Chakravyuh - 36 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 36

ચક્રવ્યુહ... - 36

પ્રક્રરણ-૩૬

પછીના બે ચાર દિવસ કાશ્મીરા માટે હળવાશભર્યા રહ્યા. સુરેશ ખન્ના પણ આઘાતમાંથી થોડા બહાર આવતા જણાયા અને થોડો થોડો સમય માટે ઓફીસ પણ જવા લાગ્યા, બસ કાશ્મીરાને ચિંતા તેના મમ્મીની હતી. ઇશાનના મૃત્યુ પછી તેની હાલત અત્યંત ખરાબ થઇ રહી હતી અને તેમા સુધારો આવવાને બદલે દિન-પ્રતિદિન તબિયત લથડતી જતી હતી. ઊંઘની તકલિફને કારણે તેનો મગજ પર કન્ટ્રોલ રહેતો નહી અને આરામ માટે તેને ઊંઘની ટેબ્લેટ આપવી પડતી.   “પાપા, આઇ એમ સો હેપ્પી કે તમે રીલેક્સ થઇ ગયા છો. જે થયુ તેનો આઘાત તો આજીવન રહેવાનો જ છે પણ રૂટીન લાઇફ જીવવી એ પણ અત્યંત જરૂરી છે. છેલ્લા બે દિવસથી તમે ઓફિસ આવો છો તે જોઇ મને ખુબ શાંતિ મળી.” કાશ્મીરાએ તેના પિતાજીને કહ્યુ.   “હા બેટા, જે થયુ તેનો મને પારાવાર પસ્તાવો છે પણ રોજીંદા જીવનને નકારી શકાય તેમ પણ નથી, વધુમાં તારી મમ્મીની હાલત બગડી રહી છે અને ઓફિસની બધી જવાબદારી તારા ઉપર છે એ બધુ મને સમજાઇ જતા મે મારી જાત પર કન્ટ્રોલ કરતા શીખી લીધુ.”   “હા પપ્પા, આઇ એમ સો હેપ્પી ફોર ધીસ. આજે હું ખુબ જ ખુશ છું. અરે હા, બીજી એક વાત કે આજે આપણા મુંબઇના ગ્રાહક શર્માજી સાથે લંચ કમ મીટીંગ છે, જો તમે ચાહો તો ચાલો મારી જોડે. બહુ મોટી ડીલ સાઇન કરવાની છે તેમની સાથે.”   “ના બેટા, તુ જઇ આવ. આમ પણ ઇશાનના ગયા બાદ મને સમજાયુ કે માણસના જીવનનું કાંઇ નક્કી નથી હોતુ. ક્યારે આ દીવો ઓલવાઇ જાય તેની કાંઇ ખબર આપણે નથી. આ તો તે રોહન સાથે સગાઇ કરવાની ના પાડી દીધી નહી તો મારી ઇચ્છા તો તમને બધુ સોંપીને કાયમને માટે નિવૃતી લઇ લેવાની હતી. ખેર, આઇ એમ સોરી કે મે રોહનની વાત્ છેડી દીધી. વારે વારે હું ભૂલી જઉ છું કે તને રોહનની વાત ગમતી નથી.

“ઇટ’સ ઓ.કે. પાપા. નો પ્રોબ્લેમ. મને કોઇ ફર્ક પડતો નથી. તમે નથી આવતા તો હું રોહનને જ સાથે લઇને જઇશ. સુબ્રતો અંકલ અને શ્રોફ અંકલ બન્ને આજે અહી વ્યસ્ત છે.”   “ગુડ બેટા, જુની વાતને ભૂલી જવુ એ જ યોગ્ય છે. યુ મે ગો. હું થોડીવાર અહી છું પછી ઘરે નીકળી જઇશ. તારી મમ્મી સાથે રહેવુ અત્યંત જરૂરી છે.”

“ઠીક છે પપ્પા. ટેઇક કેર.” કહેતી કાશ્મીરા જતી રહી.

********** 

“મેડમ, શર્માજી સાથેની ડીલની તમામ વિગતો આ ફાઇલમાં છે. જરૂરી પેપર્સ જે તમે કહ્યુ તે બધુ સામેલ છે.” રોહને ફાઇલ ટેબલ પર મુકતા કહ્યુ.   “એક્સક્યુઝ મી રોહન, આ ફાઇલ તમે જ સાથે રાખો. તમારે મારી સાથે મીટીંગમાં આવવાનુ છે.” કાશ્મીરાની વાત સાંભળી રોહન હતપ્રભ રહી ગયો કે પોતાનો ચહેરો ન જોનારી કાશ્મીરા આજે તેને પોતાની સાથે મીટીંગમાં આવવાનુ કહે છે.   “હું???” બસ આટલુ જ રોહન પૂછી શક્યો.   “યસ તમે. કેમ તમે મારી સાથે નહી આવો?”   “યા મેડમ, આઇ હેવ નો પ્રોબ્લેમ.”

“ઓ.કે. ધેન આપણે દસેક મિનિટમાં નીકળવાના છીએ સો બી રેડ્ડી.”   “જી મેડમ.” ખુશ થતો રોહન ત્યાંથી જતો રહ્યો.   “આજે તારા ચહેરા પરની ખુશી જોઇ મને આનંદ થાય છે તેનો તને ખ્યાલ નથી રોહન. મીટીંગના બહાને પણ સાયદ આપણે થોડો સમય સાથે વ્યતિત કરી શકીશું.”

