My Loveable Partner - 46 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 46 - ઝાટકો - 2

4:30am

કોયલ યશ ને કોલ કરે છે.
યશ ઉંઘમાં જ કોલ રિસીવ કરે છે.
કોયલ : યશ....
તે ભાવુક અવાજમાં બોલે છે.
યશ : હંમ....
કોયલ : યશ....
તે તેને ફરી બોલાવે છે.
યશ : હંમ....
તે પલંગ પર સરખો થતા કહે છે.
કોયલ : યશ જાગ....
તે જરા મોટા અવાજે બોલે છે.
હવે યશ પૂરેપૂરો જાગી જાય છે અને પલંગ પર બેઠો થઈ જાય છે.
યશ : કોયલ....
તું રડી રહી છે??
તે વોલ ક્લોલ માં સમય જોતા પૂછે છે.
યશ : કોયલ....
કોયલ પોતાના આંસુ રોકી જ નથી શકતી.
યશ : કઈ કહીશ મને....
કોયલ : પાયલ ને....
યશ : શું થયું??
એણે....
કોયલ : તેને બ્રેસ્ટ કેન્સર છે.
યશ : આ શું બોલી રહી છે તું યાર??
યશ ને માનવામાં નથી આવતું.
કોયલ : એના રિપોર્ટસ ના ફોટા મે તને વ્હોટસએપ કર્યા છે.
યશ ફોન ચાલુ રાખી, વ્હોટસએપ પર રિપોર્ટસ જુએ છે.
યશ : મને હજી....
કોયલ : મે પોતે રિપોર્ટસ 3 વખત જોયા.
યશ : રડ નહી તું હવે.
હું....આવું છું સુરત.
કોયલ : હમણાં નહી આવ.
યશ : કેમ ના કહી રહી છે??
આટલી મોટી વાત છે ને તું....
કોયલ : પાયલ એ સામેથી અમને નથી કહ્યુ.
કબાટમાંથી ધારા ને ફાઈલ મળી આવી છે.
યશ : પાયલ એ નથી કહ્યુ??
કોયલ : અમને ખબર હોય તો તમને ત્યાં પણ ખબર જ હોય ને યશ.
મને તો એ સમજ નથી પડતી કે....
યશ : જે હોય તે હું આવું છું.
અને મમ્મી પપ્પા....
કોયલ : તું ત્યાં રહે.
મમ્મી પપ્પાને જણાવ અને બધુ સંભાળ.
અમે અહીંથી પાયલ સાથે વાત કરી ઈલાજ માટે મુંબઈ જ લઈને આવીશું.
યશ : તો પણ હું....
કોયલ : પાયલ સાથે જ કેમ આવા બનાવ બને છે??
જ્યારે તે એના ખુશ છે, એને ગમતું કામ કરી રહી છે.
ત્યારે એને આ સમાચાર મળ્યા કે હવે ટુંક સમયમાં....
યશ : કોયલ, બધું બરાબર થઈ જશે.
તે હિંમત આપતા કહે છે.
કોયલ : સેકંડ સ્ટેજ છે યશ.
યશ : તો પણ.
ભરોસો રાખ.
કોયલ : ખબર નહી, એની સામે હું પોતાને કઈ રીતે સાંભળીશ....
યશ : તું સંભાળી લઈશ.
કોયલ : સારું.
પછી ફોન કરું તને.
યશ : હા.

* * * *

ધારા ના મનમાં પણ આ જ બધા વિચારો ચાલી રહ્યા હોય છે.
હવે આગળ શું થશે??
પાયલ શું કરશે??
તે શું નિર્ણય લેશે??
માસા - માસી પર શું વીતશે??
ઈલાજ અહીં કરવો કે મુંબઈ??
એની સાથે હું અને કોયલ બંને....

આવા વિચારો કરતા કરતા જ ધારા, કોયલ અને યશ ની સવારના જગમગાતા સૂર્ય સાથે મુલાકાત થઈ જાય છે.

