I Hate You - Can never tell - 90 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-90

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-90

આઇ હેટ યુ

પ્રકરણ-90

નંદીનીએ પારુલને કહ્યું ચાલ આજનું કામ પુરુ આપણે નીકળીએ એણે વિરાટનો આવેલ મેસેજ જોવા વિચાર્યું ઘરે જઇને શાંતિતી વાંચીશ અને જવાબ લખીશ.

પારુલે કહ્યું હાં ચાલ આજે ખાસ લેટ નથી થયુ સારુ છે ચાલ વેળાશર ઘરે પહોંચી જવાશે. બંન્ને જણાં ઓફીસથી નીકળ્યાં. નંદીનીને લીના અંગે પારુલ સાથે વાત કરવી હતી પણ એ ચૂપ રહી એને વેળાસર ઘરે પહોંચવુ હતું. વિરાટનો મેસેજ વાંચી જવાબ લખવો હતો. એણે વિચાર્યુ કાલે ઓફીસ આવીને વાત.

બંન્ને જણાં પોતપોતાનું એક્ટીવા લઇને નીકળ્યાં નંદીનીનાં મનમાં લીનાનાં વિચારોજ ચાલતા હતાં કે આ છોકરી કેવી છે ? લાલચ માટે થઇને એણે એનાં શરીરનો એનાં ગુરુર સન્માનનો સોદો કરી લીધો એનું શરીર ચૂંથવા બરબાદ કરવા ભાટીયા જેવા પીશાચને પોષ્યો છે એ એની વાસના સંતોષે છે કે ભાટીયાની ? પોતાની વાસના સંતોષી ઉપરથી બધી ભૌતિક વસ્તુ ભોગવવી છે જેનાં માટે ભાટીયાજ સાચો શિકાર છે બંન્ને એકબીજાને ઉપયોગ કરીને ખુશ છે. બંન્નેની વાસના સંતોષાય છે બંન્ને ખુશ છે તો આમાં આપત્તિ શું છે ? મારે શા માટે કોઇનું મૂલ્યાંકન કરવું જોઇએ ? મારે આગળ નથી વિચારવું જેને જે કરવું હોય એ કરે દરેકનાં પોતાનાં વિચાર અને સંસ્કાર છે. લીના બધુ સમજીને પણ આવું કરી રહી છે એનું કોઇક કારણ તો હશે ને ? અને ભાટીયા ? ભાટીયાને પૈસા ચૂકવો અને મજા લૂટો.. પછી હું કોણ અને તું કોણ ? મજા સુધીનો સ્પષ્ટ સંબંધ એની પૈસાથી ચૂકવણી થાય પછી કોઇ જવાબદારી નહીં.

નંદીનીને મનમાંને મનમાં હસુ આવી ગયું કે અંદરખાને એકબીજાની સમજૂતીથી વેચાણ થાય પૈસા ચૂકવાય...પ્રેમનાં નામે ધંધો થાય પણ કોઇ ફરક ના પડે. આજે આ ખરીદાર છે કાલે કોઇ બીજો આવશે શરીર છે ત્યાં સુધી ચૂંથાશે ભોગવાશે પછી ? પછી ક્યાં જોવા જીવવું છે ? ખાધું પીધું ને રાજ કર્યું નંદીની આમ વિચારમાં ઘરે પહોંચી ગઇ.

નંદીની કમ્પાઉન્ડમાં એક્ટીવા પાર્ક કરતી હતી અને માસીએ કહ્યું નંદુ આજે તારે લેટ થયું તારીજ રાહ જોતી હતી નંદીનીએ કહ્યું માસી હમણાં ખૂબ કામ રહે છે મારેજ એ જોવાનું છે હમણાં થોડાં દિવસ લેટ થશે પણ ચિંતા ના કરશો મારી સાથે પારુલને પણ મેં રોકાવા કહ્યું છે.

માસીએ કહ્યું ભલે તું ફ્રેશ થઇ જા મેં રસોઇ કરી લીધી છે ગરમ ગરમ તને જમાડી લઊં. માસાને ભૂખ હતી એમણે જમી લીધું છે આજે તો તારે આવતાં આવતાં જ અંધારું થઇ ગયું છે એટલે એમને પણ ચિંતા થતી હતી તારી.

