Chakravyuh - 27 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 27

ચક્રવ્યુહ... - 27

પ્રકરણ-૨૭

“મેડમ, મે આઇ કમ ઇન?”   “યસ કમ ઇન.” કાશ્મીરા બહુ ગહન વિચારધારામાં હતી ત્યાં રોહનને પરમીશન આપતા કહ્યુ.   “જી મીસ્ટર રોહન, કહો શું કામ છે?” બેસવાની પણ ફોર્માલીટી ન કરતા કાશ્મીરાએ ડાઇરેક્ટ મુદ્દા પર આવી.

મેડમ, આઇ વોન્ટ ટુ રીઝાઇન. પ્લીઝ ટેઇક ધીસ રેઝીગ્નેશન લેટર એન્ડ એક્સેપ્ટ ઇટ.”

“વ્હોટ? આર યુ મેડ મિસ્ટર રોહન? એની સ્પેશીયલ રીઝન?” કાશ્મીરા ખુરશી પરથી ઊભી થઇ ગઇ.   “યસ મેડમ, હવે મારાથી અહી જોબ થઇ શકે તેમ નથી.” કહેતા રોહને પોતાનું રાજીનામુ ટેબલ પર ધર્યુ.   “પણ પ્રોબ્લેમ શું છે એ ક્લીયર કરશો તમે મિસ્ટર રોહન? આવડી તગડી સેલેરી છે, રહેવા માટે ફ્લેટ આપ્યો છે, દર વર્ષે ખાસ્સુ મોટુ બોનસ મળે છે તો પછી અહી શું પ્રોબ્લેમ છે?” કાશ્મીરા ગુસ્સાથી લાલચોળ થઇ ગઇ.

“મેડમ, અહી કામ કરવામાં મને બીજો કોઇ પ્રોબ્લેમ નથી પણ ઇશાન સાહેબના જન્મ દિવસે જે બન્યુ છે તેનાથી તમને તો સાયદ કોઇ ફર્ક પડતો નથી પણ દિન પ્રતિદિન ઓફિસમાં મારી હસી મજાક થાય છે, મારી પીઠ પાછળ મારા વિષે જે કોમેન્ટ્સ પાસ કરવામાં આવે છે તેનાથી હું તંગ આવી ગયો છું. તમે તો સગાઇ કરવાની ના કહી દીધી તેનાથી તમને કોઇ ફર્ક નહી પડે, તમને ભવિષ્યમાં અતિ યોગ્ય પાત્ર મળી જશે પણ તે દિવસે મારુ અને ખાસ કરીને મારા મમ્મી-પપ્પાનું અપમાન થયુ છે તે મારાથી સહન થઇ શકે તેમ નથી. બસ પ્લીઝ આ જ રીઝનથી હું રીઝાઇન કરવા માંગુ છું.”

“લુક રોહન, પર્શનલ અને પ્રોફેશનલ મેટરને જોડવાની કોશીષ ન કરો. જે થયુ તે મારી જાણમાં ન હતુ નહી તો અહી સુધીની નોબત આવત જ નહી. તમે અને તમારા મમ્મી પપ્પાએ મારા ફાધર સાથે જે થયુ તેની વાત મને જો એક વખત કહી હોત તો હું સાફ સાફ ના કહી દેત અને તમારી કે તમારા પેરેન્ટ્સની મજાક બધાની વચ્ચે ના બનત.”   “મેડ્મ મે એક બે વખત મે તમને કહેવાની કોશીષ કરી હતી પણ કોઇના કોઇ બાબતે એ વાત મારા હોઠ સુધી ન આવી. ઓ.કે. માય ફોલ્ટ, સો પ્લીઝ આઇ રીકવેસ્ટ યુ ટુ એક્સેપ્ટ માય રીઝાઇન.” આટલુ કહેતો રોહન બહાર નીકળી ગયો.**********   “પ્લીઝ રોહન, એક વખત વિચારી લે, આવી જોબ તને બીજે ક્યાંય નહી મળે. મેડમે જે કર્યુ તે કર્યુ પણ તેનાથી તુ શું કામ તારુ ભવિષ્ય બગાડવા પર ઊતર્યો છે?” રોશનીને બધી વાતની ખબર પડતા તે રોહનને સમજાવવા ગઇ.   “રોશની, આ દુનિયામાં પૈસા જ મહત્વના નથી, આઇ હેવ માય સેલ્ફ-રિસ્પેક્ટ. અને મારુ સ્વાભિમાન મને હવે અહી જોબ કરવા દે એમ નથી. જીવનમાં પૈસો ભલે ઓછો મળે પણ સ્વાભિમાન ક્યારેય ઓછુ થવુ ન જોઇએ. મે હંમેશા મારી નજર ઊંચી રાખીને જ કામ કર્યુ છે અને અત્યારે પટ્ટાવાળાથી માંડીને કાલનો આવ્યો રાજુ જ્યારે મારી ખીલ્લી ઉડાવે છે તે મારાથી સહન થઇ શકે તેમ નથી.”   “રોહન, આ લોકો થોડો ટાઇમ બોલશે બાકી સમય જતા બધુ ભૂલાઇ જાય છે, સમાજમાં બે ચાર લોકો આપણી સામે આંગળી ચીંધે તેનો મતલબ એવો નથી કે આપણે સમાજમાં રહેવાનુ અને ઉઠવા બેસવાનુ છોડી દઇએ. યુ હેવ ટુ થીંક અગેઇન અબાઉટ ધીસ રેઝીગ્નેશન.”

