My Loveable Partner - 51 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 51 - Celebrations

ધારા : બહુ વિચાર્યું બહુ વિચાર્યું પણ શું બોલવું તે નક્કી નહી કરી શકી.
અત્યારે પણ કહું તો અંદરથી મારી....
છેલ્લી આટલી નર્વસ ક્યારે હતી તે યાદ નથી.
તે મરીન ડ્રાઈવ પર સાંજના સમયે ઘણા લોકો ની અને પોતાની ટીમ શગુન ની સામે ઘૂંટણિયે બેસી, હાથમાં વીંટી લઈ ફાઈનલી ધ્વનિ ને પ્રપોઝ કરી રહી હોય છે અને ધ્વનિ નો ચહેરો જોઈ તેને થતું આશ્ચર્ય અને ખુશી સાફ સમજી શકાતા હોય છે.
ધારા : તને કહેવું તો ઘણું છે પણ અત્યારે જાણે મગજ આમ હેન્ગ થઈ ગયુ છે.
શબ્દો યાદ નથી આવી રહ્યા.
સાંભળી ધ્વનિ હસે છે.
યશ આખી પ્રપોઝલ ની વિડિયો મોબાઈલમાં શૂટ કરી રહ્યો હોય છે.
ધારા : અને એક બીજું કન્ફ્યુઝન પણ છે....
તને આટલું બધુ થેન્કયુ કહું કે પછી આઈ લવ યુ.
ધ્વનિ ફરી મુસ્કાય છે.
ધારા : એમ લાઈફ બરાબર જ ચાલી રહી હતી પહેલા પણ તારા આવ્યા પછી....લાઈફ જાણે એક Celebration બની ગઈ છે.
રોજ જીવવાનો વધારે આનંદ આવે છે.
કહેતા તે મુસ્કાય છે.
ધારા : અને સૌથી ખાસ વાત શું થઈ ખબર છે....
ધ્વનિ : શું??
ધારા : મને એવું કોઈ મળી ગયુ જેને હું ગભરાયા વિના પરંપરા ની ફરિયાદ કરી શકું.
કહેતા કહેતા તેને હસવું આવી જાય છે.
અને સાંભળીને પણ બધા હસી પડે છે.
હસતાં હસતાં સ્મિત પરંપરા સામે જુએ છે.
ધારા : સો....
ધ્વનિ : સો....??
ધારા : વીલ યુ મેરી મી??
ધ્વનિ : વિચારવું પડશે.
ધારા : જરા જલ્દી વિચારજે.
ધ્વનિ : હવે તે પ્રપોઝ કરવામાં આટલું વિચાર્યું તો મારે થોડું તો વિચારવું પડશે ને.
તે બધાની સામે જોતા કહે છે.
ધારા ઉંડો શ્વાસ લે છે.
યશ : ચાલ, 5 સેકન્ડ છે તારી પાસે.
ધ્વનિ : ફક્ત 5??
યશ : તો 6 લઈ લે.
ધ્વનિ : હંમ.
તે વિચારવાનું નાટક કરે છે.
પાયલ : જલ્દી....
પરંપરા : 6....
સ્મિત : 5....
યશ : 4....
કોયલ : 3....
રાહત : 2....
બધા : 1....
ધ્વનિ : યસ....!!
તે ધારા સામે હાથ આગળ કરતા કહે છે.
ધારા ખુશ થઈ તેને વીંટી પહેરવી દે છે અને ઉભી થઈ તરત ધ્વનિ ને ભેટી પડે છે.
પાયલ : Congratulations....!!
યશ : And Celebrations....!!
બંનેને આટલા ખુશ જોતા પરંપરા ની આંખોમાં ખુશીના પાણી આવી જાય છે.
ધારા પણ ધ્વનિને ભેટી રડી પડે છે.
ધ્વનિ : અરે....!!
તે ધીમેથી કહેતા ધારા ના માથે હાથ ફેરવવા લાગે છે.