નંદીનીએ કહ્યું માસા ક્યાં છે ? દેખાતાં નથી ? માસીએ કહ્યું એ એમનાં ફ્રેન્ડને ત્યાં ગયાં છે હમણાં આવી જશે. આજે વિરાટનો પણ કંઇ મેસેજ આવેલો એવું કહેતાં હતાં.

નંદીનીએ કહ્યું હાં માસી મારાં પર પણ છે મેં હજી શાંતિથી વાંચ્યો નથી જમીને પછી શાંતિથી વાંચીશ અને જવાબ લખીશ.. એમ કહેતી ફ્રેશ થવાં રૂમમાં ગઇ.

**************

જમીને નંદીની રૂમમાં આવી. માસા આવી ગયાં હતાં. એ અને માસી એમનાં રૂમમાં ગયો હતાં. નંદીનીએ વિરાટનો મેસેજ ઓપન કર્યો. અને વાંચવા લાગી.

‘નંદીની દીદી કેમ છો? હું આવતી કાલે રાજ પાસે બેસીને બધીજ વાત કરવાનો છું આપણાં સંબંધ સ્પષ્ટ કરી દઇશ પણ તમારી પર્સનલ કોઇ વાત હું નહી કરું. માત્ર એટલુંજ કહીશ કે દીદીએ તારી સાથે સીધી વાત કરવી હતી એટલેજ મેં શેર નથી કર્યું પછી તમે જે જવાબ આપો એમ આગળ વાત કરીશ.

નંદીનીએ આખો મેસેજ વાંચીને કહ્યું વિરાટ આ લખીને ચર્ચા નહીં થાય આપણે ફોન પર વાત કરીશુ. તું કહે ત્યારે હું વોટ્સઅપ કોલ કરીશ. અથવા તું જ્યારે ફ્રી થાય મને સીધો કોલ કરજે હું વાત કરીશજ પછી ગમે તે સમય હોય તું નિશ્ચિંત થઇ ફોન કરજે એટલો મેસેજ લખી દીધો અને નંદીની વિચારમાં પડી ગઇ કે હવે રાજ સાથે સીધીજ વાત થશે.

નંદીનીએ વિરાટને મેસેજ કર્યા પછી ફોન બાજુમાં મૂક્યો. આજનાં આખા દિવસનાં કામ અને વાતચીતને યાદ કરી રહી. લીના-પારુલ- ભાટીયા બધાં સાથે થયેલી વાતો. લીનાની માનસિક્તા એની બોલ્ડ રહેણીકરણી એને થયું લીનાએ શું ખોટું કર્યું ? એની સામે જે પરિસ્થિતિ આવી એણે એની ચોઇસ પ્રમાણે નિર્ણય લીધો ભાટીયો એને અને લીના ભાટીયાને યુઝ કરે છે એકબીજાને જે જોઇએ છે એ ચૂકવે છે. લીના આ બધું કરવાથી રાજી છે આનંદમાં છે ? સંતોષી છે ? એને ક્યાંય કશુ જ ખોટું કરવાની ભાવના નથી આવું કેમ ? ગીવ એન્ડ ટેઇકની નીતી ચાલે છે. પણ ક્યાં સુધી ? આમાં પ્રેમ જેવું કંઇ હોય ? પછી નંદીનીનાં આત્માએ જવાબ આપ્યો કે આ પ્રેમ નથી.. વાસના છે અને એ પણ પ્રાણીઓ જેવી એમાં પાત્ર બદલાય તોય ફરક નથી પડતો એમાં લાગણી જેવું કંઇ નથી હોતું નથી લાગણી કે પ્રેમ બસ વાસનાની તૃપ્તિ થવી જોઇએ અને એમાં લેવડ-દેવડ થવી જોઇએ પણ આ તો ધંધો છે લીનાએ આવું કેમ પસંદ કર્યું ?

નંદીનીએ લીનાનાં વિચારો ખંખેર્યા અને એને જયશ્રી યાદ આવી ગઇ. એને થયું વરુણનાં સમાચાર આપવા ફોન કરેલો પછી મારાંથી વાતજ નથી થઇ એમ વિચારી જયશ્રીને ફોન કર્યો.

