Prem Kshitij - 1 in Gujarati Fiction Stories by Setu books and stories PDF | પ્રેમ ક્ષિતિજ - ભાગ-૧

પ્રેમ ક્ષિતિજ - ભાગ-૧

પ્રસ્તાવના


નમસ્કાર મિત્રો!

આપ સૌનો સાથ અને સહકાર મને લખવાની ફરી નવી પ્રેરણા આપી રહી છે ને હું ફરી આપની સમક્ષ મારી નવી કલમ લઈને આવી રહી છું.મારી 'રેમ્યા' અને 'રુદયમંથન' ને આપનો નિસ્વાર્થ પ્રેમ મળ્યો એ જાણીને મને ખૂબ આનંદ થાય છે.

મને ખુશી થાય છે કે હું આપ સૌની સમક્ષ એક નવુ નજરાણું લઈને આવી રહી છું, મારી નવલકથા 'પ્રેમક્ષિતીજ' એ એના નામ પ્રમાણે જ પ્રેમથી ભરપૂર હશે, પ્રણયકથાને સાંકળી લેતી સામાજિક નવલકથામાં ઘણા પાત્રો છે, જેઓનું પોતાનું કૈકને કઈક વર્ચવસ્વ છે, પરંતુ બધાનું ધ્યાન દોરી રહેલા નાયક શ્રેણિક અને નાયિકા શ્યામા છે, શ્યામા એક ગામડાની ગોરી અને એનાથી સાવ વિરુદ્ધ ન્યુયોર્કમાં ભણી ગણીને મોટો થયેલો શ્રેણિક છે,તદન જુદા ફલકથી પાંગરનાર બન્નેમાં જે રીતે પ્રેમ પાંગરે છે એ રસપ્રદ છે!

એમની સાથે એમનાં પરિવારો, ગામડાના દ્ગશ્યો, શ્યામની ટીખળટોળી, શ્રેણિકના બે ખાસ મિત્રો, ગામડાના લોકો, સૌંદર્ય ઉભરાતા દ્ગશ્યો, શૃંગાર સજાવટ કરતાં પાત્રો, પારિવારિક જીવનની બાબતો, એમની ધારણા અને વિશ્વાસ, નિયમો અને આસ્થા એ બધા રસોનું મિશ્રણ એટલે શ્રેણિક અને શ્યામાની પ્રેમક્ષિતિજ!

આશા કરું છું કે આપ સૌ એને વધાવશો અને ખૂબ ખૂબ પ્રેમ આપશો!

.................................................................


સવારથી ઘરમાં ધમાલ ચાલી રહી હતી, દીકરીને જોવા મહેમાન અવવના છે એ પણ છેક ન્યુઝીલેન્ડથી! ગામડા ઘરમાં વિલાયતી મહેમાન અવાવના હોય એમાંય દીકરીના માંગા માટે એટલે ઉધામા ઓર વધી ગયા હતા, કાઠિયાવાડી ઘરાનો એટલે મહેમાનગતિ રજવાડી માહોલ હોય એમાં નવાઈ નહિ, કમાડને શોભાવે એવા મોતીના તોરણીયા, ભરેલી ભાતના અસનીયા, છેક કચ્છથી મંગાવેલી મોરભાતની ચાદર, અસલ નકશીકામથી કોતરેલ ત્રિપાઈ પર મુકેલા મુખવાસ એની મહેકથી મઘમઘતું આખું ઘર!

આ મઘમઘતું ઘર એટલે અમરાપરના મુખ બાપુ, આજે તેઓ હયાત નથી પરંતુ એમનાં સંસ્કાર એમનાં ઘરમાં નીતરી રહ્યા હતા, કોઈને માટે કદી ઈર્ષ્યા ના રાખનાર એવા વ્યક્તિ વજેશંકર બાપુના ઘરે આજે સીતેર વર્ષ પછી ફરી શરણાઈઓ ગુંજવાના એંધાણ વર્તાઇ રહ્યા છે ,ફરી ઘર આગળ લીલા તોરણ બંધાશે અને જાન માંડવે આવશે એના સપનાઓ સૌમાં સિંચાઇ રહ્યા છે, વજેસંગની કોઈ પુત્રી કે બહેન નહોતી, વજેસંગની ફોઈ કુંવરબાના લગ્ન પછી ત્રણ પેઢી બાદ એમની પ્રપૌત્રીના હાથ કંકુવાળા થવાની ઉંમર હતી, ઘર આંગણે જાનૈયાઓ ફરી શોભશે એની ખુશાલી હતી.


