I Hate You - Kahi Nahi Saku - 106 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-106

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-106

આઇ હેટ યુ

પ્રકરણ-106

       રાજ અને નંદીનીનુ પુનઃમિલન થઇ ગયું હતું. બંન્ને ખૂબ ખુશ હતાં બધી ગેરસમજ, હર્ટ, ફરિયાદો દૂર થઇ ગઇ હતી. ત્યાં રાજે કહ્યું નંદુ સાંભળ શાંતિથી હવે. મંમી પપ્પા સાથે બધી વાત થઇ ગઇ સ્વીકાર થઇ ગયો. આપણે અગાઉનાં એનાંથી વધુ એક થઇ ગયાં... નંદુ હું તને ટીકીટ મોકલી રહ્યો છું અહીં આવીજા પેપર વર્ક બધુંજ હું કરાવી લઇશ હું અહી ભણવા આવ્યો છું એટલે ગૌરાંગ અંકલ પાસે પેપર વર્ક કરાવી લઇશ. બીજું વિરાટ તાન્યા નો સંબંધ વિધીપૂર્વક કરવાનું વિચારી રહ્યાં છે એટલે વિરાટનાં પેરેન્ટસ પણ અહીં બોલાવાની વાતો ચાલે છે એટલે અહી બધાંજ ભેગા થાય એવું હું અને બધાં ઇચ્છે છે આપણી વાત ભલે આજે થઇ છે પણ હું આ તક ગુમાવા નથી માંગતો તું વહેલાં માં વહેલી તકે અહીં આવીજા નંદીની તું જયાં જોબ કરે છે ત્યાં રીઝાઇન કરી દે હવે તારે કોઇ કામ કરવાની જરૂર નથી બધુંજ હું જોઇ લઇશ. એકવાર અહીં આવી જા પછી આગળનું પ્લાનીંગ કરીશું. નંદુ બસ હવે તને હું રૂબરૂ જોવા માંગુ છું આઇ લવ યું. રાજ ઉત્તેજના સાથે ઝડપથી બોલી રહ્યો હતો .

       નંદીનીની આંખામાં પ્રેમ અને આનંદ ઉભરાયો એણે કહ્યું રાજ તું સાચું કહે છે ? આપણે હવે મળી શકીશું ? આ તારી નંદિની તને પણ રૂબરૂ જોવા તરસે છે. હું તારાં પ્રેમનીજ ભૂખી છું મારુ મન હૃદય તન બધુંજ તારો સમાગમ ઇચ્છે છે.

       રાજે કહ્યું તું મારાં મનની વાતો કહી રહી છું હું હમણાંજ બધાં સાથે વાત કરી લઊં છું વિરાટ એનાં પરેન્ટસ સાથે ગૌરાંગ અંકલ સાથે ચર્ચા કરી ને નક્કી કરી લેશે હું મંમીને કહું છું વ્હેલામાં વહેલું મૂહૂર્ત કઢાવે આપણાં લગ્ન કરાવી લે અહી રજીસ્ટ્રેશન કરાવીશું જ્યા થશે ત્યાં કરાવીશું પણ હવે બસ બહુ થયું.

       નંદીનીએ કહ્યું રાજ આપણું લગ્ન કે પ્રેમસંબંધનું તો રજીસ્ટ્રેશન ઇશ્વરે કર્યુજ છે અને આજે મહાદેવે સાકાર કર્યું છે. રાજ આજે મારું જીવનજ તેં બદલી નાંખ્યું છે. પ્રેમ સુખ આનંદથી મને તરબોળ કરી દીધી છે અત્યાર સુધી જેટલાં ઘા મળેલાં અચાનક બધામાં રૂઝ આવી ગઇ છે હું બધુંજ ભૂલવા માંગુ છું બસ તને પામવા માંગુ છું તુંજ મારું સર્વસ્વ છે અને હું તનેજ જીવું છું તનેજ સમર્પિત છું તું જાણે છે માસા માસી આ સમાચાર જાણી કેટલાં આનંદમાં આવશે ? અહીં આવી ત્યારથી મારીજ ચિંતા કરતાં રહ્યાં છે આજે એમને કેટલી મોટી હાંશ થશે એમણે મને દીકરી ગણી છે દીકરી કરતાં વધુ સાચવી છે સુરત આવ્યા પછી જાણે મારું તો ભાગ્યજ બદલાઇ ગયું છે તું મારો ભાગ્ય વિધાતા બની ગયો છું.

