A letter to Krishna ... in Gujarati Comedy stories by Falguni Dost books and stories PDF | એક પત્ર કૃષ્ણને...

Featured Books
  • Muhabbat Ek Sabaq - 14

    वह दोनों तैयार हो कर नीचे आईं तो सब लॉन में बैठे चाय पी रहे...

  • Mafia King - 7

    हॉस्पिटल से बाहर निकलते ही ऐसा लग रहा था जैसे अंकिता और उसकी...

  • अवतार गाँव - 1

    अध्याय १: बिजली, बादल और भूली हुई प्रार्थनाआसमान उस रात फटने...

  • The Last Promise - 12

    किसन कुमार शिव नारायण के सामने हाथ जोड़ते है और कहते है --कि...

  • शब्द और सत्य - भाग 14

    40. चमड़ी का मोहजिसे तुम प्रेम कहते हो, वह बस एक बीमारी है,ख...

Categories
Share

એક પત્ર કૃષ્ણને...

જય શ્રી રાધે ક્રિષ્ના બધાને..
મન બહુ ચકરાવે ચડ્યું, માટે થયું કે આજ બધું જ કામ પડતું મૂકીને આ કામ હું પેલા કરું અને એજ કામને અંજામ આપ્યો...👇🏻

એક પત્ર કૃષ્ણને...

આમ તો તું બધું જાણે જ છે પણ છતાં મારો બળાપો કાઢવા જ તને પત્ર લખું છું.😡 થોડો સમય તો મારી મહામારીને જીલવા માટે તારે કાઢવો જ પડશે..😎 માટે પહેલેથી તને થેંક્યુ..😊 કારણકે હું તરત જ ઋણ ચુકવવામાં માનુ છું, હા તે જ શીખવ્યું છે.😋

તું આ કર્મફળનું ચક્ર આ લેટેસ્ટ જમાના પ્રમાણે થોડું સેટ કર ને!☺🙄

ક્યાં જન્મનું ફળ ક્યાં જન્મમાં આપે એ સમજ જ નહીં પડતી..😚 એ તો તારે આપવાનું જ છે તો જે તે જન્મ માં જ આપી દે ને! એક કામ પૂરું થાય તો તને પણ વર્કલોડનું ટેન્સન નહીં અને બધાને શખણું રહેવુ જ પડે😎😇, ન સમજાણું તને? ખમ સમજાવું... બહુ સિમ્પલ છે યાર... ક્યાં કર્મનું શું ફળ મળે એ બધા જાણતા થઈ જાય ને! માટે આપોઆપ શખણા રહે😇.. પણ આ તારું કામ પેન્ડિગ રાખે છે કે જાજા વર્કલોડમાં જન્મોજન્મ માં ફળ આપે એ ગળે નહીં ઉતારતું.. કારણ કે જુના જન્મનું કઈ યાદ હોય નહીં ને મારા જેવા ગરમ ખોપડીના હોય એનો તારા પરથી વિશ્વાસ ડગી જાય છે.. આ તો તું બધા જ ભગવાન ની હરોળમાં મારો ફેવરિટ એટલે જરા તને કીધું😘😍... તું જ ટોપ પર રહે માટે☝🏻... બાકી મારુ શું ગજ્જુ કે હું તારા વર્કઆઉટમાંખલેલ પહોચાડું??😜 અને હા, તારી રાધા તો તારી પાછળ પાછળ હશે જ એ તારી જાણ માટે...

સાચું કહું તો મારી સાથે પણ તે બધા જ જન્મોનું આજ જન્મમાં ફળ આપ્યું લાગે છે😡... હવે ખમૈયા કર જે હો😐... અને આ જન્મ પૂરો એટલે મોક્ષ આપી દે જે😇... સીધું જ કહું તો તારી આટલી ભક્તિ કરું, દિવસ રાત તને જ યાદ કરું એ પણ તારી રાધા સાથે તો એનું આટલું એક નાનું ફળ તો આપવું પડે ને! પ્લીઝ માન રાખજે મારી આ પ્રાર્થનાનું.. 🙏🏻🙏🏻

અને હા, જો એવું કઈ સેટ ન થાય તો હજુ એક દરખાસ કરવી હતી.. મારા બધા મિત્રોને પણ મારી જેવું જ ફળ આપજે😜😜.. કેમ કે અમે બધા સાથે મળીને જ બધું કામ પતાવીયે... કરીએ ઓછું ને લગભગ બગાડીયે જાજુ😜😂 પણ આમા પણ અમારો તો કોઈ વાંક જ નથી.. કેમ કે તું જે બુદ્ધિ આપ એમ જ બધા ચાલે... (તું ફળ આપે એટલે તને જરા યાદ કરાવ્યું...)

ચાલ દોસ્ત! લાબું બધું કહેતા નહીં ફાવે વારે વારે,
ફળ આપજે એવું કે મળું તને પ્રત્યક્ષ તારે હૃદયદ્વારે..

સારું હવે હું મારુ કામ પતાવું અને તું તારું કામ પતાવ👍🏻... બીજા ભક્તો પણ વૅઇટિંગમાં હશે😇... પણ હા જરા મારી વાત ને મનમાં લેજે હો..😇

સારું ચાલ તો બાય બાય.. મારે ફરી પત્ર ન લખવો પડે એવી સરસ સુવિધા આપજે😍😘

લીખીતન તારી ભક્ત દોસ્ત... નામ શું કહેવું? તું તો ઓળખે જ ને 😂😜
મોકલાવનારનું સ્થળ... તારા હૃદયમાં રાધાની જગ્યા થોડી પચાવી અડ્ડો જમાવ્યો એ મારી ફેવરિટ જગ્યા ❤... એ થોડું જાજુ થઈ ગયું ને?... આતો મન થયું છે થોડી ગમ્મ્ત કરું કે તું હસતા હસતા પેલું મારુ કામ કરે...😋😂😜

દોસ્ત! હજી એક વાત કહું તને,☝🏻
તું મારે માટે ખાસ છે કહું તને,😇
બાકી હું તારો જ અંશ છું કહું તને,☺
બોલાવી લેને સમીપ તારી પ્રેમથી કહું તને!😘❤

ચાલ ફાઇનલી બાય બાય 🖐🏻