I Hate You - Can never tell - 81 books and stories free download online pdf in Gujarati

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-81

આઇ હેટ યુ
પ્રકરણ-81

નયનાબેન પ્રબોધભાઇ સાથે રાજ અંગે વાત કરી રહેલાં અને એમનાં માંબાપ તરીકેનાં પુત્ર સાથેના વર્તનનું આખું સાચું નિસ્પક્ષ ચિત્રણ કરી રહેલાં. રાજને અન્યાય થયો છે આપણે આપણી ઈચ્છાઓ અને પસંદગી રાજ ઉપર થોપી દીધી છે આજે રાજ સાવ એકલો પડી ગયો છે એ નંદીનીને ભુલ્યો નથી ઉપરથી વધુને વધુ એનેજ યાદ કરી રહ્યો છે. હવે આપણે એલોકોનો સંબંધ સ્વીકારીને રાજને ન્યાંય નહીં આપીએ તો છોકરો હાથમાંથી ખોઈ બેસીશુ એમ બોલતાં બોલતાં રડી પડ્યાં. એમણે કહ્યું મેં મારા દીકરાની પીડા મારી આંખે જોઈ છે મારા હૃદયે અનુભવી છે આ મારાં પસ્તાવાનાં આંસુ પણ આપણી ભૂલ નહીં ધોઈ શકે હુંજ મારી જાતને માફ નથી કરી શકતી.
પ્રબોધભાઇ કઈ કેહવા ગયાં ત્યાંજ દરવાજે નોંક થયું અને નયનાબેને આંસુ લૂછી દરવાજો ખોલ્યો. એમણે જોયું સામે મિશાબહેન અને ગૌરાંગભાઈ ઉભા છે. મીશાબહેને કહ્યું સોરી તમને ડીસ્ટર્બ કર્યા પણ વાત આજેજ કરવી જરૂરી લાગી છે. નયનાબેન અને પ્રબોધભાઇએ એકબીજા સામે જોયું. નયનાબેને કહ્યું અરે હાં હાં આવોને એમાં ડીસ્ટર્બ શું આપણે એકજ ફેમીલી છીએ.

મિશાબહેન પહેલાં ગૌરાંગભાઈ સામે જોયું પછી નયના બેન તરફ જોઈને કહ્યું નયનાબેન વાત એમ છે કે આપણે ચારે જણાંએ નક્કી કરેલું કે તાન્યા અને રાજ વચ્ચે સંબંધ થાય પણ...ત્યાંજ નયનાબેને એમને રોકીને કહ્યું મિશાબહેન હું સમજી ગઈ તમે શું કહેવા માંગો છો. અમે પણ આ બે દિવાસમાંજ સમજી ચુક્યા છીએ કે એ શક્ય નથી અને ગઈકાલેજ વધારે સ્પષ્ટ થઇ ગયું છે. મારો દીકરો રાજ નંદીની નામની એની ફ્રેંડનેજ ચાહે છે અને તાન્યાને તો કાલે બહેન કહીને બોલાવી મેં સાંભળ્યું હતું અને તમારી દીકરી તાન્યા પણ રાજનાં ખાસ મિત્ર વિરાટને પસંદ કરવા લાગી છે બધું કાલે સ્પષ્ટ થઇજ ગયું છે એટલે એમાં આપણે દિલગીરી વ્યક્ત નથી કરવાની પણ સ્વીકારીજ લેવાનું છે. છોકરાઓએ એમનું પાત્ર નક્કી કરીજ લીધું છે અને એ સ્વીકાર કરવામાંજ બધા માટે સારું છે અને તાન્યાની પસંદગી પણ મને ગમી છે.

ગૌરાંગભાઇએ કહ્યું ભાભી તમે તો અમારાં માથેથી ભાર ઓછો કરી નાંખ્યો. અમને થયું કે તમે શું વિચારશો ? પ્રબોધભાઇએ કહ્યું ગૌરાંગ અમારે કશુંજ વિચારવાનું નથી મારો દીકરો ઇન્ડીયાથી અહીં આવ્યો તે પહેલાંથીજ એ નંદીનીને ચાહતો હતો. નંદીનીજ એની પસંદ હતી આતો અમે એવો પ્રયત્ન કરી રહેલાં કે રાજ નંદીનીને ભૂલીને અહીં તાન્યાને પસંદ કરે. પણ કુદરતનાં ન્યાય સામે આપણે બધાં સાચેજ લાચાર છીએ.

