My Loveable Partner - 55 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 55 - નિર્ણય

સવારે

ટેરેસ

માસી અને મમ્મી ટેરેસ પર આવે છે.
માસી : આ લો....
અમને તમને જગાડવા આવ્યા પણ અહીંયા તો....
મમ્મી : રાતે સૂતા જ નથી કે શું??
પાયલ : સૂતા હતા વચ્ચે 2 કલાક માટે.
મમ્મી : તો બરાબર.
યશ ને બગાસું આવે છે.
માસી : ચાલો હવે જાગો જ છો તો વારાફરથી બધા તૈયાર થવા લાગો.
પરંપરા : હા માસી.
પાયલ અને રાહત તમે પહેલા તૈયાર થઈ જાઓ.
તમારે હોસ્પિટલ જવાનું ને.
પાયલ : હા.
સ્મિત : ચાલો ભાઈ નીચે....
તે ઉભો થઈ આળસ ખાઈ છે.

ધારા અને ધ્વનિ સિવાય બધા નીચે જતા રહે છે.
ધ્વનિ : તે મને અહીં રોકાવવા કેમ કહ્યુ??
ધારા : કાલે રાતે તું કઈ વાત કહેતા કહેતા અટકી ગયેલી??
ધ્વનિ : જવા દે એને અત્યારે.
ધારા : બોલી દે ને.
ધ્વનિ : કઈ એવું નથી પણ એ તો રાતે બોલતે તો બધા ઈમોશનલ થઈ જતે એટલે અટકી ગઈ.
બીજું કઈ નથી.
તું ચાલ નીચે.

* * * *

યશ : એય....
કોયલ : હંમ....
બંને એકબીજાની સામે જુએ છે.
યશ : આજે બધા પાછા જવાના એટલે તારો મૂડ નથી....
કોયલ : હંમ.
યશ : સારો કરી દઉં મૂડ....
તે કોયલ ની નજીક આવતા કહે છે.
કોયલ : કરી દે....
અને ત્યાં જ રૂમનો દરવાજો ખોલી રાહત અંદર આવી જાય છે.
ત્રણેય ની નજરો મળે છે.
રાહત : ઓહ....સોરી.
મારે નોક કરીને આવવાનું હતુ.
યશ : વાંધો નહી.
રાહત : નીચે નાસ્તો કરવા બોલાવી રહ્યા છે.
કોયલ : હા.
રાહત : હું નીચે ઉતરી રહ્યો હતો તો મને જ કહી દીધું કે બોલાવી લો.
યશ : ચાલો....
ત્રણેય રૂમનો દરવાજો બંધ કરી નીચે આવે છે.

નીચે બધા સાથે નાસ્તો કરતા કરતા ફરી મસ્તી નો રંગ જામે છે અને નાસ્તો કરી હસતાં હસતાં બધાને આવજો કહી પાયલ, રાહત અને માસી હોસ્પિટલ જવા નીકળે છે.

* * * *

પપ્પા : કોણ....??
રૂમનો દરવાજો ઠોકતાં તે પૂછે છે.
ધ્વનિ : ધ્વનિ....
પપ્પા : 1 મિનિટ ખોલું બેટા....
કહી બેડ પરથી ઉભા થઈ તે દરવાજો ખોલે છે અને ધ્વનિ અંદર આવે છે.
પપ્પા : નીચે બોલાવે છે??
ધ્વનિ : ના ના.
મારે....
પપ્પા : બેસ.
તે બેડ પર બેસતા ધ્વનિ ને તેમની બાજુમાં બેસવાનું કહે છે.
પપ્પા : બેસીને વાત કરીએ.
ધ્વનિ પપ્પાની બાજુમાં બેસે છે.
પપ્પા તેની તરફ જુએ છે.
ધ્વનિ : મારે તમને થેન્કયુ કહેવું છે.
થેન્કયુ સો મચ પપ્પા....!!
ધ્વનિ ના મોઢે પહેલી વખત " પપ્પા " સાંભળી તેમના હોઠો પર મોટી મુસ્કાન આવી જાય છે અને ચહેરા ઉપર ખુશી છવાય જાય છે.
જે જોઈ ધ્વનિ નો ચહેરો પણ ખીલી ઉઠે છે.
ધ્વનિ : મને....
ત્યાં રૂમના ખુલ્લા દરવાજામાંથી મમ્મી અંદર આવે છે.
મમ્મી : સાંભળો....
ધ્વનિ અને પપ્પા બંને તેમની તરફ જુએ છે.
મમ્મી : સ્મિત ને હમણાં મેસેજ આવ્યો કે તમારી ટિકિટ નું રિઝર્વેશન વેટિંગમાં હતુ તે કેન્સલ થઈ ગયુ છે.
પપ્પા : કશો વાંધો નહી.
આપણે કાલે જઈશું.
મમ્મી : પણ તમારે ઓફિસ....
પપ્પા : એની તું ફિકર નહી કર.
સ્મિત આવતીકાલની ટિકિટ બૂક કરી રહ્યો છે ને....
મમ્મી : હા.
પપ્પા : ઠીક છે પછી.
મમ્મી : સારું.
ધ્વનિ બેટા, તારે બેન્કમાં....
ધ્વનિ : મે આજની રજા લીધી છે.
મમ્મી : અચ્છા.

