I Hate You - Can never tell - 79 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ -79

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ -79

આઈ હેટ યુ - કહી નહીં શકું
પ્રકરણ -79
રાજે પોતાનો બળાપો કાઢી આખું ડ્રીંક એક સાથે પીને એની જાતને બેડ પર ફેંકી દીધી. નીતરતાં આંસુઓ સાથે એનું ઓશીકું પણ ભીંજાઈ ગયું હતું અત્યાર સુધી દીલમાં દબાવી રાખેલી વાતો,ક્રોધ અને પીડા આંસુઓથી બહાર કાઢી નાંખી અને નીંદરમાં સરી ગયો.

નંદીનીએ રાજનો એક એક શબ્દમાં છુંપાયેલી પીડા સાંભળી એનાં એક એક શબ્દમાં એને દાબી રાખેલી ચીખ અનુભવી અને એણે ફોન કાપી સ્વીચ ઓફ કરી દીધો અને બેડપર રીતસર ફેંક્યો અને પોતે રાજનાં એક એક શબ્દોને ચાવી રહી હતી...એણે થયું આ બધી વાતમાં રાજનો કેટલો વાંક? એ તો બધી રીતે પીસાઈ રહ્યોં. એનાં યુ. એસ. જવાનાં નિર્ણયમાં એ ક્યાં સંમત હતો ? એનાં પર બાપની ઈચ્છાઓનું દબાણ હતું એ વિવશ હતો.

નંદીનીએ વિચાર્યું રાજની વાત સાચી છે એનાં પાપાની વાતમાં આવી મેં પણ એની સાથે અન્યાય કર્યો એ સતત બોલી રહેલો હું ભણીશ પણ મારી સાથે સંપર્ક ના તોડીશ મારુ મન ક્યાંય નહીં લાગે મેં તને સાચો પ્રેમ કર્યો છે તારાં રૂપને કે તનને ધ્યાનમાં રાખી ક્યારેય પ્રેમ નથી કર્યો મારાં દીલમાં વસાવી અને તે મને પણ વિવશ કરી દીધો ? એની કઈ ફરિયાદ ખોટી હતી ? યુ.એસ. ગયાં પછી એનાં પાપાનો પ્લાન તાન્યા સાથે લગ્ન કરાવવાનો હતો. તાન્યાના ઘરમાં એને બધું મળવાનું હતું યુ.એસ. જેવા ભૌતિકવાદી દેશમાં એને શું નહોતું મળવાનું ? જો એને મારો ખાલી મોહ હોત તો સમય એનું કામ કરી જાત એ પ્રલોભનોમાં આવીને મને ભૂલી શક્ત મેં જ મારાં પગ પર કુલ્હાડી મારીને એનો સંપર્ક તોડી નાંખ્યો એણે કેટલા પ્રયાસ કર્યા હશે? એ સતત મારાં સાથમાં રહ્યોં. મારાં પાપાની ટ્રીટમેન્ટ મારી કાળજી સતત લઇ રહેલો. યુ.એસ. જતાં પણ કહેલું નંદીની હું ભલે પરદેશ જાઉં છું પણ પળ પળ તારાં સાથમાં રહું છું રહીશ તારી અને પાપાની કાળજી લઈશ ડોક્ટર અંકલને પણ કહીને ગયેલો અને મેં શું કર્યું ?

રાજનાં પ્રેમને સમજ્યા વિનાં એનાં પાપાની નજરને ધ્યાનમાં રાખી મેં મારી ફરજો અને પાપાને અંતિમ સમયમાં એમની ઈચ્છાપૂર્તિનાં ઘમંડમાં મેં ત્રાહિત સાથે સંબંધ સ્વીકારી લીધો ? પરિણામ શું આવ્યું પાપા તો ગયાં માં પણ ગઈ પાછળ મારાં માટે શું બચ્યું? રાજનાં પ્રેમનો દ્રોહ કરી મેં બીજાનો હાથ પકડી લીધો ? જેનો હાથ પકડ્યો એની પાત્રતા હતી ? મેં આ શું કરી નાંખ્યું પળવારની ઉત્તેજના અને મારાં ભરેલાં પગલાએ મેં મારુંજ દીલ તોડ્યું ના મેં લગ્નજીવન નીભાવ્યું ના રાજને વફાદાર રહી શકી મેં શું મેળવ્યું ? કુદરતે મારી સાથે ન્યાય કરી લીધો.