* * * *

9:30am

મમ્મી : શું થયું દીકરા??
તું પાછી કેમ આવી??
પાયલ : રમત રમતમાં કોઈ એ એક્ટિવા ના પાછળ ના ટાયર ની હવા કાઢી નાખી છે.
સાંભળી નાસ્તો કરતી કોયલ બાજુમાં બેઠી ધારા સામે જુએ છે અને ધારા આંખોથી હા નો ઈશારો કરે છે.
કોયલ : અમે નીકળી જ રહ્યા છીએ.
તું....
મમ્મી : હા, હું એ જ કહેવા જઈ રહી હતી.
તમે ત્રણેય સાથે નીકળી જાઓ.
પાયલ : તમે આરામથી નાસ્તો કરો.
હું કેબ બોલાવી લઉં છું.
ધારા : અમારો નાસ્તો આરામથી પતી ગયો.
તે ઉભી થતા કહે છે.
કોયલ : બસ, બે મિનિટ....
પાયલ તેમની રાહ જોવા લાગે છે.

ગાડીમાં

ધારા ગાડી ચલાવી રહી હોય છે અને કોયલ પાયલ સાથે પાછળ બેઠી હોય છે.
જેની પાયલ નોંધ લે છે.
ધીમે રહીને ધારા રેડિયો નો અવાજ ધીરો કરે છે.
કોયલ પાયલ સામે જોતા તેનો હાથ પોતાના હાથમાં લે છે.
પાયલ : શું વાત છે??
ધારા સાઈડમાં ગાડી ઉભી રાખી ઉતરીને પાયલ પાસે પાછળ આવી બેસે છે.
પાયલ : તમે મને ડરાવી રહ્યા છો અત્યારે....
તે ધારા સામે જોતા કહે છે.
કોયલ : પાયલ....
અમે....
પાયલ : અમે શું??
ધારા : ગઈકાલે રાતે મને તારી સ્મૃતિ હોસ્પિટલ ની ફાઈલ મળી હતી.
હવે ઝાટકો લાગવાનો વારો પાયલ નો હતો.
તે બંને સામે જોતી રહી જાય છે.
પાયલ : તમે બંને એ....
કોયલ : યશ પણ જાણે છે.
તે પાયલ નો સવાલ સમજીને પહેલા જ જવાબ આપી દે છે.
પાયલ : તે એને કેમ કીધું??
પાયલ ગુસ્સે થઈ જાય છે.
પાયલ : એ હવે મમ્મી પપ્પાને કહી દેશે.
અને યશ પોતે આ ખમી શકવા....
કોયલ : મમ્મી પપ્પાને તો....
પાયલ : શું મમ્મી પપ્પાને??
તે બીજો ઘાંટો પાડે છે.
પાયલ : મારે તેમને હજી વધારે દુઃખ નથી આપવા.
એટલું નથી સમજાતું તને??
કોયલ માંડ માંડ પોતાના આંસુ રોકે છે.
ધારા : પાયલ....
આટલી મોટી વાત પરિવાર ને તો કહેવાની જ હોય ને.
આમાં....
પાયલ : કેમ ખોલ્યું તે મારું કબાટ ધરું??
હું એમ નેમ જતી....
ધારા : ખબરદાર....!!
જો એવું કઈ બોલી પણ છે તો.
ધારા તેને ખીજાય જાય છે.
કોયલ : તું આવું કઈ રીતે બોલી શકે પાયલ??
તારા કેન્સર નો તો ઈલાજ થઈ શકે એમ છે.
પાયલ : હા.
પણ મારે નથી કરાવવો.
ધારા : તને ખબર છે તું આ....
પાયલ : હા, મને ખબર છે.
હવે બસ યાર....
તેની આંખોમાં પાણી આવી જાય છે.
કોયલ : તું આમ હિંમત હારશે તો....
પાયલ : મારાથી નહી જોવાશે યાર હવે કે તમને બધા ને અને ખાસ કરીને મમ્મી પપ્પાને મારે લીધે....
ધારા : અમે છીએ ને....
તારી હિંમત વધારવા.
માસા માસીની સંભાળ રાખવા.
કોયલ : બસ, તારે હવે કઈ જ વિચારવાનું નથી પાયલ.
કોયલ પૂરી સ્વસ્થ થતા કહે છે.
કોયલ : તું તારા ઈલાજ માટે અમારી સાથે મુંબઈ આવી રહી છે.
તારો કોન્ટ્રાક્ટ પૂરો થાય એ જ દિવસે રાતે આપણે અહીંથી મુંબઈ જવા નીકળી જઈશું.
ધારા : હા.
પાયલ : હું....
ધારા : અમે બંને તારી સાથે જ આવીશું.
કોયલ : તું સારી થઈ શકે એમજ છે.
અને તું સારી થશે જ.
ધારા : હા.
પાયલ : પણ મારે....
ધારા : આ જીવન અમૂલ્ય છે પાયલ.
અને તારી પાસે હજી મોકો છે.
હજી તો શરૂઆત છે.
આગળ ઘણી સુંદર જીંદગી જીવવાની છે.
કોયલ : ડર નહી એવું તો અમે નહી કહી શકીએ.
પણ પાયલ, કઈ પણ થાય અમે તારી સાથે છીએ.
તારી પડખે છીએ.
ધારા : હમેશાં માટે પાયલ.
તે પાયલ નો હાથ પકડતાં કહે છે અને ત્રણેય એકબીજાને આશ્વાસન આપતા હલકું મુસ્કાય છે.

