Tari Dhunma - 16 books and stories free download online pdf in Gujarati

તારી ધૂનમાં.... - 16 - સરપ્રાઈઝ

DJ સમર્થ ના મ્યુઝિક પર બધા ભાન ભૂલી ને ઝૂમી રહ્યા હોય છે ત્યાં ઘરની ડોર બેલ વાગે છે.
નીતિ દરવાજા ની નજીક જ ઉભી ધીમું ધીમું નાચી રહી હોય છે તેથી તે દરવાજો ખોલે છે અને ક્રિષ્ના અંદર આવે છે.
નીતિ તેની સામે જોતા મુસ્કાય છે.
ક્રિષ્ના ની નજરો તરત બધાની વચ્ચે કુશલ ને શોધવા લાગે છે.
અને જલ્દી જ તેને મીત સાથે નાચી રહેલો કુશલ દેખાય જાય છે.
નીતિ : પાણી આપું??
ક્રિષ્ના : હું લઈ લઉં છું.
કહી તે રસોડામાં જાય છે અને પાણી પીને સહેજ વાર ત્યાં જ ઉભી રહે છે.
કુશલ નું ધ્યાન ક્રિષ્ના તરફ જતા તે તરત તેની પાસે આવે છે.
ક્રિષ્ના : સોરી.
તે ધીમેથી કુશલ ના કાનમાં કહે છે.
કુશલ : હજી કેક કાપવાની બાકી છે.
બંનેની ધીમી ધીમી વાતો શરૂ થાય છે.
ક્રિષ્ના : માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં ઈમરજન્સી ચેન્જીસ કરવાના હતા.
એટલે વાર લાગી ગઈ.
અને પછી ગીફ્ટ પણ લેવાની હતી.
કુશલ : શું લાવી??
તે બ્રાઉન કલરની પેપર બેગ જોતા પૂછે છે.
ક્રિષ્ના : બામ્બુ પ્લાન્ટસ.
એક સર માટે અને એક મેમ માટે.
કુશલ : બરાબર.
તે અદપ વાળતા કહે છે.
કુશલ : નર્વસ??
ક્રિષ્ના : કેમ??
તે કુશલ સામે જોતા પૂછે છે.
કુશલ : પહેલી વાર તું તારા સાસરે તારા નવા પરિવારને મળવા આવી છે.
કુશલ ખુશ થતા કહે છે.
ક્રિષ્ના : એટલે જ....
નિશા તેમને વાતો કરતા જોઈ દોડતી તેમની પાસે આવે છે.
નિશા : હાય ભાભી.
હું નિશા.
ક્રિષ્ના : હાય....
નિશા કુશલ સામે જુએ છે અને પોતાની ભમર ઊંચી કરી તેને કોઈ ઈશારો કરે છે.
કુશલ : શું??
નિશા : લઈ જા ને અમારી ભાભી ને તારી સાથે ડાન્સ કરવા.
ક્રિષ્ના કુશલ બંને એકબીજા સામે જુએ છે.
કુશલ : તારે કરવો છે??
ક્રિષ્ના : ચાલો....
નિશા : Woooooohoooooo....

થોડી વાર પછી

સારંગ : ચાલો ચાલો....
સાથે તેના ઈશારા કરવાથી સમર્થ મ્યુઝિક બંધ કરે છે.
સારંગ : આપણે ઘણો ડાન્સ કર્યો.
હવે કેક કાપી લઈએ.
બધા : Yayyyyyy....!!
વ્યોમ : ઓ આજે તો ભાભી પણ આવ્યા છે.
બધાનું ધ્યાન ક્રિષ્ના તરફ જાય છે.
ભક્તિ : ફાઈનલી....!!
આજે મળાયુ તમને.
ક્રિષ્ના મુસ્કાય છે.
સારંગ : અને આ જે નીતિ આન્ટી છે તે મેમ ના ખાસ દોસ્ત હોવાની સાથે સાથે ક્રિષ્ના ના મમ્મી પણ છે.
બધા : ઓહ....!!
કુશલ રસોડામાંથી 2 કેક લઈ બહાર આવે છે અને ટેબલ પર મૂકે છે.
કુશલ : આ ચોકલેટ કેક મમ્મીજી એ બનાવી છે અને આ ફ્રેશ સ્ટ્રૉબેરી કેક.
સારંગ : કુશલ એ બનાવી છે.
વિધિ મુસ્કાય છે અને બંને કેક કાપી વારાફરથી બધાને ખવડાવે છે.
સંજુ : હેપ્પી બર્થ ડે મેમ.
વિધિ જ્યારે તેને કેક ખવડાવવા આવે છે ત્યારે તે વિધિ ને લાલ ગુલાબ આપતા કહે છે.
વિધિ : થેન્કયુ સંજુ.
તે ગુલાબ લઈ હસતાં કહે છે અને સંજુ ને કેક ખવડાવે છે.
છેલ્લે તે કેક ખવડાવવા કુશલ અને ક્રિષ્ના પાસે આવે છે.
ક્રિષ્ના : હેપ્પી બર્થ ડે.
તે વિધિ ને પગે લાગે છે અને તેના માટે લાવેલી ગીફ્ટ તેને આપતા કહે છે.
વિધિ : અરે....!!
તેના ચહેરા પર ખુશી આવી જાય છે.
વિધિ : થેન્કયુ બેટા.
તે ક્રિષ્ના ને ભેટતા કહે છે અને તેને કેક ખવડાવે છે.
વિધિ : સરસ બની છે.
પછી તે કુશલ ને કેક ખવડાવતા કહે છે.

