Vagdana Phool - 7 books and stories free download online pdf in Gujarati

વગડાનાં ફૂલો - 7

"વખતસંગભાઈના ખોરડે આજે તો કોઈ મહેમાનો ઉમટ્યા સે લાગે સે! એની કંચનનું નક્કી થઈ ગયું લાગે સે. જો ને બાઈ કેટલા મેમાન આવ્યા સે." ઓટલે બેસેલી, કે પછી શેરીમાંથી પસાર થતી મોરલા જેવી ડોકું ઉપરનીચે ફેરવી ઘરમાં શું થઈ રહ્યું છે એની ભાળ મેળવવા પાડોસણું અધીરયું બન્યું હત્યું. કોઈ તો વળી દીવાલની લગોલગ કાન માંડી સંભળાવા પણ ઊભી રેત્યું.. બારીમાંથી સહેજ દૂર ઊભ્યું રહી ડોકાઈ કંચનના થનાર ઘરવાળાને જોવા બહેનપણીઓ પડાપડી કરવા લાગ્યું.

ખાટલે પાથરેલ રુએલ ધોરી, લાલ કિનારીઓવાળી રજાઈ ઉપર પગ ઉપર પગ ચડાવી બેસેલો રવજી રાજા રજવાડાની માફક શોભી રહ્યો હતો. શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં રવજીને ઉધરસનાં હળવા ઘસરકા આવી રહ્યા આવી રહ્યા હતા.

" રવજીને સળેખમ( શરદી) થઈ સે તે! ટાઢમાં પાણી વાળવા જવું. માલ ઢોર હાચવવા હંધાય કામ મારા રવજી માથે છે." જમકૂમાં ઠવકાઇથી બોલ્યા.

"અરડુંહીનાં પાનનો ઉકારો પાઈ નાખો ઘા ભેરી ઉધરસ મટી જાહે. " વખતસંગભાઈએ કહ્યું.

" કાના! જા એભલભાઈને હ્યાંથી આરાડુહી લેતો આયવ. પાણીમાં ખદખદાવી નાખું." હીરાબેન કંચનને રસોડામાં જવા ઈશારો કરતા બોલ્યા. કંચન, આંખનો ઈશારો સમજી રસોડામાં ગઈ ચૂલામાં ઢબુરેલો દેવતા ખસેડી નાખ્યાં. છાણાને ચૂલાની પાળમાં પછાડી એક કટકા કર્યા.કંચને હાથમાં પહેરેલી બંગળીઓનો રણકાર રસોડાની બારીની તદન નજીક બેસેલ રવજીના કાનમાં ગુંજવા લાગ્યો. ને કંચન સાથેના સોનેરી સપનાઓને પાંખું ફૂટી. ત્યાં ફરી ઉધરસનો આવેગ આવ્યો. ને રવજી ત્યાંથી ઊભો થઈ વાડા તરફ ઝડપભેર ચાલ્યો.

વાડામાં પહોંચતાની સાથે માંડ માંડ રોકાયેલા ગળફાઓ બહાર આવી ગયા. ખાસી ખાસિને વાંકો વળી ગયેલ રવજીનું મોં રાતુચોળ થઈ ગયું.

" થોડું પાણી પી લો!" મીઠો રણકાતો આવાજ રાવજીના હદય સોંસરવો ઉતરી ગયો.

રાવજીએ પાછળ ફરીને જોયું તો રૂપાળી, પાતળી , નવરાશમાં હિરે મઢેલી પૂતળીની માફક ચમકતી કંચનની કંચનવર્ણી કાયા છેક છાતી સુધી ઘુંઘટો તાણીને ઊભી હતી. ઘુંઘટમાંથી આછો એવો દેખાઈ રહેલા ચહેરા સામે રવજી ઘડી ભર તાકી રહ્યો. " પાણી પી લો! હમણાં સારું થઈ જાશે." કંચને પાણીનો લોટો રવજી સામે ધર્યો.

રવજીએ લાગ જોઈને બંડીમાંથી કાગળની પડીકી કાઢી ખોલી. કંચને પડિકીમાં રહેલી રંગબેરંગી માદેડી, લાંબી ,ગોળ, ભાતભાતની દવાઓની ટિકડિયું જોઈ અને પેટમાં ફાળ પડી. એની આંખો ઉભરાઈ આવી. સવારથી ખાસી રહેલાં રવજીનો ભેદ કંચન સામે ખુલી ગયો. ત્યાં એકા એક જમકુમાંનાં કહેલાં વેણ રવજીના મગજમાં ભમવા લાગ્યા." કોઈને ખબર ન પડવા દેતો. ક્યાંય ગળફા ન કાઢતો , બે ઘડી ઉધરસને દાબી રાખજે. "

" માં ઉધરસ કંઈ દાબી દબાઈ ખરી.?

