Jivan Sathi - 30 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 30

દિપેન તેમજ સંજનાના એન્ગેજમેન્ટનું ફંક્સન પૂરું થયું એટલે આન્યા, સુમિત, સંજના અને દિપેન બધાએ સાથે બેસીને જ લંચ લીધું અને ત્યારબાદ આન્યાને મૂકવા માટે જવાનું થયું તો દિપેને તે જવાબદારી સુમિતને સોંપી. સુમિત તો ખૂબજ ખુશ ખુશ થઈ ગયો તેના ચહેરા ઉપર હાસ્ય છવાઈ ગયું અને ઉપર આકાશમાં જોઈને ભગવાનને થેંક્યું કહેવા લાગ્યો.

અને આન્યાને પોતાની કારમાં મૂકવા જવા માટે નીકળી ગયો. રસ્તામાં સુમિત આન્યાના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે તેને પૂછી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે, આન્યા બીજી બધી છોકરીઓ કરતાં કંઈક અલગ જ છે એવું કેમ હું ફીલ કરી રહ્યો છું કે પછી મને એ ખૂબ ગમી ગઈ છે માટે મને એવું લાગી રહ્યું છે અને તેને થયું કે, હું આન્યાને કહી દઉં કે તું મને ખૂબ ગમે છે ??

પરંતુ બીજી જ ક્ષણે તેનો આ વિચાર માત્ર વિચાર જ બનીને રહી ગયો અને તે કંઈજ બોલતો નથી કારણ કે તે એવું વિચારે છે કે, હું જો અત્યારે આન્યાને આવું કંઈપણ કહીશ તો ખબર નહીં આન્યા મારા માટે તેના મનમાં શું વિચારે અને પછી તો મારા માટે તેની "ના" જ થઈ જાય, ના.. ના.. એવું તો મારે નથી જ કરવું.. આન્યાને કન્વીન્સ કરવા માટે પહેલાં મારે તેના દિલમાં મારી જગ્યા બનાવવી પડશે અને ત્યારબાદ હું તેને પ્રપોઝ કરીશ તો તે પ્રેમપૂર્વક મને અને મારા પ્રેમને સ્વિકારી લેશે.

અને તે બોલતાં બોલતાં અટકી જાય છે એટલે આન્યા સમજી જાય છે કે, સુમિતના દિલમાં કંઈક છે અને તે મને કંઈક કહેતાં કહેતાં જ અટકી ગયો અને તરતજ આન્યા સુમિતને પૂછી બેસે છે કે, " તમે મને કંઈ કહ્યું...?"

સુમિત: પહેલાં તો તમે મને તમે કહેવાનું છોડી દો અને તું જ કહેવાનું શરૂ કરો.

આન્યા: ઓકે પણ તમને "તું" કહેવું મને થોડું ઓક્વોડ લાગે છે.

સુમિત: (આન્યાને પ્રેમથી સમજાવતો હોય તેમ બોલ્યો) તને ખબર છે આન્યા "તું" અને "તમે" એ બંને શબ્દોમાં આસમન જમીનનો ફર્ક છે.
જ્યારે આપણે કોઈને "તું" કહીએ છીએ ત્યારે આપણે તેની નજીક છીએ એવો અહેસાસ આપણે તેને અપાવી શકીએ છીએ અને આપણે જ્યારે તેને "તમે" કહીએ છીએ ત્યારે આપણી અને તેની વચ્ચે એક ચોક્કસ અંતર આવી જાય છે. જેની આપણે તેને ખાતરી અપાવી દઈએ છીએ.

અને જેને મળીને આપણને એવું જ લાગે કે આ મારી નજીકની વ્યક્તિ જ છે જે મને ખૂબ ગમે છે તો તેની સાથે "તમે" "તમે" એવી ફોર્માલિટી શા માટે ? એકબીજાને "તમે" ને બદલે "તું" કહેવાથી બંને વચ્ચેનો પ્રેમ પણ વધી જાય છે. માટે મને તો તું મને "તું" કહેશે તે જ ગમશે.

આન્યા: (આન્યા તો સુમિતની સમજણભરી વાતોથી ખુશ થઈ જાય છે અને પોતાના ફેઈસ ઉપર એક આશ્ચર્ય અને અનબીલીવેબલ સ્માઈલ સાથે બોલી પડે છે કે,) ઑ માય ગૉડ, આટલું બધું વિચારે છે તું..!! આઈ ડોન્ટ બીલીવ ઈટ..!! તું તો સાયન્સ કરતાં મને લીટરેચરનો સ્ટુડન્ટ વધુ લાગે છે. અને મને લાગે છે કે જિંદગીને, સંબંધોને તું મારા કરતાં વધારે સમજી શકે છે.

સુમિત: (આન્યાના મોઢેથી પોતાના વખાણ સાંભળીને સુમિત તો ખૂબજ ખુશ થઈ જાય છે.) ના ના, યાર એવું કંઈ નથી એ તો હું તારાથી થોડો મોટો છું ને એટલે...

અને બંને જણાં ખડખડાટ હસી પડે છે.