સહેજ વાર પછી

ધ્વનિ : તમને બધાને ખબર હતી??
પાયલ : મને નહોતી ખબર.
ધારા : એક્ચ્યુલી, હું....
સ્મિત : બધી વાતો પછી.
હવે પહેલા આપણે આપણાં પાર્ટી ડેસ્ટિનેશન પર જઈએ.
કારણ કે જલ્દી પાછા ઘરે આવવા કહ્યુ છે.
રાહત : હા....હા.
ધ્વનિ : એક મિનિટ....
એટલે અહીંયા ગાડી....
યશ : એ ધરું એ પાછળથી આગળ બેઠી કોયલ ને મેસેજ કરીને કીધું કે હું પ્રપોઝ તો અહીંયા જ કરીશ.
ધ્વનિ ને દરિયા બહુ ગમે છે.
અને પછી કોયલ એ મને કીધું અને....
ધ્વનિ ધારા સામે જુએ છે.

સ્મિત : ચાલો, બધા જલ્દી ગાડીમાં બેસો....

* * * *

પાયલ : ઓહ માય ગોડ....!!
પરંપરા : આખું ક્લબ હાઉસ બૂક કરી દીધું??
તે સ્મિત સામે જોતા નવાઈ પામતા પૂછે છે.
પાયલ : આટલા ઓછા સમયમાં આટલી સરસ સજાવટ....
ધારા : માન ગયે સ્મિત જીજુઓર રાહત જીજુ.
ધ્વનિ : સાચે યાર....!!
આખા ક્લબ હાઉસમાં આપણા સિવાય કોઈ નહી આવશે.
રાહત : યસ.
આખું ક્લબ હાઉસ પૂરા 4 કલાક માટે આપણું છે.
પાયલ : ગરબા કરવાની કેવી મજા આવી જાય.
રાહત : તો કરવાના જ છે ને.
યશ : ધીસ ઈઝ અન્એક્સપેક્ટેડ.
આખું ક્લબ હાઉસ....!!
રાહત : ક્રેડિટ ગોઝ ટુ સ્મિત.
સ્મિત : આઈડિયા રાહતનો હતો.
રાહત : પણ સ્મિત એ એક કોલ કર્યો અને બધુ સેટ.
કોયલ : સૌથી પહેલા શું કરવાનું છે??
હવે એ જલ્દી બોલોને....
પરંપરા : હા....
સ્મિત : જે કરવું હોય તે.
અહીંયા કોઈ સર્વિસ આપવા માટે પણ આપણે જ્યાં સુધી બોલાવીએ નહી ત્યાં સુધી આવશે નહી.
પાણી ની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
મ્યુઝિક સિસ્ટમ તૈયાર છે.
પાયલ : તો ગરબા શરૂ કરીએ ચાલો.
રાહત : ચાલો....

1 કલાક પછી

પાયલ : હવે બેસીએ....
તે પાણી પીતા અને થોડું હાંફતાં કહે છે.
રાહત : ઓલ ઓકે??
પાયલ : હા.
યશ ગરબા બંધ કરે છે અને બધા બેસે છે.
કોયલ : મજા આવી ગઈ ને....
ધારા : હા....
ધ્વનિ : મને તો હજી માનવામાં નથી આવતું.
આવા Celebrations તો સપના જ લાગે.
ઘરે કોઈ કઈ કરવા જ નહી દે.
તે ખુશ થતા કહે છે.
યશ : હવે તો Celebration પર Celebration પર Celebration અને એના પર પણ Celebration થયા જ કરશે.
ધારા : તું તારા લગ્નની વાત કરી રહ્યો છે ને....
પરંપરા : લાગ્યું જ મને.
રાહત : ક્યારે છે તમારા લગ્ન??
યશ : કોને ખબર....??
ધારા : શું કોને ખબર??
કોયલ : એક્સક્યુ મી??
તે યશ સામે જુએ છે.
યશ : એટલે હવે નથી વિચાર્યું.
પાયલ : તો કોને ખબર કહી દેવાનું??
યશ : હવે અમને ક્યાં ઉતાવળ છે....
તે કોયલ સામે જોતા કહે છે.
કોયલ નો ચહેરો થોડો ઉદાસ થઈ જાય છે.

