Chakravyuh - 28 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 28

ચક્રવ્યુહ... - 28

પ્રકરણ-૨૮

“કેમ આટલી વાર લાગી દરવાજો ખોલતા? ક્યારનો બેલ મારુ છું.” ઇશાન ગુસ્સે થતા બોલતો જ હતો ત્યાં અરાઇમા ઇશાનને ભેટી ચોધાર આંસુએ રડવા લાગી.

“શું થયુ વળી? અચાનક આ રીતે કેમ રડે છે? એની પ્રોબ્લેમ? કોઇએ કાંઇ કહ્યુ તને?” ઇશાને એક શ્વાસે ઘણા પ્રશ્ન પૂછી નાખ્યા પણ સામે અરાઇમા બસ રડે જઇ રહી હતી. તેની વાંચા તો જાણે હણાઇ જ ગઇ હતી. અસ્ત વ્યસ્ત કપડા, ખુલ્લા વાળ અને ઘણા સમયથી રડી રડીને લાલઘુમ થયેલી આંખો અને કોઇ ડરને કારણે ધૃજતુ અરાઇમાનું શરીર. આ બધુ જોઇને ઇશાન પણ ડઘાઇ ગયો.

“પ્લીઝ યાર આમ રડૅવાથી મને કેમ ખબર પડશે કે તને શું પ્રોબ્લેમ છે? ટેલ મી યાર વ્હોટ હેપ્પન્ડ? આઇ કાન્ટ સી યુ ક્રાઇંગ લાઇક ધેટ.”   “મારે મરી જવુ છે ઇશાન, આઇ કાન્ટ લીવ નાઉ. મને મનમાં બહુ બીક લાગે છે. હું મરી જઇશ. મારે નથી જીવવું.” અરાઇમા ઇશાનને વળગીને રડતા રડતા બોલી.   “ક્યારની રડે જાય છે તુ અને હવે આમ બોલે છે? વીલ યુ પ્લીઝ ટેલ મી ક્લીઅર્લી વ્હોટ હેપ્પન્ડ વીથ યુ?” ઇશાનના મગજનો પારો ચડી ગયો અને તેણે અરાઇમાને ધક્કો દેતા કહી નાખ્યુ.

“આઇ એમ પ્રેગ્નેન્ટ.” સામા છેડેથી અરાઇમા એકજાટકે બોલી ગઇ અને ઇશાન સ્તબ્ધ બની ગયો. તેની આંખો ફાટી ગઇ અને બસ તે અરાઇમા સામે એકનજરે જોઇ જ રહ્યો.   “ઇશાન આઇ એમ પ્રેગ્નેન્ટ. સાંભળે છે તુ? હું તારા સંતાનની મા બનવાની છું.” ઇશાનને બન્ને હાથે હળબળાવતી અરાઇમા કહી રહી હતી પણ ઇશાન તો જાણે સુધબુધ જ ભૂલી ગયો હતો.   “આર યુ મેડ? તુ જાણે છે કે તુ શું બોલે છે? અરાઇમા આ સાચુ ન હોય. પ્લીઝ તુ મારી સાથે મજાક કરે છે ને?”

“આઇ એમ નોટ જોકીંગ યાર. આઇ હેવ ચેક્ડ ઇટ માયસેલ્ફ એન્ડ રિપોર્ટ ઇઝ પોઝીટીવ. છતા પણ તને લાગતુ હોય કે હું ખોટુ કહું છું તો ચાલ આપણે ક્લીનીક જઇએ.” અરાઇમાની આંખોમાં પણ ગુસ્સો તરી આવતો દેખાયો.   “ઓહ માય ગોડ.” ઇશાન માથે હાથ દઇ ત્યાં સોફા પર જ બેસી ગયો. તેને શું કરવુ, શું ન કરૌં એ કાંઇ સમજાતુ ન હતુ.

