Officer Sheldon - 13 books and stories free download online pdf in Gujarati

ઓફિસર શેલ્ડન - 13

( અગાઉ આપણે જોયુ એમ મિસ્ટર વિલ્સન સ્ટોક્સ અને નોકર પોલ વચ્ચે ઝપાઝપી થાય છે અને તેમાં નોકરનુ મોત થાય છે...હવે આગળ જોઈએ )


ઓફિસર શેલ્ડન ફોરેન્સિક લેબમાં પહોંચે છે. સવારે ડોકટર ફ્રાન્સિસનો ફોન આવ્યો હતો અને એ સંદર્ભમાં ઓફિસર ત્યાં પહોંચ્યા છે..


શેલ્ડન : ગુડ મોર્નિંગ ડોક્ટર..


ફ્રાન્સિસ : આવ શેલ્ડન.. તારી જ રાહ જોતો હતો..


શેલ્ડન : બોલો સાહેબ શું શોધી લાવ્યા તમે મારા માટે !!?


ફ્રાન્સિસ : શેલ્ડન જેમ તમારી માહિતી હતી એમ આરોપી મિસ્ટર વિલ્સન અને આ મૃત નોકર વચ્ચે ઝપાઝપી તો થઈ છે. અને તેના નિશાન આના શરીર ઉપર પણ છે. સાથે આ નોકર અચાનક નીચે પટકાયો હશે તેના કારણે તેના માથામાં ઈજા થઈ છે. અને એ આપણે એના એક્સ-રે ઉપરથી સ્પષ્ટ જોઇ શકીએ છે. જો આ.. આ દર્શાવી રહ્યો છે કે રક્તસ્ત્રાવ ( haemorrhage ) આના માંથામાં આપણે જોઇ શકીએ છીએ. આને એક્સ્ટ્રા દુરલ ( extra dural haemmorage ) આપણે કહીએ છીએ.એટલે કે ખોપડીનો સૌથી બહારનુ મજબૂત હાડકાનુ આવરણ હોય એની બહાર અને માથાની વચ્ચે ઇજાના કારણે લોહી જમા થઈ જાય છે.


શેલ્ડન : ઓહ તો આના લીધે આનુ મોત થયુ છે !!!!


ફ્રાન્સિસ : ના એ જ તો આ કેસનો વળાંક છે...


શેલ્ડન : હેં.... તો કેવી રીતે મરી ગયો આ ??


ફ્રાન્સિસ : નરી આંખે જોનારને તો એમ જ લાગે કે આ બે વચ્ચે મારામારી થઈ અને આ પટકાયો અને એમાં એનુ મોત થઇ ગયુ. હા એનાથી મોત થઈ શકે રક્તસ્ત્રાવને કારણે પણ ત્યાં જ આપણે હકીકત ચૂકી ગયા..


શેલ્ડન : હેં... તો આ મર્યો કેવી રીતે પછી એ કહે ને..


ફ્રાન્સિસ : મારી સાથે આવ . તને કંઈક બતાવુ. આની બોડીનુ ઘ્યાનથી અવલોકન કર.કંઈક દેખાઈ રહ્યુ છે તને ?


શેલ્ડન ઘ્યાનથી અવલોકન કરી રહે છે.


શેલ્ડન : આના નાકમાંથી પાણી નીકળી રહ્યુ હતુ કદાચ અને શરીરના સ્નાયુઓ પણ જાણે ખેંચાઈ ગયેલ હોય એવુ લાગે છે .. ડોક્ટર...


ફ્રાન્સિસ : સમજ્યો કઇ ?? અહીં એના ગરદનના ભાગે જો..


શેલ્ડન : આતો કોઈ પિન લે નીડલનુ નિશાન લાગે છે. આ કેમ પહેલા નજરમાં ન આવ્યુ !!!


ફ્રાન્સિસ : એકદમ ખરુ.. આ એટલુ સુક્ષ્મ છે કે મેં જયારે બોડી ૩-૪ વખત તપાસી ત્યારે મને દેખાયુ ..


શેલ્ડન : પણ શું છે આ અને અહીં કેવી રીતે આવ્યુ ?


ફ્રાન્સિસ : શેલ્ડન હજુ મેં બ્લડ રિપોર્ટ જોયા નથી પરંતુ મારા અનુભવ ઉપરથી કહુ છુ કે આને નીડલની મદદથી ઝેર આપવામાં આવ્યુ છે !!


