Jaguar - 13 books and stories free download online pdf in Gujarati

જેગ્વાર - 13

પ્રકરણ તેર/૧૩

જેગ્વારના હાથમાં પેલા અજાણ્યા માણસની પહેરેલી નકલી મોં પરની કોઈ અજીબ ખાલ હાથમાં આવી ગઈ. ખાલની પાછળ નો અસલ ચહેરો જોઈ ત્યાં પેલા પારદર્શક કાચની પાછળ ઉભેલા સ્તબ્ધ થઇ ડઘાઈ ગયા અને સૌમ્યા,
સૌમ્યા સફાળી બેઠી થઈ આમથી તેમ કંઈક શોધતી હોય તેમ અશ્વેત છતાં સભાનતા સાથે પથારીમાંથી એક ઝાટકે ઉભી થઇ સામેની દિવાલ તરફની ઘડિયાળ પર નજર કરી જોયું તો સવારના ૧૦:૩૦
'ઓહ માય ગોડ'
હું પથારીમાં ૧૦:૩૦ સુધી ?
પહેલીવાર આવું બન્યું આ રુદ્રના બાપા મારાં સપનાંમાં?
અને વળી આ ઇન્સ્પેક્ટર અર્જુન નામનું ભૂત પણ?
ને આ અર્જુનનો સાથી રાજ પણ ?
મિ.રાજ તો ચાવીનુ તાળું શોધી રહ્યા હતા.
લોકો ચાવી શોધે આ ઇન્સ્પેક્ટર તો અજીબ હતાં જે તાળું શોધી રહ્યા હતા.

મલ્હાર મને કોની હોટલમાં લઈ ગયો હતો ?
રુદ્રને સુવર્ણા આટલાં નજીક ક્યારે આવી ગયા કે પોતાના જ પારકાં બની આવું વર્તન કરે?

હાઉ? શું હતું આ બધું ઉભી થતાં માથું ખંજવાળતી ખંજવાળતી બેડ પરથી નીચે ઉતરતા પગમાં ચંપલ પહેરીને વોશરૂમ તરફ જતા જતા પોતાની જાતને સવાલો પૂછી રહી હતી.
બ્રશ કરી ફ્રેશ થઈને કિચન તરફ જતાં જતાં બેડ પર નજર કરી આઆહાહા.... મોં માંથી આહ... નીકળી ગઈ 'મારો જ રૂમ છે કે'
હાથમાં રીમોટ લઈ ટીવી ઓફ કર્યું. વિચાર માં ને વિચારમાં બેડ પરની વસ્તુઓ સમેટી

સીધો કોલ લગાવીને પુછ્યું 'રુદ્રના પપ્પા બહુ મોટા બીઝનેસ મેન છે !? મને કંઈ જ સમજાતું નથી શું આપણે કોલેજમાં મળીને વાત કરી શકીએ? એક હાથે પોતાના સ્ટેટનિંગ વાળમાં આંગળીઓથી ગૂંચને સરખી કરતાં કરતાં પુછ્યું.
'પહેલા મોબાઈલ સ્ક્રીન પર ચેક કર ને જો કે કોલ કોને કર્યો છે' રુદ્ર પોતાનો એક હાથ પોકેટમાં બાઈકની ચાવી કાઢતા બોલ્યો.
' ઓહ.. રુદ્ર તું' સ્ટવ પર ચા બનાવવા માટે બટન ઓન કરતાં લાઇટર વડે સ્ટવ સળગાવતી બોલી ભૂલથી કોલ લાગી ગયો ‌‍‍મલ્‍લહાર‍‍‍‍‍‍‍‍ ક્યાં છે? એની તો ખબર નહીં, હું નીકળું છું કોલેજ જવા માટે ગાડી સ્ટાર્ટ કરતા કહ્યું.
સૌ તરફ પવનની લહેરો ખુલ્લુ વિશાળ મેદાન જનમેદનીને વિધંતી બંનને સાઈડ ડિઝાઇન કટ કરેલ વૃક્ષો અલગ અલગ ડિઝાઇન કરેલ કોતરણીથી સુશોભિત ગાર્ડનના ફૂલોની મહેક વાતાવરણને આલ્હાદાયક રંગીન અને ગમગીન બની જાણે હમણાં ડાળીઓના ફૂલો નીચે પડી નાના બાળકની જેમ કિલ્લોલ કરી ખડખડાટ હસીને હસાવશે, છતાં બિન્દાસ રહેતી સૌમ્યા આજ ગંભીર ગહન બની વાતાવરણની માદકતાને માણવાને બદલે ઉદાસીનતાની ચાદર ઓઢી અનેક પ્રશ્નોને હલ કરવા સ્કુટી પર ક્ષમતાથી વધુ જોશમાં આવી એસ્કેલેટર આપી બાવડાંના બળે પૂર જોશમાં દોડાવી સીધી સીડીને છેડે બ્રેક લગાવી સ્ટોપ કરતાં બોલી....
'શું મલ્હાર હજુ સુધી નથી પહોંચ્યો..?'


