Vandana - 17 books and stories free download online pdf in Gujarati

વંદના - 17

વંદના -17

આશાનો સુરજ ડૂબ્યો ને ફરી જાણે કાળી અંધારી રાત આવી. લીલા બાની વાત પણ સાચી હતી. ભલે તે રેકર્ડમાં મારી માતા એ મારી જવાબદારી એ લોકોને સોંપી હતી. પરંતુ મારા દાદીના મરજી વિરુદ્ધ એ લોકો મને ના લઈ જઈ શકે. આખરે હું એમનું લોહી હતી મારા ઉપર પહેલો હક્ક મારા દાદીનો જ હતો. બંને પતિપત્ની એ પરસ્પર ખૂબ વિચારીને નક્કી કર્યું કે તે લોકો મારા દાદીને સમજાવશે અને જરૂર પડે તો તે લોકો મારા દાદીને પણ મારી સાથે લઈ જશે. અને એમની સેવા કરશે. અમન ભાગ્યે જ આવા માણસો મળતા હોય છે. જે પોતાની ભૂલને ભૂલ માનીને તેને સુધારવાના તમામ પ્રયત્નો કરતા હોય છે. બાકી તો ઘણા લોકો પોતાની થયેલી કોઈ ભૂલ ને ભૂલ ના હતી એ સાબિત કરવામાં બીજી ઘણી ભૂલો કરી બેસતા હોય છે. એવો લોકોનો ભગવાન પણ ક્યારેય સાથ નથી આપતા.

રાત ઘણી થઈ ગઈ હતી એટલે એ દંપતીએ રાત મંદિરની સામે આવલે આશ્રમમાં રોકાવાનું નક્કી કર્યું. અને વિચાર્યું કે સવારે તે લોકો મંદિર આવીને ભગવાનના દર્શન કરીને ફરી મારા દાદીને મનાવવાની કોશિશ કરશે. અને હું તો જાણે વરસોના વર્ષ પછી મારા દાદીને પહેલી વાર મળી હોય એમ તેમના આલિંગન ની હુંફ માણ્યા કરતી. દાદી પણ મને ખૂબ લાડ કરવા લાગ્યા. અમે એક જ ઘરમાં રહેતા હોવા છતાં પણ મન થી ક્યારેય સાથે હતા જ નહિ. મારા દાદી એ મને કોઈ દિવસ સ્વીકારી જ ના હતી. દાદીનો પ્રેમ શું હોય એ મને ખબર જ ના હતી. દાદા તો ઘણી વાર મારા માટે ચોકલેટ કે પછી જાત જાતના રમકડાં લઇ આવતા. મારા દાદાએ કયારેય મને મારા પિતાની કમી મહેસૂસ નોહતી થવા દીધી. ભલે એમની પાસે એટલા ધન દોલત ના હતી પરંતુ પ્રેમ ભરપૂર લૂટાવતા. રોજ રોજની મજૂરી માંથી જે કઈ આવે એમાં થી ક્યારેક ક્યારેક મારા માટે ગુલ્ફી પણ લઈ આવતા. એમને ખબર હતી કે વંદના ગુલ્ફી જોશે એટલે એની ખુશીનો કોઈ પાર નહિ રહે.

પરંતુ દાદી ઘણી વાર એમને ટોક્યા કરતી" બસ તમે બગાડો બાપ વગરની છોકરીને શું જરૂર છે એના માટે ગુલફી આ રમકડાં ને બધું લઈ આવવાની એક તો જન્મતાવેત પોતાના બાપને તો ખાઈ ગઈ પછી હવે કેટલીક માથે ચડાવીને રાખવી છે તમારે? આ અપશુકનિયાળ ને પરણશે પણ કોણ મને તો એ ચિંતા થાય છે."