જયશ્રીએ ફોન રીસીવ કરતાં કહ્યું હાય નંદીની તારાં અવાજ પરથી લાગે છે હવે તું એકદમ નોર્મલ છે. પણ સારું છે આવી જ રહેજે જીવનમાં બધું આવે ને જાય.. પણ તું તો હવે સાવ મુક્ત થઇ ગઇ. ટચ વુડ બસ આનંદમાં રહેજે.

નંદીનીએ કહ્યું હાં હવે નોર્મલ થયું પણ તારી સાથે વાત થયે સમઇ થયો એટલે તને ફોન કર્યો. જયશ્રી શું ચાલે છે ? નવાજૂની ?

જયશ્રીએ કહ્યું નવાજુની તો ઘણી છે ઓફીસમાં અને અહીં હું તને ફોનજ કરવાની હતી. આપણી કંપનીને ઘણું મોટું કામ મળ્યુ છે એની ખુશી છે બીજી ખૂબ મોટી ખુશ ખબર આપું નંદીની આઇ એમ પ્રેગનન્ટ નંદીની ખુશીથી ઉછળી પડી વાઉ. કોન્ગ્રેચ્યુલેશન્સ હું માસી બની જવાની. આજે મને ખરેખર ખૂબ આનંદ થયો. હાં જયશ્રી મારાં તરફથી તને અને મનીષભાઇને બંન્નેને ખૂબ ખૂબ અભિનંદન મને લાગે છે તારાં માટે ખૂબજ આનંદની ક્ષણો છે. ક્યારે ખબર પડી ?

જયશ્રીએ કહ્યું હજી કલાક પહેલાંજ કન્ફર્મ થયું મનીષને શેર કર્યું અને ત્યાં તારો ફોન આવ્યો. આજે હું ખૂબ ખુશ છું નંદીની આપણી કંપનીને ખૂબ મોટું કામ મળ્યું છે તારાં પર બોજ વધશે એ જાણું છું ત્યાંની ઘણી વાતો અહીં આવી છે બધી ગૂસપૂસ અહીં ઓફીસમાં પણ ચાલે છે પણ આજનાં દિવસે બીજી વાત કરીએ આવી વાતો મનમાં નથી લાવવી કે નથી એનાં પર ચર્ચા કરવી બધું ગંદુગોબરૂં છે.

નંદીનીએ હસતાં હસતાં કહ્યું સાચી વાત છે અને મારે તો પાર્ટી જોઇશે અને આવનાર બાળકનાં દીદાર કરવાની ખૂબ રાહ જોઇશ. જયશ્રી તારું ખૂબ ધ્યાન રાખજે પ્લીઝ આવનાર બાળક પણ ખૂબ તંદુરસ્ત આવે અને તારી પણ તબીયત ખૂબ સારીજ રહેવી જોઇએ આ બધું પહેલેથી ધ્યાન રાખજો.

જયશ્રીએ કહ્યું હાં હાં મારી વડીલ ધ્યાન રાખીશ. મનીશ ખૂબ આનંદમાં છે. તને ખબર છે જેવા મેં એને સમાચાર આવ્યાં છે એતો સાવ પાગલ બન્યો છે હમણાં એણે મોટો બુકે લીધો છે મને આપવા એનાં ફોટો શેર કર્યો છે હું ખૂબ ખુશ થઇ ગઇ છું નંદીની આજે મારો ખૂબ આનંદનો દિવસ છે આઇ એમ સો હેપી...

નંદીનીએ કહ્યું યસ યુ શુડ એન્જોય જયશ્રી.. ચાલ તું અને મનીષ ખૂબ આનંદ લૂટો આપણે પછી વાત કરીશું એમ કહી ફોન મૂક્યો.

નંદીની વિચારમાં પડી ગઇ કે ક્યાં લીના જે વ્યભીચાર કરી એબોર્શન કરાવે છે એને એનાં કર્મ પર કોઇ અફસોસ નથી અને અહીં ખોળો ભરાયાનો અખૂટ આનંદ છે.. કોણ ક્યાં છે ... કોણ સાચુ છે ?.....

વધુ આવતા અંકે ---- પ્રકરણ-91

Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Balramgar Gusai

Balramgar Gusai 2 months ago

Neepa

Neepa 3 months ago

ATULCHADANIYA

ATULCHADANIYA 3 months ago

Bhaval

Bhaval 4 months ago