I Hate You - Can never tell - 100 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-100

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-100

ઇ હેટ યુ

પ્રકરણ-100

નવીનમાસાએ કહ્યું અત્યારે એમનું પુરાણ ક્યાં ચલાવે છે ? અત્યારે આ છોકરીને સાંભળ એનું સારું થાય એ જોવાની ફરજ છે. વિરાટ ત્યાંજ છે રાજની સાથે એને પણ કહેવાનું છે કે એ રાજને સમજાવે.

નંદીનીએ કહ્યું વિરાટ બધુજ જાણે છે સાચું છે એ કહેશેજ. પણ મેંજ બધું સાચું કીધું છે કંઇજ છુપાવ્યું નથી જે હતું એ બધુંજ એની સામે સ્પષ્ટ રજૂ કર્યું છે.

રાજ મારાં લગ્નની વાત સાંભળીને આધાત પામી ગયો જાણે એ આ વાત સાંભળવાજ નહોતો માંગતો એ પચાવીજ ના શક્યો. ખૂબ રડ્યો.... ખૂબ રડ્યો મને પણ ગુસ્સામાં બધુ સંભળાવ્યું એને આજ નથી ગમ્યું બધી ચર્ચાઓ થઇ હું બધું કહેતી જ ગઇ. એણે કહ્યું લગ્ન કરવાંજ હતાં તો મને કેમના કીધું ? હું પરણીને US જાત મારાં માં બાપનું પણ ના સાંભળત જો તારે આવુંજ કરવું હોત તો…. એને હજી ભરોસો નથી કે લગ્ન પછી મારે વરુણ સાથે કોઇજ સંબંધ નહોતાં. મને ખબર છે એને એમાં શંકા છે અને હું સમજું છું એવાં વિચાર બધાને આવે. મારાં નસીબમાં મારાથી આવી ભૂલ થવાની હશે થઇ હું શું કરું માસી ? બધું સહન કર્યા પછી પણ હું હારી ગઇ છું મને ખબર છે હું રાજને ગુમાવી બેઠી છું. એમ કહી માસી પાસે ખૂબ રડી. એનું રડવાનું બંધજ નહોતું થતું.

માસીએ એનાં માથે હાથ ફેરવીને કહ્યું દીકરા નિરાશ ના થઇશ. તેં બધુજ કીધું છે હવે તું વાંકમાં નથી મારો મહાદેવ બધાં સારાંવાના કરશે. ચિંતા ના કરીશ.

નંદીનીએ કહ્યું એણે સ્થિતિને સચોટ બતાવવા સીતારામનો દાખલો આપ્યો એણે કહ્યું મેં લક્ષ્મણરેખા ઓળંગી દીધી છે હું એને લાયક નથી રહી એણે એવું પણ કીધું કે એ એનાં પાપા મંમી સાથે બધીજ વાત કરશે પછી વિચારીને જણાવશે. એનો જે ઉત્તર આવે એ સ્વીકારે તો ઠીક નહીંતર હું મારો નિર્ણય લઇ લઇશ.

માસી કહે ધીરજ અને વિશ્વાસ રાખ આમ કંઇ ઉતાવળીયું કરવું કે વિચારવું નહીં તારાંથી એજ તો પહેલાં ભૂલ થઇ ચૂકી છે. આવેશ કે લાગણીમાં માણસનું મગજ બંધ થઇ જાય છે એ સાચો નિર્ણય નથી લઇ શકતો. મને લાગે છે રાજે તને જવાબ આપવા સમય લીધો એજ સારી નિશાની છે. એણે આધાત પચાવ્યો ના હોત તો મંમી પપ્પા સાથે વાત કરીશ એવું કીધુંજ ના હોત તને સાંભળીનેજ એનો નિર્ણય કહી દીધી હોત. થોડી સમજદારી રાખ આમ છેલ્લે પાટલે નહીં બેસવાનું. ખોટ આપણી છે ધીરજ પણ આપણે રાખવાની છે. તારી માં નથી પણ હું તારી માસીજ તારી માં છું મારે તો તને સાચી વાત સમજાવવી પડે. મને વિશ્વાસ છે સારુંજ થશે.

