Precious gifts books and stories free download online pdf in Gujarati

કિંમતી ભેટ

રાઘવ અને માનવ નાનપણ ના ખાસ મિત્રો,બંને નો જન્મ અલગ અલગ ઘર માં થયો ,પણ બંને જાણે એક જ સરખા,સ્વભાવે નીડર અને બહાદુર,મળતાવડા અને સમજુ,બંને ના ઘર ની પરિસ્થિતિ પણ સરખી, આખો દિવસ બંને સાથે જ રમે જમે,અને ભણે પણ ,આમ તે આખો દિવસ એકબીજા ના ઘર માં જ જોવા મળે...

રાઘવ ને એક બહેન પણ હતી,અને માનવ તેના માતા પિતા નું એક માત્ર સંતાન,ઘણીવાર માનવ ને તેના મમ્મી પપ્પા કોઈ સારી વસ્તુ ભેટ રૂપે આપે ત્યારે રાઘવ ના મમ્મી પપ્પા ને થાય કે આપડે બે સંતાન છે,એટલે તેમના માટે અમુક વસ્તુ નથી લાવી શકતા,પણ રાઘવ ક્યારે પણ એવી કોઈ ફરિયાદ ના કરતો...

રાઘવ ના પપ્પા જે કારખાના માં કામ કરતા,માનવ ના પપ્પા ત્યાં વોચમેન હતા,એટલે તેમણે પણ સાથે આવવા જવાનું થતું,એક દિવસ રાઘવ ના પપ્પા રઘુ ભાઈ સવારે કામે જાવા નીકળી ગયા,આજે તેમને માનવ ના પપ્પા મધુભાઈ ને જોયા નહિ,કદાચ મારે મોડું થયું હશે, એમ વિચારી તે નીકળી ગયા,થોડી વાર પછી મધુભાઈ આવ્યા તેમને રાઘવ ને પૂછ્યું તો ખબર પડી કે આજે રઘુ ભાઈ નીકળી ગયા છે,એટલે તેઓ પણ ફટાફટ કામે ચાલ્યા ગયા...

સાંજે જ્યારે મધુભાઈ ઘરે આવ્યા ત્યારે તેમને રાઘવ ને પોતાની ઘરે જોયો અને પૂછ્યું,

"આજ તો તારા પપ્પા અત્યારે પણ સાથે ના મળ્યા વહેલા આવી ગયા?"

"ના પપ્પા તો હજુ આવ્યા નહતા,હું હમણાં જ ઘરે થી આવ્યો"

એમ કેમ બને મેં તો તેમને આજે જોયા જ નથી મધુ ભાઈ સ્વગત બોલ્યા,તેઓ બાળકો ને ઉપાધિ કરાવવા નહોતા માગતા,એટલે જમી ને પોતે જ બાજુ માં જોવા ગયા,ત્યાં રાઘવ ના મમ્મી રીટાબેન પણ હજી રઘુ ભાઈ ની રાહ જોતા હતા,

" અરે મધુભાઈ તમે આવી ગયા?આજે રાઘવ ના પપ્પા કેમ નથી આવ્યા બહુ કામ હતું?"

"ના હું પોતે પણ તેમને મળવા આવ્યો છું,આજે મેં પણ તેમને જોયા જ નથી!"

" રીટાબેન કોઈ ઉપાધિ હતી,કાઈ ચિંતા જેવું "માનવ ના મમ્મી મિતાબેને પૂછ્યું

"આમ તો કઈ ખાસ નહિ,પણ રાઘવ માટે એમને એક સાયકલ લેવી હતી અને પૈસા માટે કંઈક વ્યવસ્થા કરવાની હતી બસ જોકે રાઘવે તો ના કીધી પણ તેમની જ ઇચ્છા હતી કે પોતે રાઘવ ને એક સાયકલ ગિફ્ટ કરે"

