Prem Kshitij - 9 in Gujarati Fiction Stories by Setu books and stories PDF | પ્રેમ ક્ષિતિજ - ભાગ -૯

The Author
Featured Books
Categories
Share

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૯

દાદાના સવાલ સાથે માયાના મનમાં આવેલો સવાલ બધા સમક્ષ ઉભરી આવ્યો, બધાને ખબર પડી કે તેઓ ગામમાં આવી ગયા છે છતાંય હજી ઘરે નથી આવ્યા તો બધાનાં મનમાં વિચારોના વમળ અને જોડે જોડે વિચાર વિમર્શ થવા માંડ્યા અહી નયને મારેલું લેફટ અને રાઇટનો લોચો એમને ગોથે ચડાવી ગયો.
ચોરે બેસેલા બાપુએ એમને રસ્તો ચીંધ્યો હતો કે ડાબી બાજુથી પાંચમું મકાન પરંતુ ભાઈ નયને આંખનું કાજલ ગાલે ઘસ્યું. એણે જમણી બાજુ વળવા ડ્રાઈવરનો કહ્યું ને ડ્રાઈવરે એના કહ્યા મુજબ જમણી બાજુ ગાડીનું ગવન્ડર ફેરવી લીધું, ને ત્યાંથી કોઈ મકાન તો શું કોઈ ઝૂંપડીએ ના મળી, બધી સરકારી કચેરી, ડેરી અને સવારમાં બંધ અવસ્થામાં સબ્જીમંડી નજરે ચડી, તોય નયનનો ઓવર કોન્ફીડન્સમાં કઈ દિશાએ જતાં રહ્યાં એમનું એમને ખબર ન પડી, આમ જોવા જઈએ તો નાનકડું અમરાપર એમને ગોથે ચડાવી ગયું.
"નયન સાહેબ, અહી તો કોઈ ઘર નથી દેખાતા!"- ડ્રાઈવરે એની સૂઝ પ્રમાણે એને ચેતવ્યો.
"હા યાર, આપણે કદાચ ખોટી દિશામાં તો નથી આવી ગયા ને?"
"સાહેબ તમે કહ્યું એ બાજુ મે લીધી ગાડી."
" ઓહ શીટ...નક્કી રોંગ વે સાઈડ થઈ ગયા!"- નયન બબડ્યો.
"શું છે નયનીયા...મોડું થાય છે ને એમાં તું બાફે છે..." પાછળ બેસેલો શ્રેણિક બોલ્યો.
"સોરી યાર...આઇ થીંક મે લેફ્ટનું રાઇટ કરી દીધું હશે!'- એણે બચાવ કરતાં કહ્યું.
"ચાલો પાછા હવે, નહિ તો પાછા કોઈને પૂછી જુઓ."- શ્રેણિકે સજેશન આપ્યું.
"પૂછવું નથી કોઈને તમતમારે રિટર્ન લઈ લો, બહુ વધારે નથી આવી ગયા."
"સારું!"- કહેતાં ડ્રાઈવરે ગાડી રિવર્સ લેવાની તૈયારી કરી, પરંતુ સાંકડા રસ્તામાં ગાડી રિવર્સ થાય કઈ રીતે? નહોડી જેવા રસ્તામાં માંડ માણસો જઈ શકે એવામાં નાખેલી ગાડીને સીધે રસ્તે સિવાય ક્યાંય મેળ પડે એમ નહોતો.
"કેમ શું થયું પાછું? કેમ રોકાઈ ગયા?"- નયને બહાર નજર કરતાં કહ્યું.
"રિવર્સ જવાય એમ લાગતું નથી!"
"તો હવે શું કરવાનું છે તમારા"- શ્રેણિક બગડ્યો.
" તો એક કામ કર...સીધો જવા દ્યો, ક્યાંક તો જતો હશે ને રસ્તો અને ક્યાંક રિવર્સ જેવી જગ્યા મળે તો કરી લેજો." નયને ડ્રાયવરને કહ્યું અને ગાડી આગળ વધી.
સવારની વેળાએ ગામમાં આવી નવી નક્કોર ગાડી આવી હોય તો નવાઈ હતી, ક્યાંક છૂટાછવાયા દેખાતા માણસો જાણે ગામમાં નવી વહુ આવી હોય એમ ગાડીને જોઈ રહેતા અને મનોમન વિચારી લેતા કે એ તો શ્યામાના મહેમાન છે, પરંતુ ગાડી ઊંધી દિશામાં જતાં જોઈ વધારે નવાઈ પામતા.
ગાડી આગળ વધી, ત્યાં તો એક નાનકડો તરુણ સામે આવીને ઊભો રહ્યો, અચાનક બ્રેક વાગી, જાણે એ અડફેટે ના આવી ગયો હોય!
"થોભો...થોભો..."- એ મોટા આવજે બોલ્યો.
ગાડીમાં બેઠેલા ત્રણેયમાંથી એકેયને સમજ ન પડી, પણ એના ઈશરાને સમજી શક્યા, ડ્રાઈવરે કચત નીચો કરીને," ઓ ભાઈ... મરી જવું છે?"
"અરે ના....તમે ખોટા રસ્તે જાઓ છો.."- એ યુવાન ઊભા થતાં અને એના આગળ વધી ગયેલા વાળને પાછળ કરતાં બોલ્યો.
"હા ખબર છે મને...પણ રીટર્ન થવાય એમ નથી ને..." ડ્રાઈવર બોલ્યો.
"એને પૂછી લ્યો ને રસ્તો..."- નયને ડ્રાયવરને ઈશારો કર્યો.
" તો કઈ રીતે નીકળશે? અમારે..."
"તમારે શ્યામાના ઘરે જવું છે ને?"- એ ચડેલા શ્વાસે બોલી ગયો, પરંતુ ડ્રાઈવરને છોકરીનું નામ ખબર નહોતી એટલે એને નયન સામે જોયુ.
" હેમલરાય બાપુના ત્યાં...." નયને કાચ નીચે કરતાં કહ્યું.
" હા એ જ....શ્યામાનું માંગુ લઈને આવ્યો સો ને?" - છોકરો હરખપદુદો થઈ ગયો.
" આવો હું તમને મૂકી જાઉં ઘરે...હું લઈ લઉ મારી સાઇકલ...." - છોકરો સામે પડેલી એની સાઇકલ લેવા ગયો.
નયનને હાશકારો થયો," હાશ...ચાલ કોઈક તો સારું મળ્યું....બાકી ઓલી વાયડીએ તો ભારે કરી હતી..."
"કેમ હવે એને યાદ કર્યા કરે છે . ગમી ગઈ હતી કે શું?"- શ્રેણિકે એની ઠેકડી ઉડાવતા કહ્યું.
" ના અલ્યા...એવી ને શું ગામાડે? બીજી વાર સામે આવે તો બે લાફા મારું..."- નયને દાજ કાઢી, શ્રેણિક હસવા માંડ્યો, ને એના મનમાં વિચરી રહેલી એની બહેનપણીની મનમોહક અદા એને સ્પર્શી રહી હતી.
પેલો અજાણ છોકરો સાઇકલ લઈને આવી ગયો, એ એની સાયકલ સાથે આગળ વધ્યો ને જોડે જોડે મહેમાનો પણ....

ક્રમશઃ