Jivan Sathi - 38 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 38

બીજે દિવસે સવારે આન્યા ઉઠી એટલે તેને તરત જ યાદ આવ્યું કે, ઑહ આજે તો અશ્વલ આવવાનો છે મને મળવા..!! દરરોજ કરતાં તે જરા બરાબર જ તૈયાર થઈ. આજે પેન્ટ ટી શર્ટ ને અલવિદા આપી તેણે પોતાનો લાઈટ પીંક કલરનો ડ્રેસ પહેર્યો અને મીરર સામે ઉભી રહી પોતાની જાતને જોવા લાગી અને તેને પોતાને તે ગમવા લાગી અને મનમાં ને મનમાં વિચારવા લાગી કે, " ભગવાને મને કેટલી બધી બ્યુટીફુલ બનાવી છે..!! દરરોજ કરતાં આજે તે પોતાની જાતને જાણે નીરખી રહી હતી અને વધુ પસંદ કરી રહી હતી.

તેને પણ થોડી નવાઈ લાગી કે હું આજે આમ તૈયાર કેમ થઈ રહી છું ? પણ તેને તેના પ્રશ્નનો જવાબ ન મળ્યો કારણ કે કેટલાક પ્રશ્નોનો કોઈ જવાબ નથી હોતો.

બસ પછી તો એઝયુઝ્વલ પોતાની કોલેજ પહોંચી ગઈ. એક પછી એક લેક્ચર ચાલુ હતા.. પણ તેની નજર અવાર નવાર પોતે પહેરેલી રોઝ ગોલ્ડ સ્માર્ટ વૉચ ઉપર હતી... કે કેટલા વાગે આવશે અશ્વલ અને આવશે પણ ખરો કે નહીં ?

બસ, આન્યા આમ જ વિચારી રહી હતી અને ત્યાં જ તેના મોબાઈલમાં અશ્વલનો મેસેજ આવ્યો કે, આઈ એમ કમીંગ... એટલે તે ખુશ થઈ ગઈ. અચાનક તેના ફેસ ઉપર સ્માઈલ આવી ગયું અને ઘણીબધી રાહ જોયા પછી કંઈક સારા સમાચાર આવ્યા હોય તેવું તેને લાગ્યું.

આન્યા અશ્વલને મળવા માટે પાર્કિંગમાં ગઈ, અશ્વલ પણ આજે ખૂબ ખુશ હતો બંનેએ એકબીજાને હગ કર્યું અને કીસ કરી પછી અશ્વલે આન્યાને પ્રેમથી પૂછ્યું, " આપણે ક્યાંક વ્યવસ્થિત જગ્યાએ બેસીને વાત કરીએ આમ અહીંયા ક્યાં સુધી ઉભા રહીશું ?
આન્યા: અહીં નજીકમાં જ સી.સી.ડી છે ચાલ આપણે ત્યાં જ જઈએ.
અશ્વલ: હા, ચલ

અને બંને સી.સી.ડી તરફ આગળ વધ્યા. ખૂબ જ સુંદર સી.સી.ડી હતું તે બહારથી નાનું લાગતું અંદરથી ખૂબજ વિશાળ જગ્યા ધરાવતું હતું.
એન્ટીક શો પીસથી શણગારેલુ તે પોતાની કંઈક આગવી છાપ ઉભી કરી રહ્યું હતું. બિલકુલ ઓછા કોલાહલવાળી એ શાંત જ્ગ્યા આન્યાને ખૂબ ગમતી. કોઈવાર તે કંટાળી હોય તો પોતાની ફ્રેન્ડને લઈને અહીં કોફી પીવા માટે અચૂક આવી જતી.

અશ્વલે સાઈડનું કોર્નરનું ટેબલ બેસવા માટે પસંદ કર્યું. સામાન્ય રીતે અહીં કોલેજ છૂટ્યા પછી જ થોડી ભીડ જોવા મળતી પરંતુ આજે સી.સી.ડીમાં ભીડ પણ ઘણી ઓછી હતી કદાચ સમય પણ અશ્વલ અને આન્યાને એકાંત આપવા ઈચ્છતો હતો.

બંને એકબીજાની સામ સામે ગોઠવાઈ ગયા અને એકબીજાને ઘણાં લાંબા સમય બાદ જોઈને જાણે હાંશ અનુભવતાં હોય તેમ બંને ખૂબ ખુશ હતા. બંને બેઠાં એટલે તરત જ બંનેની નજર એક થઈ, બંને એકબીજાની સામે જોઈને હસી પડ્યા અને જાણે બંને એકબીજાનામાં ખોવાઈ ગયા.

અને બંને એકબીજાના વિતેલા સમયનો હિસાબ માંગી રહ્યા કે બંનેએ આટલો સમય શું કર્યું ? આમ
બંને અવારનવાર એકબીજાની આંખોમાં ખોવાઈ જતાં અને એકબીજા માટેનાં પ્રેમની ઝલક બંનેની આંખોમાં તરબતર થઈ રહેતી હતી.