નયનાબેને કહ્યું જે થયું છે એ સ્વીકારવાનું છે એ લાચારી નથી પણ એક શુભ સંયોગ છે ઇશ્વરનો ન્યાય છે આપણાં છોકરાં એમની પસંદગી પ્રમાણે પાત્ર પસંદ કરે ખૂબ પ્રેમથી સાથ નિભાવે એજ જરૂરી છે.

મીશાબહેનનાં ચહેરાં પર આનંદ છવાયોએ બહાર દોડી ગયાં અને થોડીવારમાં હાથમાં ડીશ લઇને આવ્યાં ડીશમાં મીઠાઇ અને ચોક્લેટ્સ હતી એ બોલ્યાં ચાલો સહુ સારાંવાના થયાં. આપણે બધાં મોં મીઠું કરીએ.

નયનાબેને ઉત્સાહથી કહ્યું હાં સાચેજ આનંદ થયો છે એમ કહી મીઠાઇનો ટુકડો લઇ પ્રબોધભાઇને ખવરાવ્યો અને અડધો પોતે ખાધો અને બીજો ટુક્ડો લઇ મીશા બહેનને ખવરાવ્યો. પ્રબોદભાઇએ ગૌરાંગભાઇનાં હાથે પણ મીઠાઇ ખાધી.

પ્રમોધભાઇ કહ્યું આટલાં સારાં અવસરે ખાલી મીઠાઇથી કામ નહીં ચાલે ગૌરાંગ ડ્રીંક બનાવ સરસ રીતે સેલીબ્રેટ કરીએ. નયનાબેન કહ્યું તમને તો ડ્રીંક લેવા કારણ જોઇએ. મીશાબહેને કહ્યું મેં વિચારી લીધું છે સાંજે અહીં આપણાં ઘરે પાર્ટી રાખીએ બધાં છોકરાઓને અહીં ઇન્વાઇટ કરીએ અને એ લોકોનો પ્રેમ સંબંધ આપણે સ્વીકારી લીધો છે એ ડીક્લેર કરી સેલીબ્રેટ કરીએ એ બહાને છોકરાઓ અહીં આવશે સાથે જમીશું અને ખૂબ આનંદ કરીશું એ છ જણાં અને આપણે ચાર જણાં દસે જણાં ભેગાં થઇને દસે દિશાઓ ગજવીશું. ત્યાં નયનાબેને કહ્યું હું ભૂલ સુધારું એ પાંચ જણાં અને ચાર આપણે હજી નંદીનીનો સંપર્ક બાકી છે. એમ કહેતાં એમનો ચહેરો ઉતરી ગયો. પ્રબોધભાઇ સમજી ગયાં. એમણે કહ્યું નયના ચિંતા ના કર આ બધામાં વાંક મારોજ છે હું ગમે ત્યાંથી નંદીનીનો પતો લગાવીશ. મારી ભૂલ હુંજ સુધારીશ હવે મારાં દીકરાને વધુ પીડાવા નહીં દઊં અને ન્યનાબેનની આંખો ભરાઇ આવી.... પ્રબોધભાઇની આંખો પણ નમ થઇ એમણે નયનાબેનને એમની છાતીએ વળગાવીને આશ્વાસન આપ્યું.

મીશાબ્હેને કહ્યું હું છોકરાઓને પહેલાંજ આ ખુશ ખબરી આપીને ડીનર માટે ઇન્વાઇટ કરી લઊં છું. ગૌરાંગ ભાઈએ કહ્યું હમણાં ખુશખબરી ના શેર કરીશ માત્ર કોઇ કારણ બતાવી ડીનર માટે પાંચે જણને ઇન્વાઇટ કરી દે. મીશાબહેન કહે તાન્યાતો અહીંજ આવશેને ગૌરાંગભાઇએ કહ્યું હવે દીકરી પારકી થઇ જવાની એમ કહી થોડાં ગળ ગળાં થઇ ગયાં. અને બોલ્યાં ફોન કરી ડીનર માટે બોલાવી લે.

