Chhatrapati Shivaji Maharaj kills foreign invader Afzal Khan in Gujarati Short Stories by કાળુજી મફાજી રાજપુત books and stories PDF | છત્રપતિ_શિવાજી મહારાજે વિદેશી હમલવાર અફજલ ખાન નુંપેટ ચીરી ને વધ કર્યો..

છત્રપતિ_શિવાજી મહારાજે વિદેશી હમલવાર અફજલ ખાન નુંપેટ ચીરી ને વધ કર્યો..

૩૬૨ વર્ષ પહેલાં ૧૦ નવેમ્બર ૧૬૫૯ નાં દિવસે છત્રપતિ_શિવાજી મહારાજે વિદેશી હમલવાર ક્રૂર પાપી "અફજલ ખાન નું પેટ ચીરી ને" વધ કર્યો હતો...

છત્રપતિ શિવાજી મહારાજે ક્રૂર મુગલ શાશન ના પાયા ધ્રુજાવી દીધા હતા,ચારે બાજુ અધર્મી પાપી ઓને સજા આપવામાં આવતી હતી,,એક પછી એક મરાઠા વાડા ના કિલ્લા શિવાજી મહારાજ જીતતા જતા હતા... આ શિવાજી મહારાજ રૂપી આંધી ને રોકવા માટે શરીર થી રાક્ષશી જેવું કદાવર શરીર ધરાવતા મુગલ સુબા અફઝલ ખાને બીડું ઉપાડ્યું અને ગર્જના કરી કે હું શિવાજી મહારાજ ને મારી શકિત થી ચપટી માં મસળી નાખીશ..

૨૦.૦૦૦ ઘોટે સવાર અને ૧૫.૦૦૦ સૈનિકો ને લઈ ને અફઝલ ખાન રવાના થયો શિવાજી મહારાજ ને જીતવા માટે.. એ સમયે છત્રપતિ શિવાજી મહારાજ મહારાષ્ટ્રના સતારા પાસે આવેલા પ્રતાપગઢ કિલ્લા માં હોય છે,,, છત્રપતિ શિવાજી મહારાજ પાસે સૈન્યબળ ખૂબ ઓછું હોય છે અને આ બાજુ અફઝલ ખાન આંધી ની જેમ રસ્તામાં હિંદુ ઓનાં ઘર લૂંટફાટ કરી સળગાવી, મંદિરો ને ખંડિત કરતો, ગાયો ની કત્લેઆમ કરી, ખેડૂતોના ઊભા પાકને નુકસાન કરતો આગળ વધે છે...
આ એક પ્રકારની યોજનાં હોઈ છે છત્રપતિ શિવાજી મહારાજને ઉશ્કેરવાની,, પણ છત્રપતિ શિવાજી મહારાજ ધીરજ રાખી અને પૂરેપૂરું વિશ્લેષણ કરે છે..

છત્રપતિ શિવાજી મહારાજની ધીરજ જોઈને અફઝલ ખાન વધારે પાગલ થયો,, અફઝલ ખાને સૌથી પહેલા તુલજાપુર ઉપર હુમલો કરી અને મંદિરમાં દેવીની મૂર્તિને હથોડાથી ભાંગી અને મંદિર નષ્ટ કર્યું,,, પછી ત્યાંથી આગળ નીકળી પંઢરપુર પહોંચ્યો અને ત્યાં પુંડરિક ની મૂર્તિ ને ઉખેડીને ચંદ્રભાગા નદીમાં વહાવી દીધી,,, વિઠોબા મંદિરને પણ તોડી પાડ્યું પૂજારીઓએ મૂર્તિને ને ગમે તેમ કરી અને સંતાડી અને બચાવી લીધી પણ અફઝલખાને ગાયની હત્યા કરી અને ત્રાસ વર્તાવ્યો...