**********  

“મેડમ, આ જ હોટેલમાં મીટીંગ હતી ને?” રોયલ પેલેસ હોટેલના રૂમ નં ૧૦૧ માં બન્ને શર્માજીની રાહ જોઇ રહ્યા હતા ત્યાં રોહને કાશ્મીરાને પુછ્યુ.   “હા રોહન, આ જ હોટેલ અને આ જ રૂમમાં મીટીંગ છે અને શર્માજી અહી જ સ્ટે કરવાના છે પણ તુ કેમ આ રીતે પૂછે છે?”

“મેડમ, મીટીંગ એક વાગ્યાની હતી અને બે વાગવા આવ્યા પણ શર્માજીનો કાંઇ અતોપતો નથી એટલે પુછ્યુ. સોરી ભુખને લીધે જીભ આડીઅવળી વળી ગઇ.” આ સાંભળી કાશ્મીરા ખડખડાટ હસવા લાગી.   “અરે પણ તો બોલ ને, હમણા જ આપણે લંચ ઓર્ડર કરીએ. શર્માજી નથી તો શું થયુ આપણે લંચ સાથે કરીએ.” કહેતા કાશ્મીરાએ ઇન્ટરકોમ પર કોલ કરી લંચનો ઓર્ડર આપી દીધો.   “રોહન, એક વાત પુછુ?” લંચ કરતા કરતા કાશ્મીરાએ રોહનને પુછ્યુ.   “જી મેડમ. પૂછો ને.” રોહનનું ધ્યાન વાત કરતા જમવામાં વધારે હોય તેવુ કાશ્મીરાને લાગ્યુ.   “વીલ યુ મેરી મી?” અચાનક જ આવો પ્રશ્ન કાશ્મીરાના મોઢેથી સાંભળી રોહન સ્તબ્ધ બની ગયો. તેના મોઢામાં રહેલો કોળીયો ચાવવાનુ સુધ્ધા તે ભૂલી ગયો અને બસ બાધાની જેમ કાશ્મીરા સામે જોઇ રહ્યો અને અચાનક જ તે ખાંસવા લાગ્યો.

“આર યુ ઓ.કે. રોહન?” કાશ્મીરાએ ઊભા થઇ પાણીનો ગ્લાસ આપતા પૂછ્યુ.   “મેડ્મ, આર યુ ઑલરાઇટ ઓર નોટ?” રોહન પણ ઊભો થઇ ગયો અને તેણે વળતો પ્રશ્ન કર્યો.   “યા, મને શું થયુ છે? ખાંસે તો તુ છે, હું નહી.”   “પણ અચાનક તમે ન પૂછવાનુ પૂછી બેસો તો એમ જ થાય ને.”   “રોહન આઇ એમ સીરીયસ. તે દિવસે મે તને અને તારા પરિવારને હર્ટ કર્યા તે મારી ભૂલ હતી પણ આજે હું મારા સંપૂર્ણ હોંશમાં રહીને તને પૂછું છું કે તુ મને અપનાવીશ?”

“મેડમ, બસ કરો હવે. શર્માજી આવતા હશે. તમે જુની વાતોને યાદ ન કરો નહી તો મીટીંગમાં હું ધ્યાન નહી આપી શકુ અને અકારણ મારા લીધે આવડી મોટી ડીલ હાથમાંથી જતી રહેશે.”   “શર્માજી આવવાના જ નથી.” કાશ્મીરાએ વાતનો ફોડ પાડતા કહ્યુ.   “શું??? તો પછી આપણે અહી શું કરીએ છીએ?”   “રોહન ઘણા દિવસથી આ વાત મારા મનમાં હતી કે તારી સામે હું માંફી માંગુ અને મારા મનની વાત તને કહી દઉ પણ સમય અને સંજોગ એવા બનતા જ ન હતા કે હું આ વાત તને પૂછી શકુ એટલે મારે આ રીતે બહાનુ કરીને તને અહી લાવવો પડ્યો. સોરી ફોર ધેટ.”   “મેડમ સોરી કહેવાની જરૂર નથી પણ તમે જુની વાતોને ભૂલી જાઓ અને બોસ અને એમ્પ્લોઇના સબંધો છે તે બરોબર છે. પ્લીઝ તમે આ સગાઇ લગ્નને ભૂલી જાઓ એ જ સારૂ રહેશે.” બોલતા બોલતા રોહન રૂમમાંથી બહાર નીકળી જતો રહ્યો અને કાશ્મીરા પણ તેની પાછળ નીકળી ગઇ. કાશ્મીરા નીચે પહોંચી ત્યાં રોહન ઓટોરીક્ષા પકડી ત્યાંથી નીકળી ચુક્યો હતો.   “કેમ તને સમજાવું રોહન કે આજે ખરા દિલથી મને તારી કદર છે. આઇ એમ સોરી યાર.” બોલતા બોલતા કાશ્મીરાના આંખમાંથી આંસુ સરી પડ્યુ. 

To be continued…

Rate & Review

Sheetal

Sheetal 3 weeks ago

Dilip Thakker

Dilip Thakker 3 weeks ago

bhavna

bhavna 3 weeks ago

Vaishali

Vaishali 1 month ago

Bhavna

Bhavna 1 month ago