       રાજે કહ્યું નંદુ હું જે છું એ ફક્ત તારોજ છું મારુ મન હૃદય તન જીવન બધુંજ તને સમર્પિત છે હું પણ ફક્ત તનેજ જીવ્યો છું સાચુ છે અહીં રહેતાં ત્રણે પાર્ટનર ના ભાગ્ય બદલાઇ રહ્યાં છે મને થાય બસ તને આમજ જોતો રહ્યું તારી સાથે વાતોજ કરતો રહું કેટલાય સમયની મારી વાતો તને કહેવી છે તારી સાંભળવી છે એવુંજ મન થાય છે નંદુ.

       નંદીનીએ કહ્યું મારી વાતો દુઃખદાયક છે તને બધી સંભળાવી દીધી છે હવે એવી કોઇ વાતો કરી મારે કાંઇ યાદ નથી કરવું હું તારી વાતો સાંભળીશ તને પ્રેમ કરીશ. રાજ હવે ફોન મૂકૂં ? પહેલાં તો માસા માસીને ખુશખબર આપું મારાં માં બાબાનાં આશીર્વાદ લઊં થેંક્સ કહું અને આપણાં માટે પ્રાર્થના કરું.

       રાજે કર્યું તને આ સ્ક્રીનથી હટતી જોવા નથી માંગતો પણ તું કહે છે એમ હું પણ અહીં બધી વાત કરી બધું નક્કી કરી લઊં તું ત્યાં વાત કરી લે.

       ત્યાં તાન્યા સ્ક્રીન પર આવી અને ખોટો ખોટાં ગુસ્સો કરતાં કહ્યું વાહ આ તમે સારું નક્કી કરો છો તમારું પેચ અપ થઇ ગયું બધાને ભૂલી ગયાં ? ભાભી મારી સાથે વાત કરો ને. અમે પણ અહીં રાજ ભૈયાને સાચવવામાં સમજાવવામાં કચાશ નથી કરી.

       નંદીનીએ હસતાં હસતાં કહ્યું હું જાણુ છું મારાં રાજને તેં અને વિરાટે ખૂબ સાચવ્યો છે સમજાવ્યો છે હું તો તને થેંક્સ કહું એટલું ઓછું છે જીવનભર તારો પાડ નહીં ઉતારી શકું તાન્યા દીલથી થેંક્સ કહું છું.

       તાન્યાએ ઢીલા થતાં કહ્યું આવુ ના બોલો તમારાં જેવા પ્રેમ કરનારને ત્રીજાની ક્યાં જરૂર ? હું તો તમારાથી તમારી વાતો સાંભળી ખૂબ શીખી છું. થેક્સ તો મારે તમને કહેવાનાં છે હવે બસ US આવવાની તૈયારી કરો. રાજ ભાઇને એક્સાઇનેમેન્ટ સાથે મોટેથી બોલતાં બધાએ સાંભળ્યાં છે એમ કહી હસી પડી અને બોલી નંદીની ભાભી રાજનાં પેરેન્ટસ પણ તમારી સાથે વાત કરવાં રાહ જોઇ રહ્યાં છે એ લોકો સાથે વાત કરી લો ને..

       નંદીની સાંભળીને થોડી ગંભીર થઇ ગઇ રાજે કહ્યું ડરીશ નહીં શાંતિથી વાત કર તું હર્ટ થાય એવું કંઇજ નથી હવે હું માં પાપાને બોલાવું છું બધાં લાઇનમાં છે વાતો કરવા અને નંદીનીને હસુ આવી ગયું.

       એટલામાં નયનાબેન સ્ક્રીન પર આવ્યાં પહેલાં તો નંદીનીને જોતાંજ રહ્યાં. નંદીનીથી નીચું જોવાઇ ગયુ નયનાબેન કહ્યું દીકરા અમને માફ કરજો નીચું તારે નહીં અમારે જોવાનું છે હવે જે થઇ ગયું એ આપણે ભૂલી જઇએ અમે તમારાં બધાનાં US આવવાનીજ વાતો કરતાં હતાં રાજનાં પાપા પણ શરમીંદા છે એ વાત કરવા માંગે છે એમને બોલાવું.

       નંદીની સાવધ થઇ ત્યાં સ્ક્રીન પર પ્રમોદભાઇ આવ્યાં આવીને તરતજ નંદીનીને કહ્યું કોન્ગ્રેચ્યુલેશન દીકરા હવે તું અમારં ઘરની વહુ ક્યારે બને અને અમારી આંખ ઠારે એનીજ રાહ જોવાય છે. બોલ્યું ચાલ્યું કર્યું માફ દીકરા ગોડ બ્લેસ યું.

