I Hate You - Kahi Nahi Saku - 108 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-108

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-108

આઈ હેટ યુ - કહી નહીં શકું

પ્રકરણ ૧૦૮

 

 નંદીની અને જયશ્રી વાત કરી રહ્યાં હતાં.બંન્ને સહેલીની ઘણાં સમયથી વાત નહોતી થઇ.સમય સરી ગયો હતો. બંન્નેની કેમ છો સારું છે ની વાત ચાલી પછી બંન્ને વ્યસ્ત થઇ ગયાં હતાં. નંદીની જયશ્રીનાં સમાચારથી માહિતગાર હતી પણ પોતાની જીંદગીમાં ચાલી રહેલાં વળાંકોમાં વ્યસ્ત હતી. નંદીનીએ પોતાનાં રાજ સાથેનાં ફરી ખુશહાલ સંબંધો સ્થપાઈ ગયાં એની વધાઈ આપી અને અફસોસ પણ વ્યક્ત કરેલો કે તારી સાથે પણ રહેવું હતું રહીં નાં શકી અને બાળકનું મોં જોવાં એને રમાડવા જરૂર આવશે.

ત્યાં જયશ્રીએ સમાચાર આપતાં કહ્યું કે “નંદીની વરુણનાં પિતા ઓફીસે આવેલાં ખબર નહીં એમણે કેવી રીતે તપાસ કરી અને એ ઓફીસે આવી પહોચેલાં. એમણે તારાં અંગે પૂછપરછ કરી હતી મેં જ એમની સાથે વાત કરી હતી. થોડું ખોટું બોલવું પડેલું મેં કીધું નંદીની અહીં નથી એણે જોબ છોડી દીધી છે.”

ત્યારે એમણે એટલુંજ કીધું “ઓહ કંઈ નહીં મારે એક વાર મળવું હતું વરુણતો હવે આ દુનિયામાં છે નહીં પણ..”.પછી એ કંઈ બોલ્યાં નહીં પછી તારાં અંગે કંઈ વાત કર્યા વિના કંઈ પૂછ્યા વિના નિરાશ થઈને જતાં રહ્યાં. નંદીની હવે બધું પતી ગયું તારે ચિંતા કરવાની જરૂર નથી હવે બધાં ભૂતકાળ ભૂલીને તારી નવી જીંદગીમાં શાંતિથી જીવજે.”

નંદીની સાંભળીને વિચારમાં પડી ગઈ...એણે કહ્યું “ઓહ ઓકે એમને મારુ શું કામ હશે ? કંઈ નહીં હું માસા સાથે વાત કરી લઈશ આ અંગે કોઈ છેડો કે વળ હવે મારે અધૂરો નથી છોડવો બધે પૂર્ણવિરામ લાવી દેવું છે. કંઈ નહીં પણ તું હવે ધ્યાન રાખજે આગળ જે કંઈ નક્કી થશે તને જણાવીશ ટેઈક કેર” એમ કહી ફોન મુકાયો.            

*******

આજે આખાદિવસની દોડધામ પછી નંદીની માસા માસી ઘરે આવ્યાં. બધાને થાક વર્તાતો હતો. નંદીની અને એમનાં પાસપોર્ટ બધાં પેપર્સની જરૂરી કાર્યવાહી થઇ ગઈ હતી વીઝા અંગે અરજી થઇ ગઈ હતી. નવીન માસાએ કાર્યવાહી ઝડપથી પુરી થાય એ અંગે એમની ઓળખાણો કામે લગાવી હતી. એ માસા માસીને કહી રૂમમાં આવી અને બાથ લીધો. એ બેડ પર આડી પડવા જઈ રહી હતી અને રાજનો ફોન આવ્યો.

રાજે કહ્યું “હાય મારી નંદુ કેમ છે ? “વીડીયોકોલમાં નંદીનીનો ચહેરો જોઈ બોલ્યો “કેમ આમ છે તારો ચહેરો ? ખુબ થાકી છે ? “

 

નંદીનીએ કહ્યું “રાજ સાચેજ ખુબ થાકી છું શારીરીક રીતે. પણ મનનાં ઉજ્જડ બાગને તેં પ્રેમ સીંચી હર્યોભર્યો કરી દીધો છે. બધી યાતના, તકલીફો ભૂલી ચુકી છું. મનની ખુશી હવે શરીરનાં થાકને ગણકારતી નથી. આટલો બધો સમય તન દૂર હતાં, મન અશાંત હતું છતાં મન તો તારી સાથેજ જોડાયેલું હતું. મનનો મેળાપ ખુબ મોટી વસ્તુ છે એનાંથી બીજા અંતરાય અસર નથી કરી શકતાં. પીડા જરૂર આપે છે પણ જીવનનો સહારો બની રહે છે પણ આપણાં પુનઃ મિલનથી હવે બસ જીવવાનું મન થાય છે તને ક્યારે મળું એજ થાય છે.”