સ્મિત : હવે....
ધારા : હવે વારો છે પ્રેમના વરસાદનો.
પરંપરા : ના યાર એ નહી.
ધારા : ડરી ગઈ મારી બેન....
પરંપરા : ના.
ધારા : ઈટસ ઓકે.
હું જેલસ નહી થાઉં.
તું લે તારે....
તારા પતિની સાઈડ.
પરંપરા : ધરું....
પાયલ : બસ હવે....
તમારી ટ્રેન અહીંયા જ અટકાવો.
સ્મિત : એ મુશ્કેલ છે.
આટલા દિવસે મળ્યા છે તો ક્યાંથી અટકે.
તે હલકું હસતાં કહે છે.
ધ્વનિ : પોઈન્ટ.
કોયલ : આઈ મીસ ધીસ.
આપણે બધા એકસાથે....
પાયલ : આઈ મીસ ધીસ ટુ.
યશ : રાહત જીજુ....
રાહત : નામથી બોલાવને યાર....
યશ : હા, સોરી....
યશ : તમને પાયલ એ ઘણી બધી વાતો કરી જ છે અમારા વિશે તો....
રાહત : કઝીન્સ ક્વિઝ રમાવાની છે??
યશ : યસ.
રાહત : બધા જવાબ બરાબર આપ્યા તો....
યશ : તો....
સ્મિત : કેક ખાવા મળશે.
રાહત : ઓકે.
યશ : પહેલો સવાલ....
ધારા ને શું નથી ગમતું??
રાહત : એનું નામ.
ધારા : રાઈટ.
યશ : અ....
ધારા : યશ ને બધા પોતાની જોબ છોડીને શું બનવાની સલાહ આપે છે??
રાહત : સ્ટેન્ડ અપ કોમેડીયન.
તે મુસ્કાય છે.
ધારા : પાયલ ને સૌથી વધારે ગુસ્સો કોના પર આવે છે??
રાહત : હાલ તો ડોક્ટરો ઉપર.
તે પાયલ સામે જોતા કહે છે.
પાયલ : કરેક્ટ.
તે હસી પડે છે.
પરંપરા : યશ અને કોયલ કેટલા વખતથી એકબીજાની સાથે છે??
રાહત : 15??
પાયલ : અહંમ....
રાહત : તો 18....20....
પાયલ : વેરી ક્લોઝ....
રાહત : 22....!!
પાયલ : 25.
રાહત : ખરેખર??
કોયલ : હા.
રાહત : ધેટસ ગ્રેટ.
Congratulations Guys.
યશ - કોયલ : થેન્કયુ.
ધ્વનિ : સ્મિત અને પરંપરા ના લવ મેરેજ છે કે પછી....
રાહત : જોઈને તો લાગી રહ્યુ છે કે લવ મેરેજ હશે.
પરંપરા : યસ.
યશ : છેલ્લો સવાલ....
કોયલ : 1 મિનિટ....
ઘરેથી ફોન આવ્યો.
યશ : નહી ઉપાડ.
કોયલ : પપ્પાનો છે.
યશ : એ....
કોયલ બધાથી દૂર જઈને ફોન ઉપાડે છે.

કોયલ : હા, પપ્પા....
માસા : તમે બધા સાથે જ છો ને??
કોયલ : જી પપ્પા.
માસા : અને બધુ બરાબર છે ને??
કોયલ : હા.
માસા : સારું.
કોયલ : અમને આવતા વાર લાગશે....
તે જરા ડરતા ડરતા ધીમેથી કહે છે.
માસા : હા, વાંધો નહી.
હું કહી દઈશ.
તમે તમારે મજા કરો.
કોયલ : થેન્કયુ પપ્પા.
માસા : હંમ.
પછી વાત કરીએ.
કોયલ : જી.
માસા ફોન મૂકી દે છે અને બધા પાસે પાછી આવે છે.
ધારા તેને ઈશારાથી " ઓલ ઓકે?? " પૂછે છે ને કોયલ " હા " માં જવાબ આપે છે.