શેલ્ડન : શું વાત કરે છે !!!!


ફ્રાન્સિસ : અને હોય ન હોય આ ઝેર VX જ છે.


શેલ્ડન : આ તે પાછુ કયુ ઝેર !? આના વિશે પહેલા કયારેય કશુ સાંભળ્યુ જ નથી.


ફ્રાન્સિસ : તે સમચારમાં જોયુ હોય તો ૨૦૧૭ માં ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ-જોંગ-ઉનનો ભાઇ કિમ-જોંગ-નામનુ મલેશિયાના એરપોર્ટ ઉપર ખૂન થયુ હતુ.


શેલ્ડન : હા એ સમાચાર તો મેં વાંચ્યા હતા ક્યાંક.


ફ્રાન્સિસ : હા આ એજ છે.બધા જ લક્ષણ સમાન છે. અને હમણા આનો ઉપયોગ ઘણો વધ્યો છે.


શેલ્ડન : આ ઝેર કામ કેવી રીતે કરે છે ?


ફ્રાન્સિસ : આ ઓર્ગેનો ફોસ્ફરસ ગ્રૂપનુ ઝેર છે. શરીરમાં જયારે કોઈ પણ સ્નાયુની હલચલ કરાવી હોય તો તેના માટે ચેતાતંત્રનુ કામ કરવુ જરુરી છે.જ્યારે કોઈ પણ પ્રકારની ઉત્તેજના આવે ત્યારે શરીરમાં ન્યુરો ટ્રાન્સમિશન એટલે સંદેશા વહન માટે acetylcholine નામનો તત્વ છૂટુ પડે છે જે આ સંદેશા વહન માટે ઉપયોગી બને છે.અને તેના દ્વારા જ સ્નાયુઓ સંકોચાય છે અને આપણે હલનચલન કરી શકીએ છીએ.હવે જ્યારે ક્રીયા પૂર્ણ થઈ જાય ત્યારે એ સંદેશા વાહક તત્વનુ છૂટુ પડવુ એટલે કે કામ કરતા બંધ થવુ જરુર છે નહિ તો સ્નાયુઓ સતત ખેંચાતા રહે જેમાં શ્વાસ લેવા માટે કામ કરતા સ્નાયુઓ અંતમાં થાકીને કામ કરતા બંધ થઈ જાય અને વ્યક્તિ મૃત્યુ પામે. શરીર સમાન્ય રીતે તો આ પ્રક્રિયા જાતે જ કરી છે પણ આ ઝેર તેણે થવા દેતુ નથી. પરિણામે શરીરમાં acetylcholine નામનુ સંદેશાવાહક તત્વ ભેગુ થતુ જાય છે અને આગળ કહ્યુ એમ વ્યક્તિ મૃત્યુ પામે છે.


શેલ્ડન : અને આના જે લક્ષણો જે એ આ બોડીમાં પણ આપણે જોઇ શકીએ છીએ.. ખરુ ને.


ફ્રાન્સિસ : એકદમ સાચુ. બ્લડ રિપોર્ટ આવશે એ એની ખરાઈ કરી લેશે પણ હું વિશ્વાસ સાથે કહી શકુ છુ. આ ઝેર VX જ છે.


શેલ્ડન : અને મિસ્ટર વિલ્સન સ્ટોક્સ આ ન કરી શકે કારણકે એને ખબર હતી કે એને ઝપાઝપી કરતા બધા જ જોઈ રહ્યા હતા.અને જો આ રીતે એ નોકરને મારી નાખતો તો સૌથી પહેલા એ જ પકડાતો.


ફ્રાન્સિસ : બિલકુલ સાચુ. કોઈએ બહુ ચાલાકીથી આ ઝપાઝપીનો ફાયદો ઉઠાવીને આને મારી નાખ્યો છે જેથી ગુનાનો ટોપલો મિસ્ટર વિલ્સન ઉપર પડે.


શેલ્ડન : કર્યુ ત્યાં હાજર રહેલા લોકોમાંથી જ છે કોઈએ..


ફ્રાન્સિસ : એજ.....


( જો નોકરનુ ખૂન મિસ્ટર વિલ્સને નથી કર્યુ તો હવે આ કોણે કર્યુ હશે ? આ હકીકત આખા કેસને ઉલટાવી દેશે ?? વધુ આવતા અંકે... )