" એ હું જોઈ લઈશ. તું વાત બાર નાં પાડતો.ખબરદાર! જો સત્યવાદી થવા ગયો તો. માંડ માંડ કરીને ગોઠવાયું સે."

" માં મારે કોઈને છેતરવા નથી.સાચું કહેવામાં કઈ ગુનો તો નથી ને. એને વાત ગળે ઉતરશે તો હા પાડશે નહિ તો નાં! બીજું હુ."

" જાજી માથાકૂટ રેવા દે! હું જે કવ એમજ થાસે."
જમકુમાં હાથમાં ભરતભરેલી થેલી ઝુલાવતા બહાર નીકળી ગયા. એની પાછળ પાછળ રવજી પણ રૂમાલમાં મો દબાવતો ચાલતો થયો."

માં દીકરાની વાતો ધ્યાન દઈ સાંભળતી કડવિની આંખો માં દીકરા બંનેને જતાં જોઈ રહી. કડવી મનમાં બબડી" ઢાંક્યું ક્યાં લગણ રાખશો. એક દી તો ઉઘાડા પડશો તે દી! તે દી કેટલાને જવાબ દેહો."

જમકુમાં એ સાત ગાળિયા ફેરવીને રવજી અને કંચનના સગપણનાં રૂપિયો નારિયેળ દઈ દીધા હતા. રખેને! કડવી જો કઈ બાફી મારે તો એ બીકે તે દાહડે કડવીને ઘરે રહેવાનો હુકમ છોડવામાં આવ્યો હતો. પરબતભાઈ અને કડવીબહેનનાં લગન પણ કઈક આમ જ થયા હતા.

"મારો દીકરો વિદેશમાં કમાય સે. છેક દુબેઈ! ને એ દિવસોમાં દુબઇની ધાક કંઈ અમથી હતી. દુબઇની સફર ખેડીને આવનારો જાણે આખું વિશ્વ ફરીને આવ્યો હોય એવું લાગતું." લગન પસી તો માંડ બે દી બેયને હારે રેવા દીધા. ને પસી તો જમકુમાંએ પરબતભાઈને દુબઈ મોકલી દીધા.

પરબતભાઈ આકરા મગજના તો ખરા! પરંતુ એકા'દ વાર દુબઇની સફર ખેડીને આવ્યા એટલે દુનિયા જોઈ ચૂક્યા હતા. સાવ જુનવાણી વિચારો ધરાવતા જમકુ માં સાથે પરબતભાઇને હવે જરાયે બનતું ન હતું. પરબતભાઈ હોત તો રવજીનાં લગ્નમાટે ખેલયેલું ષડયંત્ર ક્યારેય સફળ ન થાત. એ ડરના લીધે જ પરબતભાઇને વહેલાસર દુબઈ ભેગા કરી દેવાની યોજના પણ જમકુમાંની જ હતી. રવજી માટે કંચનને તો જામકૂમાંએ ઘણા વખત પહેલાં પસંદ કરી હતી. પરંતુ જ્યાં સુધી પરબતભાઈનું લગન નાં થાય ત્યાં સુધી રવજીને કેમ પરણાવવો!

" વેવાઈ ઉતાવળ કરાવે સે લગનની. તું ઝટ આવતો રે ." રોજે ગામનાં એક બે ચોપડીઓ ફાળેલા ભાંગ્યું તૂટ્યું લખી જાણનારાઓ પાસે તાર, ટપાલ લખી લખીને મોકલાવ્યા ત્યારે છેક પરબતભાઈ વતન પાછા ફર્યા હતા.

તારો વર તો દુબઈનો હો! કડવીતો બાય ભારે નસીબ વાળી હો! કહેતી કેડે ચિંટ્યા ભરતી સહેલીઓ મનમાં ઈર્ષાથી બળી ઉઠતી. કડવી મનમાં મલકાઈ પોતાના નસીબ ઉપર ગર્વ કરતી. પરંતુ એ નસીબ જમકુમાંનાં જુનવાણી રહેણીકહેણી, વિચારો અને ગરમમિજાજ સામે નસીબ પણ પાંગરું બની ગયું હતું.

( ક્રમશ..)