મીશાબહેને મોબાઇલથી સીધો તાન્યાને ફોન કર્યો. તરતજ સામેથી ફોન ઊંચકાયો. મીશાબેને હસતાં હસતાં કહ્યું તનુ મને એમ કે તું ફોન નહીં ઊંચકે હજી ઊંધતી હોઇશ. તાન્યાએ કહ્યું મંમી હું તો ન્હાઇધોઇને તૈયાર. વિરાટે બધાને વહેલા ઉઠાડી દીધાં. એમ કહીને હસી પડી. મીશાબહેન કંઇક બોલવા ગયાં પણ હસીને શબ્દો ગળી ગયાં અને પછી કહ્યું તનું તમે પાંચે જણાં આજે સાંજે આપણાં ઘરે ડીનર માટે આવજો. અને અમીતની ફ્રેન્ડને પણ બોલાજો એટલેજ પાંચ જણ કીધું છે અહીં બધાં ભેગાં થઇને ડીનર એન્જોય કરીશું એ બહાને રાજનાં ફ્રેન્ડ પણ અહીં આવશે.

તાન્યા મંમીનો ઇશારો સમજી ગઇ હોય એમ બોલી ઓકે મંમી ડન... પણ તું રાજ અને વિરાટ અમીત સાથે પણ વાત કરી લે સારું રહેશે. મીશાબ્હેને કહ્યું હાં આપ એલોકોને સાચી વાત છે. તાન્યાએ કહ્યું મોમ બધાં અહીં ડ્રોઇંગરૂમમાંજ છે ચા પીવાઇ રહી છે રાજતો હજી ધેનમાં છે.. કંઇ નહીં હું સ્પીકર પર ફોન મૂકું છું તું બધાને કહી દે એમ કહી તાન્યા બધાં બેઠાં હતાં ત્યાં આવીને કહ્યું મંમી વાત કરવા માંગે છે તમારાં બધાં સાથે એટલો હું ફોન સ્પીકર પર મૂકું છું. મીશાબહેને કહ્યું હું પણ ફોન સ્પીકર પર મૂકું છું જેથી નયનાબેન પણ વાત કરી શકશે. આમ બંન્નેનાં ફોન સ્પીકર પર મૂક્યાં.

મીશાબહેન વાત શરૂ કરતાં કહ્યું બેટા રાજ, વિરાટ અને અમીત તમને બધાને હું તમારો ફ્રેન્ડ સાથે આજે સાંજના ડીનર માટે ઇન્વાઇટ કરું છું તમે બધાંજ વેળાસર અહીં આવી જજો. થોડાં વહેલાજ આવી જજો જેથી વાતો કરી શકાય. હે ને આવી જશોને ?

અમીત અને વિરાટે તરતજ જવાબ આપતાં કહ્યું હાં આંટી અમે આવી જઇશું. અમીતે કહ્યું હું નીશાને પણ બોલાવી લઇશ. રાજ બધું સાંભળી રહેલો એ બોલ્યો મીશા આન્ટી મારાં ફ્રેન્ડ્સ એમની ફ્રેન્ડસ સાથે આવી જશે. હું રાજ પ્રધ્યુમન જોષી એકલો આવીશ કારણકે મારી પાસેથી બધુ છીનવાઇ ગયું છે. પણ હું પણ જરૂર આવીશ હું મારી મંમી અને પાપા પ્રધ્યુમન જોષી ઉર્ફે પ્રબોધ જોષીને મળીશ... અને હાં... રાજ આગળ બોલે પહેલાં નયનાબેને કહ્યું રાજ દીકરા આવું ના બોલ પ્લીઝ હું સમજુ છું તારી પીડા બધુ સારુ થશે બસ તમે લોકો અહીં આવી જાવ પછી રૂબરૂ વાત કરીશું.

રાજે કહ્યું થેંક્સ મંમી તમે લોકો મારાં માટે કંઇક વિચાર્યુ. થેંક યુ પાપા... હાં મંમી પાપાએ મને કાલે એક કવર આપેલું મેં તો જોયુજ નહોતું કે એમાં શું છે ? અત્યારે સવારે જોયું. એમાં 5k ડોલર છે એ કવર હું પાછું લેતો આવીશ મારે જરૂરજ નથી હું મારું અહીં બધુ મેનેજ કરી લઊં છું.

નયનાબેનને રડુ આવી ગયું એ બોલ્યાં રાજ અત્યારે બધાં સામે કહેવાની જરૂર હતી ? એ તારાં માટેજ છે. બ્લકે તારાંજ છે. કેમ આટલો બધો દૂર બને છે ? અમારી ભૂલ અમને સમજાઇ ગઇ છે હજી કેટલી વાર તું અમને..... એમ કહેતાં રડી પડ્યાં અને એમણેજ કોલ બંધ કર્યો. અહીં રાજ પણ ધુસ્કોને ધુસ્કે રડી પડ્યો.... વિરાટે રાજની બાજુમાં આવી કહ્યું......

વધુ આવતા અંકે ---- પ્રકરણ-82