       નંદીનીની આંખો ભરાઇ આવી એણે કહ્યું મંમી પપ્પા તમારે આવું ના કહેવાનું હોય હું તો ઘણી નાની અને નાસમજ છું મારાંથી કોઇ ભૂલ થઇ હોય તો માફ કરજો નયનાબેને કહ્યું માફી માફી બહુ થઇ ગયું હવે અહીં આવવાની તૈયારીઓ કર પછી શાંતિથી અહીં વાતો કરીશું.

       ત્યાં વિરાટે કહ્યું તમારે થઇ ગઇ હોય તો હું મારી દીદી સાથે વાત કરી લઊં ? ત્યાંજ મીશા આંટીએ કહ્યું તું વાત કરી લે પછી અમારો વારો... રાજને હસુ આવી ગયું એણે કહ્યું બધાં વારાફરથી વારા વાત કરીલો છેલ્લે મને આપજો બધાં હસી પડ્યાં.

       વિરાટે કહ્યું દીદી વિશેષ કશું નહીં બસ બધી ચિંતા મુક્ત છો કોન્ગ્રેચ્યુલેશન..દીદી.. મંમી પપ્પાને ખુશ ખબર આપી દો પછી શાંતિથી હું વાત કરીશ તમારી અને મંમી પપ્પા સાથે… મીશા આંટીએ કહ્યું નંદીની તારાં વિશે સાંભળેલું એનાં કરતાં પણ વધુ સુંદર છે. ગોડ બ્લેસ યુ દીકરા. તાન્યા છે એવીજ તું છે ક્યાંય ઓછું ના લાવીશ અહી જલ્દી આવી જવાય એવીજ ગોઠવણ કરીશું.

       ગૌરાંગભાઇએ કહ્યું દીકરા આપણે કદી વાત નથી થઇ હું ગૌરાંગ તાન્યાનો ફાધર. આજથી તું પણ અમારીજ દીકરી છે આઇ પ્રોમીસ કે હું એટલીજ તારી કાળજી લઇશ. જેટલી તાન્યાની લઊં છું. તાન્યાની આંખો ભરાઇ આવી અને બોલી પાપા થેંક્સ આઇ લવ યું.

       નંદીનીની આંખો પણ ભરાઇ આવી આજે કે કેટલાય સમય પછી એને પોતાનાં અંગત માણસો મળી ગયાં હોય એવો ભાવ આવ્યો. એ બોલી હું તો માબાપ વિનાની થઇ ગઇ છું સાવ નિરાધાર પણ માસા માસીને મને સાચવી લીધી એમનો ઉપકાર કદી નહીં ભૂલૂ અને તમારી લાગણી અને હુંફ પ્રેમ પામીને હું આજે ખૂબ ખુશ છું આટલી ખુશી હું ક્યાં સમાવીશ ? તમારા બધાનો ખૂબ આભાર માનું છું આઇ એમ બલેસડ..

       રાજે કહ્યું નંદીની તું માસા માસી સાથે વાત કર પછી અમે બધાં એમની સાથે વાત કરીશું. આઇ લવ યું ફોન બંધ કરી આગળનો પ્લાન નક્કી કરીશું. નંદીનીએ જોયું હવે કોઇ બીજા સ્ક્રીન પર નથી દૂર છે એણે રાજને કહ્યું એય રાજ સાચેજ મારુ જીવન તે સાર્થક કરી દીધું. હું સાવ અભાગી સમજતી મારાં જીવનમાંથી બધુંજ લૂંટાઇ ગયું હતું. આજે ઇશ્વરે મને આભ ભરીને આપ્યું છે હું બધાની ઋણી થઇ ગઇ લવ યું ડાર્લીંગ. રાજે કહ્યું લવ યું. પાછો પછી ફોન કરીશ તું વાત કરીલે અને તૈયારીઓ શરૂ કરી દે પછી શાંતિથી આપણે એકલાં વાતો કરીશું. એમ કહી આંખ મારી... પછી બોલ્યો નંદુ તારાં ફોટાં મોકલજે પહેલાં જૂના-નવા-બીજા પાડીને પ્લીઝ બાકી બધુંજ પછી કરજે હું પણ તને મારાં મોકલુ છું નંદીનીએ હસતાં કહ્યું ઓકે ડન.. મોકલું છું લવ યું ચલ ફોન મૂકું છું ના છુટકે... આ નવી ખુશીએ હું મારુ મન નાચી રહ્યું છે થેંકસ માય રાજ માય લવ.

વધુ આવતા અંકે ---- પ્રકરણ-107

 

 

 

 

Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Neepa

Neepa 2 months ago

jigna bhatt

jigna bhatt 2 months ago

Parash Dhulia

Parash Dhulia 2 months ago

Hema Patel

Hema Patel 2 months ago