રાજે કહ્યું “નંદુ અંધારી અમાસની રાત હતી ...ખુબ લાંબી ચાલી પણ પ્રેમનો સૂરજ ઝળહળે છે હવે એ રાત  ભૂલીને બસ આપણાં ભવિષ્યનુંજ વિચારું છું આપણે વિચારવાનું છે. “

“નંદુ અહીં લગભગ બધી તૈયારી થઇ ચુકી છે બીજા થોડાં કામ છે પણ નિપટાવી લઈશું આ બધી દોડાદોડમાં વાત ઓછી થઇ શકી પણ આનંદ હતો કે દોડાદોડીની આ વ્યસ્તતા આપણાં મિલન માટે હતી.બધાં ખુબ ખુશ છે ત્યાં પણ બધી પેપર્સની ફોર્માલિટી થઇ ગઈ છે એવું વિરાટે કહ્યું હતું એનાં પાપાએ બધી વાત કરી હતી.”

“વિરાટનાં પાપાએ વિરાટને ઘણાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. એવું જાણવાનું મળ્યું છે. બસ હવે તમારાં વીઝા  આવી જાય અને તું અહીં આવીજા એનીજ રાહ જોઉં છું.”

નંદીની શાંતિથી સાંભળી રહી હતી...થોડો વિચાર કરી એણે કહ્યું “રાજ એક વાત કહું ?”

રાજે કહ્યું “એમાં પૂછવાનું શું ? બધીજ વાત કહેજે તારાં મનમાં હોય દીલમાં હોય હું બધુંજ જાણવા સાંભળવા તરસું છું એક જીવનાં મનમાં હવે જે હોય તેં શેર કરવાનું આપણે કાયમ એકબીજા માટે પારદર્શી રહ્યાં છીએ અને રહીશુંજ.”

“નંદુ તને ખબર છે આપણી પાત્રતા અને પારદર્શીતાએ વિશ્વાસ અકબંધ રાખ્યો છે એટલેજ આપણે પુનઃ પાછાં એજ પ્રેમ અને વિશ્વાસથી ભેગા થયાં છીએ.”

નંદીનીએ કહ્યું “હું એજ કહેવા માંગુ છું કે હું મારી જે પરિસ્થિતિ સંજોગ હતાં આપણાં વિરહ દરમ્યાન મારાં જીવનમાં તારી ગેરહાજરીમાં જે બન્યું એ મેં સાફદીલે અક્ષરસઃ બધુંજ કીધું પારદર્શીતા જાળવી દેવા માટે ના ડર હતો ના અચકાટ માટે તને બધુંજ કહી પાત્રતા જાળવવાની હતી. આપણાં પ્રેમ વચ્ચે કોઈ નાની કે મોટી વાત બાકી ના રહે એની મેં કાળજી લીધી છે હજી એકવાત તને કહી દઉં... “      

નંદીનીએ કહ્યું : " રાજ હું જોબ કરતી હતી એમાં શરૂઆતનાં પગારનાં પૈસા અમુક હું વરુણને એનાં ફ્લેટનાં હફ્તા ભરવા આપી અમુક મારાં પોતાનાં ખર્ચ માટે રાખતી મેં ક્યારેય કોઈ પાસે હાથ નથી લંબાવ્યો સતત સ્વનિર્ભર રહી છું એનો મને ગર્વ છે કદી વરુણને એક પૈસો મારી પાછળ નથી ખર્ચવા દીધો બલ્કે કદી એણે ખર્ચ્યો નહોતો. મેં મારો રોબ જાળવેલો અને એનો પૈસો મને ખપેજ નહીં કારણકે મારે કોઈ સાચેજ સંબંધ નહોતો. પણ...મારી કરેલી બચત અને મારાં માં પાપાનાં ઈન્સુરેન્સનાં પૈસા આપેલાં છે બધાં મળીને મારી પાસે ૪૨ લાખ રૂપિયા જમા છે. મને એક વિચાર આવ્યો છે કે એ પૈસામાં હું અમારાં ત્રણેની પ્લેનની ટીકીટ, લગ્ન અંગેની ખરીદી તારાં માટે તથા વિરાટ અને તાન્યા માટે, પાપા મમ્મી માટે અને મીશા આંટી, ગૌરાંગ અંકલ માટે ખરીદી કરું એવો નિર્ણય કર્યો છે આટલી વાત મારે તને જણાવી હતી. “      

રાજે થોડીવાર અટક્યાં પછી કહ્યું “નંદુ એ તારાં પૈસા છે શા માટે ખર્ચે છે તારી બચત તારી પાસે સાચવી રાખ. ભવિષ્યમાં તારે કંઈ પણ કરવું હોય કરજે. તારી અને વિરાટનાં પાપા મમ્મીની ટીકીટ પણ અહીંથી એરેન્જ કરવાનું નક્કી કર્યું છે.”

