My Loveable Partner - 49 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 49 - હોસ્પિટલમાં....

20 દિવસ પછી

પૂરી રીતે સારી થઈને હવે કોયલ પણ મુંબઈ આવી ગઈ હોય છે.
અને પાયલ ધીમે ધીમે રિકવર કરી રહી છે જેનાથી બધા ખુશ છે.

કોયલ અને ધારા એકલા રૂમમાં શગુન નું કામ કરી રહ્યા હોય છે.
કોયલ : ધરું, હવે તું સુરત જા.
હું છું અહીંયા.
ત્યાં બધાને તારી જરૂર છે.
ધારા : હા, જઈશ.
કોયલ લેપટોપ પરથી નજર ખસાડી ને સામે બેસી તેના લેપટોપ પર કામ કરી રહેલી ધારા સામે જુએ છે.
કોયલ : આમ જો....
ધારા : બોલને....
કોયલ : આમ જો....
ધારા : શું છે??
તે કોયલ સામે જુએ છે.
કોયલ : તે પરંપરા સાથે વાત કરી??
ધારા : બાકી છે.
કોયલ : કરી લે.
ધારા : હમણાં કામ કરી રહી છું.
કોયલ : એ તને મીસ કરે છે.
કેટલા દિવસથી સરખી વાત નથી થઈ તમારી.
કરી લે ને.
ધારા : કરી લઈશ ને.
તે અકળાય છે.
કોયલ : લઈશ નહી.
હમણાં કર.
ધારા : તું પણ તારું કામ કર યાર.

* * * *

મમ્મી : તબીયત સારી છે ને તારી??
પરંપરા : હા, મમ્મી.
મમ્મી : કઈ વધારે થતું નથી ને??
પરંપરા : ના ના.
મમ્મી : સરસ.
પરંપરા : ઘરમાં પણ બધુ બરાબર છે.
અચ્છા, ધરું સાથે વાત થઈ તમારી??
મમ્મી : ગઈકાલે રાત્રે થયેલી.
પણ મે કીધું નથી એને.
પરંપરા : આજે વાત થાય તો કહેજો ને એને કે મને અને સ્મિત ને ફોન કરે.
મમ્મી : હા.
તારા પપ્પા તો એટલા ખુશ થઈ ગયા છે કે વાત નહી પૂછ.
મમ્મી હસતાં હસતાં કહે છે.
પરંપરા : અહીંયા પણ એવું જ છે.
મમ્મી પપ્પા અને બધા એટલા ખુશ થઈ ગયા છે.
તે પણ ખુશ થતા કહે છે.
મમ્મી : થાય જ ને વળી.
પરંપરા : તું જમી મમ્મી??
મમ્મી : આ બેસી જમવા.
પરંપરા : શું બનાવ્યું છે??
મમ્મી : આજે....
ભીંડા, ચેવટી દાળ - ભાત અને રોટલી.
પરંપરા : અરે....
હું આવી જાઉં જમવા??
મમ્મી : આવી જા.
સાથે બેસીએ.
બંને જણા હલકું હસે છે.
પરંપરા : સારું, હવે પછી વાત કરીએ.
મમ્મી : હા, બેટા.
તારું ધ્યાન રાખજે.
પરંપરા : હા.

* * * *

રાહત : જી, કોણ??
કોયલ : હાય....
હું પાયલ ની ભાભી કોયલ વાત કરી રહી છું.
રાહત : ઓહ કોયલ....!!
હાય....
કોયલ : વાત કરી શકું હમણાં??
રાહત : હા, બોલો....
પાયલ ને કેવું છે??
કોયલ : એને સારું છે.
મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે.
રાહત : કહો....
કોયલ એ ફોન સ્પીકર પર રાખ્યો હોય છે.
યશ અને માસી (યશ અને પાયલ ના મમ્મી) પણ બંનેની વાતો સાંભળી રહ્યા હોય છે.
કોયલ : તમે હજી મુંબઈ માં હોવ તો પાયલ ને મળવા આવી શકો છો??
રાહત : જી જી....
હું હજી 4 દિવસ છું મુંબઈ માં.
સાંભળી માસી ના ચહેરા પર મુસ્કાન આવી જાય છે.
કોયલ : તમને ક્યારે ફાવશે??
રાહત : સાંજે 6 વાગ્યા પછી....
કોયલ : ઓકે.
તો કાલે સાંજે Shinez હોસ્પિટલ....
રાહત : હોસ્પિટલ....
તે ધીરેથી બોલે છે.
કોયલ : હા.
પાયલ માટે સરપ્રાઈઝ છે.
રાહત : હમણાં તો તમે કહ્યુ એને સારું છે....
રાહત નમ પાડતા અવાજે કહે છે.
કોયલ : એ તો આખો દિવસ ટ્રીટમેન્ટ ચાલે છે એટલે હોસ્પિટલમાં રહે છે.
રાહત : ઓહ.
હું આવી જઈશ.
કોયલ : થેન્કયુ.
રાહત : અરે....
એમાં શું....
મળીએ કાલે.
કોયલ : હા.
તમે હોસ્પિટલ આવો ત્યારે મને ફોન કરજો.
નીચે લેવા આવવા માટે.
રાહત : જી હા.
કોયલ : ઓકે બાય.
રાહત : બાય.

