I Hate You - Can never tell - 97 books and stories free download online pdf in Gujarati

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-97

આઇ હેટ યુ

પ્રકરણ-97

વિરાટે કહ્યું રાજ હું ફોન લગાવું છું તેં કીધુ એમ આખરે નિર્ણય તુંજ લઇ શકે હું સમજું છું અત્યારે દીદી અને તારાં વચ્ચે નિખાલસ વાત થાય એમની સ્થિતિ સમજે એવું ઇચ્છું છું અત્યારે તમારાં બે પ્રેમી વચ્ચેની વાત છે હું સાવ નિષ્પક્ષ છું આ વાતમાં એ દીદી નથી તું મારો ફ્રેન્ડ નથી એમ સાવજ નિષ્પક્ષ રહીશ. પણ ખોટી ત્રિરાશી ના માંડીશ.

વિરાટની આંખમાં આંસુ આવી ગયા એ લગભગ રાજનાં પગમાંજ પડી ગયો અને બોલ્યો રાજ દીલથી વિચાર જે અને નિખાલસ થઇ સાંભળી નિર્ણય લેજે. હું ફોન લગાવું છું તમે વાત કરો હું અને તાન્યા રૂમમાં જઇએ છીએ.

વિરાટે ફોન લગાવ્યો અને રાજનાં હાથમાં આપીને એ અને તાન્યા રૂમમાં ગયાં. રાજે ફોન હાથમાં લીધો. નંદીની સ્ક્રીન પરજ હતી રડી રડીને એની આંખો લાલ થઇ ગઇ હતી. નંદીનીનાં હાથમાં એક કરમાયેલું ફૂલ હતું એણે રાજને બતાવ્યું.

રાજે કહ્યું આ શું છે ? નંદીનીએ કહ્યું આ હું છું અને આ તેં આપેલું પહેલ વહેલું ગુલાબનું ફૂલ જેં મેં સાચવી રાખ્યું છે. પણ સમયની લપડાકે આવું થઇ ગયું. રાજને હસુ આવ્યું એ બોલ્યો મેં આપેલું ત્યારે તો એ સુંદર સુવાસવાળું પ્રેમનું પ્રતિક સમજીને આપ્યું હતું અને એની આ દશા થઇ છે એ મારું દીલ જે તેં તારાં વર્તન અને દગાને કારણે આવું થયું છે.

નંદીની કહે તારે જે શબ્દ વાપરવા હોય વાપરી શકે છે તારે જે નામ આપવું હોય આપી શકે છે. પણ મેં તને ક્યારેય દગો નથી આપ્યો કદી નહીં. ક્ષણ ક્ષણ મારાં દીલમાં તુંજ હતો અને હોઇશ. મારાં છેલ્લાં શ્વાસ સુધી માત્ર તુંજ હોઇશ મૃત્યું પછી પણ તારી ઝંખના હશે તારો પ્રેમ પામીતે મેં બધુંજ છોડ્યું છે સહ્યું છે.

રાજે કહ્યું ક્ષણ ક્ષણ હુંજ હતો તો તે કેમ લગ્ન કર્યા ? મને યાદ ના કર્યો ? મને ના ક્હયું ? હું તારી પાસે આવી જાત છોડીને બધુ. લગ્નજ કરવાનું કારણ તારાં પાપા હતાં તો મને કહી દેવું હતું એમની સામે લગ્ન કરીજ લીધાં હોત પછી US આવત.

US જતાં પહેલાં તારાં ઘરે બધાંને મળવા આવ્યો ત્યારે પણ તારાં પાપાને મેં પ્રોમીસ કરેલું કે હું નંદીની સાથે લગ્ન કરીશજ મારે ભણવા જવાનું જરૂરી હતું અને એ આપણાં સુખ માટેજ હતું મને ભણવાનાં કોઇ અભરખાં નહોતાં. પણ મારાં માતા-પિતાની ઇચ્છા અને આપણાં સુખી ભવિષ્યનાં પણ સ્વપ્ન હતાં. હું ક્યાં કાચો પડ્યો એ કહે.

