My Loveable Partner - 40 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 40 - રાયત....

કોયલ : 1 મોટા ગુડ ન્યુઝ છે....
પાયલ - ધારા : શું??
કોયલ : અનામિકા ફેશનઝ એ આપણી પ્રપોઝલ સ્વીકારી લીધી છે અને તેઓ આપણા ફેશન પાર્ટનર બનવા તૈયાર છે.
ધારા : વોટ??
પાયલ : ખરેખર??
યશ : શું વાત કરે છે!!
કોયલ : હા.
મે સહેજ વાર પહેલા જ જોયો તેમનો મેઈલ.
કોયલ ખુશ થતા કહે છે.
યશ : એટલે હવે....
પાયલ અને ધારા ખુશ થઈ કોયલ ને ભેટી પડે છે.
ધારા : એટલે હવે આપણી કોયલડી ના બનાવેલા ડિઝાઈન્સ અનામિકા ફેશન ના શો રૂમ્સમાં પણ મૂકવામાં આવશે અને હવેથી શગુન ઈવેન્ટસ તમને તમારા વેડિંગ થીમ પ્રમાણે તમને ગમે એવા લગ્નના કપડા પણ ડિઝાઈન કરી આપશે અનામિકા ફેશનઝ ની મદદથી.
સાથે કોયલ ના બનાવેલા બીજા આના સિવાય ના ડિઝાઈન્સ પણ તેમના શો રૂમ્સમાં મૂકવામાં આવશે.
કોયલ : અને તેનું પ્રોફિટ મને અને શો રૂમ્સ ને 50-50 % મળશે.
યશ : વાઉં....!!
સાંભળી યશ એકદમ ખુશ થઈ જાય છે.
યશ : તે પહેલાં કેમ નહી કહ્યુ??
કોયલ : સરપ્રાઈઝ આપવું હતુ.
અને આપણી બ્રાન્ડ નું નામ છે રાયત.
યશ : રાયત?? એટલે??
પાયલ : પરંપરા અને ધારા નો " રા "
યશ, કોયલ અને પાયલ નો " ય "
ધારા : અને સ્મિત નો " ત "
કોયલ : રાયત ફેશન.
યશ : Woooohoooo....!!!!
પણ આમાં મારું નામ....
ધારા : કારણ કે તું અમારા બધા સાથે જોડાયેલો છે.
કોયલ : અને રાયત ફેશન ની એપ તારે બનાવવાની છે.
જેમાં સાથે અનામિકા ફેશન અને શગુન ઈવેન્ટસ ને પણ પ્રમોટ કરવાના છે.
યશ : ઓકે, થઈ જશે.
કોયલ : અને આ એપ બનાવવા માટે તારી પાસે 3 દિવસ છે.
સ્મિત જીજુ અને પરંપરા પાછા આવે એટલે અનામિકા ફેશન સાથે પહેલી ઑફિશિયલ મીટિંગ થશે.
તેમાં આ નવી એપ બતાવવામાં આવશે.
ધારા : સાથે શગુન ઈવેન્ટસ ની વેબસાઈટ પર પણ અમુક બદલાવ કરવા પડશે.
યશ : થઈ જશે.
એ તો આજે જ કરી લઈશું જેટલા થાય એટલા.
કોયલ : આઈ એમ સો હેપ્પી.
યશ : જીજુ અને પરંપરા ક્યારે આવવાના છે??
પાયલ : 2 દિવસ રહીને.
ધારા : આ તેમના માટે સરપ્રાઈઝ છે.
આ વાત સાંભળ્યા પછી બંને ચહેરા જોવા જેવા હશે.
પાયલ : હા.
યશ : આજે તો હવે ડબલ પાર્ટી કરવાની.
ધારા : યસ.
પણ પહેલા ચાલો, આખા સ્ટાફને ગુડ ન્યુઝ આપીએ.
અને તેમને પાર્ટી કરાવીને.
પાયલ : હજી બધુ ફાઈનલ તો થવા દે.
ધારા : થઈ જ જશે.
યશ : Yayyyyyy.