નંદીનીએ કહ્યું “નાં રાજ...વિરાટનાં પાપા મમ્મીનું સ્વમાન ઘવાય બધાં પૈસે ટકે ખુબ પહોંચી વળે એમ છે એમનો ઉત્સાહ પણ જોવાનો ને.. કોઈને કોઈ તકલીફ નથી ત્યાંથી સ્પોન્સર કર્યા કાગળીયા થયાં એ પૂરતું છે આ આપણાં બે વચ્ચે વાત છે ટીકીટનું હું જ કરીશ પ્લીઝ હું માસા માસીને પણ કહેવાની છું હું એમની દીકરીજ છું ને દીકરી નાં કરી શકે ? પ્લીઝ રાજ મને આમાં સપોર્ટ કર આમાં પૈસાની નહીં સ્વમાનની વાત છે તમે આટલું વિચારો છો એમાંજ બધું આવી ગયું રાજ હું આશા રાખું તું સમજીશ. “   

રાજ નંદીનીનાં ચહેરા સામે જોઈ રહ્યો પછી વિચારીને બોલ્યો “ભલે તું એમ કરજે તારાં સ્વમાનમાં મારુ માન છે મારાં સ્વમાનમાં તારુંજ છે. પણ મારાં માટે એમજ ખર્ચ નાં કરીશ મેં અહીંથી ઘણું શોપીંગ કર્યું છે મારુ અને વિરાટનું અમે બંન્ને જણાંએ જઈને ખરીદ્યું છે. અમુક બાકી છે જે તું અહીં આવે પછી સાથે કરવા જઈશું. એ ખાસ ખરીદી મેં બાકી રાખી છે. પછી હસીને કહ્યું સમજીને ?”

નંદીનીએ કહ્યું “બહુ લુચ્ચો મારો રાજ. લવ યુ રાજ તેં આટલી મારી વાત રાખી મને ખુબ આનંદ થયો છે આ વાત આપણાં વચ્ચેની છે ક્યાંય શેર નથી કરવાની હાં...રાજે હસતાં હસતાં કહ્યું એય કહેવું પડશે? સમજી ગયો જાન...”બંન્ને જણાંએ પ્રેમાલાપ કર્યો પછી નંદીનીએ કહ્યું “રાજ હવે સુઈ જઉં અહીં રાત પડી ત્યાં દિવસ ઉગશે તું પણ તારાં કામ નીપટાવ.” બંન્ને જણાંએ વાત કરીને ફોન મુક્યો. નંદીની આગળનાં દિવસોનાં વિચારોમાં ગૂંથાઈ.

******

બીજા દિવસે સવારે ઉઠી નંદીની બધું પરવારીને માસા માસી પાસે આવીને બોલી “માસા માસી મારે આપને ખાસ વાત કરવી છે.” માસાએ કહ્યું “બોલને દીકરા ?”

નંદીનીએ કહ્યું “માસા મારી આટલી વિનંતી માન્ય રાખજો મારી ઈચ્છા છે તમે મને દીકરી ગણી છે તો દીકરી તરીકે મને હક્ક આપો મારી એક ઈચ્છા છે એ માન્ય રાખો પ્લીઝ.”

માસીએ કહ્યું “પણ કહેતો ખરી શું ઈચ્છા છે ? તું મારી દીકરીજ છે બધાંજ હક્ક છે તને...બોલને કેમ અચકાય છે ? “

નંદીનીએ બંન્ને તરફ નજર કરીને કહ્યું “US જવાની ટીકીટનાં આપણાં ત્રણેનાં પૈસા હું કાઢીશ. બીજું જતાં પહેલાં એકવાર અમદાવાદ જઈને ફ્લેટને જોઈ સાફસૂફી કરાવી ત્યાં મેઇન્ટેનન્સનાં પૈસા ભરી બધું કામ પૂરું કરીને જઉં ઘરમાં વધારાનાં લોક લેચ લગાવી લઉ મમ્મી પાપાનાં ફોટાનાં દર્શન કરી સાથે લઇ લઉં જે કંઈ હિસાબ બાકી છે પતાવી લઉં” એમ બધું કીધું.

માસા માસી એકબીજા સામે જોઈ રહ્યાં પછી માસાએ કહ્યું “આપણે ત્રણે સાથે અમદાવાદ જઈએ અને ટીકીટ અંગે...”

 

વધુ આવતા અંકે -પ્રકરણ ૧૦૯

Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Neepa

Neepa 2 months ago

Mili Joshi

Mili Joshi 2 months ago

Chitra

Chitra 2 months ago

jignesh surani

jignesh surani 2 months ago