“વ્હોટ હેપ્પન્ડ વીથ યુ નાઉ? તુ સમજે પણ છે કે શું થયુ છે અને આ બધુ જે થયુ તેનો શું અંજામ આવશે?” અરાઇમાએ ઇશાનનું ટી-શર્ટ ખેંચી તેને કહ્યુ. એક અલગ જ પ્રકારનું ઝુનુન અરાઇમાના સ્વરમાં ઉતરી આવ્યુ હતુ.   “અરાઇમા પ્લીઝ મને વિચારવા દે. જે થયુ તેમા આપણા બન્નેની ભૂલ છે, હવે કાંઇક કરવુ પડશે. આઇ એમ સો સોરી અરાઇમા. પ્લીઝ કાલ્મ ડાઉન.”

“હવે કાંઇ થાય એમ નથી, પ્લીઝ લીવ મી અલોન. આઇ વોન્ટ ટુ ડાઇ ઇશાન.”

“ડોન્ટ સે લાઇક ધીસ. યુ આર માય લાઇફ. પ્લીઝ ડરવાની જરૂર નથી. તુ અકારણ ડરે છે યાર. લેટ’સ ગો ટુ ધ હોસ્પિટલ.”

“હોસ્પિટલ????”   “યા આ રીતે ચેક કરવામાં સાયદ તારી ભૂલ પણ હોઇ શકે માટે આપણે ખાત્રી કરી આવીએ.”   “પણ યાર તારુ કે મારુ કોઇ ઓળખીતુ ત્યાં મળી જશે તો પ્રોબ્લેમ થશે.”   “હવે જે થાય તે, આપણે જે કર્યુ છે તેનુ આ પરિણામ છે તો આપણે તેના સારા નરસા પરિણામોથી ડરવાની જરૂર નથી. યુ પ્લીઝ કમ વીથ મી. આઇ એમ વીથ યુ.”   “ઓ.કે.”

“હે ભગવાન, મે કહી તો દીધુ કે હું તારી સાથે છું અરાઇમા પણ આઇ એમ સો નર્વસ નાઉ. ઇટ’સ અ બીગ મીસ્ટેક ઇન માય લાઇફ. જો ઘરે આ બધી વાતની ખબર પડશે તો મારી ખેર નથી. હે ભગવાન, પ્લીઝ હેલ્પ મી. કોઇપણ સંજોગોમાં આ બાળકને અબોર્ટ કરાવવુ જ પડશે નહી તો મારુ આવી બન્યુ. મારી ફ્રીડમ પર આ મેટર બહુ ભયંકર અસર કરશે.” ગહન વિચારોમાં ગુંચવાયેલા ઇશાનના ચહેરા પરથી પરસેવો છુટી રહ્યો હતો.   “લેટ’સ ગો.” અરાઇમાએ કહ્યુ પણ ઇશાન ઊંડા વિચારમાં ખોવાયેલો હતો તો તેને ધ્યાન જ ન હતુ કે અરાઇમા તેની સામે ઊભી છે.   “ઇશાન, ચલ જવુ છે ને?” ઇશાનને હળવેથી માથા પર હાથ રાખતા અરાઇમાએ કહ્યુ ત્યાં ઇશાન ચમકી ગયો.   “હા, હા ચલ જઇએ.” કહેતો ઇશાન ચાલતો થયો અને કાર પાસે પહોંચતા જ તે પાછો વળ્યો ત્યાં અરાઇમા કારની ચાવી લઇ ઊભી હતી.   “આઇ ક્નો યુ આર ટેન્સ્ડ.પ્લીઝ કન્ટ્રોલ યોરસેલ્ફ.”