આમ ને આમ વાતોમાં ને વાતોમાં
સમય ક્યાં પસાર થઈ ગયો તેની બંનેમાંથી કોઈને ખબર પણ ન પડી.
આન્યાને ઘરે જવાનો સમય પણ થઈ ગયો.

આન્યાની નજર સી.સી.ડીમાં સામે લટકાવેલી મોટી સાઈઝની એન્ટીક વોલક્લોક ઉપર પડી અને તેનાથી બોલાઈ ગયું કે, " ઑહ નૉ, આઈ એમ ગેટીંગ લેઈટ મારે હવે નીકળવું પડશે. ઘરે મોમ મારી રાહ જોતી હશે. "

અશ્વલ: હું તને ઘર સુધી છોડી જવું ?
આન્યા: ના ના, હું કોલેજથી દરરોજ જવું છું તેમ જ જઈશ.
અશ્વલ: ઓકે, નો પ્રોબ્લેમ. અશ્વલે પોતાના કાર્ડથી કોફીનું બિલ ચૂકવ્યું અને બંનેએ ફરીથી ખૂબ જલ્દી મળીશું તેમ નક્કી કર્યું ખૂબજ પ્રેમથી હગ કર્યું અને એકબીજાને કિસ કરી. અશ્વલ પોતાના ઘર તરફ જવા માટે નીકળી ગયો અને આન્યા કોલેજ તરફ ગઈ.

કોલેજનો છૂટવાનો બેલ પડી ગયો હતો એટલે બધા ગેટની બહાર જ નીકળી રહ્યા હતા અને આન્યાને આમ કોલેજની બહારની તરફથી અંદર આવતાં જોઈને સ્મિત વિચારમાં પડી ગયો તેનાથી રહેવાયું નહીં તેણે એટ આ ટાઈમ આન્યાને પૂછી લીધું કે, " કેમ આમ બહારથી આવે છે ક્યાંય બહાર ગઈ હતી તું ? "
આન્યા: હા, એક ફ્રેન્ડ સાથે અહીં સી.સી.ડીમાં કોફી પીવા માટે ગઈ હતી.
સ્મિત: ફ્રેન્ડ એટલે ?
આન્યા: ફ્રેન્ડ એટલે ફ્રેન્ડ, ઈટ ઈઝ નોટ નેસેસરી ટુ ક્લેરીફાય
સ્મિત: ઓકે બાબા, ગરમ ના થઈશ તારે કહેવું હોય તો કહેજે... અધરવાઈઝ ઈટ્સ ઓકે.
આન્યા: આપણે નીકળીશું ? આઈ ગેટીંગ લેઈટ ? મોમ ઘરે રાહ જોતી હશે.
સ્મિત: હા સ્યોર.

સ્મિત એટલું તો સમજી જ જાય છે કે આન્યા મારાથી કંઈક છુપાવવા માંગે છે મને તેની પર્સનલ વાત જણાવવા માંગતી નથી પણ તે અત્યારે આન્યા સાથે ચર્ચામાં ઉતરવા નથી માંગતો અને આન્યાના ઘર તરફ પોતાની કાર ફૂલ સ્પીડમાં હંકારી મૂકે છે. બંને વચ્ચે ચૂપકીદી છવાઈ રહે છે.

કદાચ આન્યા કંઈ પણ બોલીને પોતાના દિલોદિમાગ ઉપર છવાયેલી અશ્વલ સાથેની સ્વીટ મેમરીઝને અકબંધ રાખીને તેને વાગોળવા ઈચ્છે છે માટે તે ચૂપ જ રહે છે અને સ્મિતને પણ શાનમાં સમજાવી દે છે કે, અત્યારે પોતે કંઈજ વાત કરવાના મૂડમાં નથી.

બંને વચ્ચેની ચૂપકીદી વચ્ચે આન્યાનું ઘર આવી જાય છે એટલે આન્યા સ્મિતને બાય કહી, સી યુ ટુમોરોવ કહી કારમાંથી નીચે ઉતરી પોતાના ઘર તરફ જવા લાગે છે. સ્મિત આન્યાના આવા વર્તનથી થોડો નારાજ થઈ જાય છે પણ નારાજગી સિવાય તેની પાસે બીજો કોઈ રસ્તો પણ તો નથી. સ્મિત પણ આછું સ્માઈલ આપી બીજે દિવસે મળવાનું કહી ત્યાંથી રવાના થઈ પોતાના ઘરે જવા માટે નીકળી જાય છે.

આન્યાએ જેમ વિચાર્યું હતું તેમ મોમ તેની રાહ જોઈને જ બેઠી હતી. આન્યાને ખુશ જોઈને મોમ તેને આજનો દિવસ ખૂબ સારો ગયો કે, તું આજે આટલી બધી ખુશ દેખાય છે ? પૂછવા લાગી... વધુ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
29/3/22