વજેસંગના દીકરા હેમલરાય તેઓ પણ ખરાં મુત્સદ્દી, આઝાદીની ચળવળના સ્વાતંત્ર્ય સેનાની, કાઠિયાવાડી એ પંથકમાં એમનાં નામની બોલબાલા, એમની શાખના કારણે એમનાં મોટા પુત્ર દીકરા વિમલસિંહની દીકરી માટે આજે છેક વિદેશથી મહેમાન અવવનાં છે,કુટુંબ મોટું માટે ઘરે મહેમાન પરોણાનો ઘસારો પણ વધારે! હેમલરાયના લંગોટિયા ગણી શકાય એવા મિત્ર બળવંતરાયના પૌત્ર માટેનું માંગુ એમનાં ઘરે આવ્યું, સૌ ખુશ હતાં, તૈયારીઓમાં કોઈ કમી ન રહે એ પરત્વે સૌનું ધ્યાન હતુ, ઘરના નાના મોટાં મળીને ચાલીસ માણસો હશે ને ઉપરથી ગામના બીજા હિતેચ્છુ મળીને પચાસ માણસોથી ઘર ચિક્કાર હતું, આવેલા મહેમાનોને જરાય અતડું ના લાગે એની પાક્કી કાળજી લેવાઈ રહી હતી.


"ગૌરીવહુ! રસોડે બધી તૈયારીઓ થઈ ગઈ છે ને?" હેમલરાય એક વડીલ તરીકે બધું ચકાસી રહ્યા.


" જી બાપુજી! બધું સરસ રીતે તૈયાર છે!"- ગૌરીએ ભાવસભર જવાબ આપ્યો.


"ને આપણી શ્યામા? એની જવાબદારી કોને સોંપી છે?"


" એ સરલા જોડે છે! એ એને તૈયાર કરીને લેતી આવશે!"


"ભલે!" કહીને હેમલબાપુ શ્યામાની તપાસ કરવા મેડીએ ઉપડ્યા!


ઘરમાં બધા પોતાના કામમાં વ્યસ્ત હતા, ધમાલ ભરપૂર પણ સરલા અને શ્યામા દેખાયા નહિ માટે દાદાએ મેડીની નીચે ઊભા રહી બૂમ પાડી પણ કોઈ જવાબ આવ્યો નહિ.


માટે તેઓ થોડા ચિંતિત થઈ ગયા, એમને ફરી ડર લાગવા માંડ્યો કે શ્યામા ફરી તો કોઈ કારસ્તાન કરીને બધાને હેરાન તો નહિ કરવા માંગતી હોય ને! એ મોટી ભલે થઈ ગઈ પણ એનું બચપણ હજીય અટકી રહ્યું હતું,એની મસ્તી કરવાની, શરારતી વાતો બધાનાં દિલમાં ઘર કરી ગઈ હતી. શ્યામા જેટલી શરારતી એટલી સૌની લાડકી પણ! વર્ષો બાદ દેવની દીધેલ હોઇ કોઈ એને એક શબ્દ પણ બોલે નહિ! બધાનાં લાડના લીધે એ બહુ શરારતી બની ગઈ હતી, ઉપરથી એની સખીઓની ટોળી આવે એટલે તો પત્યું, આખું ઘર માથે લે, જ્યાં જાય ત્યાં એના નામની બોલબાલા હોય!


આજેય ઘરમાં એને જોવા મહેમાન આવવાના હતાં, એ વાતથી એ સાવ અજાણ હતી , એ એની મસ્તીમાં જ રહેતી, લગ્ન જેવી બાબતો એને માટે નગણ્ય જેવી જ હતી, એ માત્ર વર્તમાનમાં જીવતી યુવતી હતી! લગ્ન જેવા બંધન માટે એને કદીય સપનામાંય વિચાર્યું નહોતું, પણ ઉંમર થતાં ઘરના વડીલો આગળ વધ્યા ને સારું માંગુ આવતાં તેઓ તૈયાર થયા!


સરલા એને સમજાવીને મેડી પર લઈ તો ગઈ હશે પણ શું શ્યામા એની જોડે શ્રૃંગાર કરવા તૈયાર થઈ હશે? જુઓ આગળના ભાગમાં....
ક્રમશ:
Rate & Review

Rinkal Zalavadiya

Rinkal Zalavadiya 2 months ago

Usha Patel

Usha Patel 3 months ago

H T busa

H T busa 4 months ago

darshana dalal

darshana dalal 4 months ago

Vaishali

Vaishali 5 months ago