World Radio Day in Gujarati Anything by Mrs. Snehal Rajan Jani books and stories PDF | વિશ્વ રેડિયો દિવસ

વિશ્વ રેડિયો દિવસ

લેખ:- વિશ્વ રેડિયો દિવસની માહિતી.
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની


13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો ડે તરીકે ઉજવાય છે. યુનેસ્કોએ 13 ફેબ્રુઆરીને વર્લ્ડ રેડિયો તરીકે જાહેર કર્યો હતો. રેડિયો વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું માધ્યમ છે. અને તે શક્તિશાળી અને સસ્તું પણ છે.


સંયુક્ત રાષ્ટ્ર સંઘના 67માં સત્ર દરમિયાન 13મી ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો. આ દિવસે વર્ષ 1946માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ વડે આંતરરાષ્ટ્રીય પ્રસારણ સેવાની શરૂઆત કરવામાં આવી હતી.


શિક્ષણના પ્રચાર, અભિવ્યક્તિની સ્વતંત્રતા, સાર્વજનિક ચર્ચા અને અન્ય સમાજ ઉપયોગી કાર્યોમાં રેડિયોની ભૂમિકા અદભૂત રહી છે. જેને લોકો સમક્ષ લઈ જવા સંયુક્ત રાષ્ટ્ર સંઘ શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠને પહેલી વાર 13 ફેબ્રુઆરી 2012ના રોજ વિશ્વ રેડિયો દિવસ ઊજવ્યો અને ત્યારબાદ દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ વિશ્વમાં રેડીયો દિવસની ઉજવણી શરૂ થઈ.

13 ફેબ્રુઆરી એટલે ‘સંયુક્ત રાષ્ટ્ર રેડિયો’ની જન્મતારીખ. આ દિવસે જ વર્ષ 1946માં સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શરૂઆત થઈ હતી. માટે આ દિવસની ખાસ પસંદગી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી છે.


આ દિવસનો ઉદેશ શું છે?

લોકો સુધી રેડિયોના મહત્વને પહોંચાડવાનો.

રેડિયોના માધ્યમથી નીતિ નિર્માતાઓ માહિતી વહેંચે તે માટે પ્રોત્સાહિત કરવાનો .

આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાનો.


ઈતિહાસ:-

ઈ. સ. 1900માં ગુલ્યેલ્મો માર્કોનીએ રેડિયો સંદેશ મોકલવામાં સફળતા મેળવી લીધી હતી. તેણે સૌપ્રથમ એક વ્યક્તિગત રેડિયો સંદેશ ઇંગ્લૅન્ડથી અમેરિકા મોકલવામાં સફળતા મેળવી. કોઈ પણ તાર વગર (વાયરલેસ) ખૂબ લાંબા અંતરે સંદેશો મોકલવાની શરૂઆત માર્કોનીએ કરી હતી. ત્યારબાદ 24 ડિસેમ્બર 1906ની એક સાંજે કેનેડાના વિજ્ઞાની રેગિનાલ્ડ હેસેન્ડેને જ્યારે પોતાનું વાયોલિન વગાડ્યું ત્યારે એટલાન્ટિક મહાસાગરમાં તરતાં તમામ જહાજોના રેડિયો ઓપરેટરોએ વાયોલિનના સૂર પોતાના રેડિયો સેટ પર સાંભળ્યા.


આમ માર્કોની અને રેગિનાલ્ડના આ સફળ પ્રયોગ પછી રેડિયો પ્રસારણના ક્રાંતિકારી પ્રયોગો શરૂ થયા. 1920માં નૌસેનાના રેડિયો વિભાગના નિવૃત્ત ફ્રેક કૉનાર્ડે રેડિયો સ્ટેશન શરૂ કરવાની પરવાનગી મળી. રેડિયો સ્ટેશન શરૂ કરવાની મંજૂરી મળી હોય તેવો આ દુનિયાનો પહેલો વ્યક્તિ હતો. પછી થોડાંક જ વર્ષોમાં દુનિયાભરમાં સેંકડો રેડિયો સ્ટેશન ખૂલી ગયાં.


