Chakravyuh - 32 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 32

ચક્રવ્યુહ... - 32

ભાગ-૩૨

“કાશ્મીરા, તુ અને તારા પપ્પા બન્ને ઘરે નથી અને ઇશાન પણ તેના રૂમમાં નથી, વહેલી સવારે તમે બન્ને ક્યાં જતા રહ્યા? અને ઇશાન ક્યાં છે? ગઇકાલે કોઇનો ફોન આવ્યો હતો ત્યાં મને ઊંઘ આવી ગઇ પછી કાંઇ ખબર જ નથી શું થયુ. મને જલ્દી એ કહે કે ઇશાન ક્યાં છે?” જયવંતીબેને કાશ્મીરા પર પ્રશ્નોની વર્ષા વરસાવી દીધી.

“મમ્મી અમે ઇશાનને લઇને આવીએ જ છીએ, તુ તારે આરામ કર. જલ્દીથી આવી જશું ઘરે.”

“અરે આરામ નથી કરવો મારે, આજે આવવા દે ઇશાનને ઘરે, તારા પપ્પા તો તેને કાંઇ કહેવાના નથી, આજે બરોબરથી હું તેને ખીજાઇશ. આ કાંઇ રીત છે?”

“હા મમ્મી, તુ તેને ખીજાઇ લેજે, બસ અમે આવીએ જ છીએ, ફોન રાખુ?” ફોન કાપી કાશ્મીરા પણ ચોધાર આંસુએ રડી પડી. જરૂરી ફોર્માલીટી પૂર્ણ કરી કાશ્મીરા અને સુરેશ ખન્ના તેના વ્હાલસોયા સંતાનને તેડી ઘરે જવા રવાના થયા. કાશ્મીરાએ રસ્તામાંથી જ ગણપત શ્રોફ અને સુબ્રતો ઐયરને કોલ મારફત સુચના આપી સ્વયંભુ બંધ પાડવાનુ કહી દીધુ. રોહનને આ વાતની જાણ થતા તે પણ ખન્ના હાઉસ જવા નીકળી ગયો.

************   “હજુ સુધી આવ્યા કેમ નહી આ બધા? દિવ્યા, નાસ્તો બધો રેડ્ડી કરી રાખ્યો છે ને?” જયવંતીબેનની જીજ્ઞાસા વધતી જતી હતી ત્યાં સુબ્રતો અને ગણપત શ્રોફ બન્ને સફેદ કપડા પહેરી આવતા દેખાયા, હજુ તો જયવંતીબેન કાંઇ જાણે સમજે ત્યાં બંગલાનો મેઇન દરવાજો ખુલ્યો અને એમ્બ્યુલન્સ અંદર આવી રહી હતી તે જયવંતીબેન જોઇ રહ્યા.

“શું થયુ તે આ એમ્બ્યુલન્સ આવી અહી?” જયવંતીબેન બોલ્યા ત્યાં એમ્બ્યુલન્સમાંથી સુરેશ ખન્ના અને કાશ્મીરા બન્ને ઊતર્યા અને પાછળ હોસ્પિટલના કર્મચારી ઇશાનની બોડી જે સફેદ ચાદરથી ઢંકાયેલી હતી તે સ્ટ્રેચરમાં લઇ અંદર ગયા ત્યાં દરવાજે જ જયવંતીબેને તેમને રોક્યા.   “કાશ્મીરા, આ શું છે? કોને લઇને તમે આવ્યા છો? અને આ ડેડ બોડીને અહી સવાર સવારમાં શું લઇ આવ્યા છો? અરે એ તો બધુ ઠીક પણ આ ડેડ્બોડી કોની છે?”   “મમ્મી તુ પ્લીઝ આ લોકોને અંદર જવા દે, હું તને બધી વાત કહુ છું, પ્લીઝ એ લોકોને લેટ થાય છે.”   "નહી, મને એ કહે કે આ ડેડબોડી કોની છે અને તમે બન્ને તો ઇશાનને શોધવા નીકળ્યા હતા અને આ ડેડબોડી લઇને.........” અચાનક જયવંતીબેન બોલતા બોલતા અટકી ગયા અને કાશ્મીરા સામે એક નજરે જોઇ રહ્યા.