આટલું સાંભળતાં નંદીની ફરીથી માસીને વળગી ગઇ અને રડતાં રડતાં બોલી તમે માસી નહીં મારાં માં જ છો. પ્લીઝ મને સંભાળી લેજો હું હારી ગઇ છું માં. માસી એનાં માથે હાથ ફેરવતાં રહ્યાં. માં દીકરી એક બીજાને પંપાળી રહેલાં.

નવીનમાસાએ કહ્યું મહાદેવ સારુંજ કરશે એણે વિચાર કરવા સમય લીધો સારી નિશાની છે મારું વકીલ મન પણ એજ સ્વીકારે છે પણ પેલો પ્રબોધ ખબર નહીં. બધું જાણીને શું પ્રત્યાધાત આપશે ? મને રાજ કરતાં એનાં બાપની વધુ બીક છે હું એને જાણું છું.

માસીએ કહ્યું સહુ સારાં વાના થશે દીકરાની લાગણી અને ઇચ્છા સામે કોઇ માં બાપનું ચાલ્યું નથી વ્હેલાં મોડાં સ્વીકારીજ લે છે ભલે નંદીનીનાં એકવાર લગ્ન થઇ ગયાં હોય અને હવે પેલો જીવતો પણ નથી.

નવીનમાસાએ કહ્યું હું સારુજ ઇચ્છું છું એનામાં સદબુધ્ધિ આવે અને સાચો સારો નિર્ણય લેવાય. માસાની આંખો નમ થઈ ગઈ.

માસીએ કહ્યું તું થાકી છું તું ગરમ દૂધ પીને કંઇ પણ વિચાર્યા વિના સૂઇ જા પરો થઇ ગઇ છે જા જઇને સૂઇ જા.

નંદીનીએ કહ્યું મારાં કારણે તમારે પણ આખી રાતનો ઉજાગરો થયો છે. ત્યાં વિરાટ પણ... બધું મારાં લીધે થયું છે. માસી કહે કંઇ બોલ્યા અને વિચાર્યા વિના સૂઇ જા તારી માં છુ તો આટલું ના કરું ? તારાં માથે તારાં માંબાપ જેવા માસા-માસી બેઠાં છે ચિંતા ના કરીશ સદાય તારાં સાથમાંજ છીએ આવતી કાલે કોઇપણ નિર્ણય આવે તું ઓછું ના લાવીશ. જા દૂધ પીને સૂઇ જા.

નંદીનીનાં શરીરમાં જાણે કોઇ જોરજ નહોતું. એ ધીમે પગલે ઉભી થઇને રસોડામાં ગઇ દૂધ પીને એનાં રૂમમાં ગઇ રૂમ બંધ કર્યો.

નંદીનીનાં ગયાં પછી માસીએ કહ્યું મને તમારાં જેવોજ વિચાર આવેલો કે રાજનો બાપ બહુ ગણતરીબાજ જબરો છે એકનાં એક છોકરાંનાં લગ્ન વિધવા સાથે કરાવવા તૈયાર થશે ? પોતાનું સમાજમાં સ્થાન અને પ્રતિષ્ઠા વચ્ચે લાવશે તો ?

માસાએ કહ્યું મને માત્ર આજ ભય છે કંઇ નહીં જે થવાનું હશે એ થશે રાહ જોયાં વિના કોઇ રસ્તો નથી આપણે નંદીનીનાં સાથમાંજ છીએ ચાલો આપણે સૂઇ જઇએ 2-3 કલાકમાં ઉઠવાનો સમય થઇ જશે. બંન્ને જણાં રૂમમાં સૂવા જતાં રહ્યાં.

************

રાજ શાંત બેસી રહેલો. વિરાટ અને તાન્યાને ખબર પડી ગઇ કે વાત પુરી થઇ ગઇ છે. એલોકો રૂમની બહાર આવ્યાં. અને રાજ પાસે આવીને બેઠાં.