રાજે તાન્યાને સ્પષ્ટ કરી લીધું તું મારી બહેન છે મારાં જીવનમાં મારાં દીલમાં નંદીની સિવાય કોઈ છે નહીં ક્યારેય આવશે નહીં એની આટલી વિવશ સ્થિતિમાં માં બાપનાં દબાણ અને વ્યૂરચનામાં ફસાયા વિનાં એ મનેજ વફાદાર રહ્યોં ક્યાંય એણે બીજે મન ના પરોવ્યું.

અને હું ? હું વિવશતા સામે રહી ઉભી કરતી રહી ફરજો અને હું કરું એજ સાચું છે મારાં વિચાર સાચાં જ છે એ અતિવિશ્વાશે ઘમંડ કરી લીધો ના કરવા જેવા નિર્ણય કરી બેઠી હવે રાજનો સામનો કેવી રીતે કરી શકું ? એ ધ્રુસ્કેને ધ્રુસકે રડી રહી હતી વારે વારે રાજનો આંસુ સારતો ક્રોધ કરતો બળાપો કાઢતો ચહેરોજ સામે આવી રહેલો હું એને કેવી કારમી સજા આપી બેઠી ? મેં આ શું કર્યું ? મેં જાતે કરીને મારાં જીવનમાં આવેલી સુખદ પળોને યાદોને નરકાગારમાં બદલી નાંખી...મેં કેમ ધીરજ નાં ધરી ? શેનાં માટે મનોબળ તોડી નાંખ્યું ? શા માટે રાજનો સંપર્ક તોડી નાંખ્યો?

રાજનાં પાપાની વાતમાં નહોતું આવવાનું એમની એ સમયની પીડા માત્ર અમને છુટા પાડવાનું કાવતરું માત્ર હતું હું સમજી નાં શકી...રાજ સાથે સંપર્કમાં હોતતો જે આજે મારાં જીવનની સ્થિતિ છે એ નાં હોત...એ પણ મન રાખી ભણી શક્યો હોત હું પણ દરેક સ્થિતિ સંજોગ એની સાથે શેર કરી ઉર્જા મેળવી શકી હોત.પણ હું મારી આત્મશક્તિનાં અહંમમાં રહી ભલે મને જે સ્ફૂર્યું મેં કર્યું પણ રાજને શું આપી શકી ? શું આપ્યું ? હું જ મારી જાતને કદી માફ નહીં કરી શકું...
નંદીની આમ વિચારનાં વંટોળમાં પીડાઈ રહી હતી આસું સારતી એને ક્યારે નીંદર આવી ગઈ ખબર નાં પડી.
*****

રાજનાં સુઈ ગયાં પછી અમિત નિશા અંદરનાં રૂમમાં જતાં રહ્યાં.બધાનું હૈયું ભારે થઇ ગયું હતું અને નિશાએ અંદર જઈને અમીતને કહ્યું અમીત તારો ફ્રેન્ડ રાજ ખુબજ સેન્સીટીવ છે એણે કેવો પ્રેમ કર્યો ...વાહ સેલ્યૂટ છે આવા કાળ સમયમાં આવાં પણ પ્રેમી હોય છે એની પાસે બધુંજ છે અહીં યુ. એસ. જેવા દેશમાં રહે છે જ્યાં દીલ બહેલાવા માટે અનેક કારણો જગ્યાઓ અને સવલત છે પણ એ એની પ્રેમભક્તિમાં જ તરબોળ છે કહેવું પડે રાજ જેવી વ્યક્તિ મેળવી નંદીની નસીબદાર છે મને લાગે છે એમાંથી પ્રેરણા લેવી જોઈએ. મને લાગે છે આજે મને પણ પ્રેમ શું છે એનો પાઠ મળી ગયો.

અમીતે કહ્યું નિશા તારી વાત સાચી છે રાજ આપણાં બધાં માટે પ્રેરણા બની ગયો છે હું પ્રાર્થના કરું છું કે એ બંન્ને પ્રેમ ભર્યા દીલ પાછાં મળી જાય ખુબ આનંદ કરે.

અને અમીતે નિશાને એની બાહોમાં પરોવી એનાં હોઠ પર હોઠ મૂકીને પ્રેમ આલિંગનમાં સમાઈ ગયો.

અમીત નિશા રૂમમાં ગયાં અને વિરાટ તાન્યા બહાર રૂમમાં સોફા પર સાથે સાથે બેઠાં હતાં એ બંન્ને જણાં રાજની વાતો સાંભળી જાણે મૌન થઇ ગયાં હતાં. તાન્યા વિરાટની સામે જોઈ રહેલી એની આંખમાંથી આંસુ નીકળી આવ્યાં બોલી વિરાટ રાજ આટલો બધો સેન્સીટીવ હશે આટલો પ્રેમને સાચી રીતે સમજનારો હશે ખબર નહોતી આજે પેહલીવાર એનું આ લાગણીસભર રૂપ જોયું.

