Tari Dhunma - 19 books and stories free download online pdf in Gujarati

તારી ધૂનમાં.... - 19 - Delicious Tunes....

ક્રિષ્ના : " સૂરીલો સ્વાદ...."
બંને સવારનો નાસ્તો કરતા કરતા ફૂડ ટ્રક માટે નામ વિચારી રહ્યા હોય છે.
કુશલ : " Rhythmic Tastes "
અથવા " Melodious Tastes "
ક્રિષ્ના : " Melodious Tastes "
વધારે સારું નામ છે.
કુશલ : આપણે હજી બીજા નામ વિચારીએ ને....
ક્રિષ્ના : " Yumm Songs "
કુશલ : નહી.
હજી કઈ આમ વધારે સરસ....
જે વાંચીને આમ લોકોથી રહેવાય નહી આપણી પાસે આવ્યા વગર....
ક્રિષ્ના : હંમ....
" લહેજત - એ - સંગીત "
નહી....નહી એ રહેવા દે.
કુશલ : " સ્વાદિષ્ટ ગીત "
ક્રિષ્ના : પછી Yumm Songs અને....
કુશલ : હા, બંને સરખા થઈ ગયા કે.
ક્રિષ્ના : ઓહ....ટાઈમ જો.
હવે મોડું થઈ જશે.
વોલ ક્લોક પર ધ્યાન જતા તે કહે છે.
કુશલ : 2 મિનિટ....
ક્રિષ્ના : શું 2 મિનિટ યાર....??
તે ચા ના કપ હાથમાં લઈ ઉભી થવા લાગે છે.
કુશલ : બેસ યાર....
તે ક્રિષ્ના ને બેસાડી દે છે.
બંને ફરી વિચારવા લાગે છે.
ક્રિષ્ના : " Delicious Tunes "
આ નામ સાંભળતા જ કુશલ ક્રિષ્ના ને ભેટી પડે છે અને તેના ગાલ ને ચૂમી લે છે.
કુશલ : કેવું સરસ નામ આપ્યું તે ક્રિષ્ના.
" Delicious Tunes "
એકદમ આપણે જોઈતું હતુ એવું.
લોકોને પણ ગમે એવું.
કુશલ એકદમ ખુશ થઈ જાય છે.
તેને આટલો ખુશ જોઈ ક્રિષ્ના પણ ખૂબ ખુશ થઈ જાય છે.
ક્રિષ્ના : ચાલ, હવે ફટાફટ તૈયાર થઈ ને ભાગીએ.
કુશલ : 8:45....!!!!
ક્રિષ્ના : એટલે જ તો.
તું પહેલા તૈયાર થઈ જા.
હું ત્યાં સુધી બીજા કામ પતાવી લઉં.
કુશલ : તું તૈયાર થાય ત્યાં સુધીમાં હું લંચ બનાવી લઈશ.
એ બનાવવા નહી બેસતી.
તે રૂમમાં જતા કહે છે.
ક્રિષ્ના : હા.
તું જા જલ્દી અંદર.
ક્રિષ્ના ઘરના કામ પતાવવા લાગે છે.
છોડ ને પાણી આપવું, પ્લેટફોર્મ સાફ કરવું, પાણી ની બોટલ ભરવી, બંનેના કપડા કાઢવા વગેરે વગેરે....

20 મિનિટ પછી

ક્રિષ્ના જલ્દી જલ્દી તૈયાર થઈને રૂમમાંથી બહાર આવે છે.
કુશલ તેને તેનું ટિફિન આપે છે.
કુશલ : મસાલા ભાત અને દહીં છે.
ક્રિષ્ના : દહીં તો ખલાસ....
કુશલ : કાલે રાતે મને યાદ આવ્યું તો મે મેળવી દીધું હતુ.
ક્રિષ્ના : Awwww!!
તે નજીક આવી કુશલ ના જમણા ગાલને હળવેથી ચૂમી લે છે.
કુશલ ના ચહેરા પર મુસ્કાન આવી જાય છે.
કુશલ : દહીં જમાવવાના આવા પણ ફાયદા હોય છે....!!
સાંભળી હસતાં હસતાં ક્રિષ્ના કુશલ ને હળવી ટપલી મારે છે.
ક્રિષ્ના : ચાલ હવે....
બંને સાથે નીચે ઉતરે છે.
કુશલ ક્રિષ્ના ની એક્ટિવા પર જવાનો હોય છે અને ક્રિષ્ના કુશલ ની ગાડીમાં.
ક્રિષ્ના : રાતે મળીયે.
કુશલ : સાંજે તું આવીશ ને સાથે??
ક્રિષ્ના : ક્યાં??
કુશલ : બસ પસંદ કરવા??
ક્રિષ્ના : તારાથી વહેલું નીકળાશે??
કુશલ : મેનેજ કરી લઈશ.
ક્રિષ્ના : સારું.
તું નીકળે એટલે મને કોલ કરજે.
હું પણ મેનેજ કરી નીકળી જઈશ.
કુશલ : ઓકે.
હવે બાય.
ક્રિષ્ના her : બાય.