સારંગ : ચાલો, હવે ફટાફટ અહીંયા જગ્યા કરી આપણે બધા સોફાની આગળ બેસી જઈએ.
નીતિ આન્ટી એ તેમની દોસ્ત માટે એક ખાસ પર્ફોમન્સ તૈયાર કર્યું છે.
વિધિ : ઓહ....!!
તે ખુશ થતા નીતિ સામે જુએ છે.
સાંભળીને ક્રિષ્ના પણ ખુશ થાય છે.
નીતિ તેની સાથે લાવેલી પેનડ્રાઈવ તેનો ડાન્સ ટ્રેક પ્લે કરવા સમર્થ ને આપે છે.
બધુ ઓડિયન્સ તેમની જગ્યાએ ગોઠવાય જાય છે.
સમર્થ ટ્રેક પ્લે કરે છે અને નીતિ નું શરીર તેના તાલ સાથે તાલ મેળવી નાચવા લાગે છે.
તેનો ડાન્સ જોતા સૌથી વધારે ખુશી ક્રિષ્ના ના ચહેરા પર હોય છે.
એટલી કે તેની આંખો છલકાય આવે છે.
કુશલ અને ક્રિષ્ના ની બાજુમાં બેઠી ઉન્નતિ ક્રિષ્ના ને આંસુ લૂછતા જોઈ લે છે એટલે તે તેની બાજુમાં બેઠેલા કુશલ ના ખભાને ટપારી તેનું ધ્યાન દોરે છે.
કુશલ ક્રિષ્ના સામે જુએ છે અને ઈશારાથી " શું થયું?? " પૂછે છે.
ક્રિષ્ના : કઈ નહી.
બસ, મમ્મી ને ડાન્સ કરતા જોઈને.
તે હલકું મુસ્કાય છે.

ડાન્સ પત્યા પછી

બધા તાળીઓ પાડે છે.
વિધિ ઉભી થઈ ને નીતિ પાસે આવે છે ને તેને ભેટે છે.
વિધિ : બહુ જ સરસ નીતિ.
નીતિ : મારું પહેલું પર્ફોમન્સ!!
તારા માટે.
નીતિ ખુશ થતા કહે છે.
ભક્તિ : આન્ટી, છવાઈ ગયા તમે તો.
નીતિ : થેન્કયુ બેટા.
નીતિ ને બહુ ખુશી થાય છે.

ડિનર કર્યા પછી સારંગ બધાને બિલ્ડિંગ માં નીચે લઈને આવે છે.
વિધિ ની આંખો પર પટ્ટી બાંધવામાં આવી હોય છે.
વિધિ : સારંગ....
સારંગ : નીચે આવી ગયા બસ.
વિધિ : તારું સરપ્રાઈઝ મને ડરાવી રહ્યુ છે.
સારંગ : તું સોલ્જર છે.
ત્યાં મીત સરપ્રાઈઝ લઈને આવી જાય છે.
અને બધા જ સારંગ ની આટલી સરસ ગીફ્ટ જોઈ સરપ્રાઈઝ થઈ જાય છે.
સારંગ બધાને શાંત રહેવાનો ઈશારો કરે છે એટલે બધા પોતાના ઉદગારો ને સાઈલ્ન્ટ કરી દે છે.
મીત મુસ્કાય છે.
સારંગ વિધિ ની આંખોની પટ્ટી ખોલે છે અને વિધિ ને જે નજારો દેખાય છે તેને તે જોતી રહી જાય છે અને સારંગ તેના આશ્ચર્ય ને જોતો રહી જાય છે.

* * * *


~ By Writer Shuchi



.


Share

NEW REALESED