ધારા : મમ્મી....
નીચેથી ધારાની બૂમ સંભળાય છે.
મમ્મી : આવું ધરું....
કહી તે નીચે જતા રહે છે.
પપ્પા : દરવાજો બંધ કરી દઉં.
ફરી કોઈ આવી જશે અને....
તે ધ્વનિ સામે હલકું હસે છે.
ધ્વનિ : હું કરી દઉં છું.
તે ઉભી થઈ દરવાજો બંધ કરે છે.
ધ્વનિ : હું નાની હતી ત્યારે મારા પપ્પા સાથે ખૂબ વાતો કરતી.
પણ જેમ જેમ મોટી થતી ગઈ એમ એમ બધી મર્યાદાઓ આવતી ગઈ અમારા સંબંધમાં અને ઘરમાં.
પપ્પા સામે આમ નહી, તેમ નહી, પપ્પા દીકરીઓ સાથે હવે વધારે વાતો નહી કરે અને પછી આ ને પેલું ને એ બધુ વધતું ગયુ અને અમે બંને એકબીજાથી દૂર થઈ ગયા.
જ્યારે ક્યારે તેમની સાથે થોડી વધારે વાત કરવાની કોશિશ કરતી તો મને કોઈ ને કોઈ રીતે રોકી લેવા આવતી.
એટલે પછી મે એ પણ છોડી દીધી અને હવે તો મારા કાકા સામે પપ્પાએ પણ કોશિશ કરવાનું છોડી દીધું લાગે છે.
આ બોલતા બોલતા ધ્વનિ પોતાની પૂરી સ્વસ્થતા જાળવવાની કોશિશ કરે છે પણ છેલ્લે છેલ્લે તેનો અવાજ ભીનો થઈ જ આવે છે.
પપ્પા ધીમે રહીને બેડ ની ચાદર સાથે રમી રહેલા ધ્વનિ ના હાથ પર હળવો સ્પર્શ કરે છે.
ધ્વનિ પપ્પા સામે જુએ છે.
પપ્પા : પરંપરા એ મને કહેવાની ના કહેલી પણ હવે તું દીકરા આ વાત મને કરી જ રહેલી છે તો કહી દઉં....
ધ્વનિ : એટલે તમને ખબર છે કે....
તેને થોડી નવાઈ લાગે છે.
પપ્પા : હા, બેટા.
મને ખબર છે, તને તારા કાકા એ ફોન પર શું કહ્યુ અને આજે મારે પણ તારી જતા પહેલા એક વખત આ રીતે વાત કરવી જ હતી એકલામાં.
કે હવે તું જ્યારે પણ મુંબઈથી સુરત આવે ત્યારે તારા બીજા ઘરે આવીને આરામથી રહી શકે છે.
એ ઘર તારું પણ એટલું જ જેટલું ધારાનું.
આગળ જતા તમે બંને લગ્ન કરો, નહી કરો એ તમારો નિર્ણય છે.
પણ તમે બંને સાથે જરૂર રહી શકો છો અને મારા માટે મારી બધી દીકરીઓ સરખી છે.
અને જો શક્ય હોય તો હું તારા મમ્મી પપ્પા અને કાકા કાકી મળવા માંગીશ.
ધ્વનિ : મને આ....આટલો સ્વીકાર જેટલો તમે બધા એ આપ્યો છે એટલો પહેલા કશે થી નથી મળ્યો.
આટલું બોલતા તો ધ્વનિ ના આંસુ વધુ ઝડપથી વહેવા લાગે છે.
તે જોઈ પપ્પા થોડા તેની નજીક આવી તેના ખભા પર હાથ મૂકે છે તો ધ્વનિ સીધી તેમની ભેટીને રડી પડે છે.

વર્ષોથી જે એક ધ્વનિ ના દિલનો પિતા નામનો ખૂણો અધૂરો ભરાયેલો હતો એ આજે પ્રેમથી ઉભરાય ને છલકાય રહ્યો હતો.