* * * *

2 દિવસ પછી

સ્મિત : આટલી જલ્દી એપ પણ બનાવી દીધી??
સ્મિત ને થોડી નવાઈ લાગે છે.
પાયલ : આ આખો આઈડિયા કોયલ અને ધારા નો હતો.
પરંપરા : આઈ એમ પ્રાઉડ ઓફ યુ ગર્લ્સ.
પરંપરા ખુશ થતા કહે છે.
ધારા : આવતીકાલે અનામિકા ફેશનઝ સાથે ઓફિશિયલ મીટિંગ છે.
પરંપરા : તેમણે હા કહી દીધી??
સ્મિત : ખરેખર??
બંને ને હવે વધુ નવાઈ લાગે છે.
ધારા : આમ તો એમની હા જ છે પણ બધુ નક્કી કરવા માટે આ મીટિંગ ગોઠવી છે.
કોયલ : કાલે સવારે 10 વાગ્યે આપણે તેમને ત્યાં જવાનું છે.
સ્મિત : હંમ.
ધારા : સોરી.
યશ : અચાનક સોરી??
પરંપરા : શેનું??
ધારા : તમારા વગર અમે આખા સ્ટાફ સાથે પાર્ટી કરી લીધી.
તે ખોટો ખોટો ઉદાસ અવાજ કરતા કહે છે.
પાયલ : અને બહુ મજા પણ આવી.
તે પણ ધારા જેવું કરતા કહે છે.
પરંપરા : ઓહ....
કઈ વાંધો નહી.
આપણે આજે ફરી કરી લઈશું.
કોયલ ને એના માટે લાવેલી ખાસ બર્થ ડે ગીફ્ટ પણ તો આપવાની છે.
યશ : ઓહ હો.
સ્મિત : આઈ એમ સો હેપ્પી ગર્લ્સ.
મે તો આવું કઈ વિચાર્યું જ નહોતુ અને તમે તેમનાથી આખી આટલી મોટી તક ઉભી કરી દીધી.
સ્મિત ગર્વથી કહે છે.
ધારા : વિચાર્યું તો મે પણ નહોતુ.
આઈડિયા કોયલ નો જ છે.
મે બસ એને મેઈલ લખવામાં મદદ કરી.
સ્મિત અને પરંપરા કોયલ સામે જોઈ મુસ્કાય છે.
પરંપરા : રાયત નામ કોણે આપ્યું??
કોયલ : પાયલએ.
યશ : કોયલ, આપણે ડિઝાઈન્સ લેવા જવાનું છે.
સમય પર ધ્યાન જતા યશ તેને યાદ કરાવે છે.
કોયલ : હા.
અમે ડિઝાઈન્સ ના સેમ્પલ્સ તેમને બતાવવા માટે તૈયાર કરાવ્યા છે.
પરંપરા : તો આપણે તેમનું ફોટોશૂટ કરીએ ને.
પાયલ : તેમાં ઘણો સમય લાગશે.
આપણી પાસે હવે 24 કલાકથી પણ ઓછો સમય છે અત્યારે.
પરંપરા : વાંધો નહી ને આપણે....
સ્મિત : ધારા, તું તારા પેલા ફ્રેન્ડ ને પૂછી જો ને.
તેને ત્યાંથી મોડલ્સ આવી શકે એવુ હોય તો.
ધારા : હા.
તમે બંને ડ્રેસ લઈને આવી જાઓ.
ત્યાં સુધીમાં હું વાત કરી જોવું.
યશ : ઓકે.
યશ અને કોયલ ધારા ની ગાડી લઈ નીકળી જાય છે.

