Stree Sangharsh - 34 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી સંઘર્ષ... - ભાગ 34

નિરંતર સૂર્ય નો અસ્ત અને ઉદય થવા લાગ્યો. એક પછી એક કલાકો દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા, જાણે ઘરમાં કશું બન્યું જ નથી તેમ બધું પાછું પહેલા જવું જ થવા લાગ્યું આ બાજુ રુચા પોતાના કામોમાં વ્યસ્ત થવા લાગી હતી. ગામની સરકારી શાળા માં બાળકો સાથે તેનો સમય પસાર થવા લાગ્યો હતો અને પછી તે ઘરે આવીને માતાને કિચનમાં પણ મદદ કરતી આ સાથે અઠવાડિયે એકાદ વખત અનાથાશ્રમની પણ મુલાકાત લેતી માતા અને પિતા બન્નેના સેવાભાવી ના સંસ્કારો તેમનામાં પૂરેપૂરા ઉતાર્યા હતા આથી આ બાળકો માટે કંઈક કરવું અને પોતાની બચતમાંથી અમુક ભાગ આશ્રમ ને આપવો તેના જીવનનો નિત્ય એક ભાગ બની ગયો હતો. જો કે ભૂતકાળની બની ગયેલી ઘટનાઓ પછી તેનામાં કાઈક તૂટી ગયું હતું એટલું તો પાક્કું હતું કે પહેલા જેવી જિદ્દી રૂચા હવે તે ન હતી એક સમજુ અને શાંત રુચા દેખાતી હતી. પોતાનો અભ્યાસ અને સપનું તૂટીયાનો તેને અફસોસ હતો. તૂટી ગયેલો આ ખ્વાબ અવિસ્મરણીય હતો પરંતુ અત્યારે તે જે કરતી હતી તેનાથી તેને ફરિયાદ પણ ન હતી. બસ અર્થ એટલો હતો કે હવે તે તૂટી ને ભાંગી પડવા માગતી ન હતી. જોકે ક્યારેક મળતી એકલતા તેને હર્ષ ની યાદોમાં લઈ જતી તેની સાથે વીતાવેલા પળો ને યાદ અપાવી દેતી પરંતુ તે આ તકલીફ કોઈને દેખાડવા માંગતી ન હતી અને ખાસ તો પિતાને કારણકે માતા સાથે તો કદાચ કેટલીક લાગણીઓના તાર તૂટી ગયા ને વર્ષો વીતી ગયા હતા અને હવે આ નિરાશા સાથે તો જાણે કોઈ સંબંધ હતો જ નહીં.

બીજી તરફ હર્ષનો પણ આજ હાલ હતો પોતાના અભ્યાસ અને કામ માં પરત ફર્યા પછી તે કોઈપણ ક્ષણ બગાડવા માંગતો ન હતો છ મહિના દરમિયાન કરેલા અથાગ પરિશ્રમ પછી તે પૈસાનું મહત્વ સમજી ગયો હતો પોતાના દરેક કમ્ફર્ટ ઝોનમાં થી બહાર નીકળી ગયો હતો, છોકરીઓ માટે તે જે સમય બગાડતો,તેવો સમય તેની પાસે હવે વધ્યો જ ક્યાં હતો તે પોતે જ પોતાના કામમાં વ્યસ્ત રહેવા લાગ્યો હતો . દિવસે દિવસે હવે તેનો અભ્યાસ પણ વધી રહ્યો હતો આથી તેનો સંપૂર્ણ ધ્યાન હવે તેની કારકિર્દી ઉપર હતું.
....
.....
....
....
....
એક દિવસ....

એક પછી એક ઉત્સવો પસાર થવા લાગ્યા હતા પણ હર્ષ અને રૂચા બન્ને ના જીવન માં કોઈ ખાસ પરિવર્તન આવ્યું ન હતું બન્ને જાણે વગર કીધે એક બીજા ની ખામોશી સમજતા હોય , ધડકનો સાંભળતા હોઈ એમ શાંત અને પોતાની જવાબદારી માં વ્યસ્ત હતા.... આમ જ એક દિવસ ની શિયાળાની ગુલાબી ઠંડી હતી , હર્ષ રજાના દિવસમાં પોતાના હોસ્ટેલના રૂમની બારી પાસે ના ટેબલ પર બેઠી વાંચી રહ્યો હતો ત્યાં જ અચાનક પિયુને તેનો દરવાજો ઠપકાર્યો અને તેને નીચે આવવા કહ્યું બાજુમાં સૂતેલો હર્ષનો મિત્ર પણ આજે અવાક્ હતો કારણકે આજે ઘણા દિવસ પછી પ્રથમ વખત કોઈ હર્ષ ને મળવા આવ્યું હતું અને તે પણ તેની જાણ ની બહાર.... તે નીચે ઉતરી કમ્પાઉન્ડ પસાર કરી મુખ્ય દરવાજા પાસે આવ્યો અને પાર્સલ સાથે કુરિયર બોય ને જોઈને અચંબિત થઈ ગયો...

હર્ષ અવાક્ બની કુરિયર બોય ની સામે જોઈ રહ્યો હતો કારણ કે તે જાણતો હતો કે તેના ઘરે થી તો કાઈ આવ્યું નહિ હોઈ પણ આ શું.....પાર્સલ ઉપર મોકલનાર નું કોઈ નામ કે એડ્રેસ ન હતું. તેં વિસ્મય સાથે પાર્સલ લઈ રૂમમાં પરત આવ્યો....તેનો મિત્ર પણ હર્ષ ના હાથ માં પાર્સલ જોઈ અવાચિત હતો અને સૌથી વધુ તો તે ત્યારે અવચિત થયો જ્યારે તેમાંથી મઠડી અને બૂંદી ના લાડુ ના ડબ્બા નીકળ્યા. નાસ્તો ઘરે થી આવ્યો હોઈ તેવું લાગી રહ્યું હતું.પણ કોના...?? આ એક મોટો પ્રશ્ન હતો. તેમાંથી આવતી ઘી ની સુગંધ પણ ઘણી મીઠી હતી. હર્ષ નો મિત્ર પણ પોતાના હાથ માં ડબ્બા લઈ વિસ્મય થી જોવા લાગ્યો...

"આ ક્યાંથી આવ્યું છે હર્શુ...??"

હર્ષ હજી સુધી આવેલા પાર્સલ ને આગળ પાછળ ફેરવી ને જોઈ રહ્યો હતો અને પછી એક દમ બોલી ઉઠ્યો ..આ રુચાએ મોકલેલું છે...હું ઓળખું છું તેના હાથ ના બનાવેલી વાનગી ની મહેક...
"પણ તેને કેમ ખબર તને લાડુ બોવ પસંદ છે.?"

"બસ તેને બધી ખબર છે ? "

" પણ બનાવ્યું કોણે હસે??"

" તેણે જ ...અને આ બનાવવામાં તેણે ઘણી મહેનત પણ કરી હશે, સાથે મને યાદ પણ કર્યો હશે"

...રુચા ને યાદ કરતા હર્ષ ની આંખો માં પણ આંશુ આવી ગયા...અને પછી તો આ ઘટના નિરંતર થઈ ગઈ. હર્ષ માટે આ નાસ્તો આવતો રહ્યો અને તેમાં હર્ષ ના ફેવરિટ લાડુ તો નક્કી જ....