Sheds of pidia - lagniono dariyo - 18 books and stories free download online pdf in Gujarati

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - 18 - ડાયગ્નોસિસ

શેડ્સ ઓફ પિડિયાટ્રિક: લાગણીઓ નો દરિયો
 પ્રકરણ 18: "ડાયગ્નોસિસ"
 
ચોમાસાની શરૂઆત હતી,
કેવો અલગ જ લહાવો છે કેમ? ભીની માટી ની સુગંધ મગજને તરબતર કરતી હોય, વરસાદના એ ટીપાં જ્યારે શરીરને અડે, છો ને પછી ગમે તેવો થાક હોય, જાણે કે અડધી સેકંડ માં ઉતરી જાય.
નાના હતા ત્યારે સ્કૂલમાં નિબંધ પૂછાતો, 
"વર્ષાઋતુ".
એ નિબંધ માં ફાયદા ના વર્ણન ની સાથે ગેર ફાયદા પણ લખવામાં આવતા.
ચોમાસાની ઋતુ એટલે બીમારીઓનું સામ્રાજ્ય જાણે ચારે કોર ફેલાયેલું હોય.
આવી જ ઋતુ ની શરૂઆત,
એન્જલ હોસ્પિટલ માં સવારે ૯:૩૦ નો સમય.
પહેલી જ ઓ.પી.ડી.,
"સર, જુવો ને બાળક ને સામાન્ય શરદી અને ખાંસી છે"
 
હાથ માં સવા મહિનાનું ફૂલ જેવું બાળક પકડીને એક ૩૦ વર્ષ ના ભાઈ મારી સામે ઊભા હતા.
 
"બેસાડો,
તાવ તો નથી આવતો ને?"
મે સામે છેડે સવાલ પૂછ્યો.
 
"ના સર, એવું કશું જ નથી, સરસ છે બાળક એમ તો,
પણ જનમ થી એને શરદી મટતી જ નથી.."
હસતા ચેહરાની પાછળ ની ચિંતા સ્પષટતાપૂર્વક બહાર આવી.
 
સ્ટેથો્સ્કોપ કાન માં ભરાવીને ચેસ્ટ નું એકઝમીનેશન હું કરી રહ્યો હતો ત્યાં એક શંકા ભર્યો અવાજ કાનમાં સંભળાયો.
 
મારા ચેહરાના બદલાયેલા હાવ ભાવ તે દીકરાના બાપ એ બરાબર જોઈ લીધા.
 
"કઈ ચિંતા જેવું છે સર?"
તેમણે તરત પૂછ્યું..
 
એક મિનિટ, એસ્પીઓટું(Spo2) ચેક કરી લઈએ.
 
ચિંતા ભરી આંખો થી મશીનમાં આંકડાઓ તે છોકરા ના પપ્પા જોઈ રહ્યા હતા.
 
"સર ૯૬% બતાવે છે..!"
આતો નોર્મલ કેહવાય ને?
તેમના થી પૂછ્યા વિના રેહવાયું નહીં.
 
"હા એમ તો નોર્મલ છે,પણ મારી સલાહ છે કે એક વાર છાતી નો ફોટો પડાવી લેવો જોઈએ,
રેસ્પિરેશનનો અવાજ જે નોર્મલ બાળકો માં આવે એના કરતા તમારા બાળક માં થોડું વધારે વરિયેશન આવે છે..!"
 
આ સાંભળી પેહલા તો એ ભાઈ મારી સામે જોઈ રહ્યા,
પછી બોલ્યા,
" સર, છોકરું આટલું શાંતિ થી સૂઈ ગયુ છે,
ખાલી સમાન્ય કફ બોલતો હોય છે એટલે જ હું બતાવા આવ્યો તો,
એવો તાવ પણ કદી નથી આવ્યો ને ધાવણ પણ સરસ લઈ જ લે છે.
તો સર દવા થી મટાડી દો ને,
ફોટો ના પડાવીએ તો નથી ચાલે એવું ?
 
મૂંઝાતા ભાવે તે ભાઈ બોલ્યા.
 
"જુઓ, શરદી ખાંસી ગણા બાળકો ને થાય, પણ હું છાતી નો ફોટો દરેક નો નથી કરાવતો,
ભલે આ બાળક હસતું દેખાય છે પણ ફેફસામાં કઈક મોટી તકલીફ આપણે મિસ ના કરી શકીએ.
હું આગ્રહ કરીશ કે તમે ફોટો પડાવી લો..!"
મે તેમને સમજાવાનો પ્રયત્ન કર્યો.
 
"ઠીક છે સર, ફોર્મ ભરી આપો..!"
મૂંઝવણ સાથે તેને હા પાડી.
 
૨ કલાક બાદ,
તે ભાઇ તેની પત્ની સાથે આવ્યો.
હાથ માં એક્સ રે હતો,
"લો સર, કરાવી લીધો છે".
 