નંદીની કહે તેં તારાં માતાપિતાની ઇચ્છા પુરી કરી મેં મારાં મરતાં બાપની ઇચ્છા પુરી કરી... પણ... પણ,.. એ મારી ભૂલ હતી હું સમજું છું પણ એ સમયે સંજોગો એવાં હતાં કે તને કહેવું એ વહેલું લાગતું હતું તારી કેરીયરમાં મારે કોઇ વિઘ્ન નહોતું આપવું તને તારી ઇચ્છા પુરી કરવા સમય આપવો હતો. તારાં ઘરમાં મારાં લીધે કોઇ કંકાસ કે ખોટું થાય એવું નથી ઇચ્છતી. પણ મને મારાં મનમાં મારાં મરતાં બાપની ઇચ્છાપુરી કરવાનું ઝનુન ચઢેલું અને મારાંથી ભૂલ થઇ હું સમજું છું પણ જેની સાથે લગ્ન કર્યા એ નામ પૂરતાં હતાં બાપને અને સમાજને બતાવવા કરેલાં. અને...

રાજે કહ્યું વાહ તું આટલો તારી જીંદગીનો અગત્યનો નિર્ણય લે એમાં મને સહભાગી પણ ના બનાવે ? મને કંઇ જણાવે નહીં ? હું કોઇપણ સ્થિતિ હોત પણ તારી ઇચ્છાપૂર્ણજ કરત હું મારાં બાપનું કે સમાજનું નાજ વિચારત એ ચોક્કસ છે. હું તારાં જેવું અવિચારી પગલું ના જ ભરત. તને તારું જે અવિચારી પગલું લાગે છે એ મારી સાથેનો વિશ્વાસધાત છે. લગ્ન એ સામાજીક રીતે અને વ્યક્તિગત રીતે ખૂબ અગત્યનો પ્રસંગ છે એ ખબર છે ને ?

રાજે કહ્યું નંદીની તેં લગ્ન કરી લીધાં એ તારો વ્યક્તિગત લાગણી અને ગુરુરનાં લીધેલો નિર્ણય છે. મેં મારાં બાપની ઇચ્છા માથે ચઢાવી અને ભણવા US આવ્યો. અને મેં કર્યું મારાં બાપનું કહ્યું કર્યું તો તારે કરવું પડે તેં જાણે રિવેન્જ લીધો. એવું લાગે છે. હું US ભણવા આવ્યો એ મારી ઇચ્છા નહોતી પણ એમાં આપણું ભવિષ્ય સારું થવાનું હતું ભલે મને ભણવા આવવા દબાણ કર્યું. એમાં હું કદી તારાંથી જુદો નહોતો થવાનો તારાં માટે પણ ગૌરવની વાત હતી.

તેં લગ્ન કર્યા એ મારાં માટેનો વિશ્વાસધાત છે. તું જાણે મારી જીંદગીમાંથી કાયમ માટે દૂરજ થઇ ગઇ. મારાં પ્રેમનો કે મારી સંવેદનાનો તે ઉપહાસ જ કર્યો. મને મજાક બનાવ્યો. મારો કોઇ હક્ક અધિકારજ ના રહ્યો.

નંદીની સાંભળી રહેલી એની આંખોમાં અશ્રૃધારા વહી રહી હતી એને શું જવાબ આપવો સમજાઇ નહોતું રહ્યુ. રાજે એને કહ્યું નંદીની એક વાત તને કહ્યું ? તમે ફક્ત એ કહી અમારું સ્વમાન નથી જાળવતી હોતી કહેલી વાતો નથી સાંભળતી કે અમારું માન રાખતી, તેં તો મને ક્ષણ ક્ષણ યાદ કરીને પણ મારો ત્યાગજ કરી દીધો છે. પ્રભુ રામને પણ આવી સ્થિતિમાંથી પસાર થવું પડેલું મારી શું વિસાત ?

સીતાજી સોનીરી મૃગની તૃષામાં રામજીને મૃગ પાછળ દોડાવે છે. ત્યારે લક્ષ્મણજી સીતાજીને કહે છે કે માં તમે અહીં એકલાં છો મારાં ભાઇ રામ હજી આવ્યા નથી મને અમંગળ એહસાસ થઇ રહ્યાં છે મારે એમને શોધવા વનમાં જવુ પડશે. પણ હું નહી. લક્ષ્મણ રેખા આંકીને જઊ છું આ લક્ષ્ણમ રેખાની અંદર કોઇ પ્રવેશી નહીં શકે તમારું રક્ષણ થશે તમે આ લક્ષ્મણરેખા કહી ઓળંગતાં નહીં અમે બંન્ને ભાઇ તમારી પાસે પાછાં ક્ષણકુશળ આવી જઇશું અને લક્ષ્મણજી વનમાં જાય છે.