“કાશ્મીરા, મારો ઇશાન ક્યાં છે? જલ્દી કે મારો લાડૅકવાયો એક નો એક દિકરો ક્યાં છે? તને કાલે ફોન આવ્યો હતો ને? તુ ઇશાનને લેવા ગઇ હતી ને? તો એકલી કેમ આવી ઘરે તુ? ક્યાં છે મારો ઇશાન?” જયવંતીબેને કાશ્મીરાને ઘણા પ્રશ્નો કર્યા પણ કાશ્મીરા પાસે તેના એક પણ પ્રશ્નનો જવાબ ન હતો, તે બસ ધૃસકે ધૃસકે રડી પડી.    “ખન્ના સાહેબ, તમે તો કાંઇક કહો, ઇશાન ક્યાં છે? તમે તેને લેવા ગયા હતા તો એકલા કેમ આવ્યા? અને આ બધા આપણા સગા સબંધીઓ અને ઓફિસ સ્ટાફ બધા સફેદ કપડામાં આપણા ઘરે શું કામ આવ્યા છે?” જયવંતીબેને ઘણા પ્રશ્નો કર્યા પણ બધુ વ્યર્થ,

“તમારા બે માંથી મને કોઇક જવાબ તો આપો કે મારો ઇશાન ક્યાં છે?”   “તારો ઇશાન હમણા જ અંદર આયો જયવંતી, બસ હવે છેલ્લી વાર તેના દર્શન કરી લે પછી બસ આપણી પાસે તેની યાદો જ રહેશે.” બોલતા સુરેશ ખન્ના રડી પડ્યા ત્યાં સુબ્રતો, ગણપત અને રોહન બધા તેમને દિલાસો આપવા પહોંચી ગયા.   સુરેશ ખન્ના અને તેમનો પરિવાર અને નજીકના મિત્ર વર્તુળ બધા અંદર હોલમાં પહોંચ્યા ત્યાં વચ્ચે સફેદ ચાદરમાં લપેટાયેલી ઇશાનની લાસ પડી હતી. જયવંતીબેન તો આ સમાચારથી અવાચક જેવા બની ગયા હતા, શુન્યમનસ્ક બની તે બસ સુરેશ ખન્નાનો હાથ પકડી ત્યાં નજીક બેઠા. એક પછી એક બધા ઇશાનને પુષ્પાંજલી અર્પણ કરી બહાર નીકળી રહ્યા હતા.   “સર, આ બધુ કઇ રીતે બન્યુ? અમને તો કોઇ જાણ જ ન હતી. અચાનક???” શ્રોફ, ઐયર અને રોહને આવી સુરેશ ખન્નાને પુછ્યુ પણ સુરેશ ખન્ના તો કાંઇ કહી શક્યા જ નહી.   “મમ્મી, ચાલ હવે, ઇશાનને મળી લે, શબવાહીની આવી જતા કાશ્મીરાએ જયવંતીબેનને ઊભા કર્યા પણ જાણે તેમનુ શરિર પથ્થરનું બની ગયુ હોય તેમ ઊભા થઇ શક્યા જ નહી. અંદર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો પણ જયવંતીબેન એ દુઃખને વ્યક્ત કરી શકતા ન હતા. બસ એક નજરે ઇશાનને જોઇ રહ્યા હતા.

શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ઇશાનની અંતીમ વિદાયની તૈયારી થતા ગોર મહારાજે કહ્યુ અને બધા ઊઠ્યા અને ઇશાનને શબવાહીની તરફ લઇ જવા આગળ પગ ધપાવ્યા ત્યાં જયવંતીબેન ગર્જી ઉઠ્ય.   “ખબરદાર છે, જો કોઇએ મારા ઇશાનને કાંઇ કર્યુ છે તો, એ ભલે સુઇ રહ્યો અહી, હમણા ઊઠશે એ તો. તેને મનભાવન નાસ્તો મે બનાવડાવ્યો છે ખન્ના સાહેબ. તમે આમ કેમ તેને લઇ જાઓ છો? કાશ્મીરા તુ તો કાંઇક તારા પપ્પાને સમજાવ, આમ બાન્ધી મૂક્યો છે, તને તો ખબર છે ને કે તેને આમ ઊંઘ આવતી જ નથી, પ્લીઝ તુ આ બધાને સમજાવ ને..” જયવંતીબેન બબડતા બબડતા લથડીયા ખાવા લાગ્યા ત્યાં કાશ્મીરાએ તેમને સંભાળી લીધા અને ખુરશી પર બેસાડી દીધા અને બીજી બાજુ ઇશાનને આખરી વિદાય આપવા કાશ્મીરા ગેઇટ સુધી ગઇ.

