Big men books and stories free download online pdf in Gujarati

મોટા માણસો

સ્ત્રી ના અનેક રૂપ વિસે હું અવાર નવાર કહેતી આવી છું,પણ આજે આપડે જે રૂપ જોવાના છીએ એ સારા કહેવાતા ભણેલા લોકો પણ ના નિભાવી શકે. ઘણીવાર સમાજ માં ગણાતા નાના માણસો એવા દાખલા બેસાડે કે આપડે તેમને સલામ કરવાનું ના ચુકીએ...

મીનાબેન ત્રણ સંતાનો,અને પોતે બે માણસ એમ પાંચ લોકો નો પરિવાર,પતિ કાઈ ખાસ કામ ધંધો કરે નહિ એટલે મીનાબેન ને પારકા કામ કરી ઘર ને ચલાવવું પડે,કાયમ ના નાના મોટા ઝગડા થતા રહે,ક્યારેક પત્ની પર હાથ પણ ઉપાડી લે,પણ મીનાબેન વિચારે હશે જેવા નસીબ, ના...ના મીનાબેન ડરપોક નહોતા,પણ એમને પોતાના બાળકો ને પોતાના કરતા સારી પરિસ્થિતિ આપવી હતી,સંસ્કાર આપવા હતા,તેમને મોટો દીકરો,અને નાની બે દીકરીઓ હતી,તેઓ નું માનવું હતું,કે મારા દીકરા માં એના પપ્પા ની જેમ સાવ રાખડવાના ગુણ ના આવે અને દીકરીઓ ઘર માં કંકાસ નું કારણ જાણતી હોવા છતાં એને સમજદારી થી ઉકેલે..

જીવન માં ઘણા ચડાવ ઉતાર તો આવાના જ મીનાબેન ના જીવન માં પણ કંઈક ને કંઈક ઉપાધિ આવતી,એવામાં એકવાર એમના મોટા નણંદ સાસરી થી પાછા આવ્યા,આમ તો મીનાબેન ના સાસુ સસરા અલગ રહેતા,પણ આ દીકરી નું દુઃખ ના જોવાતા બધા મીનાબેન ને ત્યાં આવ્યા,પાંચ માં ત્રણ નો ઉમેરો,અને મીનાબેન હસતા મોઢે બધા નું પૂરું કરે, નણંદ ઘરના કામ માં મદદ કરે,પણ સાસુ તો એક રૂપિયો પણ ના આપે,આમ થોડા દિવસો માં બીજીવાર નણંદ ને પરણાવ્યાં,ને સાસુ પણ પોતાના ઘરે ગયા....

આ દરમિયાન મીનાબેન ની ઘણી બચત વપરાય ગઈ,તો પણ મીનાબેન હસતા ને હસતા.સમય વહેતો ગયો,મીનાબેન ના નણંદ ને હવે બે બાળકો થયા,પણ કરમસંજોગે તેમનો આ વર પણ હાલતા એમને મૂકી ને પંદર પંદર દિવસ સુધી ગાયબ થઈ જતો,હવે એમને પણ પારકા કામ કરી પોતાનું ને બાળકો નું પેટ ભરવાની ફરજ પડી,સાસુ દેરાણી બધા નજીક માં રહે પણ કોઈ મદદ ના કરે,એક દિવસ તો બિચારા સવાર થી કામે ગયેલા રાત સુધી ના આવ્યા,બાળકો એકલા રડે બહાર ધોધમાર વરસાદ અને એમના નાના ઝુંપડા માં લાઈટ પણ નહીં તો પણ કોઈ પૂછવા ના આવે,એવા માં મીનાબેન ત્યાં આવી ચડ્યા તેઓ એ જોયું કે બાળકો એકલા રડે છે,બાજુ માં જ દાદી ને કાકી છે,પણ કોઈ આ બાલુડા ને શાંત રાખવા પણ ના આવ્યું,તેમને બાળકો ને શાંત પડી સાથે લાવ્યા તા એ જમાડયું ત્યાં જ તેના નણંદ આવ્યા,એક જગ્યા એ વધુ પૈસા મળે તો બાળકો માટે કામ આવે એ લાલચે તે વધુ કામ કરવા રોકાયા હતા,પણ મીના બેન તો સમસમી ગયા અને એ જ ઘડી એ કહ્યું

"જો બેન અહીં ય કમાવું અને અમારા ઘરે રહી ને ય આજ ઢસરડા કરવા તો ત્યાં ચાલો અને તમારું પેટ ત્યાં ભરજો તમારા આ છોકરા એકલા રોશે તો નહિ!"

તેમને બધા એ રોકવાની કોશિશ ઘણી કરી પણ તે ના માન્યા અને કીધું કે

"જ્યારે આ બાળકો રોતાં તા ત્યારે તમે ક્યાં હતા,અહીં કમાઈ ને છોકરા ના હીબકાં જોવા એના કરતાં અમારે ત્યાં જાતે કામ કરી એના છોકરા ને પગભર કરશે થોડી તાણ પડશે તો ભેગા મળી સમજી લેશું પણ હવે દુઃખી નહિ થવા દવ"અને તેમને પોતાની પરિસ્થિતિ સારી ના હોવા છતાં પોતાના ઘરે લાવ્યા...

બંગલા માં રહેનાર ના ઘર માં કોઈ એક ની પણ જગ્યા નથી હોતી ,અને કહેવાય મોટા માણસો અને ઝુંપડા માં ઘણા લોકો ભેગા સમાઈ જાય છે બિચારા ગરીબ....

આરતી ગેરીયા.....