ધીમે ધીમે અંધારૂ વધવા માંડ્યું પણ રઘુભાઈ આવ્યા નહિ,હવે બાળકો પણ ચિંતા માં પડી ગયા,એમ ને એમ બધા રાઘવ ના ઘર માં બેસી રહ્યા ને જોતજોતા માં સવાર પડી ગઈ પણ રઘુભાઈ ના આવ્યા હવે બધા એ તેમને શોધવા નું ચાલુ કર્યું ,બધા નજીક ના સગા સંબંધી અને મિત્રો ને ત્યાં પૂછી લીધું,આસપાસ ના વિસ્તારો માં પણ જોઈ વળ્યાં,અને કારખાના ના મલિક ને પણ પૂછ્યું,તેમને પણ કહ્યું કે કાલે રઘુભાઈ આવ્યા જ નહોતા,તો રઘુભાઈ ગયા ક્યાં?હવે રીટાબેન ની ધીરજ ખૂટવા લાગી પણ રાધવ ને જોઈ ને હિંમત રાખતા...

આ તરફ રાઘવ અને માનવ પણ રઘુભાઈ ને દરેક જગ્યા એ ગોતતા હતા,આમ ને આમ સાંજ થવા આવી હતી,રઘુભાઈ ની કોઈ ખબર મળી નહતી ,ત્યાં જ તેમના ગામ ના એક માણસે કહ્યું કે તેમને કાલ સવારે રઘુભાઈ ને જંગલ તરફ જતા જોયા હતા,બંને બાળકો ડરી ગયા..

વાત એમ હતી કે રાઘવ અને માનવ નું ગામ જંગલ ની નજીક આવેલું હતું,અને ત્યાં નાના મોટા જંગલી જાનવરો છે એવું બધા કે તા એટલે કોઈ ત્યાં જવાની હિંમત ન કરતા,અને કોઈ ત્યાં જાય તો પાછું આવ્યું હોય એવું સાંભળવામાં નતું આવ્યું,એવામાં રઘુભાઈ ને છેલ્લે એ તરફ જતા જોયા હોઈ એવી વાત સાંભળી બધા ખૂબ ડરી ગયા.પણ રાઘવ અને માનવે જંગલ માં જવાનું નક્કી કરી લીધું,બહુ ના પાડવા છતાં પણ બાળકો ના માન્યા,અંતે તેમની જીદ સામે હારી તેમને જંગલ માં જવાની પરવાનગી આપી,બીજા દિવસે તેમની મમ્મી એ તેમને સાથે થોડું જમવાનું,અને થોડા સાધનો જેવા કે દોરડું,ચાકુ,અને મશાલ જેવી વસ્તુ આપી ને બંને રઘુભાઈ ને શોધવા નીકળી પડ્યા...

રાઘવ અને માનવ જંગલ માં તો પહોંચી ગયા,હજી દિવસ હતો એટલે વાંધો નહતો આવતો,ત્યાં ખૂબ ઉંચા વૃક્ષો હતા,જેથી જંગલ ના અમુક ભાગ માં દિવસે પણ રાત જેવું ભાસતું,બંને મક્કમ મનોબળ સાથે આગળ વધ્યા, દિવસે જંગલ માં ખૂબ જ શાંતિ હતી,તેમના ચાલવાનો અવાજ પણ તેમને પોતાને ડરાવી જતો,લગભગ બે ત્રણ કલાક ચાલ્યા પછી તેમને કંઈક અવાજ સાંભળ્યો બંને સાવધાન થઈ ગયા,અને ધીમે ધીમે તે અવાજ તરફ આગળ વધ્યા,ત્યાં એક નીલગાય હતી,જંગલી નીલગાય જે આ બાળકો ને જોઈ ને તેમની તરફ ભાગી બંને પોતાનો જીવ બચાવવા દોડ્યા,દોડતા દોડતા બંને ને ખબર જ ન રહી કે કઈ તરફ જાય છે,અને એ નીલગાય ને પાછળ છોડી બંને ખૂબ આગળ નીકળી ગયા...

હવે બંને ખૂબ હાંફતા હતા,અને સાંજ પણ થવા લાગી હતી,બંને એક મોટા પથ્થર પર થોડીવાર બેઠા ,ત્યારબાદ સાથે લાવેલું જમવાનું કાઢી ને જમ્યા,પણ આ દોડાદોડી માં પાણી પૂરું થવા આવ્યું , પછી તેઓ ત્યાં જ રાત્રિરોકાણ ની વ્યવસ્થા કરવા લાગ્યા,બંને એ ત્યાં જ નાનો તંબુ બાંધ્યો અને તેની બહાર આગ સળગાવી,તેમને ખબર હતી કે જંગલી પશુ આગ થી બીવે,એટલે બંને આગ સળગાવી આરામ થી સુઈ ગયા..