જૂન 1923માં ભારતમાં ‘રેડિયો ક્લબ ઓફ બોમ્બે’ નામનું પહેલું અને ખાનગી રેડિયો પ્રસાર શરૂ થયું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર 1923માં ‘કલકત્તા રેડિયો ક્લબ’ની સ્થાપના થઈ. આ પણ એક ખાનગી રેડિયો ક્લબ હતું. 23 જુલાઈ 1927ના રોજ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની શરૂઆત થઈ જે ત્રણ વર્ષ બાદ ‘ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સેવા’માં રૂપાંતરિત થઈ. ઑગસ્ટ 1935માં લિયોનેલ ફીલ્ડેનને ભારતના પ્રથમ પ્રસારણ નિયંત્રક બનાવવામાં આવ્યા.


ઈ. સ.1935 પછી આકાશવાણીની શરૂઆત થઈ. સપ્ટેમ્બર 1935ના રોજ મૈસૂરમાં શ્રી એમ.બી. ગોપાલાસ્વામીએ આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું. જો કે તેના એક જ વર્ષ પછી 8 જૂન 1936ના રોજ બધા જ સરકારી, ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ઑલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી.


સ્વતંત્રતા પછી ઈ સ.1956માં ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું નામ બદલીને "આકાશવાણી રાખવામાં આવ્યું અને તે એક રાષ્ટ્રીય પ્રસારણ માધ્યમના રૂપે બહાર આવ્યું. રેડિયો નાટકો, કવિ સંમેલન, વાર્તાલક્ષી જુદા જુદા વિષયો પરના ફીયર, લોકગીતો, ગ્રામ્યલક્ષી કાર્યક્રમો, હવામાન સમાચાર જેવા ઘણા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો ઓલ ઇન્ડિયા પર પ્રસારિત થવા લાગ્યા. જૂનાં ફિલ્મી ગીતો અને ક્રિકેટની કોમેન્ટરી સાંભળવા લોકોનો જુસ્સો અને ઉત્સાહ વધવા લાગ્યો.

રેડિયોનાં અનેક સૂરીલાં સ્મરણો છે. એક જમાનામાં રેડિયો મોટો વૈભવ હતો. ગામમાં જેની પાસે રેડિયો હોય તે વ્યક્તિ શ્રીમંત કે મોભેદાર ગણાતી. જેની પાસે રેડિયો હોય તેના ઠાઠમાઠ વધી જતા. કોઈ છેલબટાઉ ગામમાં નવો રેડિયો લાવે એટલે કાંખમાં છોકરું તેડ્યું હોય તેમ તેને તેડીને શેરીમાંથી નીકળે, રેડિયો પર મોટા અવાજે ભજન વાગતું હોય. સવારે કોઈના ઘરે મોટેથી રેડિયો વાગતો હોય અને લોકો ભજનનો આનંદ લૂંટતા હોય. સવારે 8 થી 9 ઓલ ઈન્ડિયા રેડિયો પર આવતાં ગીતો આજે પણ કાનમાં ગૂંજે છે. હવામહેલ કે છાયાગીત જેવા કાર્યક્રમો સાંભળવાની મઝા આવતી. શાણાભાઈ શકરાભાઈ ભૂલ્યા ભૂલાય તેમ નથી.

સાંજે રજૂ થતા પ્રાદેશિક સમાચાર શેરીના બધાં લોકો રેડિયો પર સાથે સાંભળતાં. રેડિયો પર રજૂ થયેલાં અનેક રૂપકો અને નાટકો એ રીતે રજુ થતાં કે જાણે આપણી આંખ સામે જ એ દ્રશ્ય ભજવાઈ રહ્યું છે. આખા ગામને જ્યારે કોઈ સુચના આપવાની હોય ત્યારે એનું પ્રસારણ ગ્રામ પંચાયત રેડિયો પર જ કરતી હતી.


