101st birth books and stories free download online pdf in Gujarati

૧૦૧મો જન્મ

૧૦૧મો જન્મ

મનમાં ઉઠેલા વિચારોના વમળોને હજી પણ સંતોષ મળે એવો કોઈ કિનારો નહતો મળ્યો. આ દુઃખ, વેદના, કષ્ટ, પીડા અને એકલતાનું કોઈ ઠોસ કારણ નહતું મળ્યું. હજી પણ મન એજ પ્રશ્ન પર અટક્યું હતું કે આખરે એવી તે કેવી, ક્યારે અને ક્યાં ચૂક થઈ ગઈ હશે જેનું આવું માઠું પરિણામ! અને એ આટલાં દિવસ ભોગવી છૂટયા પછી પણ દેહની ના સહી પણ આ ચિત્તની પણ પીડા શાંત કેમ ના થઈ શકી? ક્યારેય પરસ્ત્રી માટે મનમાં કામભાવ જાગ્યો નથી. ક્યારેય પરધન માટે લાલચ થઈ નથી. ક્યારેય દુશ્મન માટે પણ કોઈ દ્વેષભાવ જાગ્યો નથી. કોઈ મોહમાયા મને વ્યાપી નથી. ક્યારેય કોઈ વાતનું અભિમાન નથી કર્યું. ના ક્યારેય કોઈની નિંદા કરી છે. હકીકતમાં તો દૂર સપનામાં પણ કોઈનું ખરાબ નથી ઈચ્છયું. કર્મ તો હમેશાં સારાં જ હતાં ને? મેં તો વાણીથી પણ કોઈનું દિલ નથી દુભાયું. ક્યાં કચાશ રહી ગઈ અને શું ભૂલ થઈ ગઈ? જાણતાં નહીં તો અજાણતાં મેં કંઈ ખોટું પગલું તો નથી ભર્યું ને?

આ બધાં વિચારોનાં વમળમાં દેવવ્રત કેટલાંય દિવસથી પીડાતાં હતાં. પિતા તરફથી ઈચ્છા મૃત્યુંનું વરદાન હતું એટલે એમને રાહ હતી તો માત્ર ઉત્તરાયણની જ્યારે સૂર્યનારાયણ દેવની ગતિ બદલાય. રોજ અવનવાં વિચારો એમનાં મનમાં આવતાં. અને મનમાં હમેશાં એક જ પ્રશ્ન ઉઠતો કે આખી જીંદગી બ્રહ્મચર્યનું પાલન કર્યું, પિતાની ઈચ્છા પૂરી કરવા ભીષ્મ પ્રતિજ્ઞા લીધી, હસ્તિનાપુરની ગાદી પર બેસવા વાળની એક દાસ બનીને સેવા કરી. હમેશાં બધાને સારા માર્ગે દોર્યા. મારી ભૂલ ક્યાં થઇ? આ એક સવાલ શાંતનુ અને ગંગાના પુત્ર દેવવ્રતના મનને કોરી ખાતો હતો છેલ્લાં કેટલાંય દિવસથી જ્યારથી એ અર્જુને મારેલાં બાણોની સૈયાં પર સૂતાં હતાં.

મૃત્યુની આગલી રાત્રે રોજની જેમ ભીષ્મ પિતામહને મળવાં માટે કૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી સાથે આવ્યાં. સતાવન દિવસ વીતી ચૂક્યાં હતાં. અને અઠ્ઠાવનમાં દિવસે સૂર્યોદય થતાંજ ભીષ્મ પિતામહ મૃત્યું પામવાના હતાં. તેથી હવે તેમની ધીરજ ખૂટી અને તેમણે શ્રી કૃષ્ણને પૂછી જ લીધું.

"મધુસૂદન, મેં આખી જીંદગી સારા કાર્યો કર્યા. કામક્રોધમોહ લોભ આ બધાથી હું હમેશાં પર રહ્યો. કોઈનું બુરું ના ઈચ્છયું ના કર્યું. તો મને આટલું દુઃખદ મરણ કેમ? મેં તો છેલ્લાં મારાં ૧૦૦ જન્મ પણ જોઈ લીધા. પણ મને એમાં પણ ક્યાંય કોઈ ચૂક કે કચાશ ના મળી જેથી મને આટલી પીડા અને વેદના સહન કરવી પડે. તો હવે આપ જ મને જણાવો કે મારી સાથે આવું કેમ થયું?"