માસી : હવે કાલે....
યશ : અમે સાચવી લઈશું.
માસી : તે ગુસ્સે નહી થાય તો સારું.
યશ : નહી થાય મમ્મી.
તે આશ્વાસન આપે છે.

* * * *

ધ્વનિ : મારી સાથે શું કામ ગુસ્સામાં વાત કરી રહી છે??
તે ફોન પર ધારા ને ટોકતા કહે છે.
ધ્વનિ : મને કોઈ વાંધો નથી.
પણ તને જણાવી રહી છું ખાલી કે પરંપરા નો તારા ખબર પૂછવા મને ફોન આવ્યો હતો કે ધારા વાત નથી કરી રહી.
ધારા : યાર....!!
ધ્વનિ : ટેન્શન બધાને હોય ધારા.
એમાં આમ વર્તન કરવાથી શો ફરક પડી જવાનો છે??
અમે બધા તારી નજીકના છીએ એટલે બહુ ખોટું નહી લગાડીએ પણ....
ધારા : સોરી.
ધ્વનિ : પરંપરા ને કહે.
ધારા : હા, કરું છું એની સાથે વાત.
ધ્વનિ : હમણાં જ.
ધારા : હા.
ધ્વનિ : ઉભી રહે....
હું જ કોલ કરું.
આપણે સાથે વાત કરીએ.