પણ પછી શું થયું ? જગ જાહેર છે. રાવણ સાધુનો વેશ લઇને ત્યાં આવે છે ભીક્ષા માંગવાને બ્હાને સીતાનું હરણ કરવાં ત્યારે શું થયું ? રાવણ લક્ષ્મણરેખા જોઇને સમજી ગયો એણે કહ્યું માતે હું ભીક્ષા લેવા અંદર નહીં આવી શકું આપ બહાર આવીને ભીક્ષા આપો. સીતાજીએ જેવી "લક્ષ્મણ રેખા" ઓળંગી એમનું હરણ થયુ અને રાક્ષસ એની મનોકામનાં પૂર્ણ કરીને ઉઠાવી ગયો.

દરેક સ્ત્રીએ એની "લક્ષ્મણરેખા" સમજવી જોઇએ નંદીની તેં લક્ષ્મણરેખા ઓળંગી નાંખી છે અને જે તારે કરવું હતું એ થઇ ગયું તું અજાણી થઇ ગઇ. હવે મારાં માટે રુદન અને વ્યથા સિવાય કંઇ બચ્યું નથી એમ કહેતાં કહેતાં રાજ ધુસ્કે અને ધુસ્કે રડી પડ્યો અને બોલ્યો મારી નંદીની હવે મને કશામાં રસ નથી રહ્યો.

કોઇનાં પર વિશ્વાસ નથી રહ્યો. જેમ રામજી વન વન ભટકી સીતે સીતે મિલાપ કરતાં રહ્યાં એમ જીવીશા ત્યાં સુધી તારાં નામનું રક્ષણ કરીને જીંદગી વિતાવી દઇશ. મારું કશું નથી રહ્યું તે કીધું કે તારાં જીવનમાંથી બધાં એક પછી એક છોડી ગયાં વરુણ પણ... જે વિરાટે અને તાન્યાએ મને બધુ કીધું.

પણ નંદીની તું તો એક ઝાટકે મારાં જીવનને સાવ નિર્જન કરી દીધું. મને છોડીને તારે કરવું હતું તે કરી દીધું હું હવે કોના માટે જીવું ? હું સાવ બરબાદજ થઇ ગયો.

આટલું બોલી રાજ ચૂપ થઇ ગયો. આંસુ સારી રહેલો એનાં હીબકા શાંત નહોતાં થતાં. ઉગ્ર રોષ અને વેદના આંસુ દ્વારા ઠાલવી રહેલો. સામે નંદીની પણ હીબકે ને હીબકે રડી રહી હતી. ક્યાંય સુધી બંન્ને જણાં ખૂબ રડતાં રહ્યાં.

નંદીનીએ સ્વસ્થ થતાં કહ્યું રાજ તારી બધી વાત સર આંખો પર લીધી મારી ભૂલ મને સમજાય છે તારાં આટલાં પ્રેમ અને કાળજીને હું લાયક નથી રહી પણ મારી વાત પણ તારે સાંભળવી પડશે એમ એક જ તરફી કે આખુજ સાંભળીને મને ન્યાય નાં કરી શકે. મારી સ્થિતિ સંજોગ સાંભળી લે પછી નિર્ણય તારાં પર છોડું છું અને તારો નિર્ણય પણ હું જાણું છું મને પણ મારી વાત કહેવાનો સમય અને તક આપ પ્લીઝ. તું મને યાદ કરે કે સ્વીકારે કે ના સ્વીકારે પણ એક સંબંધ છે આપણી વચ્ચે એનાં આશરે પણ મારી વાત સાંભળ હું દરેક સ્થિતિ સંજોગોમાં કેવી રીતે એનો સામનો કરી સંઘર્ષ કરી જીવતી રહી છું એટલું સાંભળ મેં ધાર્યું હોત તો મારો જીવ પણ આપી દીધો હોત. પણ હું હારી નહી. સંઘર્ષ કરતી રહી સંજોગો અને માણસો-સમાજનો સામનો કરતી રહી અને હવે મને બોલવાનો હક્ક નથી કે તારાં માટે... પણ મને સાંભળ રાજ. હું જે સ્થિતિમાં રહી બસ તારું નામ મારાં દીલ-મન અને હોઠ પર રહ્યું છે. સાંભળ...

વધુ આવતા અંકે ---- પ્રકરણ-98