વહેલી સવારે પક્ષીઓ ના અવાજ થી બંને જાગ્યા,અને આગળ વધવા લાગ્યા થોડી જ વાર માં એક ઝરણું દેખાયું,બંને એ દોડી ને ખૂબ પાણી પીધું,અને અચાનક જ માનવે બૂમ પાડી ,

" રાઘવ આમ જો તો"

રાઘવે અવાજ ની દિશા માં જોયું તો ઝરણાં ની પેલે પાર થઈ ને કોઈ રસ્તો જતો હતો,બંને હિંમત કરી ને તે તરફ આગળ વધ્યા અને જોયું તો ત્યાં કોઈ ગુફા જેવું હતું,બંને એ મક્કમતા પૂર્વક ડગલાં તે ગુફા તરફ માંડ્યા અંદર આછું અજવાળું હતું,અને થોડે દુર થી જ પ્રકાશ પણ આવતો હતો,કદાચ તે ગુફા ની બીજી તરફ નો હશે,બંને આગળ વધ્યા અને ત્યાં જ તેમને કોઈ ધુમાડા ની ગંધ આવવા લાગી બંને નાક આડો હાથ રાખી ને આગળ વધતા ગયા,
થોડે જ આગળ ચાલ્યા હશે ત્યાં જોયું તો રઘુભાઈ!!
"પપ્પા"રાઘવે આશ્ચર્ય થી જોયું,રઘુભાઈ એ પણ તેને જોયો,તે દોડી ને પોતાના દીકરા ને ગળે લાગી ગયા...

રાઘવ અને માનવ બંને હજુ એ વિચાર માં હતા કે ,રઘુ ભાઈ અહીં કેમ પહોંચ્યા?ત્યારે રઘુભાઈ એ કહ્યું કે ,

રાઘવ ની સાયકલ લેવાની ચિંતા માં તે એક સાધુ ને મળ્યા હતા,તેમને કહ્યું કે જો તું મારી સાથે આવ તો હું તને સોનામહોર થી ભરેલો ઘડો આપું ,અને તેમને આ વાત કોઈ ને જણાવાની ના કહી હતી,એટલે પોતે વેલા ઘરે થી નીકળી એ સાધુ ની સાથે આ જંગલ માં આવ્યા,પણ એ સાધુ ને તો કોઈ તેની સેવા અને કામ કરે એવી વ્યક્તિ જોઈતી હતી,એટલે રઘુ ભાઈ ને અહીં લાવ્યા હતા,અને રઘુભાઈ પાસે પોતાનું કામ કરાવતા અને અત્યારે પણ રઘુભાઈ તે સાધુમાટે કાંઈક જમવાનું બનાવતા હતા,તે અચાનક જ ક્યાંક જતા રહ્યા હતા,પણ રઘુભાઈ ને વિશ્વાસ હતો કે થોડીવાર માં આવશે,પણ રાઘવ અને માનવ આ ધુમાડા ની ગંધ થી અહીં પહોંચી ગયા,રાઘવે તેના પપ્પા ને સમજાવ્યું કે તેને કોઈ જ વસ્તુ પોતાના પપ્પા ને દુઃખી કે હેરાન કરી ને નથી જોઈતી..

રઘુભાઈ ને આજે ખરેખર સમજાય ગયું કે ઈશ્વરે તેમને પુત્ર રૂપે,અને મધુભાઈ જેવા પડોસીરૂપે ખરેખર અણમોલભેટ આપી છે,દરેક માતા પિતા ની ઈચ્છા હોય તેમના બાળકો ને સારી રીતે રાખવાની,પણ તે પોતાના જીવન ના ભોગે નહિ...

આમ રાઘવ અને માનવ ની હિંમત બહાદુરી અને સમજદારી થી રઘુભાઈ ઘરે પરત ફર્યા....