Jivan Sathi - 45 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 45

અકળાયેલી આન્યા સ્મિતને કહી રહી હતી કે, " ના, હું તને કંઈજ કહી રહી નથી ઓકે ? અને તું તારું કામ કર અને મને મારું કામ કરવા દે.. પ્લીઝ
સ્મિત: એકદમ મૂડમાં આવીને બોલવા લાગ્યો કે, હું મારું જ કામ કરું છું. તને મારા માટે...
આન્યા: શું ?
સ્મિત: કંઈ નહીં.. કંઈ નહીં..એ તો હું તને મારા માટે...કન્વીન્સ..??

સ્મિતે પોતાની વાત અધુરી રાખી અને બે મિનિટમાં પોતાને કામ છે તો જરા ક્લાસરૂમમાં જઈને આવે છે તેમ કહીને લેબમાંથી તે બહાર નીકળી ગયો...

અને આન્યાએ એક ઉંડો શ્વાસ લઈને રાહત અનુભવી અને તે બબડવા લાગી કે, " આ સ્મિતે તો નાકમાં દમ કરી નાખ્યો છે બસ પાછળ જ પડી ગયો છે. " અને હજી તો તેણે સ્મિતનું નામ લીધું છે અને નામ લિયા ઔર સેતાન હાજીર થઈ જાય તેમ.. તેણે અનુભવેલી એ શાંતિની પળો ક્યાંય ગાયબ થઈ ગઈ અને તેણે હાંશ બોલીને આંખ ખોલી ત્યાં તો સ્મિત તેની સામે હાજર હતો.

આન્યા: (એકદમથી ચમકી ગઈ અને બોલી પડી કે) ઑ માય ગોડ એટલી વારમાં ક્યાં જઈ આવ્યો આ છોકરો ?

સ્મિત તો આન્યા પોતાની સામે હતી એટલે બિલકુલ મજાના મૂડમાં હતો એટલે હસતાં હસતાં આન્યાની આંખોમાં પોતાની આંખો પરોવીને બોલવા લાગ્યો કે, " હું તારા માટે એક વસ્તુ લેવા ગયો હતો. શું છે તે નહીં પૂછે તું ? "
આન્યા: ના બિલકુલ નહીં મારે કંઈજ જોઈતું નથી અને મને તારી વાતમાં કોઈ ઈન્ટ્રેસ પણ નથી. તો હું શું કામ પૂછું ?
સ્મિત: તારે તે જોઈએ કે ન જોઈએ હું તો તને એ વસ્તુ આપવાનો જ છું. ઈટ ઈઝ સ્પેશિયલ ગીફ્ટ ફોર યુ.
આન્યા: પણ શેને માટે ? અત્યારે ન તો મારી બર્થડે છે કે ન તો બીજું કંઈ કારણ છે તો હું શેને માટે ગીફ્ટ લઉં ?
સ્મિત: યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ અને ફ્રેન્ડને કંઈ આપવા માટે કારણ શોધવાની જરૂર નથી હોતી બસ મન થાય ત્યારે ગીફ્ટ આપી શકાય.
આન્યા: પણ હું તારી ફ્રેન્ડ છું એવું તને કોણે કહ્યું ?
સ્મિત: તે જ તો વળી...
આન્યા: વૉટ ? મેં વળી ક્યારે કહ્યું ?
સ્મિત: તે એટલે તારા દિલે મને કહ્યું..તારા મને.. મને કહ્યું.. ( સ્મિત ખૂબજ રસપ્રદ રીતે આન્યાને કહેવા લાગ્યો કે ) હું તને ખૂબ સારી રીતે ઓળખું છું તું કોઈનું દિલ ક્યારેય તોડી નથી શકતી અને મને તો... મને તો..
આન્યા: મને તો શું ?
સ્મિત: મને તો તું ખૂબજ જ ગમે છે.. ખૂબજ ગમે છે... અને બીજી એક વાત કહું આન્યા ?
આન્યા બિલકુલ ચૂપ હતી અને સ્મિત એકલો એકલો પોતાના મૂડમાં ને મૂડમાં જ બોલી રહ્યો હતો કે, " અને અનુ.. હું તને બીજી એક વાત કહું..? "
આન્યા: હા બોલ ને યાર, તું ચૂપ ક્યારે રહ્યો છે તો રહેવાનો છે ?
સ્મિત: હું તને મારી પત્ની બનાવવા માંગુ છું. તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તું જો મારી સાથે લગ્ન કરીશ તો હું તને આખી ને આખી સોનાથી મઢી દઈશ...
આન્યા : (કંઈજ જવાબ નથી આપી શકતી ફક્ત માથું ધુણાવીને "ના" પાડે છે અને સ્મિત તેને પોતાની વાતમાં કન્વીન્સ માટે ફોર્સ કર્યા કરે છે.)