ભીષ્મ પિતામહની વાત સાંભળીને કૃષ્ણએ જવાબ આપ્યો, "તમારી વાત સાચી છે પિતામહ. પણ તમે તમારા ૧૦૧માં જન્મમાં પણ ઝાંખી કરી હોત તો તમને સઘળું સમજાઈ જાત. તમારાં આગળનાં સો જન્મોની જેમ તમારાં એકસોએકમાં જન્મમાં પણ તમે એક રાજકુમાર હતાં. અને પર્યટનમાં નીકળ્યાં હતાં ત્યારે એક કર્કેટા (કાચિંડા જેવું એક નાનું પ્રાણી) તમારાં રથનાં ઘોડાંના અગ્ર ભાગ પર આવીને બેઠું. તમે અજાણતાં જ એને એક બાણથી ઉઠાવીને એને પાછળ ફેંકી દીધું. જે જઈને બોરનાં ઝાડમાં પડ્યું. અને એ જેમ નીકળવાના પ્રયાસ કરતું વધારે અને વધારે કાંટાઓમાં ફસાતું ગયું. અઢાર દિવસ ત્યાં રિબાયા પછી એ મૃત્યું પામ્યું. તેણે તને શ્રાપ આપ્યો હતો કે જેમ મોતની સૈયા પર હું રિબાઈ રહ્યો છું તેમ એ વ્યક્તિ પણ રિબાઈ રિબાઈ ને મરે. બસ એજ ફળ તમે અત્યારે ભોગવી રહ્યાં છો."

કૃષ્ણની વાત સાંભળીને ભીષ્મ પિતામહની મનની ઉષ્માને મહદ અંશે તૃપ્તિ તો થઈ પણ તેમણે ફરી પૂછ્યું.

"મારી અજાણતાં થયેલી ભૂલનું આટલું મોટું પશ્ચાતાપ? અને એ આટલાં જન્મો પછી કેમ?"

કૃષ્ણે હસીને જવાબ આપ્યો.

"તમારી આ વાત પણ સાચી છે. તમારાં આગળનાં સો જન્મોમાં તમે એવું કોઈ પાપ કર્યું જ ના હતું કે તમને એ કર્કેટાંના શ્રાપની સજા મળે. પણ તમે આ જન્મમાં ઘણાં પાપ કર્યા છે."

આ વાત સાંભળીને ભીષ્મ પિતામહને આઘાત લાગ્યો. મેં અને પાપ?

"કયું પાપ મધુસૂદન?"

"શાંતનુ અને સત્યવતીના લગ્નથી લઈને આ મહાભારતના યુધ્ધ સુધી તમે ઘણાં પાપ કર્યા છે.

પિતા શાંતનુની ખુશી માટે મતસ્યકન્યા સારી નીતિ સાથે નથી પરણી રહી એ જાણ હોવા છતાં પિતાના લગ્ન કરાવ્યા અને પછી આગળ પાછળનું વિચાર્યા વિના ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. જે પછી ખોટું થતાં તમે જોતાં રહ્યાં પણ બોલી કે એને રોકી ના શક્યાં.

વિચિત્રવીર્ય મદિરાપાન કરતો, ફૂટ નીતિનો હતો અને ચોપાટ પણ રમતો હતો. એનાં વખાણ કરીને એનાં વિવાહ તમે સત્યવતીના કહેવા પર અંબા, અંબિકા અને અંબાલિકા સાથે કરાવવા લઈ આવ્યા પછી અંબા તો મુક્ત થઈ ગઈ. પણ એ ખોટું હતું.

ધૃતરાષ્ટ્ર અંધ છે એ વાતની જાણ કર્યા વગર ગાંધારીના વિવાહ તમે એમની સાથે કરાવ્યા.

શકુનિ છળ કપટથી રમતો હતો તે તમે જાણી ગયા હતા છતાં ચૂપ રહ્યાં.

દુર્યોધન અને દુશાસન ચીરહરણ કરતાં હતાં ત્યારે તમે દ્રૌપદીના બચાવમાં એક શબ્દ ના બોલ્યાં.