સુમિત આન્યા સાથે થોડો વધારે સમય પસાર કરવા માંગે છે એટલે રસ્તામાં એક ખૂબજ સુંદર ગાર્ડનમાં આઈસ્ક્રીમ પાર્લર આવે છે જ્યાં શાંતિ અને એકાંત બંને મળી રહે તેમ છે તો સુમિત ત્યાં કાર ઉભી રાખે છે અને આન્યાને આઈસ્ક્રીમ ઓફર કરે છે.

આન્યાને પણ દિલચસ્પ સુમિતની દિલચસ્પ વાતો સાંભળવાની મજા આવે છે અને બહારથી પાર્લરની સુંદર જગ્યા જોઈને તે પણ તેમાં જવા માટે આકર્ષાય છે અને કદાચ તેને પણ સુમિતની કંપની પસંદ આવી ગઈ છે તેથી તે પણ આઈસ્ક્રીમ માટે તુરંત "હા" પાડે છે.

બંને ગાર્ડનમાં પ્રવેશે છે અને સુમિત કોર્નરવાળી જગ્યા બેસવા માટે પસંદ કરે છે. બંને એકબીજાની સામે ગોઠવાઈ જાય છે.

સુમિત પોતાને પસંદ કેસર પીસ્તા આઈસ્ક્રીમ મંગાવે છે અને આન્યા પોતાને માટે કૂકીઝવાળો ચોકલેટ આઈસ્ક્રીમ મંગાવે છે.

સુંદર રમણીય જગ્યા જોઈને આન્યાને પોતે ખૂબજ સુંદર તૈયાર થઈ છે તો થોડા ફોટા પડાવવાની ઈચ્છા થઈ જાય છે તો તે સુમિતને પોતાના ફોટા પાડી આપવા માટે રિક્વેસ્ટ કરે છે.

સુમિત તો આન્યા માટે બિલકુલ તૈયાર જ છે તેની ખુશીની કોઈ સીમા રહેતી નથી અને તે કોમેન્ટ પણ કરે છે કે, " બાય ધ વે, ફોર યોર કાઈન્ડ ઇન્ફોર્મેશન હું એક સારો ફોટોગ્રાફર પણ છું. લાવ તારા મોબાઈલમાં ફોટા લઉં કે મારા મોબાઈલમાં..?? "

આન્યા: ના ના, મારા મોબાઈલમાં જ લે એપલનો જ છે સરસ ફોટા આવે છે આમાં.
સુમિત: મારો પણ એપલનો જ છે જસ્ટ ન્યુ ઈઝ ધીસ.
આન્યા: બટ, ના તું મારા મોબાઈલમાં જ લેને...
સુમિત: ઓકે, નો પ્રોબ્લેમ.

આઈસ્ક્રીમ આવે ત્યાં સુધીમાં બંને ફોટા લેવામાં મશગુલ થઈ જાય છે અને એટલામાં આઈસ્ક્રીમ આવી જાય છે એટલે બંને આઈસ્ક્રીમની મજા માણવા માટે ફરીથી સામસામેની ચેરમાં ગોઠવાઈ જાય છે.

બંને પોતપોતાની પસંદગીનો આઈસ્ક્રીમ એકબીજાને ટેસ્ટ કરાવે છે અને એટલામાં જ આન્યાના સેલફોનમાં રીંગ વાગે છે અને જોયું તો મોમનો ફોન...

આન્યા ફોન ઉઠાવે છે અને બોલે છે, " બોલ મોમ "
મોનિકા બેન: કેટલે પહોંચી બેટા ?
આન્યા: બસ ઓન ધ વે જ છું મોમ અને પછી સુમિતને પૂછે છે કે હજી ઘરે પહોંચતાં આપણને કેટલી વાર લાગશે ?
સુમિત: લગભગ એક કલાક ખરો હજુ

આન્યા મોમને એકાદ કલાકમાં ઘરે પહોંચી જઈશ મોમ તેમ કહીને ફોન મૂકી દે છે.

અને ફરીથી બંને પાછા વળી પોતાની મસ્તીમાં ખોવાઈ જાય છે. આન્યા પોતે પડાવેલા ફોટા કેવા આવ્યા છે તે જોવામાં તલ્લીન થઈ જાય છે એટલે
સુમિત તેની નજીક આવે છે અને તેને જરા પ્રેમથી પૂછે છે કે, "મેડમ, તમારું ફોટો સેશન હવે પૂરું થયું હોય તો આપણે નીકળીશું ?

અને આન્યા મોબાઈલમાં જોતી જોતી જ ચાલવા લાગે છે અને બોલતી જાય છે કે, " હા હા, સ્યોર ચલ નીકળીએ "

બંને ફરી પાછા કારમાં ગોઠવાઈ જાય છે. સુમિતને મનમાં થાય છે કે આન્યા હવે જશે પછી ફરીથી પાછી મને ક્યારે મળશે ?

અને તે આન્યાને પૂછવા લાગે છે કે, " ફરી પાછી ક્યારે મળીશ તું મને ?
આન્યા: હા, તું ફ્રી પડે ત્યારે મને ફોન કરજે. આપણે ચોક્કસ કંઈક પ્લાન બનાવીશું અને આન્યા પોતાનો સેલફોન નંબર સુમિતને આપે છે. અને બંને વાતો કરતાં કરતાં આગળ વધે છે.
ક્રમશ:

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
10/1/2022