પરંપરા : હેલ્લો....
ધારા : હાય....
પરંપરા : ધરું....
કેમ છે તું??
ધારા : સારી છું.
પરંપરા : તું રડી રહી છે??
ધ્વનિ : હાય પરંપરા....
પરંપરા : તમારી બંને વચ્ચે કઈ....
ધ્વનિ : કઈ નથી થયું.
એ બહુ દિવસે વાત કરી રહી છે ને એટલે.
પરંપરા : એક મિનિટ....
હું સ્મિત ને સાથે કનેક્ટ કરું.
સ્મિત : કેબિનમાં જ છું પરંપરા.
પરંપરા : ધરું અને ધ્વનિ પણ વાત કરી રહ્યા છે.
સ્મિત : ઓહ હાય....
ધ્વનિ : હાય....
સ્મિત : ધરું....
ધારા : સાંભળું છું....
સ્મિત : કોઈનો મૂડ નથી લાગતો આજે.
પરંપરા : તો એકદમ મૂડ સેટ થઈ જાય એવી વાત કહી દઈએ ને.
ધ્વનિ : કઈ વાત....
સ્મિત : તમે બંને....
તમે બંને....
ધારા : હું અને ધ્વનિ??
સ્મિત : તમે બંને....
તમે બંને....
ધારા : ઓહ હો....
હવે આગળ બોલ....
ધ્વનિ : હા....
અમે બંને પછી શું??
સ્મિત : તમે....
પરંપરા : કોઈ આવી રહ્યુ છે જલ્દી તમને બંને ને માસી માસી કહી બોલાવવા.
ધ્વનિ : વોટ????
ધારા : આર યુ સીરીયસ ગાઈઝ....??
બંને ના ચહેરા પર એકદમ ખુશી છવાય જાય છે.
સ્મિત - પરંપરા : યસ.
ધ્વનિ : ઓહ માય ગોડ....!!!!
ધારા : આઈ એમ સો હેપ્પી.
પરંપરા : અમે પણ.
ધારા : પાપા ટુ બી....
તૈયાર છો ને....
સ્મિત : હજી તો વાર છે....
ધારા : જરાય વાર નથી.
સ્મિત : ચીલ.
હું તો મસ્તીમાં કહેતો હતો.
તું તો મને સંભળાવવા માંડી.
પરંપરા ને હસવું આવે છે.
ધારા : હવે મારી બેન ને કઈ થયું છે ને તો હું તને જ સંભળાવીશ.
સ્મિત : અને જો મને કઈ થઈ ગયુ તો??
ધારા : તને અલાઉડ નથી.
હવે તને કઈ નહી થઈ શકે.
ધ્વનિ : પાર્ટી જોઈએ.
એ પણ મોટી.
ધારા : સૌથી મોટી.
ધ્વનિ : હા....
સ્મિત : મળશે મળશે જલ્દી મળશે.
ધારા : એટલે ક્યારે??
પરંપરા : મળશે હવે.
એટલી રાહ જો.
ધારા : મારાથી તો નહી જોવાય.
ધ્વનિ : મારાથી પણ નહી.
બંને હસતાં હસતાં કહે છે.
પરંપરા : તમે બધા સાથે હોવ અને વાત થાય એવું હોય ત્યારે પાછો કોલ કરજો.
ત્યાં બધાને આ ગુડ ન્યુઝ આપવા.
ધારા : ઓકે.
પરંપરા : મારાથી રહેવાતું નહી હતુ તને કીધાં વગર એટલે....
ધ્વનિ : નહી જ રહેવાય ને તો....
તમે બંને બધુ તમારા જીવનનું એકબીજા સાથે બાળપણથી શેર કરતા આવ્યા છો.
સ્મિત : કઈ પણ બને ને તો ઘરમાં બધાને ખબર પાડતા પહેલા બંને એકબીજાને કહી દે.
ધ્વનિ : હંમ....
સ્મિત : પાયલ ને સારું છે??
ધારા : તે હિંમત રાખી રહી છે અને વધારે ને વધારે ખુશ રહેવાની કોશિશ કરી રહી છે.
પરંપરા : મારી વાત થયા કરતી હોય છે એની સાથે.
ધ્વનિ : તમે લોકો મુંબઈ આવોને.
મમ્મી પપ્પા સાથે પણ.
આપણે અહીંયા પાર્ટી કરીએ.
પરંપરા : એ નક્કી કહી નહી શકાય.
કારણ કે હવે મારાથી શહેરની બહાર નહી જવાય.
ધ્વનિ : ઓહ હા કે....!!
સ્મિત : ઓનલાઈન થશે ને.
ધારા : હા.
પણ એમાં એવી....
ધ્વનિ : મજા નહી આવે આઈ નો.
ધારા : હગ પણ નહી કરાય.
પરંપરા : આઈ નો.
આઈ મીસ યુ ગાઈઝ.
ધારા : સેમ હીયર.
સ્મિત : ઓકે, હવે ફરી કોઈએ રડવાનું
નથી.
ધ્વનિ : હંમ.

* * * *

હોસ્પિટલ

રાહત : હાય પાયલ....
પાયલ : રાહત....
તેને જોતા પાયલ આશ્ચર્ય પામે છે.
રાહત : કોફી??
તે મુસ્કાય ને પૂછે છે.
હોસ્પિટલ રૂમમાં બેડ પર સૂતી પાયલ પાસે ઉભા કોયલ અને મમ્મી સામે જોઈ છે.
માસી : કેમ છો બેટા??
રાહત : ફાઈન.
માસી : કામ કેવું ચાલે છે??
રાહત : સરસ ચાલે છે.
કોયલ : હાય....કોયલ....
રાહત : હાય....
બંને મુસ્કાય છે.

કોયલ : અમે બહાર છીએ.
માસી : હા....
તમે બેસો બેટા.
રાહત : હા.
માસી અને કોયલ રૂમમાંથી બહાર આવી જાય છે.