એક્સ રે નું ડાયગ્નોસિસ જે મગજ માં ચિંતા ચાલતી હતી તે જ નિકળ્યું.
'congenital diaphragmatic Hernia'
જન્મ સમયે ફેફસાં અને આંતરડા ને અલગ કરતા ઉરોદરપટલ માં જો કાણું રહી જાય તો આંતરડા નો ભાગ ફેફસાં માં આવી શકે અને બાળક ને શ્વાસ ને લગતી કેટલીય બીમારીઓ નોતરી શકે.
 
"ભઈલા, તકલીફ તો મોટી છે,
બીમારી વિશે મે તે છોકરા ના માં બાપ ને જાણકારી આપી.
આનું કન્ફર્મેશન કરવા સિટી સ્કેન કરવો પડે અને પછી બાળકો ના સર્જન નો ઓપીનીયન લઈને ઓપરેશન કરવાનું પણ આવે."
તેના પિતા ના ખભે હાથ મૂકી તેને હિંમત આપતા મે કહ્યું.
 
" સર, આ બધું શું થઈ ગયું, ગરીબ માણસ છું સર,
આ બધા નો રસ્તો કેવી રીતે કાઢીશ.
તમે મને છાતી નો ફોટો આપી દો, હું સગવડ કરાવીને સિટી સ્કેન કરાવીને આવું છું."
એક્સ રે હાથ માં લેતા તે ભાઈ બોલ્યા.
 
" પૈસા ની ચિંતા ના કરો,
જો સિટી સ્કેન માં ડાયગનોસીસ પાક્કું થશે તો સીવીલ હોસ્પિટલ માં આ બાળક નું ઓપરેશન વિના મૂલ્યે થઈ શકશે, 
બીમારી નું નિદાન વેહલા થયું છે તો સારવાર કરાવી જ જોઈએ. બાળક ની જિંદગી આખી સારી બની જશે."
હિંમત બાંધતા તેના પિતા ને મે કહયું.
 
૨ દિવસ સુધી મે સિટી સ્કેન અને એ પેશન્ટ ની રાહ જોઈ.
મન માં થતું કે શું થયું હશે એ બાળક નું?
રીપોર્ટ કરવ્યો હશે કે કેમ?
 
૨૦ દિવસ બાદ મારા હેરત વચ્ચે એ ભાઈ ને ફરી થી સવારે ૯૩૦ એ ઓ.પી. ડી. માં મે જોયો..
 
"સર, તમારી વાત સાચી હતી,
હું સીધો આ એક્સ રે લઈને અમદાવાદ ગયો,
ત્યાં જઈને સિટી સ્કેન કરવી તમે કીધું તું એ સિવિલ હોસ્પિટલ માં બતાવીને આવ્યો.
તેમણે કીધું કે આટલું જલ્દી નિદાન થયું છે એ મોટી વાત છે,
ડીફેક્ટ  એટલી નાની છે કે ક્લીનિકલી પકડવું ગણું મુશ્કેલ કેહવાય. ૪ મહિના પછી ઓપરેશન નું કીધું છે સર,
થોડું એનું વજન વધે એટલે.
તમારો ખુબ ખુબ આભાર સર,
બીમારી વિશે માહિતી આપી સાચો રસ્તો બતાવવા બદલ."
આંખ માં ખૂણે ભરાયેલા આંસુ સાથે તે ભાઈ બોલ્યા.
 
" અરે એમાં કઈ આભાર ના હોય, હાથ જોડવા હોય તો બહાર મંદિર માં બેઠેલી માં ને જોડજો જે હંમેશા દુઃખ માં રસ્તો બતાવે છે.
બાળક સારું થઈ જાય એટલે આપણે બધા જ ખુશ."
તે ભાઈ ના હાથ પકડી એક ખુશી સાથે મે તેમને કહ્યું.
 
૪ મહિના બાદ,
ફરી થી તે કુટુંબ આવ્યું,
" સર ,
ઓપરેશન થઇ ગયું, હવે તેને એક દમ સારું છે."
જે દુઃખ અને ચિંતા ભરેલા ચેહરા સાથે તેવો ગયા હતા આજે એક ખુશી સાથે તેવો પાછા આવ્યા.
 
"બસ, હવે સાચવજો એને વધારે.
અને કઈ પણ તકલીફ પડે તરત લઈને આવજો."
એક સંતોષ સાથે મે કહ્યું.
 
બે હાથ જોડીને ખુશીથી પોતાના ઘરે જતા એ ફેમિલી ને જોઈને મનમાં થયું,
૧૦ વર્ષ મેડિકલ માં જે ઉજાગરા અને મેહનત કરી, તે બધી જ સફળ છે જ્યારે તમે કોઈનું દુઃખ દૂર કરવાનું માધ્યમ બની જાઓ છો..!"
 
ડૉ. હેરત ઉદાવત