Jivan Sathi - 36 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 36

દરરોજની જેમ આજે પણ સ્મિત આન્યાની રાહ જોતો પોતાની કારને ટેકો દઈને ઉભો હતો પરંતુ આજે તે થોડો ડિસ્ટર્બ હતો તેને ખબર હતી કે આજે મારું આવી જ બનવાનું છે છતાં બેસબરીથી આન્યાની રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે તેને મળું અને "સોરી" કહી દઉં.

આન્યાને દૂરથી આવતાં જોઈને સ્મિત, આન્યાના ચહેરા ઉપરના ભાવ પારખવાની કોશિશ કરી રહ્યો હતો. આન્યા તેની નજીક આવી પણ તે આન્યાની આંખમાં આંખ ન મીલાવી શક્યો પોતે જે કર્યું હતું તેને માટે તે શરમિંદા હતો પણ હવે જે થઈ ગયું તે થઈ ગયું તે થઈ ગયું તેનું કોઈ ઓપ્શન નથી તેવું તે વિચારી રહ્યો હતો આન્યા નજીક આવી એટલે.... તેણે ઉંચુ જોવાની કોશિશ કરી પરંતુ તેમાં તે નાકામિયાબ રહ્યો.
નીચી મુંડી રાખીને જ ખૂબ શરમીંદગીથી તે સોરી બોલી શક્યો.
પણ આન્યાનો ગુસ્સો આજે સાતમે આસમાને હતો તે સ્મિતના મુખેથી સોરી શબ્દ સાંભળવા પણ તૈયાર ન હતી અને સ્મિત આગળ બીજું કંઈ બોલે તે પહેલા જ તે સ્મિત ઉપર તાડુકી ઉઠી કે, " વૉટ ડુ યુ મીન સોરી, તે શું કર્યું છે તેનું તને ભાન છે ? તારી આ ભૂલ માટે હું કદીપણ તને માફ નહીં કરી શકું. અને ફરી ક્યારેય મને તારો ચહેરો ન બતાવતો સમજ્યો ? અને આન્યા સ્મિત કંઈ બોલશે તે સાંભળવાની દરકાર કર્યા વગર એકદમ રૂઆબથી આગળ ચાલવા લાગી.

સ્મિત તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો અને તેને રિક્વેસ્ટ કરવા લાગ્યો કે, " અનુ, સોરી યાર એકવાર મારી વાત તો સાંભળ....
પણ આન્યા ન તો સ્મિતની વાત સાંભળવા તૈયાર હતી કે ન તો તેનો ચહેરો જોવા માટે તૈયાર હતી.
સ્મિત જરા દોડીને તેનાથી વધુ આગળ નીકળી ગયો અને તેનો રસ્તો રોકીને ઉભો રહી ગયો અને બે હાથ જોડીને તેને પોતાની વાત એકવાર સાંભળવા માટે રિક્વેસ્ટ કરવા લાગ્યો
સ્મિત સામે આવીને ઊભો રહી ગયો એટલે ન છૂટકે આન્યાને થોભી જવું પડ્યું.

સ્મિતના હાથ હજી જોડેલા જ હતા અને તે આન્યાને કહી રહ્યો હતો કે, " અનુ એક વખત ફક્ત એક વખત તું મારી વાત સાંભળ પછી ચાલી જજે હું તને નહીં રોકું "
આન્યા થોભી ગઈ એટલે સ્મિત તેને કહેવા લાગ્યો કે, " તને વાંધો ન હોય તો આપણે મારી ગાડીમાં બેસીને શાંતિથી વાત કરીએ અહીં આજુબાજુવાળા બધા જ આપણી વાત સાંભળશે. "

આન્યા ઈન્કાર કરતાં બોલી કે, " મારે તારી ગાડીમાં નથી બેસવું જે કહેવું હોય તે અહીંયા જ કહી દે "
પરંતુ સ્મિત આન્યાને પોતાની સાથે કારમાં બેસાડીને દરરોજની જેમ તેના ઘર સુધી લઈ જવા માંગતો હતો અને એ બહાને તેને મનાવી લેવા માંગતો હતો તેથી તેણે ફરીથી આન્યાને રીકવેસ્ટ કરીને કહ્યું કે, " ખાલી બે મિનિટ ગાડીમાં બેસીને વાત કરી લઈએ ચાલને આવું શું કરે છે " અને સ્મિતની આજીજીથી આન્યાનું મન પીગળી ગયું અને તે ગાડીમાં બેસવા માટે તૈયાર થઈ.