આ દરેક વાત ના સમાચાર છત્રપતિ શિવાજી મહારાજ જાસૂસો દ્વારા મેળવી રહ્યા હતા છત્રપતિ શિવાજી મહારાજ ના સરદારો,, અફઝલ ખાન ના આ પાપ થી લાલ ઘુમ થઈ ગયા અને છત્રપતિ શિવાજી મહારાજને ખરીખોટી સંભળાવા લાગ્યા કે તમે કોઈ પણ ભોગે અફજલ ખાન સામે યુદ્ધ છેડી દો... છત્રપતિ શિવાજી મહારાજ આ બધા સમાચાર સાંભળી અને જરા પણ વિચલિત ન થયા અને એક પાકી વ્યૂહરચના ઘડી કાઢી,, છત્રપતિ શિવાજી મહારાજ તરફથી કોઈપણ હલચલ ના દેખાતા હવે અફઝલ ખાનને પણ અંદરખાને લાગ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ મારા ત્રાસના કારણે ડરી ગયા છે...

છત્રપતિ શિવાજી મહારાજે પોતાના સરદારોને કહ્યું આપણે યુદ્ધ કરવું છે પણ કોઈ ખુલ્લા મેદાનમાં નહીં 'પહાડી પ્રદેશમાં" અફઝલ ખાન લુચ્ચો અને કપટી છે અને તેને તેની જ નીતિ થી મારવો છે... જો આપણે ઉશ્કેરાઇને ખુલ્લા મેદાનમાં યુદ્ધ કરીશું તો વિશાળ સેના સામે આપણું મોટું નુકસાન થશે
અને છત્રપતિ શિવાજી મહારાજે જાવલી નું વન પસંદ કર્યું અફઝલ ખાન રૂપિ હાથી ને એ ગુફા સુધી ખેંચી લાવી અને સિંહની જેમ તેની ઉપર તૂટી પડીએ ચારેય બાજુ થી તો અફઝલ ખાન ની સેનાનું ભયંકર નુકસાન થશે...

છત્રપતિ શિવાજી મહારાજે પોતાના સૈનિકોને જાવલિ નાં વનની ઝાડીઓમાં છુપાવી દીધા,,, આ બાજુ અફઝલ ખાન પોતાની શક્તિના ઘમંડમાં જાવલી ના વન માં પોતાના વિશાળ સૈન્ય સાથે પ્રવેશ કર્યો જેવો અંદર પ્રવેશ કર્યો અને તરત પાછળથી છત્રપતિ શિવાજી મહારાજના સૈનિકોએ અફઝલ ખાન ના સૈનિકોને છૂપી રીતે ઘેરી લીધા,,,

જાવલી નાં વનમાં પ્રતાપગઢના કિલ્લા ની આગળ છત્રપતિ શિવાજી મહારાજે અફઝલ ખાન માટે એક સરસ મજાનો રહેવા માટે આલીશાન તંભુ ઉભો કર્યો,, અને શાંતિ પ્રસ્તાવ મોકલ્યો કે હું યુદ્ધ નથી ઈચ્છતો,,,
અને નક્કી થયું કે અફઝલ ખાન અને છત્રપતિ શિવાજી મહારાજ આલીશાન તંબુમાં મળશે પણ કેટલાક ચુનંદા અંગરક્ષકો ની સાથે અને કેટલા અંગરક્ષકો દૂર ઉભા રહે તે નાની નાની વાત નક્કી થઈ....

હવે છત્રપતિ શિવાજી મહારાજ નિશ્ચિંત હતા અને આત્મવિશ્વાસથી ભરેલા માં ભવાની ની પૂજા કરી અને પોતાના બીમાર પત્નીની સાઈબાઈ અને માતા જીજબાઈ ને નમન કરી ને વિદાય લઈ અફઝલ ખાન ની છાવણી તરફ આગળ વધ્યા..
શરીર પર લોહ કવચ પહેરી તેના પર તેમણે સફેદ લાંબો અંગરખો પહેર્યો માથા પર શિરછત્રન પહેરી તેના પર તેમણે હંમેશા નો તુરેદાર ટોપો મૂક્યો, કમર પટ્ટા ની અંદર અને હાથમાં બિછુંવો અને વાઘ નખ જેવા નાના ગુપ્ત શસ્ત્રો ગોઠવી દીધા અને કુળદેવતા નું સ્મરણ કરી સરદાર દૂર્ગપાલ ને જરૂરી આદેશ આપીને શિવાજી મહારાજ આગળ વધ્યા,,,,
અફઝલખાન નક્કી થયેલી જગ્યા સમીયાણા તરફ પાલખીમાં બેસી અને આગળ વધ્યો... પાલખી માંથી ઉતરી તેણે સમીયાણા નું નિરીક્ષણ કરવા માંડ્યો તે દંગ રહી ગયો ચારેબાજુ હીરા જડેલા મોતી ના હાર લટકી રહ્યા હતા..
અને પોતાના સૈનિકોને કહ્યું કે આવા સમીયાણા અને કિંમતી ખજાનો તો બાદશાહ પાસે પણ નથી તેમના સૈનિકે હસતા કહ્યું કે આ બધું આપણું જ થવાનું છે...