* * * *

આ બાજુ યશ એના મમ્મી પપ્પાને પાયલ વિશે જણાવે છે અને....

બપોરે

યશ : બોલ....
તે ફોન ઉપાડતા કહે છે.
કોયલ : ઓલ ઓકે??
યશ : બંને કોશિશ કરી રહ્યા છે.
જ્યારેથી ખબર પડી છે ત્યારથી મમ્મી સુરત આવવાની જીદ કરી રહી છે અને પપ્પા એકદમ ચૂપ થઈ ગયા છે.
મમ્મી ક્યાંક ને ક્યાંક એવું સમજી રહી છે કે આ બધુ પાયલ પર આટલું બધુ લગ્ન માટે અને બધા માટે પ્રેશર કરવાને કારણે પણ થયું છે.
આપણે એને એ ખુશી નહી આપી શક્યા જે તેને સુરતમાં મળી રહી છે.
કોયલ : આર યુ ઓકે??
યશ : હંમ.
કોયલ : અમે મુંબઈ આવી રહ્યા છીએ.
યશ : ક્યારે??
કોયલ : 3 દિવસમાં.
યશ : માસા માસીને....
કોયલ : બાકી છે કહેવાનું.
જીજુ અને પરંપરા ને પણ ઝાટકો લાગ્યો.
યશ : તું ઠીક છે??
કોયલ : હંમ.
યશ : આઈ જસ્ટ વીશ કે....
કોયલ : શી વીલ સ્ટે વિથ અસ.
તે પોતાના ભીના થતા અવાજને કન્ટ્રોલ કરતા કહે છે.
યશ : આઈ ટ્રસ્ટ યુ.
કોયલ : આઈ....
પરંપરા : કોયલ, જલ્દી આવ....
પરંપરા તેને પોતાની કેબિનમાં જતા જતા બોલાવે છે.
કોયલ : આવી.
યશ : પરંપરા બોલાવે છે??
કોયલ : હા.
યશ : સારું.
પછી વાત કરીએ.
કોયલ : શી વીલ બી ઓલરાઈટ.
યશ : હંમ.
બંને ફોન મૂકી દે છે અને કોયલ સ્મિત પરંપરા ની કેબિનમાં આવે છે.
સ્મિત : તારી અને ધારા ની વર્ક ફ્રોમ મુંબઈ ની રીકવેસ્ટ એક્સેપ્ટ થઈ ગઈ છે.
કોયલ : હું કહેવાની હતી કે....
હું ધારા ને....
પરંપરા : ઈટસ ઓકે.
વીલ મેનેજ.
બંને હલકું મુસ્કાય છે.