* * * *

ધ્વનિ : એટલે થેન્કયુ.
પરંપરા : આમાં થેન્કયુ કહેવાનું હોય??
ધ્વનિ : આમ તો એ પણ ઓછું છે.
આજે ફરી મને મારા પપ્પા મળી ગયા છે.
તે ખુશ થતા કહે છે.
પરંપરા : આપણા પપ્પા હો.
ધ્વનિ : હા હા.
તે હસી પડે છે.
ધ્વનિ : શું કરી રહ્યા હતા તમે??
પરંપરા : પહેલા મમ્મીજી સાથે ફોન પર વાત કરી રહી હતી અને પછી શગુનનું કામ કરી રહી હતી.
ધ્વનિ : હંમ.
પરંપરા : 2 નવી ઈવેન્ટસ મળી છે તો ક્લાયન્ટ સાથે વાત કરી હતી.
ધ્વનિ : ઓહ....ગ્રેટ.
2 ઈવેન્ટસ મળી ગઈ.
પરંપરા : સુરત જઈને બહુ બધા કામો કરવાના છે.
અત્યારે પણ ટીમ સાથે વાત કરી લીધી તેઓ કામ શરૂ કરે છે પણ જઈને આપણે તો બધુ....
ધ્વનિ : હા.
રજાઓ બહુ ગમે પણ રજાઓ પછી કરવાના કામ ડબલ થઈ જાય.
પરંપરા : રજાઓ પછી એ કામ કરવાનો જોશ પણ તો ડબલ થઈ જાય.
ધ્વનિ : એ ખરું.

* * * *

ધારા : શેના વિચારમાં પડ્યો છે??
સ્મિત : તું આવી જા ને યાર થોડા દિવસ સુરત.
કામ બહુ વધી ગયુ છે.
પરંપરા જ્યાં સુધી અમારા ઘરે છે ઓફિસ પર વધારે નહી આવી શકે અને ઘરે પણ ઓફિસ ના કામ હવે મમ્મી કરવા નહી દેશે.
મારે રેસ્ટોરન્ટ પર જવાનું થયા કરશે.
2 ઈવેન્ટસ મળી છે તો આવી જા ને.
ધારા : સારું ચાલ....
સ્મિત : એટલે હા....??
ધારા : હા.
સ્મિત : સહેલાઈથી માની ગઈ.
ધારા : એટલે??
સ્મિત : કઈ નહી.
ધારા : ના ના બોલ....
સ્મિત : તું સમજી જ ગઈ છે.
ધારા હલકું હસે છે.
સ્મિત : પરંપરા સાથે પિયર જવાની વાત કઈ રીતે કરું....
ધારા : કેમ તને એનો ડર લાગે છે??
તે મસ્તી કરતા પૂછે છે.
સ્મિત : કહીશ એટલે આકળાશે પહેલા.
અને અહીંયા....
ધારા : ઓહ....તું તો સાસરે આવ્યો છે.
તે ફરી હસતાં કહે છે.
સ્મિત : બને એટલું જલ્દી કરવું પડશે હવે.
તો જ અમે બંને કામ કરી શકીશું.
ધારા : મિશન શિફ્ટ પરંપરા.
સ્મિત : મારી મમ્મી પણ આકળાશે મારી ઉપર મારી અને પરંપરા પણ આકળાશે.
ધારા : કઈ નહી.
તું મારી પાસે આવી જજે.
સ્મિત : બીજે ક્યાં જઈશ....
બંને હસે છે.
ધારા : પરંપરા તો પછી સમજી જશે.
સ્મિત : હા.
તું કોશિશ કરી જો આજે.
ધારા : સારું.
બંને ફરી કામ કરવા લાગે છે.

* * * *

પાયલ : શું કીધું ડોક્ટર એ??
તે રાહત ના પાછા રૂમમાં આવતા જ પૂછે છે.
રાહત : ડોક્ટર એ કહ્યુ બધુ બેટર થઈ રહ્યુ છે.
ફરક પડી રહ્યો છે.
પાયલ : ખરેખર??
રાહત : હા.
તે બેડ પાસે ના ટેબલ પર બેસતા કહે છે.
પાયલ : તું સાચું કહી રહ્યો છે ને??
રાહત : હા.
મે તને પ્રોમિસ આપ્યું છે એટલે હું આને લગતી કોઈ પણ તારાથી છુપાવીશ નહી.
સો ડોન્ટ વરી.
બંને એકબીજા સામે જોઈ મુસ્કાય છે.