રાજ વિચારોમાં હતો બનાવેલો પેગ સીપ મારી ધીમે ધીમે પી રહેલો. અને વિરાટે કહ્યું રાજ તારે બધી વાત થઇ ગઇ ? રાજે બોલ્યાં વિના મોઢું હલાવી હા પાડી પછી પાછો આંખો બંધ કરી બેસી રહ્યો.

તાન્યા અને વિરાટ એકબીજા સામે જોઇ રહ્યાં. વિરાટે તાન્યાને કહ્યું મારાં માટે ગ્લાસ લાવને હું પણ એક પેગ પી લઊં. રાજને ભૂખ લાગી હશે એનાં માટે કંઇક નાસ્તો લાવ.

તાન્યા ઉભી થઇ કીચનમાં ગઇ અને વિરાટ માટે ગ્લાસ અને બંન્ને જણાં માટે પ્લેટમાં નાસ્તો લાવી ટીપોય પર મૂક્યો.

વાતાવરણ એકદમ ગમગીન અને ગંભીર હતું. ફલેટ જાણે સૂમસામ થઇ ગયેલો. વિરાટે પેગ બનાવ્યો. અને રાજને કહ્યું રાજ જોડે નાસ્તો કર તું ખૂબ ભૂખ્યો છે. અને શાંતિથી પછી થોડીવાર સૂઇ જા.

રાજે આંખો ખોલી વિરાટ સામે જોયું પણ કંઇ બોલ્યો નહીં બે ત્રણ કાજુ હાથમાં લીધાં અને ખાવા લાગ્યો. પછી વિરાટને કહ્યું હાં વિરાટ હું ખૂબજ ભૂખ્યો હતો પ્રેમનો, લાગણીનો, વિશ્વાસનો કોઇનાં સાથનો પણ હવે એ ભૂખ મરી ગઇ છે કોઇ ઇચ્છા નથી એમ બોલતાં બોલતાં આંખો ભીની થઇ ગઇ.

તાન્યાએ કહ્યું રાજભાઇ તમે બધીજ વિગત જાણી લીધી હવે તમારું મન હોય એમ નિર્ણય લેજો અમે તમારી સાથે છીએ.

રાજે કહ્યું હવે ક્યાં સાથની જરૂરજ રહી ? બધું જે હતું એ બધું પારકું થઇ ગયું નંદવાઇ ગયું છે અત્યાર સુધી માંબાપ પાસે નંદીનીની ભીખ માંગતો હતો. હવે એ લોકો તૈયાર થયાં ત્યારે નવેસરથી બધું જણાવીને એમને સમજાવીને નિર્ણય લેવાનો હવે હું થાક્યો છું મનેજ ખબર નથી હું શું કરીશ ?

તાન્યા અને વિરાટ ચૂપ થઇ ગયાં એમાં એ કંઇ જવાબ આપી શકે એમ નહોતાં. તાન્યાએ વિરાટ સામે જોયું અને એને વિચાર આવ્યો અને બોલી રાજ પુરુષો માટે સ્થિતિઓ સરળ હોય છે એટલી સ્ત્રીઓની નથી હોતી. લગ્ન પહેલાં માંબાપ અને પછી વરની ઇચ્છાઓનું ધ્યાન રાખવાનું હોય છે પણ તમારાં કેસમાં દીદીએ માંબાપનું ધ્યાન રાખ્યું પણ વરને વહેતો મૂકેલો કોઇજ સંબંધ નહોતો રાખ્યો છેવટે એને છોડીને માં પાસે આવી ગયેલાં એમને પણ એમનું કર્યાનું અપાર દુઃખ છે. એમણે આ બધાં વચ્ચે પણ પાત્રતા પવિત્રતા જાળવી રાખી છે.

તાન્યાને સાંભળીને રાજે એની સામે જોયું ને એનો ચહેરો ઉગ્ર થયો પણ કંઇક વિચારીને ચૂપ રહ્યો પછી બોલ્યો મેં આવું કર્યું હોત તો નંદીની સ્વીકારત ?

વધુ આવતા અંકે ---- પ્રકરણ-101

Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Neepa

Neepa 2 months ago

PRASHANT VYAS

PRASHANT VYAS 2 months ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 months ago

Bhaval

Bhaval 3 months ago