જ્યારે ટીવી ન્હોતું અને માત્ર રેડિયો જ હતો ત્યારે ક્રિકેટની કોમેન્ટ્રી રેડિયો પર જ સાંભળવી પડતી. એવી સરસ રીતે આ કોમેન્ટ્રી થતી કે જાણે આપણે એ ક્રિકેટનાં ગ્રાઉન્ડ પર જ ઉભા છીએ.


પોતાના અસ્તિત્વને બચાવવા માટે હવાતિયા મારી રહેલા રેડિયોનો આજે જન્મદિવસ છે. ત્યારે આજના દિવસે ગોંડલ સાથે જોડાયેલું એક સંભારણું યાદ કરીએ.


અંગ્રેજોના શાસન દરમ્યાન રેડિયો સાંભળવા લાયસન્સ પ્રથા શરૂ કરાઈ ત્યારે ગોંડલ એકમાત્ર સ્ટેટ હતું જ્યાં રેડિયો સાંભળવા માટેના લાયસન્સ પર કોઇપણ પ્રકારનો ટેક્સ વસૂલવામાં આવતો નહોંતો. ગોંડલના રાજવી સર ભગવતસિંહજીએ અંગ્રેજો સમક્ષ દરખાસ્ત મૂકી હતી કે મારું રાજ્ય સંપૂર્ણ ટેક્સ ફ્રી રાજ છે તો રેડિયો સાંભળવા માટે પણ પ્રજા ટેક્સ ન ચૂકવે અને તેમ છતાં જો આપ આ દરખાસ્ત સાથે સહમત ન હોય તો મારા રાજ પરથી રેડિયોના તરંગો પસાર કરવાનું અટકાવી દો. અંતે રાજવીની આ રજૂઆત સામે અંગ્રેજ સરકાર ઝૂકી હતી અને ગોંડલ સ્ટેટની જનતાને આ ટેક્સમાંથી મુક્તિ આપી હતી.


ભારતમાં રેડિયોની શરૂઆત:-

ભારતમાં રેડિયોની શરૂઆત અંગ્રેજોના સમયગાળા દરમિયાન ઈ. સ. 1923માં થઇ હતી પરંતુ પછી કંપની ખાડામાં જતાં ઈ. સ. 1930થી બ્રિટિશ સરકાર દ્વારા રેડિયોનું કામકાજ સંભાળવામાં આવતું. સમય પસાર થતાં ભારત આઝાદ થયું અને ઈ. સ. 1956માં ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ 'આકાશવાણી' રાખવામાં આવ્યું. આ ઘટનાને આજે વર્ષો વીતી ગયા છે પરંતુ રેડિયોના ચાહકો આજે પણ જોવા મળે છે.


સેટેલાઈટ રેડિયો, સામુદાયિક રેડિયો, બ્રોડબેન્ડ રેડિયો, કેમ્પસ રેડિયો, એફ.એમ. રેડિયો, એ.એમ રેડિયોના રૂપે આજે રેડિયો આપણને મનોરંજન, શિક્ષણ અને માહિતી આપતું સરળ અને સુલભ, શ્રાવ્ય માધ્યમ બની ગયું છે.