* * * *

નીતિ : મનમાં એક ડર બેસી ગયો છે હવે.
વિધિ : કેવો ડર??
બંને ડાન્સ ક્લાસ પતાવી વિધિ ની ગાડીમાં બેસી પાછા જઈ રહ્યા હોય છે.
નીતિ : મનીષ હવે માનશે જ નહી તો??
વિધિ : હજી થોડો સમય આપ.
બધુ થઈ જશે.
નીતિ : સાચું કહું તને....
હવે મારી ધીરજ ખૂટી છે.
એમની પણ કોઈ પરિવાર પ્રત્યેની જવાબદારી છે કે નહી??
પરિવાર જનોના પ્રસંગોમાં મોડા આવે.
પહેલા તો ક્રિષ્ના અને દેવમ ની બર્થ ડે પાર્ટી હોય તો પણ સમયસર આવે નહી.
છોકરાઓ ઉઠે એ પહેલા તો સવારે હોસ્પિટલ જતા રહે એટલે બહુ મળે નહી એમને.
મારી વાત તો રહેવા દે.
સમજી ને પછીથી અપેક્ષાઓ નહોતી રાખી અને હવે એની જ આદત પડી ગઈ છે.
ડોક્ટર છે મનીષ એ બધા સમજે.
એમને ઈમરજન્સી આવે એ પણ બધા સમજે.
પણ એટલું પણ શું કામ કરવાનું કે બીજા બધાને ભૂલી જવાના??
બીજું કઈ છે જ નહી જીવનમાં તમારી હોસ્પિટલ સિવાય??
દેવમ એ તો કહી દીધું હતુ મને કે એમની કે એમના જવાબની રાહ જોવામાં હું મારું જીવન નહી રોકું.
તું અને ક્રિષ્ના તો મારી સાથે જ છો ને.
અને મમ્મી, તને કઈ પણ હોય તો અમને કહેજે.
અમે છીએ ને.
એણે આઉટ ઓફ ઈન્ડિયા જવાનું નક્કી કર્યું એની પ્લેન ની ટિકિટ બૂક થઈ ગઈ પછી એણે મનીષ ને એના જવાની વાત જણાવી.
વિધિ : આટલી મોડી??
નીતિ : મનીષ એને પહેલા ખૂબ ટોકતા.
અને એણે મનીષ ને ખાસ કઈ લાવવાનું કીધું હોય તે ભૂલી જતા.
એટલે બંને નો સંબંધ મારી કોશિશો કરવા છતાં ખીલ્યો નહી.
દેવમ મને પૂછતો ઘણું બધુ.
અને મનીષ ને સીધો એનો નિર્ણય જ જણાવતો.
પહેલા તો પણ મનીષ એને વઢતા.
હું દેવમ વારે વારે સમજાતી પણ....
પછી મનીષ એને વઢતા જાતે જ અટકી ગયા અને દેવમ ના દરેક નિર્ણય ને હા કહી વાત પતાવી દેતા.
વિધિ : તો પછી!!
એમને તારા પર અને તારા સંસ્કારો પર કેટલો ભરોસો છે એમ જો ને.
નીતિ : એ છે.
હું જાણું છું પણ એને જતાવવો પડે ને.
કાયમ તમે....
વિધિ : એ વાત પણ બરાબર છે.
પણ કોઈ લોકો એવા જ હોય નીતિ.
એમનો સ્વભાવ એવો જ હોય.
નીતિ : આટલા વર્ષો તો સહન કર્યું.
હજી પણ કરવાનું!!
વિધિ : સ્વભાવ એમ અચાનક થોડો બદલાય જાય.
નીતિ : એમને કદી મન નહી થતું હોય કઈ જુદું, કઈ અલગ કરવાનું??
વિધિ : એ....થતું પણ હોય શકે અને....
નીતિ : ક્રિષ્ના અને એમની વચ્ચે તો એક સંબંધ છે.
ક્યાંક આ બધામાં....એ પણ....
મને ડર વધારે એ વાતનો લાગે છે.
વિધિ : ક્રિષ્ના પણ જાણે છે ને એમને.
થઈ જશે બધુ સમય આવ્યે.
નીતિ : ક્યારે આવશે એ સમય??