કૌરવો જીતી જશે એમ લાગતા તમે પાંડવોના કહેવા પર તમારા મૃત્યુંની ગોપનીય ખબર તમે એમને જણાવી દીધી. અને શિખંડીના સહારે અર્જુને તમારી આ હાલત કરી.

આ બધાં તમારાં અપરાધ જ હતાં ને?"

આ સાંભળીને ભીષ્મ પિતામહની આંખમાં આંસુ આવી ગયાં.
અને તેમણે કૃષ્ણને સંબોધીને જવાબ આપ્યો.

"એક બાપ તકલીફમાં હોય અને એનું સમાધાન જો પુત્ર ના કરી શકે તો એ પુત્ર હું શું કામ નો? બાપ બીમાર રહેતો હોય, વ્યાકુળ રહેતો હોય, ચિંતિત રહેતો હોય તો ક્યાં દીકરાને આરામ મળે? જાણતો હતો કે મત્સ્યકન્યા હસ્તિનાપુરના મહારાણી બનવાં લાયક નથી પણ એક બાપની ખુશી માટે હું વિવશ બની ગયો હતો. માંનો પ્રેમ તો ક્યારેય મળી નહતો શક્યો પણ બાપની ખુશી એમનાથી છીનવીને બાપની છાયાથી દૂર થવું મને મંજૂર ન હતું.

ભીષ્મ પ્રતિજ્ઞા ના લેત તો પિતાને પળ પળ મરતા જોવત. અને એ મને યોગ્ય ના લાગ્યું. એ સમયે જે યોગ્ય લાગ્યું એ મેં કર્યું. મારી પ્રતિજ્ઞા ખરેખર ભીષ્મ હતી. પણ મારી ભૂલ મને ત્યારે સમજાઈ જ્યારે મેં મારી આંખ સામે ઘણું ખોટું થતાં જોયું. પણ મેં વચન આપ્યું હતું કે આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ અને આખી જિંદગી જે પણ હસ્તિનાપુરની રાજગાદી પર બેસસે એનો દાસ બનીને રહીશ. પછી તો પળે પળે મને અનુભવ થયો કે આ ખોટું થઈ રહ્યું છે પણ એ પ્રતિજ્ઞા એ હમેશાં મને બાંધીને રાખ્યો.

વિચિત્રવીર્ય અંબા, અંબિકા અને અંબાલિકા જ નહીં પણ એક પણ કન્યા માટે યોગ્ય વર ન હતો અને એ વાત હું જાણતો હતો. પણ સત્યવતીને આપેલા વચન સામે મારું ક્યાં કંઈ ચાલે તેમ હતું.

મેં પણ કહ્યું હતું કે ધૃતરાષ્ટ્ર અંધ છે એ વાતની જાણ કર્યા વિના ગાંધારી સાથે વિવાહ કરવા એતો ખોટું કહેવાય. પણ મને તો ત્યારે એક દાસ છું તું દાસ બનીને રહે. એમ કહીને ચૂપ કરાવી દીધો હતો.

શકુનિ કપટી હતો અને એણે બનાવેલાં જાળની જાણ મને પહેલેથી હતી જ પણ હું રાજગાદીનો ચાકર કઈ રીતે પાંડવોને હકીકત જણાવીને એમને એ ચોપાટની રમત રમતાં રોકતો અને બચાવતો. તેમ છતાં મેં પ્રયાસ કર્યો હતો પાંડવોને આ ચોપાટની રમતથી દૂર રાખવા અને સમજાવવા ઘણાં પ્રયત્ન કર્યાં હતાં પણ અંતે તો તમારું ધાર્યું જ થાય છે ને?