શિક્ષણના પ્રચાર, અભિવ્યક્તિની સ્વતંત્રતા, સાર્વજનિક ચર્ચા અને અન્ય સમાજ ઉપયોગી કાર્યોમાં રેડિયોની ભૂમિકા અદભૂત રહી છે. જેને લોકો સમક્ષ લઈ જવા સંયુક્ત રાષ્ટ્ર સંઘ શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠને પહેલી વાર 13 ફેબ્રુઆરી 2012ના રોજ વિશ્વ રેડિયો દિવસ ઊજવ્યો અને ત્યારબાદ દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ વિશ્વમાં રેડીયો દિવસની ઉજવણી શરૂ થઈ.
13 ફેબ્રુઆરી એટલે ‘સંયુક્ત રાષ્ટ્ર રેડિયો’ની જન્મતારીખ. આ દિવસે જ વર્ષ 1946માં સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શરૂઆત થઈ હતી. માટે આ દિવસની ખાસ પસંદગી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી છે.વર્ષ 1900માં ગુલ્યેલ્મો માર્કોનીએ રેડિયો સંદેશ મોકલવામાં સફળતા મેળવી લીધી હતી. તેણે સૌપ્રથમ એક વ્યક્તિગત રેડિયો સંદેશ ઇંગ્લૅન્ડથી અમેરિકા મોકલવામાં સફળતા મેળવી. કોઈ પણ તાર વગર (વાયરલેસ) ખૂબ લાંબા અંતરે સંદેશો મોકલવાની શરૂઆત માર્કોનીએ કરી હતી. ત્યારબાદ 24 ડિસેમ્બર 1906ની એક સુંવાળી સાંજે કેનેડાના વિજ્ઞાની રેગિનાલ્ડ હેસેન્ડેને જ્યારે પોતાનું વાયોલિન વગાડ્યું ત્યારે એટલાન્ટિક મહાસાગરમાં તરતાં તમામ જહાજોના રેડિયો ઓપરેટરોએ વાયોલિનના સૂર પોતાના રેડિયો સેટ પર સાંભળ્યા.


આમ માર્કોની અને રેગિનાલ્ડના આ સફળ પ્રયોગ પછી રેડિયો પ્રસારણના ક્રાંતિકારી પ્રયોગો શરૂ થયા. ઈ. સ.1920માં નૌસેનાના રેડિયો વિભાગના નિવૃત્ત ફ્રેક કૉનાર્ડે રેડિયો સ્ટેશન શરૂ કરવાની પરવાનગી મળી. રેડિયો સ્ટેશન શરૂ કરવાની મંજૂરી મળી હોય તેવો આ દુનિયાનો પહેલો વ્યક્તિ હતો. પછી થોડાંક જ વર્ષોમાં દુનિયાભરમાં સેંકડો રેડિયો સ્ટેશન ખૂલી ગયાં.જૂન 1923માં ભારતમાં ‘રેડિયો ક્લબ ઓફ બોમ્બે’ નામનું પહેલું અને ખાનગી રેડિયો પ્રસાર શરૂ થયું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર 1923માં ‘કલકત્તા રેડિયો ક્લબ’ની સ્થાપના થઈ. આ પણ એક ખાનગી રેડિયો ક્લબ હતું. 23 જુલાઈ 1927ના રોજ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની શરૂઆત થઈ જે ત્રણ વર્ષ બાદ ‘ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સેવા’માં રૂપાંતરિત થઈ. ઑગસ્ટ 1935માં લિયોનેલ ફીલ્ડેનને ભારતના પ્રથમ પ્રસારણ નિયંત્રક બનાવવામાં આવ્યા.મહત્વની વાત એ છે કે ઈ .સ.1935 પછી આકાશવાણીની એન્ટ્રી થઈ. સપ્ટેમ્બર 1935ના રોજ મૈસૂરમાં શ્રી એમ.બી. ગોપાલાસ્વામીએ "આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું. જો કે તેના એક જ વર્ષ પછી 8 જૂન 1936ના રોજ બધા જ સરકારી, ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને "ઑલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી.


સ્વતંત્રતા પછી ઈ. સ.1956માં ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું નામ બદલીને "આકાશવાણી રાખવામાં આવ્યું અને તે એક રાષ્ટ્રીય પ્રસારણ માધ્યમના રૂપે બહાર આવ્યું. રેડિયો નાટકો, કવિ સંમેલન, વાર્તાલક્ષી જુદા જુદા વિષયો પરના ફીયર, લોકગીતો, ગ્રામ્યલક્ષી કાર્યક્રમો, હવામાન સમાચાર જેવા ઘણા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો ઓલ ઇન્ડિયા પર પ્રસારિત થવા લાગ્યા. જૂનાં ફિલ્મી ગીતો અને ક્રિકેટની કોમેન્ટરી સાંભળવા લોકોનો જુસ્સો અને ઉત્સાહ વધવા લાગ્યો.