* * * *

ધ્વનિ : હેલ્લો....
ધારા : તારાથી રજા લઈને શગુન પર અવાશે??
ધ્વનિ : ઓલ ઓકે??
ધારા : તારી મદદની જરૂર છે.
ધ્વનિ : કેવી મદદ??
ધારા : તારાથી આવી શકાશે??
ધ્વનિ : સારું, આવી 15 મિનિટમાં.
ધારા : હા.

ધારા : ધ્વનિ આવી રહી છે.
સ્મિત : તે માનશે??
ધારા : ખબર નહી.
યશ : ધરું, આ પાયલ ને તું જ મનાવ.
પરંપરા : યાર, પાયલડી....
પાયલ : નહી.
પરંપરા પાયલ ની બાજુમાં બેસે છે.
પરંપરા : તને માસા ની બીક લાગી રહી છે ને.
પાયલ તેની આંગળીઓથી રમવા લાગે છે.
પરંપરા તેનો હાથ પોતાના હાથમાં લે છે.
પરંપરા : મારી સામે જો.
પાયલ પરંપરા ની સામે જુએ છે.
પરંપરા : 1 વાર ટ્રાય તો કરી જો.
પાયલ : પપ્પાને ખબર પડી ગઈ તો??
એ એમ પણ નારાજ થઈ ગયા છે.
પરંપરા : પણ આ ફોટા કશે બહાર નથી જવાના.
આ ફક્ત અનામિકા ની મીટિંગમાં બતાવવા માટે છે.
અત્યારે કોઈ મોડેલ ફ્રી નથી એટલે....
પાયલ : મને એમ કરવામાં કોઈ વાંધો નથી.
પણ જો ભૂલમાં પણ આ પપ્પા સુધી પહોંચી ગયુ તો....
પરંપરા : તને કઈ કરવાનો મોકો મળી રહ્યો છે એ જો ને.
પાયલ : સાચું કહું....
મને તો એમજ લાગે છે કે હું કેવી લાગીશ??
તું મારું રહેવા દે ને.
મારી જગ્યા પર પણ તમારા ત્રણમાંથી કોઈ કરી લો.
પરંપરા : 1 વખત કોશિશ તો કર.
બસ, એક વખત....
પાયલ : પણ પરંપરા....
પરંપરા : મારા માટે પાયલ પ્લીઝ....
પ્લીઝ....
કોયલ : માની જા ને.
યશ : હા, પાયલ.
કઈ થશે તો હું સંભાળી લઈશ.
એની ફિકર તું નહી કર.
સ્મિત : એમને તારી પર ગર્વ થશે.
એવું જરૂરી થોડી છે કે ગુસ્સે જ થશે??
પાયલ : એમનો સ્વભાવ....
સ્મિત : તેમનો પ્રતિભાવ જુદો પણ આવી શકે.
ભલે જુદો પ્રતિભાવ આવવાની શક્યતા ઓછી છે.
પણ છે તો ખરી ને.
કોયલ : હા, પાયલ.
ધારા : ચાલ, બહુ વિચાર નથી કરવો હવે આપણે.
તું તૈયાર થવા માંડ.
તે ધારા નો હાથ પકડી તેને ઉભી કરતા કહે છે.
પાયલ યશ સામે જુએ છે.
પાયલ : પાક્કું યશ તું....
યશ : હા.
યશ તેની પાસે આવી તેના ખભા પર હાથ મૂકતા કહે છે.
ધારા : ચાલ....

ધારા અને પરંપરા ફટાફટ ઘરે જઈ મેકઅપ નો અને બીજો જરૂરી સામાન લઈ આવ્યા હોય છે.
અને ધ્વનિ ને મેકઅપ કરતા સારો આવડતો હોય છે અને સાથે તે જો હા કહે તો ધારા અને પાયલ સાથે તેના પણ ફોટા પાડી શકાય માટે તેને ખાસ બોલાવવામાં આવી હોય છે.

હવે આવતા ભાગમાં જોઈએ આગળ શું થાય છે....
ધ્વનિ હા કહેશે કે પછી....

* * * *

~ By Writer Shuchi
.