રાહત : સરપ્રાઈઝ....
પાયલ : તને....
રાહત : ગુસ્સો આવી રહ્યો છે??
પાયલ : મને??
રાહત : તારો ચહેરો મને કઈ કહી રહ્યો છે.
તે પાયલ ની પાસે આવે છે.
પાયલ : તને....
રાહત : કહેવું જરૂરી છે કે મને....
પાયલ : હા.
તે કડક અવાજમાં કહે છે.
રાહત : એટલું જરૂરી છે??
પાયલ : હા.
રાહત : નહી કહું તો??
પાયલ : તો....
તો....
રાહત : ફરી ટેન્શનમાં આવી ગઈ....!!
ચીલ, આજે તું મને જવાનું કહે ને....
તો પણ હું નથી જવાનો.
કહેતા તે ફરી મુસ્કાય છે.
પાયલ ની નજર નીચે જોવા લાગે છે.
રાહત : એક વાત પૂછું....
સાચે સાચો જવાબ આપીશ....
પાયલ કોઈ જવાબ નથી આપતી.
રાહત : ક્યાં સુધી આંસુઓ રોકી રાખીશ??
ફરી પાયલ પાસે કોઈ જવાબ નથી હોતો પણ તેની આંખો રાહત ને જવાબ આપી દે છે.
રાહત : આના માટે જ હું આવ્યો છું.
પાયલ : તું મારા આંસુ જોવા આવ્યો છે??
રાહત : કહી શકાય.
પાયલ : જા તું....
રાહત : જાઉં??
પાયલ : હા, જા....
રાહત : કોફી લઈને આવું??
તે થોડો દૂર જતાં કહે છે.
પાયલ : તું આવવાની ના કહી શકતો હતો.
રાહત : મારે તને આમ પણ મળવું હતુ.
પાયલ : પ્લીઝ રાહત....
રાહત ફરી પાયલ ની નજીક આવે છે.
રાહત : આપણે બંને જાણીએ છીએ.
પાયલ : પણ એનું શું??
રાહત : ડર લાગવો....
પાયલ : વાત માત્ર ડરની નથી.
તું મારી હાલત જોઈ રહ્યો છે.
રાહત : અને હું તારી સાથે રહેવા માંગુ છું.
પાયલ : રાહત....
રાહત : હજી કેટલી વાર લગાડવી છે આપણે એકબીજાને કહેવામાં??
પાયલ : તો તું ઘરે આવ્યો ત્યારે નહી કહી શકતો હતો??
રાહત : ત્યારે....
એ છોડ....
અત્યારે કહી રહ્યો છું ને.
પાયલ : પણ તું મારે માટે અહીંયા નહી અટક.
તારું આખું કરિયર....
રાહત : પૈસા અને લાગણીઓ માંથી હું લાગણીઓને પસંદ કરીશ.
પાયલ : પણ અત્યારે....
રાહત : લગ્ન કરીશ મારી સાથે??
પાયલ : રાહત....!!
રાહત : હા કે ના??
પાયલ : રાહત....!!
રાહત : આઈ એમ સીરીયસ.
પાયલ : હોસ્પિટલમાં....
રાહત : દુનિયાની સૌથી સીરીયસ જગ્યાઓમાંથી હોસ્પિટલ પણ એક છે.
તો અહીંયા જ કેમ નહી??
પાયલ : આ બોલીવુડ પિક્ચર નથી જે બધા ખુશ થઈ ને હોસ્પિટલમાં લગ્ન કરાવે.
રાહત : હું તો અહીંયા માત્ર પ્રપોઝ કરી રહ્યો છું.
બંને એકબીજાની સામે જુએ છે.
પાયલ : મારે બેઠા થવું છે.
રાહત : બેડ ઉપર કરું??
પાયલ : હંમ.
રાહત પાછળ જઈ બેડ ઉપર કરે છે એટલે પાયલ જરા સરખી થાય છે.
પાયલ : અહીંયા બેસ.
તે બેડ પર રાહત ના બેસવાની જગ્યા કરતા કહે છે.
રાહત ધીમેથી બેસે છે અને તેના બેસતા જ પાયલ તેને ભેટી પડે છે.
રાહત હલકું મુસ્કાય છે.
પાયલ : આઈ એમ રેડી.
રાહત : પૂરા રેડી??
પાયલ : યસ.
રાહત : આઈ લવ યુ.
પાયલ : આઈ લવ યુ ટુ.
તે હસતાં હસતાં કહે છે.
રાહત ફરી તેને ભેટી પડે છે.

* * * *


~ By Writer Shuchi



.