સ્મિત અને આન્યા બંને કારમાં ગોઠવાઈ ગયા. સ્મિત આન્યાને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો કે, " આન્યા પાર્ટીમાં ડ્રીંકનું આયોજન એ લોકોએ કર્યું હશે તેવી તો મને ખબર જ ન હતી નહિતો હું ના જ પાડી દેત અને મને પણ મારી બર્થડે હોવાથી જબરદસ્તીથી ડ્રીંક કરાવવામાં આવ્યું હતું હું ખરેખર મજબુર હતો મને સમજવાની કોશિશ કર પ્લીઝ...યાર...

સ્મિતને વચ્ચે જ અટકાવીને આન્યા ભારોભાર ગુસ્સાથી પોતાની સાચી રજૂઆત કરવા લાગી કે, " ચલ, તને ખબર ન હતી કે ડ્રીંકનું આયોજન કર્યું છે મેં માની લીધું પણ તારે પીવું કે ન પીવું એ તારા હાથમાં છે અને પીધા પછી તને સ્હેજ પણ ભાન ન હતું અને તારો પેલો થર્ડ ક્લાસ ફ્રેન્ડ, એણે કેવું બીહેવ કર્યું હતું મારી સાથે તને ખબર છે ? મારી સાથે કંઈ અજુગતું થઈ ગયું હોત તો કોની જવાબદારી ? એ તો સારું થયું કે મેં બૂમાબૂમ કરીને તારા એ પીધેલા ફ્રેન્ડને ધક્કો મારીને મારાથી દૂર ધકેલી દીધો અને તારો પેલો બીજો મિત્ર છે ને પૂજન, ખરેખર એ સારો છોકરો છે એણે મારી હેલ્પ કરી અને મને છેક ત્યાંથી મારા ઘર સુધી મૂકી ગયો. "

સ્મિત: હું તારો ગુસ્સો સમજું છું આન્યા પણ હવે જે થવાનું હતું તે થઈ ગયું અને એક ભૂલ તો ભગવાન પણ માફ કરે છે તો તું મને માફ નહીં કરે ? આઈ પ્રોમિસ કે ફરી ક્યારેય જીવનમાં આવું નહીં બને ઓકે ?

આન્યા: ઓકે, પણ આ પહેલી અને છેલ્લી વાર ઓકે. ફરી ક્યારેય પણ આવું બનશે તો હું જીવનભર તારી સાથે સંબંધ નહીં રાખું.

સ્મિત: હા મને મંજૂર છે.
એટલું બોલીને સ્મિતે પ્રેમભરી દયામણી નજરે આન્યાની સામે જોયું અને બોલ્યો કે, " તને ઘરે મૂકી જવું ને હવે કે કોઈ લેવા માટે આવવાનું છે ? "

આન્યા: ના ભઈ ના કોઈ નથી આવવાનું. મૂકી જતો હોય તો મૂકી જાને ભઈ...
સ્મિત: એ ભઈ, ના કહેતી હોં.
આન્યા: મારે જે કહેવું હોય તે કહું મારી મરજી..!
સ્મિત: તો હું ઘરે નહીં મૂકી જવું
આન્યા: નહીં કહું બસ, ચાલ હવે મૂકી જા..

અને બંને જણાં ખડખડાટ હસી પડ્યા....એક બ્યુટીફુલ ગાડીમાં બ્યુટીફુલ કપલ પોતાની મંઝીલ સુધી પહોંચવા નીકળી ગયું....
ક્રમશ:

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
8 /3/22