* * * *

પરંપરા : સ્મિત ને જે કહેવું હોય તે કહેવા દે.
ધારા : એ તારા માટે કેટલું વિચારી રહ્યો છે અને તું....
પરંપરા : લોકો શું વાતો કરશે??
ધારા : અત્યારે સ્મિત લોકો વિશે વિચારે કે તારા અને આવનારા બાળક વિશે....
પરંપરા : એણે એ નહી કીધું હોય કે પછી મમ્મીજી એને કેટલું બોલશે.
અને એ બોલે એટલે પછી દરરોજ જ બોલશે.
ધારા : તો એ તો તું ઘરે રહી તો તને પણ બોલશે ને.
જે સ્મિત નથી ઈચ્છતો.
પરંપરા : બાળક ના આવ્યા પછી પણ બોલશે એ તો.
ધારા : એક વાર શાંતિથી વિચાર કર.
સ્મિત કયા કયા કારણોસર કહે છે એ તને પણ ખબર છે અને મને એની વાત અત્યારે બરાબર લાગી રહી છે.
પરંપરા : પછી મારે....
ધારા : આ સમય સાચવી લેવો પડે પરંપરા.
પરંપરા : એટલું જ બાળક આવે પછી પણ સાચવવું પડે.
ધારા : એ છે.
પણ અત્યારે તારે તારી જાતને....
પરંપરા : મને ખબર છે મારે શું શું કરવાનું હોય.
હવે એ રિપીટ નહી કરતી.
જે આન્ટી કે જે કોઈ પણ ઘરમાં આવેને બધા કહે જ છે.
ધારા : સ્મિત ખાલી ખાલી તો નહી જ કહેતો હોય કઈ પણ.
અને આગળ જતા મમ્મીજી ને કઈ કહેવું કે ઘરેથી નીકળવું તારા માટે, સ્મિત માટે અને બધા માટે અઘરું બને એના કરતા....
પરંપરા : તું કેમ એની વાત માની ગઈ??
ધારા : પરંપરા....!!
બંને એકબીજાને લુક આપે છે.
ધારા : મસ્ત પાછળ સપોર્ટ લઈને બેસ.
પરંપરા : હું બરાબર જ બેઠી છું.
ધારા : હા, પણ હું કહું છું એમ બેસને.
પરંપરા : કેમ??
ધારા : પહેલા બેસી જા.
પછી કહીશ.
પરંપરા : ધરું યાર....
ધારા : બેસી ગયા.
વેરી ગુડ.
હવે જરા ઉંડા શ્વાસ લે.
આંખ બંધ કર.
પરંપરા : હું આંખો બંધ નથી કરવાની ધરું.
ધારા : સારું.
તે બાજુમાં બેસી પરંપરા નો એક હાથ પોતાના હાથમાં લે છે.
પરંપરા ઉંડા શ્વાસ લે છે.

મમ્મી ઉપર તેમના રૂમમાં આવે છે.
પરંપરા : મને તું પણ માની ગઈ??
મમ્મી : પહેલા શાંત થઈ જા.
પરંપરા : હું શાંત જ છું.
ધારા : ધીરેથી બોલીશ.
હવે ધારા તેને જરા કડક અવાજમાં કહે છે.
મમ્મી : હવે નહી માની તો પપ્પાને બોલાવીશ.
પરંપરા : મમ્મી, હું નાની છોકરી છું??
મમ્મી : સ્મિત ના મમ્મી ને હું પણ જાણું છું.
અત્યારે નીચે સ્મિત એ જાતે સામેથી અમારી સાથે વાત કરી.
આવો, આટલો સમજદાર છોકરો છે.
તારી આટલી ફિકર કરે છે અને ધ્યાન રાખે છે.
તો તું એના માટે આટલું નહી કરે....
અને સ્મિત ની વાત જો ઠીક નહી લાગતે અમને તો અમે કહેતે એને.
ધારા : સિમ્પલ વાત છે પરંપરા.
મમ્મી : હવે તારી પાસે હા કે ના કહેવાનો ઓપ્શન જ નથી.
સમજી....
પરંપરા : મમ્મી....!!
ધારા : તું ત્યાં એકલી નહી હોય.
પરંપરા : કેમ??
તું આવી રહી છે??
ધારા : હા.
અને એક પણ વધારાનો નખરો ચલાવીશ નહી.
મમ્મી : હવે ચાલો નીચે.
સ્મિત રાહ જુએ છે ક્યારનો.
ધારા : એની ઉપર ગુસ્સો નહી કરતી.
પરંપરા : નહી કરું.
ધારા : ગુડ.
મમ્મી : એક વાત કહું....
સ્મિત ખરેખર તને ખૂબ પ્રેમ કરે છે પરંપરા.
મમ્મી ખુશ થતા કહે છે અને પરંપરા અને ધારા મુસ્કાય છે.
મમ્મી : આ એ જે કરી રહ્યો છે અને કરવા જઈ રહ્યો છે એ એના માટે ઘણું અઘરું અને મુશ્કેલ છે.
પોતાના સાસુ સસરા ને આ વાત કહેવી સહેલી નથી.
ધારા : હંમ.

* * * *


~ By Writer Shuchi



.