“મે વિચારી લીધુ છે, એક વાર નહી સો વાર વિચારી લીધુ છે અને મારુ માઇન્ડ અને હ્રદય હવે મને અહી કામ કરવાની રજા આપતુ નથી. સો પ્લીઝ એ બાબતે આપણે ચર્ચા ન કરીએ તો સારૂ છે.”   “પણ રોહન.............”

“પ્લીઝ રોશની, આઇ ક્નો યુ આર માય વેલ-વીશર પણ આ બાબતે હવે આપણે ચર્ચા નહી જ કરીએ. પ્લીઝ લીવ મી અલોન ફોર સમટાઇમ પ્લીઝ.”

“ઓ.કે. સોરી ઇફ આઇ હર્ટ યુ પણ હજુ કહીશ કે એકવાર વિચારજે જરૂર.” કહેતી રોશની ત્યાંથી જતી રહી.

**********  

“મળી ગઇ ખુશી તને કાશ્મીરા? તારી જીદ્દ જીતી ગઇ. હવે તો મનને સુકુન મળી ગયુ ને?” સુરેશ ખન્નાએ પોતાનો ગુસ્સો ઉતારતા કહ્યુ.

“પાપા પ્લીઝ, શાંતિથી જમવા તો દ્યો અને આ બધુ શું છે? એવુ તો શું મે કરી નાખ્યુ કે તમે આ બરાડી રહ્યા છો?”   “હું બરાડી નથી રહ્યો જે સત્ય હકિકત છે એ કહુ છું. તારી જીદ્દના કારણે સગાઇ તો થતી રહી પણ આપણે એક હોનહાર અને વિશ્વાસુ એમ્પ્લોઇને ખોઇ બેસવાના છીએ.”   “પ્લીઝ ખન્ના સાહેબ, શાંત થાઓ પ્લીઝ.” આરામથી જમી તો લ્યો પછી શાંતિથી બેસીને ચર્ચા કરજો.” જયવંતીબેને સુરેશ ખન્નાને શાંત પાડતા કહ્યુ.   “જમવાનુ માય ફુટ. જે દિવસથી તે સગાઇની ના પાડી છે ત્યારથી એક દિવસ એવો નથી આવ્યો જે દિવસે ટેન્શન આપણા આંગણે આવ્યુ ન હોય. આજના જમાનામાં વિશ્વાસુ લોકો મેળવવા અને તેને જાળવી રાખવા એ બહુ કઠીન છે અને આપણા મેડમ તો પોતાની જીદ્દ એવી તે પકડીને બેસી ગયા છે કે તેની સામે ભલેને બીજુ બધુ દાવ પર ન લાગી જાય.”   “પાપા, પ્લીઝ કાલ્મ ડાઇન. એવુ તે મે કાંઇ મોટો ગુનાહ નથી કર્યો કે તમે મને આમ દંડી રહ્યા છો. એક એમ્પ્લોઇ જાશે તો રોહન જેવા બીજા દસ આપણી કંપનીમાં આવવા તૈયાર જ હશે. ચપટી વગાડતા જ રોહન જેવા દસ તમારી સામે ઊભા રહી જશે.”

“બસ કાશ્મીરા બસ, તારી ભૂલ સ્વિકારવાને બદલે તુ આમ જીભાજોડી કરે છે, હું હજુ તને કહું છું કે સમય ગયો નથી, રોહન ઇઝ ધ બેસ્ટ ફોર યુ એન્ડ અવર કંપની.”

“પાપા કંપની માટે બેસ્ટ છે એ હું માનુ છું પણ મારા માટે બેસ્ટ છે કે કેમ એ બાબતનો નિર્ણય મને લેવા દ્યો તો સારૂ રહેશે.” જમવાનુ વચ્ચેથી જ છોડી તે પોતાના રૂમમાં દોડી ગઇ.   “આ છોકરીને કોણ સમજાવે કે આ જ રીતે પોતાની જીદ્દ પર તે ઊભી રહી તો આજીવન આપણા ઘરે બેસવાનો વારો આવશે.”   “તમે તો જમી લો, શું કામ જમવા ઉપર તમારો ગુસ્સો કાઢો છો?”

“પેટ ભરાઇ ગયુ મારુ.” બોલતા ખન્ના સાહેબ પણ નીકળી ગયા.   “હે ભગવાન, આ બન્ને બાપ-દિકરીને સદબુધ્ધી આપજો.” જયવંતીબેન પણ થાળીને હાથ જોડી ઊભા થઇ ગયા.

**********  

“ઇશાન, વ્હેર આર યુ?”

“આઇ એમ એટ હોમ બેબી, વ્હોટ હેપ્પન્ડ?”

“પ્લીઝ કમ ફાસ્ટ હીઅર. આઇ વોન્ના મીટ યુ.”   “ઓહ્હ્હો. બહુ તડપે છે મારા વિના તુ તો. આદત પડી ગઇ છે કે શું મારી?”   “ઇશાન આઇ એમ સીરીયસ. પ્લીઝ કમ ફાસ્ટ. ઇટ્સ વેરી અર્જન્ટ.”   “ઓ.કે. ઓ.કે. કમીંગ. જસ્ટ ચીલ બેબી.” કહેતા ઇશાને ફોન કટ કરી નાખ્યો અને અરાઇમાના ઘરે જવા નીકળ્યો.

To be continued…………

Rate & Review

Dilip Thakker

Dilip Thakker 3 weeks ago

bhavna

bhavna 3 weeks ago

Naresh Bhai

Naresh Bhai 4 weeks ago

Deepa Shah

Deepa Shah 4 weeks ago

Vaishali

Vaishali 4 weeks ago