vaishyalay - 20 books and stories free download online pdf in Gujarati

વૈશ્યાલય - 20

ચા પી અંશ બાઇક લઈ નીકળી પડ્યો. મુખ્ય રસ્તા પર આવી બાઇક સાઈડમાં રાખી અંશે કિંજલ ને કોલ કર્યો. પણ કિંજલ કોલ ઉઠાવતી ન હતી... એક રિંગ... બે રિંગ... ત્રણ...રિંગ... સાત આઠ કોલ કર્યા છતાં કોલ રિસીવ ન થયો. થોડો ઉદાસ થઈ બાઇક પર નીચું મોઢું કરી બેઠો હતો ત્યાં પાછળથી પોતાની પીઠ પર કોઈનો હુંફાળો સ્પર્શ મહેસુસ કર્યો. પાછળ ફરીને જોયું તો કિંજલ હતી... શુ કમાલની લાગતી હતી એ. ખુલ્લા વાળ, થોડું લંબગોળ વદન, ફેન્સી ચશ્મા કોઈ જ પાઉડર કે લિપસ્ટિક નહિ. છતાં પણ ઘઉંવર્ણ ચહેરો ચમકી રહ્યો હતો. થોડું લુઝ ફૂલ બાય યલ્લો કલર ટીશર્ટ અને બ્લ્યુ શોર્ટ, પગમાં સ્પોર્ટ શૂઝ, પગથી લઈ ઉપર સુધી અંશ કિંજલને જોતો રહ્યો. ઘણા દિવસ પછી મળ્યા હતા. રોમાની બધી ઘટના માનસપટલ પરથી જાણે ગાયબ થઈ ગઈ, દિલ અને દિમાગમાં માત્ર કિંજલ છવાઈ ગઈ. એકપણ વાર મટકું માર્યા વગર અંશ કિંજલને જોવે છે. કોઈ શબ્દ નથી. રસ્તા પર નીકળતા લોકો પર આ બન્ને તરફ નજર કરી પસાર થતા રહે છે. ત્યાં કિંજલ બોલી...

"ઓયે હીરો, થોડો હોસમાં આવ... તારા મોઢામાંથી લાળ ટપકે છે..." બન્ને હસી પડ્યા.અંશે આ બાબત પર શેર કહ્યો, ભગવાન જાણે ક્યાંથી આસિકોમાં શાયર જન્મ તો હોઈ છે. સાંભળ તું હવે,

"હાલ એવા છે એ રહેવું બેહોશ સારું લાગે છે,
મારુ આ દિલ આજની રાત તારો સાથ માંગે છે."

"વાહ... વાહ... વાહ.. હે મેરે પ્યારે જનાબ-એ-તાજા શાયર અબ આપ આપકી દ્વિચક્રી ચલાઓ ઓર મુજે કહા લે જાઓ, સબ હમકો હી ઘુર રહે હે..."

"જોવા દે તમાસો દુનિયાને તેને આદત છે,
તારા હુસન્નને જોવું એ મારી ઈબાદત છે."

"ઓયે હુસન્ન વાળી, બાઇક ચાલુ કરે છે કે નહીં હવે..."

બન્ને હસતા હસતા બાઇક સવારી કરવા લાગ્યા. સાંજનો સમય હતો, સૂરજ અસ્ત થવાની ચોખત પર હતો.હવા પણ થોડા ભેજ સાથે વહી રહી હતી, પવનમાં કારણે કિંજલના ખુલ્લા વાળ ઉડી રહ્યા હતા. કિંજલે અંશને પાછળથી પોતાની બાહોમાં ભરી લીધો. અંશના શરીરમાં એક કંપન પસાર થયું. અંશ પણ ક્યાં ઓછો હતો. જાણી જોઈને વારંવાર અચાનક બ્રેક મારતો હતો. ત્યારે કિંજલ કહેતી, "સાલા, તું ફાયદો ઉઠાવે છે બાઇક પાછળ હું બેઠી છું તેનો."