“ઇશાન તારા મૃત્યુનું રહસ્ય તો હું ઉકેલાવીને જ રહેવાની છું, હોય ન હોય પણ આ બધુ કામ જે પપ્પાને બરબાદ કરવાવાળૉ છે તેનુ જ લાગે છે અને તેણે જ તારો જીવ લીધો છે. હવે તુ તો ક્યારેય અમારી સાથે પાછો આવવાનો નથી પણ તારા મૃત્યુ પાછળ જે કોઇપણ જવાબદાર છે તેને ધૂળ ચાટતો ન કરુ તો મારુ નામ કાશ્મીરા નહી.”

***********

બે દિવસ બાદ:-   “મે આઇ કમ ઇન ખન્ના સાહેબ?” ઇન્સપેક્ટર ચેતન પટેલે સુરેશ ખન્નાના ઘરે આવતા પુછ્યુ.   “યસ કમ ઇન.” સિગારેટનો કસ ખેંચતા સુરેશ ખન્નાએ કહ્યુ.   “હેલ્લો મેડમ.” કાશ્મીરા સાથે પણ અભિવાદન કર્યા બાદ ચેતન પટેલે પોતાની વાત રજૂ કરતા કહ્યુ.   “છેલ્લા ઘણા સમયથી તમારા ભાઇના ફોનમાં એક નંબર પર લાંબા સમય સુધી વાતો કર્યાનો આધાર મળી આવ્યો છે, હું તમને એ વ્યક્તિનું નામ કહુ છું. તમે અથવા તમારા ફેમિલી મેમ્બરમાંથી કોઇ ઓળખતુ હોય.”

“જી સર, પ્લીઝ ટેલ મી.” કાશ્મીરાએ કહ્યુ.

“હા તો તેનુ નામ છે વીનીતા મલ્હોત્રા. આ વીનીતા નામની છોકરીને તમે ઓળખો છો?”

“નહી સર, આ નામ હું પહેલી વખત સાંભળુ છું. ઇશાને પણ ક્યારેય મારી સાથે વીનીતાનું જીક્ર કરેલુ નથી.”   “સર, તમને આ નામ વિષે કાંઇ આઇડિયા ખરો?” ઇન્સપેક્ટરે સુરેશ ખન્ના સામે જોઇ પુછ્યુ પણ સુરેશ ખન્ના તો પોતાની મસ્તીમાં ધુન હતા. ઇશાનના મૃત્યુ બાદ તે ગમગીન બની ગયા હતા અને અતિ ધુમ્રપાનમાં ચડી ગયા હતા એટલે વિચારોમાં ખોવાયેલા એવા સુરેશ ખન્નાએ તો જાણે ઇન્સપેક્ટરની વાત સાંભળી જ ન હોય તેમ બેસી રહ્યા.

To be continued………………..

“અરાઇમાએ શા માટે બીજા નામથી સીમકાર્ડ લીધુ અને ઇશાનને ગુમરાહ કરી તેની સાથે દગો કર્યો? હવે તો આપ સૌને એ પણ પ્રશ્ન થતો હશે કે અરાઇમા સાચે જ પ્રેગ્નેન્ટ હતી કે એ બધુ પણ નાટક એકમાત્ર હતુ? શું ઇન્સપેક્ટર અને કાશ્મીરા મળીને આ બધી વાતનો તાગ મેળવી શકશે કે પછી આ બધા ગુંચવાળામાં ગુંચવાઇ ચક્રવ્યુહમાં ફસાઇ જશે? જાણવા માટે વાંચો ચક્રવ્યુહ નોવેલ અને આપના કિમતી પ્રતિભાવ અને સુચનો આવકાર્ય છે...............

આભાર આપ સૌનો....

Rate & Review

Sheetal

Sheetal 3 weeks ago

Dilip Thakker

Dilip Thakker 3 weeks ago

bhavna

bhavna 3 weeks ago

Vaishali

Vaishali 4 weeks ago

Bhavna

Bhavna 4 weeks ago