સ્મિત : ચાલો, કેક આવી ગઈ....
રાહત : 1 મિનિટ....
વેઇટર બીજી બે કેક અને ડીશ, ચમચી બધુ લઈ અંદર આવે છે.
પાયલ : 3 કેક....!!
રાહત : ખવાય જશે.
કહેતા તે મુસ્કાય છે.
યશ : આજે જમવામાં કેક છે.
તે હલકું હસતાં કહે છે.
રાહત : યશ, ત્યાં સ્પીકર ની બાજુના ટેબલ પર પાર્ટી બોમ્બ મૂક્યા છે.
યશ : આ....મળી ગયા.
રાહત : એ તારે ફોડવાના છે.
યશ : ઓકે.
પરંપરા : કેક થી થોડા દૂર જઈને.
યશ : હા હા.
યશ 4 માંથી 2 બોમ્બ કોયલ ને ફોડવા આપી દે છે.
ધ્વનિ : CONGRATULATIONS POWER GIRLS....!!
તે બહારથી પિંક કલરની કેક પર લખેલું વાંચે છે.
રાહત : Yes, DEAR POWER GIRL.
તે ધ્વનિ સામે જોતા કહે છે.
ધ્વનિ ને કઈ સમજાતું નથી.
ધારા : અને બીજી આ તમારી કેક છે પરંપરા.
આના પર MUMMY PAPA TO BE લખ્યું છે.
અને....
યશ : એટલે આ આખી કેક તમારે જ ખાવી પડશે.
ધારા : હું એ જ કહેવા જતી હતી.
યશ અને ધારા એકબીજાને હાઈ - ફાઈ આપે છે.
પાયલ : POWER GIRLS એટલે??
રાહત : ધ્વનિ અને ધારા.
ધ્વનિ : અમે??
તેને નવાઈ લાગે છે.
રાહત : માન્યું, મંજૂરી ક્યારની મળી ગઈ છે પણ હજી આ એટલું પણ સહેલું નથી ઈન્ડિયામાં.
આમ સમાજની વચ્ચે 2 છોકરી કે છોકરીઓ ખુલીને સાથે ફરવું આની સાથે કે એ લોકો એકબીજાને પ્રેમ કરે છે.
ઘણા લોકો પહેલા પણ સમજતા હતા અને હવે વધારે સારી રીતે અને વધારે લોકો સમજતા થયા છે.
પણ જે નહી સમજે એમને સમજાવવું મુશ્કેલ બને છે.
અને હજી પણ કેટલાક નું સાથે રહેવું, વાતો કરવું કે ફરવું મુશ્કેલ છે.
ત્યારે તમને બંને ને તમારા પરિવારનો સાથ, સહકાર અને પ્રેમ મળ્યા જ કરે છે.
તમે બંને ખૂબ લકી અને હિંમત વાળી છો.
સાથે મક્કમ છો એટલે POWER GIRLS.
અને આજે ધારા એ ધ્વનિ ને આમ જોઈએ તો બધાની સામે ખુલી ને પ્રપોઝ કર્યું છે એટલે CONGRATULATIONS.
તમે બંને આ જ રીતે એકબીજાની સાથે રહો.
ધારા, ધ્વનિ અને પાયલ ની આંખો ભીની થઈ આવે છે.
બાકી બધા રાહત સાથે તાળી પાડી તેમને વધાવી લે છે.
ધ્વનિ ને પોતાનું ઘર, પોતાનો પરિવાર યાદ આવી જાય છે.
ધારા તેને ભેટી પડે છે.

* * * *

પરંપરા : આવું Celebration આપણે દર મહિને એક વખત કરી જ લેવાનું.
જ્યાં આપણા સિવાય બીજું કોઈ નહીં હોય અને કામનું પણ ખાસ ટેન્શન નહી હોય.
પાયલ : આઈ એગ્રી.
આવું નહી તો કઈ બીજું પણ આપણે ભેગા થઈને કઈ કરવું જોઈએ.
એકદમ રીફ્રેશ થઈ જવાય છે આવું કઈ પણ ભેગા મળીને કરવાથી.
પરંપરા : હેં ને.
તે ખુશ થાય છે.
ધારા : રીચાર્જ.
આપણે બધા મળીને એકબીજાને રીચાર્જ કરીએ છીએ.
સ્મિત : સાચી વાત.
બધા બિલ્ડિંગ ની ટેરેસ પર ઢળતી રાતે એકબીજાના ખોળે માથું મૂકી સૂતા સૂતા વાતો કરી રહ્યા હોય છે.
અને બધાના ખૂબ આગ્રહ કરવાથી રાહત પણ બધા સાથે ઘરે આજે ફરી રોકાય ગયો હોય છે.
તે પણ ખુશ હોય છે.
રાહત : 1 વાત કહું....
યશ : બોલો....
રાહત : મને ખરેખર એવું લાગી જ નથી રહ્યુ કે હું તમારી આ ગેંગમાં નવો આવ્યો છું.
કહેતા તે મુસ્કાય છે.
ધ્વનિ : મને પણ હવે તો એવું લાગવા માંડ્યું છે જાણે હું તમને બધાને વર્ષોથી ઓળખું છું.
તે પણ કહેતા મુસ્કાય છે.
કોયલ : મને હવે અફસોસ થાય છે કે આટલા વર્ષ US રહીને મે કેટલું બધુ આવું મીસ કર્યું.
ધારા : એવા બધા અફસોસ નહી કરવાના.
હવે તો તું સાથે જ રહેવાની છે ને.
કોયલ : હા.
પાયલ : હવે અમે તને કશે જવા પણ નહી દઈએ.
તું ચિંતા નહી કર.
બધા હસે છે.
ધારા : થેન્કયુ ગાઈઝ....
સ્મિત : ચાલ હવે.
પરંપરા : બહુ મોટી થઈ ગઈ છે તું??
ધારા : નહી.
પણ હવે થવાની છું.
યશ : એ તો આપણે બધા જ મોટા થવાના.
પાયલ : યશ....!!
યશ : વોટ??
પાયલ : થોડા સારા જોક કર.
યશ : એટલે કેટલા સારા??
રાહત : તારા જેટલા સારા.
ધારા : વાહ....!!
શું સરસ જવાબ આપ્યો છે જીજુ.
રાહત :તમે બધા મને નામથી બોલાવોને યાર.
સ્મિત : હા, યાર.
મને નામથી બોલાવો છો તો....
ધારા : ઓકે.
પણ મોટાઓની સામે જીજુ કહીશું.
રાહત : એ ચાલશે.
અચાનક પરંપરા ઉભી થાય છે.
સ્મિત : શું થયું??
પરંપરા : હું નીચે જઈને આવું.
મને....
કહી તે મોઢા પર હાથ મૂકી ફટાફટ ચાલવા લાગે છે.
ધારા અને ધ્વનિ તેની સાથે નીચે જાય છે.