મુલાકાત માટેની નક્કી થયેલી શરતો પ્રમાણે શિવાજી મહારાજ ના દસ અંગ રક્ષક,અને અફઝલ ખાન ના દસ અંગ રક્ષક નક્કી થયેલ અંતરે ઊભા રહી ગયા...
છત્રપતિ શિવાજી મહારાજ દક્ષિણ દ્વાર થી પ્રવેશ કર્યો અને નિર્ભયતા બતાવવા માટે મુલાકાત ની શરત નું પોતે પણ બરાબર પાલન કરે છે એમ બતાવવા ખાને પોતાની તલવાર તેમના અંગ રક્ષક કૃષ્ણજી ભાસ્કર ને સોંપી દીધી,,, શિવાજી એ પણ પોતાની તલવાર પોતાના ખાસ રાજદૂત પંતાજી પંત ને આપી દીધી બંને યોગ્ય અંતરે ઊભા રહી ગયા...

' શિવાજી, રાજા આવો ! કહેતા ખાન મંડપ ની વચ્ચે આવી ઉભો રહ્યો,

શિવાજી એ જવાબ વાળ્યો આપ તો મારા કાકા છો આપને મળીને બહુ આનંદ થયો!'

પાસે આવી ગયેલ શિવાજી મહારાજ ને ખાને મીઠો ઠપકો આપતા કહ્યું. : ભત્રીજા થોડો બહેકી જઈને તું આડે રસ્તે ચડી ગયો છે તને સીધે રસ્તે લાવવા જ હું આવ્યો છું મારી સાથે બીજાપુર ચાલ ,, ચાલાકી છોડી દે બાદશાહની રહેમ માંગ હું તને મોટી જાગીર અને પદવી અપાવીશ હું કહું તેમ કર!...
અને ખાને શિવાજી મહારાજ આલિંગન આપવા નો અભિનય કર્યો અને ડાબો હાથ શિવાજી ની ગરદન પર દબાવી શિવાજી ને પોતાની તરફ ખેંચી તેની સાથે જમણા હાથ વડે ભેટમાંથી છુપાવી રાખેલી કટારી કાઢીને શિવાજીના પડખા માં મારી દિધી,,
છત્રપતિ શિવાજી મહારાજે અંગરખા નીચે લોહ કવચ પહેર્યું હતું ,, એટલે ખાન ની કટારનો પ્રહાર નિષ્ફળ ગયો,,,

છત્રપતિ શિવાજી મહારાજ હવે ઝડપથી પોતાનો દાવ અજમાવ્યો મલ્લયુદ્ધ નિપુણ એવા શિવાજી એ પોતાની કાયા સંકોચી લીધી અને ખાન ના બાહુપાશ માં થી મુક્ત થતાની સાથે જ છુપાવેલ કટાર કાઢી ખાન ના પેટ માં ખોસી દીધો અને હાથના આંગળા માં છુપાવી રાખેલું વાઘ નખ વડે ખાનનું પેટ ચીરી નાખ્યું વીજળી જેવી ત્વરા થી કામ પતાવવા ની સાથે જ ચપળતા થી દોડી જઇ તેઓ પંતાજી પંત પાસે પહોંચી ગયા..
વિશાળ કાયા વાળા ખાનને ઘડીભર લાગ્યું કે શિવાજી ડરીને ભાગી રહ્યો છે..