“ચલો જઇશું.” આટલુ જ બોલતા તે કારમાં બેસી ગયો. આખા રસ્તે ખામોશી છવાયેલી રહી. બન્ને એક શબ્દ પણ બોલ્યા નહી. શહેરની નામાંકિત હોસ્પિટલ “ન્યુ લાઇફ કેર” પાસે ગાડી ઊભી રહી અને બન્ને અંદર ગયા.   “અરાઇમા ઘોષ, અપોઇન્ટમેન્ટ મેળવેલી હતી હમણા જ.” ઇશાને બહાર બેઠેલી રીશેપ્શનીસ્ટને કહ્યુ.   “જસ્ટ ફાઇવ મીનીટ પ્લીઝ.” કહેતી તે અંદર ગઇ અને બહાર આવી બન્નેને અંદર જવા કહ્યુ.    અંદર પહોંચી તો ગયા પણ બે માંથી એકપણને એ સમજાતુ ન હતુ કે શું કહેવુ પણ અનુભવી ડૉ. સીમા બત્રા સમજી ગયા હતા કે બન્ને શું કામ અહી આવ્યા હતા.   “પ્લીઝ મેડમ અંદર આવો, આઇ વીલ એક્ઝામીન યુ.” કહી સીમા બત્રા અરાઇમાને લઇને ચેકઅપ માટે ગયા. આ બાજુ ઇશાનને એક એક મિનીટ યુગ જેવી લાગતી હતે, બસ તે મનોમન એક જ પ્રાર્થના કરી રહ્યો હતો કે અરાઇમાનો અંદાજો ખોટો નીકળે અને બધુ વ્યવસ્થિત થઇ જાય.   “કોંગ્રેચ્યુલેશન મિસ્ટર, યોર વાઇફ ઇઝ પ્રેગ્નેન્ટ.” બહાર આવતા સીમા બત્રાના શબ્દો બાણની જેમ ઇશાનના હ્રદયને ચીરી ગયા. પાછળ વળી ઇશાને જોયુ તો અરાઇમાની આંખમાં આંસુ હતા.   “મેડમ, એક વાત કહેવી હતી તમને કે હજુ અમે બન્ને બાળક માટે પ્રીપેર્ડ નથી તો પ્લીઝ કાંઇ રસ્તો નીકળી શકે એમ ખરૂ કે?”   “લુક મિસ્ટર, એક ડોક્ટર હોવાની સાથે સાથે હું એક સ્ત્રી પણ છું અને એક સ્ત્રી હોવાના નાતે હું આ વાતથી બીલકુલ સહમત નથી. ગર્ભપાત કે ગર્ભના પરિક્ષણથી તદ્દન ખીલાફ છું હું. રહી વાત માતા પિતા બનવાની તો એ તો પહેલા થોડો સમય અઘરૂ લાગે પછી ટેવ પડી જાય નાના બાળકને સંભાળવાની. સો ડોન્ટ વરી અબાઉટ એટ ઓલ.”   ડોક્ટરની વાત સાંભળતા જ અરાઇમા રડતી કેબીનની બહાર દોડી ગઇ અને તેની પાછળ ઇશાન પણ દોડતો ભાગ્યો. તેણે ફટાફટ કેશ કાઉન્ટર પર પેમેન્ટ ચૂકવ્યુ અને અરાઇમાની પાછળ દોડ્યો.

“અરાઇમા પ્લીઝ સ્ટૉપ યાર, કન્ટ્રોલ યોરસેલ્ફ.” ઇશાને બૂમ પાડી પણ અરાઇમા દોડતી ત્યાંથી દોડી ગઇ.   “ઓહ માય ગોડ, આ છોકરીનું શું કરવું?” ઇશાને કારને ટર્ન મારતા કાર અરાઇમા ગઇ તે દિશામાં દોડાવી.

TO BE CONTINUED………

Rate & Review

Neha

Neha 4 days ago

Sheetal

Sheetal 3 weeks ago

Dilip Thakker

Dilip Thakker 3 weeks ago

Balramgar Gusai

Balramgar Gusai 4 weeks ago

Vaishali

Vaishali 1 month ago