બીજી તરફ સુવર્ણા હાથ ઉંચો કરી બ્લેક કલરના ડ્રેસ પર લાલ બાંધણીનો દુપટ્ટો ડાબા ખંભાથી જમણી કમર બાજુ બાંધતા આવું એવો સંકેત દૂર થી જ આપ્યો. સૌમ્યાની નજર તરસ્યા મૃગ જેમ પાણીની શોધમાં વ્યાકુળ બની જાય તેમ આમતેમ નજર ઘુમાવી પણ જેને શોધવા નજર તલપાપડ હતી તે પાછળ બુલેટ અનફૈલ્ડ ૩૫૦ એન્ટ્રી સાથે બ્લેક ગોગલ્સ લાઈટ બ્લ્યુ જેકેટ, સેમ કલરનુ પોકેટ પેન્ટ બ્લ્યુ જીન્સ, સેમ કલરના શૂઝ સાથે સજ્જ જોઇ એકવાર સાઉથના સુપરસ્ટાર હિરોની એન્ટ્રી કરી રહેલ રુદ્રને એકીટશે નિહાળતી જ રહી ગઈ.

અચાનક જ સામે રદ્રના પપ્પાને જોઈ સૌમ્યા એકદમ અભાક બની ડરીને બેહોશ થઈ ગઈ.
રુદ્રએ તો બુલેટ સ્ટેન્ડ કર્યા વગર જ આડું મૂકીને દોટ મૂકી ઘડીભરમાં તો કોલેજ ગ્રાઉન્ડના છૂટાછવાયા વિદ્યાર્થીઓ સૌમ્યાને ફરતે ટોળું એકઠું થઈ ગયું. રદ્રએ તો સૌમ્યા જમીન પર પડે તે પહેલા ઝીલી લીધી. કોઈકે પાણી લાવી આપ્યું તો કોઈકે પોતાના હાથ રૂમાલ વડે હવા આપી. પાણી પાયુંને બધાં ગંભીરતાથી જોઈ રહ્યા હતા આટલી વારમાં શું થયું તર્કવિતર્ક કરી ગ્રાઉન્ડમાં ગણગણાટ થવા લાગ્યો.
સૌમ્યાને હોશમાં લાવવા રદ્રએ સૌમ્યાના મોં પર પાણીનો છંટકાવ કર્યો. એટલીવારમાં તો રુદ્રનાં ફાધર અલ્ટો કે ટેન એલ એક્સ આઇ લઈ સડસડાટ કરતાં ગાડી લઈને નીકળી ગયા.
સૌમ્યા ધીમે ધીમે આંખો ખોલી ટોળું નિહાળી રહી હતી. પોતાની જાતને પૂછી રહી હોય તેમ શું થયું હતું મને, પુછવું હતું પણ કંઠે કોઈ બેસી ગયું હોય તેમ અવાજ નિકળી રહ્યો ન હતો. બેઠી થતાં થતાં માંડ માંડ શબ્દો બોલી શકી 'મને શું થયું હતું?.....' એ રુદ્રને આંખોનાં ભાવ દર્શાવી પૂછી રહી હતી. સૌમ્યા રુદ્રના પગ પરથી ઊભી થતાં સીધી જ મલ્હારનું પુછવા માંડી 'મલ્હાર ક્યાં છે ' જાણે થોડીવાર પહેલાં કંઈ બન્યું જ ન હોય. એટલાં માં સામે થી મલ્હારને આવતો જોઈ ફટાફટ ઉભી થઇ દોડીને મલ્હારને ભેટી પડી.

મલ્હારને કંઈ જ સમજાયું નહીં. છતાં સૌમ્યાને થોડીવાર પંપાળતો રહ્યો. રુદ્રને હાથનાં ઈશારે પૂછતો હતો કે સૌમ્યાને શું થયું હતું? સુવર્ણા વાત બદલતા બોલી ચલો આ ઘેરાયેલા વાદળોને વિખો નહીં તો વરસાદ વરસી પડશે.
વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હોય એમ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થયા. સૌમ્યાને અવનવા વિચારો આવવા લાગ્યા. રુદ્રના પપ્પાને જોઈ મને શું થયું ખબર ના પડી. સૌમ્યા ધીમે થી બોલી ચલો એ કહે સુવર્ણા તે બધાંને અંહી શામાટે બોલાવ્યા એ તો કે 'મને પણ કંઈ યાદ નથી'. પણ કંઈક તો હતું જે મારે તમોને શેર કરવું હતું. પણ યાદ જ ના રહ્યું. બધાં કેન્ટીન તરફ જઈ રહ્યા હતા ત્યાં જ સામે થી જેગ્વાર આવતો દેખાયો. અનેક વિચારો મનમાં ઘુમરી મારતાં હતાં 'આ અર્જુન સાહેબ અંહીયા કેમ આવ્યા હશે?' એ જોરથી બોલી મલ્હાર એકીટશે સૌમ્યા સામે જોઈ રહ્યો કે કંઇક તો થયું છે જે આવું બીહેવ્હર કરી રહી છે. 'અર્જુનને કેમ ઓળખે છે?' 'જેગ્વાર સાથે રાજ કેમ નથી' સૌમ્યા ધીમે થી બોલી. તું શું આવી ત્યારની બડબડ કરે છે જેગ્વાર, રાજ અને શું થયું છે ખુલ્લીને વાત કર તો કંઈક સમજાય. મલ્હાર હવે કાબુ ગુમાવી બેઠો હોય એવું લાગી રહ્યું હતું.
કોઈને કંઈ સમજાતું નથી.....


ક્રમશ:....