શું બની ગયું છે તેનો કોઈને ખ્યાલ આવે તે પહેલાં શિવાજી એ પંતાજી પંત પાસે થી તલવાર ઝડપીને સિંહની ગતિથી ખાન પર ત્રાટકી પડ્યા શિવાજી ની તલવાર ના પ્રહારે ખાન ના પેટને પૂરું ચીરી નાખ્યું,, આંતરડા બહાર નીકળી આવ્યા,, એક હાથે પેટ ને દબાવી બીજા હાથે શિવાજી પર કટાર નો પ્રહાર કરવા મથતા ખાને બૂમો પાડી દગો ! દગો !
ખાન ના અંગ રક્ષક કૃષ્ણ ભાસ્કરે દોડી આવી શિવાજી પર પ્રહાર કર્યો પરંતુ સતર્ક શિવાજી ની તલવારના એક ઝાટકે તેમની તલવાર એક ખૂણામાં જઈ પડી,,,
ખાન ના પાલખીવાળા દોડતા દોડતા મંડપમાં પાલખી લઈ આવ્યા શિવાજીના દસ અંગ રક્ષકો પણ દોડી આવ્યા અને સમીયાણા માં યુદ્ધ જામી પડ્યું,,,
ખાન ના જમણા હાથ જેવા અંગરક્ષક સૈયદ બંદા એ શિવાજી ની ગરદન પર તલવાર નો જબરદસ્ત પ્રહાર કરી દીધો પરંતુ એ પોતાનું કામ સાધે એ પહેલાં જ શિવાજીના અંગરક્ષક જીવા મહાલા એ પોતાના ફરસા નાં એક પ્રચંડ ઘા થી સૈયદ બંદા નો હાથ કાપી નાખ્યો.,

હવે ખાન તરફ વળી ને શિવાજીએ ખાનનું માથું વીજળીની ચપળતાથી ઉતારી લીધું તેમનો એક સૈનિક ભાલા ઉપર એ માથા ને લઈને પ્રતાપગઢ તરફ ચાલવા લાગ્યો શિવાજી પણ તેમની પાછળ ચાલવા લાગ્યા ખાન ના અંગરક્ષકોએ શિવાજી ને ઘેરવા અને મારવા ઘણા પ્રયત્ન કર્યા પણ ખડક ખેલમાં કુશળ એવા શિવાજી ને કોઈ રોકી શક્યું નહીં...
ભાલા પર ખાન નું માથું લઈ ચાલતા સૈનિક ની પાછળ ખુલ્લી લોહી નિતરતી તલવાર સાથે શિવાજી અને તેમની પાછળ સલામતીનું ધ્યાન રાખતો એક અંગ રક્ષક એમ ત્રણ જણા પ્રતાપગઢના પગથિયા પર ઝડપથી ચડી ગયા,,,

કિલ્લામાં પહોંચતા જ વિજયનો સંકેત સૂચવતી તોપો ફોડવામાં આવી જુદાજુદા રણવાદ્યો ગર્જી ઉઠ્યા ,,

તોપ નાં અવાજ નો સંકેત મળતાં જ શિવાજીની ટુકડીઓ ગુપ્ત સ્થળો માંથી બહાર નીકળી ખાનની વિશાળ સેના પર તૂટી પડી ખાન ના સૈનિકો વિજય ના ખ્યાલમાં ગાફેલ હતા ખાણીપીણીમાં મસ્ત હતા અચાનક થયેલા આક્રમણની સામે તેઓ બેબાકળા બની ગયા અને ખાન મરાયો તે શબ્દો એ તેમને પૂરેપૂરા ગભરાવી દીધા શિવાજીની સેના નો માર ખાતા આમ-તેમ ભાગવા લાગ્યા,,,,

શિવાજી મહારાજની ધીરજ, પરાક્રમ,કુશળતા અને યોગ્ય વ્યુહરચના ના લીધે ખાન ની વિશાળ સેના ને હારનો સામનો કરવો પડ્યો અને ચતુર શિવાજી મહારાજે ફરી એક વખત વિજય પ્રાપ્ત કર્યો અધર્મ ઉપર,,,
છત્રપતિ શિવાજી મહારાજ અસંખ્ય યુધ્ધો લડ્યા તેમાં સૌથી નિર્ણાયક હિંદવી સ્વરાજ્ય માટેનું આ યુદ્ધ હતું...

જય_માં_ભવાની 🔥

લેખક કાળુજી મફાજી રાજપુત

ફોન નંબર 7016492576

Rate & Review

pravin

pravin 5 months ago

Balkrishna patel

Balkrishna patel 6 months ago

Vipul Petigara

Vipul Petigara 6 months ago

Chintan Gajera

Chintan Gajera 6 months ago

Dhruvika

Dhruvika 6 months ago