સહેજ વાર પછી ત્રણેય ફરી ઉપર આવી જાય છે.
પાયલ : ઓલ ઓકે??
ધારા : હા.
કોયલ : કેટલા વાગ્યા છે??
યશ : રાતના દોઢ.
ધ્વનિ : ઓહ....આજે મે ઘરે ફોન જ નહી કર્યો યાર.
યશ : તો??
ધ્વનિ : મમ્મી ને....
કોયલ : અત્યારે મેસેજ કરી દે.
ધ્વનિ : એમ નહી.
મારે રોજ મારા ઘરે કોલ નોંધાવવો પડે છે મારા કાકાને.
રાહત : એટલે??
ધ્વનિ : મારા કાકાને મારે રોજ સાંજે રિપોર્ટ કરવાનો કે આજે બેન્ક માં શું થયું, મારા અહીંયા ના ઘરે બધુ બરાબર છે કે નહી, મારા પગારના ઘરે સુરત મોકલ્યા પછી ના કેટલા પૈસા હું ક્યાં વાપરું છું એ બધુ.
સ્મિત : આટલું બધુ....!!
ધ્વનિ : યસ.
કોયલ : કંટાળી નહી જવાય યાર....
રોજ એકના એક સવાલોના જવાબ આપીને??
ધ્વનિ : મારી પાસે એક જ ઓપ્શન છે.
પરંપરા : તું તારા પોતાના માટે તો સેવિંગ્સ કરતી હશે ને??
ધ્વનિ : અફકોર્સ.
યશ : એ તો કરવી જ પડે ને.
ધ્વનિ : હાસ્તો વળી.
બીજાની સાથે સાથે પોતાની જાતને પણ પેંમ્પર કરતા રહેવાનું.
પાયલ : યા.
બીજાને સરસ રીતે પેંમ્પર કરી શકીએ એના માટે પણ પોતાને પેંમ્પર કરવા, પોતાની સંભાળ લેવી જરૂરી છે.
ધારા : સાચી વાત છે.
બીજા ખુશ રાખવા પહેલા પોતે ખરેખર ખુશ થવું પડે છે અને રહેવું પડે છે.
યશ : ચાલો, હવે બીજી કોઈ વાતો કરીએ.
બહુ ફિલોસોફી થઈ ગઈ આજને માટે.
પાયલ : શેના વિશે વાતો કરવી છે??
તારી અને કોયલ ની 2 મહિના પછી આવી રહેલી 25th Anniversary વિશે....
બધા : ઓહ....!!!!
ધારા : 25th loversary.
પરંપરા : યસ.
યશ : બધા આમ મારી સામે શું જોવા લાગ્યા??
કોયલ : તો બીજા કોની સામે જોઈએ....??
બધા : હંમ....હંમ....!!

* * * *


~ By Writer Shuchi




.