અવાર નવાર આવા કટાક્ષ ભર્યા વચનો મારા દાદી તરફ થી મને સાંભળવા મળતા. મારા દાદા એ પણ એમને ઘણી વાર સમજવાની કોશિશ કરી " કે રેહવા દે હવે જે થઈ ગયું એમાં હવે કાઈ થઈ શકે એમ નથી. એ તો કુદરતનો કહેર હતો. કદાચ આપણા નસીબમાં જ પુત્ર વિયોગ લખ્યો હશે. વંદના નો જન્મ થવો ને મારા દીકરાનું મૃત્યુ થવું એ માત્ર એક સંજોગ હતો એમાં આ બાળકીનો કોઈ વાંક ના હતો. માનું છું કે એના જન્મ વખતે આમ અચાનક દીકરાના મૃત્યુના સમચારે મારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી હતી. એ વખતે હું જ આ બાળકીને દૂધ પિતી કરીને મારવા ગયો હતો. પણ હવે જયારે જયારે એનો માસૂમ ચહેરો જોવું છું ત્યારે મને મારા દીકરાની યાદ આવે છે. ગમે તેમ હોય પણ એ છે તો માર દીકરાનો અંશ જ ને. મને એનામાં મારા દીકરાની છબી દેખાઈ છે. ક્યારેક એની માસૂમિયત એની કાલી ઘેલી વાતો માં હું મારી જાતને ઓગાળી દવ છું. આખરે તો આ આપણા દીકરાનું લોહી છે ને. મારા વ્યાજનું વ્યાજ છે. એનો પૂરો હક્ક છે એના દાદા દાદીના પ્રેમ પર"

પરંતુ મારા દાદીને આ બધું વ્યર્થ લાગતું કહેતી " પણ આ તો છોકરીની જાત છે અંતે તો તે પરણીને સાસરે જતી રહેશે પછી આ બધું શું કામનું" એમના આવા કટુ વાણી થી મારી માતા પણ હંમેશા મારા માટે ચિંતિત રહેતી અને હવે સમયનો કહેર તો જોવો આજે આ દાદી પૈત્રી ના પ્રેમનું અદભુત મિલન જોવા માટે મારી માની આંખો નથી જે આંખો આ જોવા માટે તરસતી હતી. મારા દાદી પણ વરસો વરસનો પ્રેમ મારા ઉપર લૂંટાવી રહ્યા હતા. પોતાની હાથે મને ભોજન કરાવ્યું. મારા વાળ ઓળી આપ્યા. રાતે સૂતી વખતે પણ મને કહાની સંભળાવી, ભજનો સંભળાવ્યા. એ ભજનનો મીઠો સાદ આજે પણ મારા કાનમાં ગુંજતો હોય છે. આખી રાત હું તેમને વળગીને સૂતી રહી.

સવાર પડતાં જ જોયું કે મારા દાદી મારી બાજુમાં કે પછી આખી ઓરડીમાં ક્યાંય નથી. હું આમ તેમ તેમને ગોતવા ફાફા મારવા લાગી. મે બા બા ક્યાં છો તમે બા? કહી તેમને પોકારવા ની કોશિશ કરી પરંતુ બા ક્યાંય ના દેખાતા હું ગભરાય ગઈ. મારી આંખોમાં ઝરઝર્યા આવી ગયા. મારા આંસુ બસ વહેવાની તૈયારીમાં જ હતા ત્યાં જ મારા દાદીનો આવાજ મને સંભળાયો" અરે વંદના ઉઠી ગઈ બેટા?"

" બા તમે આમ મને એકલી મૂકીને ક્યાં જતા રહ્યા હતા" એટલું કહેતાં મે જાણે પોક મૂકીને રડવાનું ચાલુ કરી દીધું..

" અરે મારી દીકરી હું તો ભગવાન ના દર્શન કરવા ગઈ હતી તું સૂતી હતી એટલે મેં તને ઉઠાડી નહિ. તારી મીઠી નિંદરમાં ખલેલ ના પહોંચે એટલે હું તને કીધા વગર જ જતી રહી. આ જો હું તારા માટે શું લઈ આવી છું. મને ખબર છે તને ઢીંગલી સાથે રમવી ખૂબ ગમે છે ને તારા દાદા તારા માટે લઈ આવતા ત્યારે હું તને ખૂબ ખરી ખોટી સંભળાવતી પણ આજે તો હું જ તારા માટે લઈને આવી છું જો" મારા દાદી એ મને રડતા જોઈ ચૂપ કરાવતા કહ્યું..

