છે.
આપણ ને પણ ખુશી થાય છે અને જીવનની સુંદરતા વધતી જાય છે.
આટલું મે મારા કોલેજના સમય ગાળામાં શીખી લીધું છે.
હા, આપણે મોટા થઈએ એટલે આપણ ને એ સમજાય છે કે કોઈ પણ વડીલ ના સાચા - ખોટા ગુસ્સા પાછળ પણ પ્રેમ અને ફિકર જ છે પણ પ્રેમ ને પ્રેમ ની રીતે જતાવવો પણ જીવનમાં એટલો જ જરૂરી છે.
અને આ તે અને ધારા એ પણ મને સમજાવવા માં મદદ કરી છે.
ધારા બિન્દાસ થઈને પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે.
જે બહુ જ સારી વાત છે.
પરંપરા : તું બેસ્ટ પપ્પા બનીશ.
મને ખાતરી છે.
કહેતા પરંપરા સ્મિત નું માથું ચૂમી લે છે.
સ્મિત : થેન્કયુ મારા જીવનસાથી બનાવા માટે.
કહેતા તે ફરી પરંપરા ને ભેટી પડે છે.

* * * *

9:15

પાયલ : માસી, કાલે રાતે ધરું એ ઘણું જાગીને કામ કર્યું છે અને અત્યારે તે બહુ ઉંડી ઉંઘમાં છે તો તેને ઉઠાડી નથી.
હું અને કોયલ જઈએ છીએ ઓફિસે.
મમ્મી : સારું બેટા.
કોયલ : કઈ શાકભાજી એવું લાવવાનું હોય તો....
મમ્મી : એ તો હું લઈ આવીશ બેટા.
હવે વાંધો નહી.
મમ્મી મુસ્કાય છે.
પપ્પા : અરે....કોયલ પાયલ સાંભળો....
તમારી બધી ઈવેન્ટ્સ પતી છે તો આપણે આજે બધા બહાર જમવા જઈએ.
ફાવે એવું છે ને??
પાયલ : હા હા માસા.
હમણાં આ અઠવાડિયામાં કોઈ ઈવેન્ટ નથી હવે.
કોયલ : હા, નથી.
કાલે જ બધુ કામ પત્યુ.
પપ્પા : સરસ તો ચાલો.
આજે સાંજે થોડા જલ્દી આવી જજો.
બધા સાથે જઈશું.
પપ્પા ખુશ થતા કહે છે.
પાયલ : હા, સારું.
બંને ઓફિસ જવા નીકળી જાય છે.

* * * *

મોબાઈલની રીંગ થી ધારાની ઉંઘ તૂટે છે.
તે સૂતા સૂતા જ ફોન ઉપાડે છે.
ધ્વનિ : ગુડ મોર્નિંગ.
ધારા : ધ્વનિ....
ધ્વનિ : ઉંઘમાંથી ઉઠી??
ધારા : હા.
તે આળસ મરડતા કહે છે.
ધ્વનિ : આજે મળી શકાય??
ધારા : હા.
હમણાં કેટલા વાગ્યા છે??
ધ્વનિ : 10:10.
ધારા : 10 વાગી ગયા??
તે એક ઝાટકે બેઠી થઈ જાય છે.
ધ્વનિ : ક્યાં મળીશું આપણે??
ધારા : તું....તું કહે ત્યાં.
ધ્વનિ : મારી બેન્ક ની સામે નવી રેસ્ટોરન્ટ ખુલી છે.
બ્લૂ સેફરોન ત્યાં મળીએ??
રિસેસ ટાઈમમાં??
ધારા : હા, ઓકે.
હું ત્યાં આવી જઈશ.
ધ્વનિ : કૂલ.
ધારા : યા.
ફોન મૂકી ધારા ફટાફટ બાથરૂમમાં ભાગે છે.
ધારા : વધારે મોડું થઈ ગયુ આજે.
જલ્દી જલ્દી તૈયાર થવું પડશે.

* * * *

~ By Writer Shuchi
.