દુર્યોધન અને દુશાષને ભરી સભામાં જ્યારે દ્રૌપદીના ચીર હરણ કર્યા ત્યારે તું ખૂબ વિવશ હતો. સભા છોડીને જઉં કે જે ચાલી રહ્યું છે તેનો વિરોધ કરું? પણ વિરોધ કઈ રીતે? હું તો એક નોકર હતો ને! આંખો બંધ કરીને બેસવા સિવાય મારી પાસે કોઈ રસ્તો પણ ન હતો. કારણકે કહેવાય છે ને અન્ન એવો ઓડકાર. એ વખતે મારા પેટમાં દુર્યોધનનું અન્ન હતું. અને મારી રગ રગમાં લોહી પણ એનું જ દોડતું હતું. હું કઈ રીતે એનાં અન્નનું ઋણ ભૂલીને પાંડવોનો પક્ષ લેતો? પણ આજે આ સૈયા પર છું ત્યારે અર્જુનનાં બાણોએ મારાં શરીરમાં એક ટીપું પર રુધિરનું શેષ નથી રાખ્યું. તેથી આજે હું દ્રૌપદી તારી માફી માંગુ છું. હું ચાહતો નતો આવું થાય પણ હું ખૂબ વિવશ હતો. ડગલે અને પગલે મારામાં આટલું બળ અને શક્તિ હોવાં છતાં પણ પોતાનાં સામે લડતાં લડતાં મને હાર અને વિવશતા જ મળી છે.

કૌરવો જીતવાની અણી પર હતાં પણ હું જાણતો હતો કે એ લોકો જીતશે એમાં ભલાઈ કોઈની નથી. એટલે જ મેં પાંડવોને મારા મોતનું રહસ્ય જણાવી દીધું કે કોઈ સ્ત્રી કે સ્ત્રીના વેશમાં હોય એની સામે હું યુદ્ધ કરતો નથી. કારણકે હું જાણતો હતો કે મારા મૃત્યુનું કારણ અંબા જ બનશે. અને એવું જ થયું. એને આધારશિલા બનાવીને અર્જુને મને આ દશામાં મૂક્યો.

આ બધી જ ઘટનામાં મારી ભૂલ હું એક જ માનુ છું મધુસૂદન. અને એ એ છે કે, મેં ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. ના લીધી હોત તો કદાચ ઇતિહાસમાં મહાભારતનું નામ જ ના હોત."

ભીષ્મ પિતામહ ઉપરનો આત્મસંભાષણ કૃષ્ણ સામે રજૂ કરતાં ખૂબ રડી પડ્યા. અને ત્યારે જ નહીં જ્યારે જ્યારે હસ્તિનાપુરની ગાદી સાંભળવા વાળો સત્યવતી, વિચિત્રવિર્ય, ધૃતરાષ્ટ્ર કે દુર્યોધન દ્વારા છળ, કપટ અને કઈક ખોટું થતું જોયું ત્યારે ત્યારે પિતામહ નાના બાળકની જેમ રડ્યાં છે.

આ શબ્દો ભીષ્મના કૃષ્ણ, અને પાંડવોના કાનમાં જ નહીં પણ ત્યાંની હવામાં પણ ગુંજતા રહ્યા અને એટલામાં સૂર્યાસ્ત થયો અને અઠ્ઠાવન દિવસે ભીષ્મ પિતામહે દેહનો ત્યાગ કર્યો.

નમસ્કાર મિત્રો! મેં ઉપર ભીષ્મ પિતામહના જીવનનો આ પ્રસંગ એટલે વર્ણવ્યો છે કારણકે હું નાનપણથી મહાભારત જોતી ત્યારે દરેક વખતે મને મનમાં થતું કે મહાભારતના દરેક પાત્રોમાં સૌથી વિવશ પાત્ર કોઈ હોય તો એ ભીષ્મ પિતામહ જ છે. એમને જીંદગીમાં બધું ત્યાગ્યું માત્ર પિતાની ખુશી માટે અને એમણે પોતે પોતાનું જ નહીં પોતાનાં આસપાસના લોકો માટે પણ દુઃખ વ્હોરી લીધું. દરેક જગ્યાએ એમણે લાચારી જ અનુભવી. વડીલ હોવા છતાં એમની વાતનું ના માન હતું ના એમની લાગણીઓનું કોઈએ સ્વમાન કર્યું. એકલાં કેટકેટલીય સેનાને હંફાવી નાખનાર ભીષ્મ પિતામહ અંદરથી પોતે કેટલાં ભાંગી પડેલા હતાં એ વાત કદાચ કોઈ સમજી નહીં શકે.

પ્રતિલીપીએ આ પૌરાણિક કથાની સ્પર્ધા હેથળ મને આ પ્રસંગ અને ભીષ્મ પિતામહની લાચારી, વિવશતા અને દુઃખ લોકો સુધી પહોંચાડવાની તક આપી એ બદલ આભાર.