હું જલ્દીથી મારા દાદીને ભેટી પડી. મારા દાદી પહેલી વાર મારા માટે ઢીંગલી લઈને આવ્યા હતા. મારી ખુશીનો તો કોઈ પાર જ ના હતો. અત્યાર સુધીનું સૌથી સુંદર અને મારા દાદીના પ્રેમ ના પ્રતિક સમાન આ ઢીંગલી મેં આજે પણ સાચવીને રાખી છે. મારા માટે તો દાદીના આશીર્વાદ સમાન હતી એ ઢીંગલી. હું ને દાદી તો એકબીજાને વ્હાલ કરવામાં વ્યસ્ત હતા ત્યાં જ ઓરડીમાં એ દંપતિ સાથે લીલા બા પ્રવેશ્યા.

" જય સ્વામિનારાયણ બેન બા" લીલા બા ઓરડીમાં પ્રવેશતા બોલ્યા..

હું અને મારા દાદી તો બે ઘડી અચંબિત નજરે જોઈ રહ્યા. થોડીવાર પછી દાદીમા એ પ્રશ્નાર્થ નજરે બોલ્યા" ઓહ લીલા બા તમે પધાર્યા છો આવો આવો જય સ્વામિનારાયણ. કહોને આમ અચાનક કેમ આવું પડ્યું? તમે કહેવડાવ્યું હોત તો હું તમને મળવા આવી જાત"

" હું તમને મારી પાસે બોલાવી લેત તો પછી મને આ દાદી દીકરીના પ્રેમનો અનેરો લ્હાવો ક્યાંથી જોવા મળત. અરે આટલી સરસ ઢીંગલી કોણ લઈ આવ્યું?" મારા હાથમાં ઢીંગલી જોતા લીલા બા એ પ્રશ્ન કરતા કહ્યું..

" આ મારા બા મારા માટે લાવ્યા છે" મે પણ ઉમળકાભેર મારી કાલી ઘેલી વાણીમાં જવાબ આપી દીધો..

" અરે વાહ શું વાત છે? બંને ઢીંગલી તો ખરેખર ખૂબ સરસ છે. લીલા બા બોલ્યા .

" લીલા બા આમ અચાનક તમે અહીંયા પધાર્યા એ પણ આ લોકો સાથે શું વાત છે કહો ને." મારા દાદી એ પ્રશ્ન કર્યો...

" જોવો બેન બા માન્યું કે આ લોકોથી અજાણતા ભૂલ થઈ છે પરંતુ એ લોકો સ્વામિનારાણ ભગવાનની સાક્ષીમાં પોતાની ભૂલ સ્વીકારી તમને બંને દાદી દીકરીને પોતાની સાથે લઈ જવા માંગે છે જો તમને અનુકૂળ હોય તો"

મારા દાદી એ લીલા બા ની વાત અટકાવતા કહ્યું" ના ના હું તો અહીંયા જ મારા પ્રભુની સેવામાં બાકીનું જીવન વિતાવવા માંગુ છે અને હું મારી દીકરીને પણ મારાથી હવે દુર નહિ કરું"

" બા હું તમારી વાત સમજુ છું પણ અમને અમારી ભૂલ સુધારવાનો એક મોકો તો આપો. અમે તમારું ને આ બાળકીનું બંનેની સેવા કરવાનો મોકો તો આપો અમે જાણી છીએ કે અજાણતા જે અમારા થી ભૂલ થઈ છે એ અમે સુધારી તો નહિ જ શકીએ પરંતુ એ ભૂલનું પ્રાયશ્ચિત તો કરી શકીએ" એ દંપતિ એ કહ્યું..

" જોવો ભાઈ જે થઈ ગયું એ કદાચ એમાં ભગવાનની મરજી હશે જ્યારે મૃત્યુ પામનારીએ જ તમને માફ કરી દીધા છે તો પછી હવે આ વાતને અહીંયા જ ભૂલી જાવ ને" મારા દાદી એ વળતા જવાબમાં કહ્યું .

" હું માનું છું બા કે વંદનાની માતા એ અમને માફ કરી દીધા છે પરંતુ અમારા કર્મો અમને માફ નહિ કરે અને આખી જિંદગી અમે એ કાળી રાતને યાદ કરીને પોતાની જાતને પીડા આપતા રહેશું". તે દંપતિ એ મારા દાદી સામે આજીજી કરતા કહ્યું...

ક્રમશ...

વધુ આવતા અંકે...
જય શ્રી કૃષ્ણ 🙏 ધન્યવાદ