બન્ને વાતો કરતા હતા અને ટ્રાફિક માંથી ક્યારે શહેરની બહાર આવ્યા ખબર જ ન રહી. એકલ દોકલ વાહન ની અવરજવર હતી અને અચાનક કિંજલે અંશના કાન પાસે હળવી લવ બાઈટ આપી, અંશ સહમી ગયો. જરાક પાછળ નજર કરી અને બોલ્યો,

"આજ મેડમ ખૂબ રોમેન્ટિક મૂડમાં લાગે છે, શુ વાત છે મેડમ આટલો ઉત્સાહ શેનો છે એ તો કહો મુંજ નાચીજ ને..."

"તું બાઇક ચલાવવામાં ધ્યાન આપ મૂડ વાળી, મોકો મળ્યો નથી કે લાઈન મારવાનું ચાલુ કર્યું નથી.."

"બસ બસ મેડમ, તમે જ લાઈન ક્લિયર કરી આપો છો તો અમે પામર માણસ છીએ રૂપમાં ભોળવાય પણ જાઈએ." અંશ હસવા લાગ્યો.

કિંજલે અંશની કમર પકડી અને કહ્યું, "સાંભળ, જો કોઈના રૂપમાં ભોળવાય ગયો ને તો હું તને ભેળવી નાખીશ યાદ રાખજે...

"મેડમ તમારા જેવું રૂપ સુંદરી મળી હોય તો પછી મારે બીજે નજર નાખવાની આવતી જ નથી. પણ તને ચિડવવાની પણ એક મજા છે. કોઈ બીજીનું નામ આવે એટલે કેવી લાલ થઈ જાય છે ગુસ્સાથી." કિંજલ કશું બોલી નહિ એટલે અંશ ને થયું કઈક ખોટું લાગી ગયું લાગે છે.

"ઓયે સ્વીટ હાર્ટ સોરીને મસ્તી કરતો હતો."

"હા, તમે મસ્તી મસ્તીમાં બધું કરી લ્યો..."

"અરે ખરેખર મસ્તી કરતો હતો, સોરી બાબા... માની જા ને..."

"મારે સોરી નથી જોઈતું, તું બાઇક સાઈડમાં ઉભું રાખ."

"કેમ પણ બાઇક ઉભું રાખું એ કહે ને... કારણ આપ મને.."

"મેં તને કહ્યું ને બાઇક સાઈડમાં ઉભું રાખ..."

અંશ પણ હાફળો ફાફળો થઈ ગયો કિંજલનું આ વર્તન જોઈ. તેને બાઇક સાઈડમાં ઉભું રાખ્યું. કિંજલ નીચે ઉપરી, અંશ પણ બાઇકનું સ્ટેન્ડ લગાવી ઉતર્યો. કિંજલે ગુસ્સાથી આજુબાજુમાં જોયું... કોઈ આવતું ન દેખાયું એટલે અંશનો કોલર પકડી પોતાની તરફથી ખેંચ્યો, અને અંશના હોઠ પર હોઠ લગાવી લીધા... અંશ ને ખ્યાલપન નહોતો કે આવું થશે.. તે આંખો બંધ કરી આ ક્ષણે માણતો રહ્યો કિંજલના શ્વાસને પોતાનામાં ભરતો રહ્યો. કોઈ આવે કે જાય કશી જ ફિકર વગર બન્ને ગાઢ ચુંબન કરવા લાગ્યા હતા... અચાનક કિંજલ હોશમાં આવી હોઈ એમ અંશના હોઠ પરથી હોઠ હતાવી, બોલી

"સાંભળ, તુ મારો છે અને હા, મને જલન થાય છે. કારણ કે તને ચાહું છું." આટલું કહી અંશને એકદમ બાહોમાં લઈ લીધો, ત્યારે અંશ કિંજલના કાનમાં બોલ્યો,

"ડાર્લિંગ તે શૈતાની ચુંબન કર્યું છે, મારા હોઠ બળવા લાગ્યા.."
આટલું સાંભળી ફરી કિંજલે અંશના હોઠ પર હોઠ રાખી દીધા.

સૂરજ ક્ષિતિજમાં એકદમ લાલ મોટો ગોળો લાગતો હતો, થોડે દૂર દરિયાનું પાણી ચમકી રહ્યું હતું. અડધો સુરત દરિયાની સપાટી પાછળ ડૂબી ગયો હતી જાણે તે પણ ચુંબન કરતો હોય...

(ક્રમશ:)

મનોજ સંતોકી માનસ