* * * *

રાહત બંનેની કોફી લઈ પાછો ગાડીમાં આવે છે.
રાહત : હીયર યોર કોફી.
તે પાયલ ને તેની કોફી આપતા કહે છે.
પાયલ : થેન્કયુ.
રાહત : ક્યાં ગઈ છે??
તે પાયલ સામે જોતા પૂછે છે.
પાયલ ને તેના સવાલ માં સમજ નથી પડતી.
રાહત : તારી મુસ્કાન??
પાયલ : હા??
રાહત : ક્યાં ભૂલી આવી??
પાયલ : શું??
રાહત : તારી મુસ્કાન ને.
આજે તું કઈ જુદા ઝોન માં લાગી રહી છે.
રોજ શૂટિંગ કરતી વખતે પણ તારા ચહેરા પર જે સુંદર મુસ્કાન હોય છે એ આજે કંઈક જુદી લાગી રહી હતી.
પાયલ બીજે જોવા લાગે છે.
રાહત : કોફી કેવી છે??
રાહત વાત બદલે છે.
પાયલ : સારી છે.

પાયલ : રાહત મારી નાનામાં નાની વાતો પણ ધ્યાનમાં લે છે.
વિચારી પાયલ ના ચહેરા પર મુસ્કાન આવી જાય છે.
રાહત : હું મૂકી દઉં તને તારા ઘરે??
પછી તને મોડું થશે ને.
પાયલ : હા.
રાહત : એટલે જ હું કોફી ગાડીમાં લઈ આવ્યો.
કહેતા તે મુસ્કાય છે અને તેનું ધ્યાન પાયલ ની સુંદર મુસ્કાન પર જાય છે.
રાહત : ફાઈનલી....!!
તમારી મુસ્કાન સાથે મુલાકાત થઈ અમારી.
પાયલ : વીલ મીસ યુ.
રાહત : કોન્ટ્રેક્ટ પૂરો થાય પછી પણ આપણે મળતા રહીશું.
પાયલ : હું પાછી મુંબઈ જાઉં છું.
ખબર નહી પાછી ક્યારે આવીશ.
રાહત : કઈ નહી.
ક્યારેક તો હું પણ આવીશ ને મુંબઈ.
પાયલ : જરૂર આવજે.
રાહત : કોઈ લોકો એવા મળે ને જીવનમાં જેમની સાથે આપણે "આપણે " બનીને જીવતા હોઈએ.
જેની સાથે હોઈએ ત્યારે એમ થાય કે બસ, આ સમય અહીં જ અટકી જાય.
તું મારી એ દોસ્ત છે જે મને જજ કરવા માટે નહી પણ મારો ખરો હાલ જાણવા માટે, મારો મૂડ સારો કરવા માટે, મારા ચહેરા પર ખુશી લાવવા માટે મારી સાથે વાત કરે છે.
તને આવા દોસ્ત તારા જીવનમાં કેટલા મળ્યા છે ખબર નહી.
પણ મારા માટે તું એવી મારી બીજી દોસ્ત છે.
પહેલા જે દોસ્ત હતો હવે એ અમેરિકા જતો રહ્યો છે અને અમારી વાતો ઓછી થવા લાગી છે.
હું ઈચ્છું છું કે આ દોસ્તી કાયમ રહે.
પાયલ : રહેશે.

રાહત : તારું ઘર આવી ગયુ.
પાયલ બહાર જુએ છે.
પાયલ : કાલે મળીએ.
રાહત : શકય હોય તો ઘરે કહીને આવજે કે આવતા વાર લાગશે.
આપણે સાથે કશે ડિનર કરીશું કાલે.
પાયલ : ઓકે.
બાય.
તે ગાડીમાંથી ઉતરે છે.
રાહત : બાય.

* * * *

~ By Writer Shuchi.