રેડિયોની ઓળખ ક્રિકેટ કોમેન્ટરી અને જૂનાં ગીતોથી થવા લાગી. પાડોશી દેશ શ્રીલંકાએ પણ રેડિયો સિલોન થી ભારતીય જનતાના માનસપટ પર રાજ કર્યું તેના અત્યંત લોકપ્રિય કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’થી અમીન સાયાની તેના બ્રાન્ડ બની ગયા.તેમનો અવાજ જ તેમની ઓળખ બની ગઈ.


રેડિયો અને ગુજરાત:-

રેડિયો સીલોનને ટક્કર આપવા જ ભારતમાં ‘વિવિધ ભારતી’ની શરૂઆત થઈ. ગુજરાત રાજયમાં સૌ પ્રથમ વડોદરા ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા ઈ. સ.1939માં રેડિયો સ્ટેશન શરૂ કરાયું. જે આઝાદી બાદ સરકારશ્રીને સોંપી દેવામાં આવ્યું અને ઈ. સ.1949માં અમદાવાદમાં રેડિયો સ્ટેશન શુભારંભ કરાયો જ્યારે રાજયનાં ત્રીજા રેડિયો સ્ટેશનની ઈ. સ.1955માં રાજકોટ કેન્દ્રની શરૂઆત થઈ.


જયારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે મનોરંજનનું કોઇ સાધન ન હતું તેવા વખતમાં 4 જાન્યુઆરી 1955માં પદ્મશ્રી દુલા ભાયા કાગ, જયમલ્લભાઇ પરમાર અને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના અનેક પ્રયાસોથી રાજકોટ આકાશવાણી કેન્દ્રનો પ્રારંભ થયો હતો.


રાજકોટ ખાતે રેડિયો સ્ટેશનની સ્થાપનાએ સૌરાષ્ટ્ર માટે સુવર્ણ પ્રભાત સમાન બની રહી હતી. રાજકોટ ખાતે 1 કિલો વોટના ટ્રાન્સમિટર વડે પ્રસારણ શરૂ થયું. ત્યારબાદ સરહદી વિસ્તારને ધ્યાને લઇને 13 જુલાઇ 1987માં 300 કિલો વોટ અને મીડિયમ વેવ પ્રસારણની સવલત પ્રાપ્ત કરાવાઇ, જેના દ્વારા માહિતી, મનોરંજન, શિક્ષણના વિવિધ પ્રોગામનું પ્રસારણ કરવામાં આવે છે.


લોકો મન ભરીને રેડિયો સાંભળતા. વર્ષ 1940થી 1970માં જે જૂનાં ગીતો રેડિયો પર પ્રસારિત પૉપ થી લઈને ફોક સુધીના ગીતો આજે અમર ગીતોની યાદીમાં આવે છે.


જેની પાસે રેડિયો હોય તે મોભેદાર ગણાતો:-

રેડિયાના વૈભવની વાત કરીએ તો ગામમાં જેની પાસે રેડિયો હોય તે વ્યક્તિ ગામડામાં શ્રીમંત કે મોભેદાર ગણાતો. જેની પાસે રેડિયો હોય તેના માનપાન વધી જતા. ગામમાં કોઈ નવો રેડિયો લાવે એટલે તેને જોવા માટે લોકો ટોળા વળતા. સાઇકલમાં આગળ લગાડેલ એક લોખંડનું સ્ટેન્ડ અને તેમાં બેસાડેલ પૌત્ર કે પૌત્રીને લઇને દાદા રેડિયો સાંભળતા ગામની ઉભી બજારેથી નીકળતા. આમાં મારો પોતાનો પણ સમાવેશ થાય છે.

સૌજન્ય:- ઈન્ટરનેટ

લેખિકા:- શ્રીમતી સ્નેહલ જાની.

Rate & Review

Balkrishna patel

Balkrishna patel 5 months ago

Vipul Petigara

Vipul Petigara 6 months ago

Falguni Dost

Falguni Dost Matrubharti Verified 6 months ago