થોડીવાર સુધી આન્યા ચૂપ જ રહે છે પરંતુ પછીથી તેનાથી વધુ ચૂપ નથી રહેવાતું એટલે તે બોલી પડે છે કે, " સ્મિત લગ્નનો મતલબ શું છે એ તને ખબર છે ? લગ્ન એટલે ફક્ત બે જુદી જુદી વ્યક્તિનું કે તેમના દેહનું મિલન નથી લગ્ન એટલે બે આત્માઓનું મિલન છે અને એકબીજાની સાથે લગ્ન કરી લીધા એટલેથી જ આ સંબંધ પૂરો નથી થઈ જતો. આ સંબંધને જીવનભર નિભાવવો પડે છે. લગ્ન એટલે કોઈ બચ્ચાંના ખેલ નથી કે એકબીજાને જોયા અને ગમાડ્યા એટલે લગ્ન કરી લીધા.
એકબીજાની સાથે લગ્ન કરવા એટલે એકબીજાની સાથે વૃધ્ધ થવું તે છે. બંનેએ એકબીજાને સમજવા પડે એકબીજાની ખૂબીની સાથે સાથે એકબીજાની ખામીને પણ અપનાવવા માટે તૈયાર રહેવું પડે અને માટે એમ સહેલાઈથી ઉતાવળ કરીને કોઈની સાથે ચાર ફેરા ફરી લીધા એટલે પતી ગયું એવું ન હોય. તને હજી લગ્નનો અર્થ સમજતાં વાર લાગશે પહેલા તું પ્રેમ અને લગ્નનો અર્થ બરાબર સમજી લે પછી મારી સાથે આ બધી વાતો કરજે....
સ્મિત: અરે વાહ, મેં ધાર્યું હતું તેનાં કરતાં પણ તું તો વધારે સ્માર્ટ નીકળી.. લગ્નનો મતલબ તો તે મને સમજાવી દીધો ચાલ હવે મને પ્રેમ શું છે તે સમજાવ...
આન્યા: તેને માટે સમય જોઈએ..અને અત્યારે મારી પાસે સમય નથી ઓકે..નેકસ્ટ ટાઈમ.. ચાલ હું જવું મારે હવે ક્લાસરૂમમાં જવાનું છે... અને આન્યા એટલું બોલીને લેબની બહાર નીકળી ગઈ... સ્મિતની ગીફ્ટ સ્મિતના હાથમાં જ રહી ગઈ...

લગ્ન વિશે આટલું બધું સમજે છે અને વિચારે છે તો પ્રેમ વિશે આન્યા શું વિચારતી હશે ? સ્મિત તેને માટે શું ગીફ્ટ લાવ્યો હશે ? શું આન્યા સ્મિતે આપેલી ગિફ્ટનો સ્વિકાર કરશે ? પ્રતિભાવ આપીને જણાવવા વિનંતી 🙏. આપનો પ્રતિભાવ મને ખૂબ ગમશે.

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
15/6/22