* * * *

રાતે

આજે વિધિ અને સારંગ સાથે જમવાનું બનાવી રહ્યા હોય છે.
ગરમાગરમ ઓળો અને રોટલા સાથે ઘી - ગોળ.
વિધિ : the_happyheart ના આજે ઈન્સ્ટાગ્રામ પર 2,000 ફોલોઅર્સ થઈ ગયા.
તે લીલો કાંદો સમારતા કહે છે.
સારંગ : અરે વાહ....!!
Congratulations.
સારંગ ખુશ થાય છે.
વિધિ : સેમ ટુ યુ.
બપોરે જ ખબર પડી પણ કહેતા ભૂલી ગઈ ત્યારે.
સારંગ : હવે તો કઈ મીઠુ પણ બનાવવું પડશે.
વિધિ : ગોળ છે ને.
સારંગ : આજે હું તને મારા હાથનું હોટ ચોકલેટ પીવડાવું પછી મસ્ત.
વિધિ : સારું.
તે મુસ્કાય છે.

* * * *

9:45

કુશલ : વાર લાગી ગઈ આજે??
ક્રિષ્ના માટે દરવાજો ખોલતા તે કહે છે.
ક્રિષ્ના કઈ બોલ્યા વિના અંદર આવી જાય છે.
કુશલ દરવાજો બંધ કરી તેને પાછળથી ભેટી પડે છે તો ક્રિષ્ના રડી પડે છે.
અને કુશળ તરફ ફરી તેને વળગી પડે છે.
કુશલ : શું થયું??
તે ક્રિષ્ના ની પીઠ પર હાથ ફેરવતો રહે છે.

ક્રિષ્ના : હું મમ્મી પપ્પા પાસે જઈને આવી.
તે સહેજ વાર રહીને રડતાં રડતાં જ કહે છે.
કુશલ : તું તારા ઘરે ગયેલી??
કુશલ ને થોડી નવાઈ લાગે છે.
ક્રિષ્ના : પપ્પા હતા ઘરે.
જમવા જ બેઠા હતા.
પણ તેમણે મારી તરફ જોયું પણ નહી.
જાણે....જાણે હું ત્યાં છું જ નહી.
તે થોડી શાંત થતાં કહે છે.
અને આટલું સાંભળતા કુશલ ક્રિષ્ના ના દિલની હાલત સમજી જાય છે.
ક્રિષ્ના : હું સહેજ વાર ત્યાં બેસી પણ ખરી.
પછી એ પાછા હોસ્પિટલ જવા માટે ઉભા થયા ત્યારે તેમને બોલાવ્યા પણ ખરા.
માફી માંગી.
તો પણ કઈ જ નહી.
મારી આંખો ત્યાં જ ઉભા ઉભા ભીની થઈ ગઈ પણ તેમની આંખો એ તો જાણે એક પલકારો ના માર્યો અને જતા રહ્યા.
કુશલ : મારી....મારી સામે જો.
તે ક્રિષ્ના નો ચહેરો પોતાના હાથમાં લેતા કહે છે.
કુશલ : ઉપર જો.
ક્રિષ્ના કુશલ ની સામે જુએ છે.
ક્રિષ્ના : મને હમણાં કઈ સમજાવતો નહી.
કુશલ : હું કઈ જ નથી કરી રહ્યો.
ક્રિષ્ના ફરી કુશલ ને ભેટી પડે છે.

* * * *


~ By Writer Shuchi.