વિરાટની આંખો પણ નમ હતી એણે કહ્યું તાન્યા સાચી વાત છે જ્યારથી સાથે રહીએ છીએ મેં એને આ રીતે ઓળખ્યોજ નહોતો આજે પેહલીવાર એણે દીલ ખોલી વાત કરી છે એણે લાખ લાખ સલામ છે. મને તો લાગે છે કદાચ નંદીની દીદી પણ આટલું નહીં ઓળખતા હોય અને રાજને સાંભળ્યા પછી લાગે છે કે નંદીનીદીદીએ આવું નહોતું કરવાનું...રાજની પાત્રતા એ જાણીજ નથી શક્યા.

રાજનું દીલ આટલું પ્રેમભીનું અને વફાદાર છે એમને કદાચ એહસાસ જ નહીં હોય એમણે મારી પાસે એમની જે કંઈ રજુઆત કરી મેં સાંભળી છે એમની સ્થિતિ વિવશ હતી સમજી શકું છું પણ રાજનો સંપર્ક અને સાથ નહોતો છોડવાનો... રાજનાં પાપાની વાતમાં આવીને કે એમનાં કોઈ બીજા કારણે એમણે સંપર્ક તોડી નાંખ્યો ખોટું કર્યું છે.

તાન્યા કહે વિરાટ તારી વાત સાચી છે પણ કોઈનો ન્યાય કરનાર આપણે કોણ ? એ વ્યક્તિએ જે કર્યું એની પણ વિવશતા હશે આપણે એમની જગ્યાએ બેસી વિચારીએ ત્યારેજ વાસ્તવિકતા સમજાય એમ આપણે કોઈનાં તોલમાપ નાં કરી શકીએ. પણ જે થયું ખોટું થયું એક વાતમાં હું તારી સાથે એગ્રી કરું છું કે નંદીની દીદીએ રાજનો સંપર્ક નહોતો તોડવાનો એ મને ભૂલ જણાય છે.

અત્યારે નંદીનીદીદી અને રાજ બંન્ને એકબીજાને અથાગ પ્રેમ કરે છે છતાં બંન્ને એકબીજાને કારણેજ પીડામાં છે બીજાઓને તો એનો ફરક પણ નથી પડતો એ લોકો એમની એક્ટ કરીને કે નેગેટીવ ભાગ ભજવી એમની રીતે જીવે છે કોઈને કોઈ ફરક નથી પડતો. પણ વિરાટ આપણે હવે એવો ભાગ ભજવીએ કે બંન્ને પાછાં ભેગાં થઇ જાય ભલે અઘરું છે પણ એ અશક્ય નથીજ એનું એવું કરવામાં સરળ થઈએ તો મને ખુબ ગમશે મારાંથી રાજની પીડા જોવાતી નથી.

આવાં સાચાં પ્રેમ કરનારાં પાત્રો વિવશતાની નાગચૂડમાં ફસાઈ પોતાનાં પ્રેમની પાત્રતા કસોટી પર મૂકી દેતાં હશે અને પરિણામ આવ્યાં પછી પસ્તાતા હશે આનો શું અર્થ? જ્યાં પુરી પાત્રતા, પ્રેમ, વિશ્વાસ અને બેહદ લાગણી હોય પછી કોઈ વિવશતા હાવી કેમ થાય ? સમજણ અને વિશ્વાસ એ સમયે ક્યાં જાય છે?

વિરાટે કહ્યું આજે તો રાજ અને નંદીનીદીદીનાં આ પીડાદાયક પ્રકરણે આપણને પણ લેસન આપી દીધું. એમનાં ભોગે આપણને સમજણ મળી ગઈ એવું લાગે છે.

તાન્યા વિરાટની છાતી પર માથું મૂકીને કહે છે આપણે તો આજે પહેલો દિવસ છે ને પહેલાંજ...


વધુ આવતા અંકે -પ્રકરણ 80
Rate & Review

Jamna Bhansali

Jamna Bhansali 3 months ago

JAGDISH.D. JABUANI
Parash Dhulia

Parash Dhulia 5 months ago

Dipti Koya

Dipti Koya 5 months ago

S.A Dodiya

S.A Dodiya 6 months ago