Scam - 21 books and stories free download online pdf in Gujarati

સ્કેમ....21

સ્કેમ….21

(ચિરાગ અને સ્મિતા સાહિલની ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં આવે છે. ડૉકટર સાહિલને સમજાવી રહ્યા છે. હવે આગળ...)

"બસ મનમાં એટલું જ યાદ રાખ કે કોઈ પણ ડર કે ઈલ્યુઝન લાઈફ કરતાં મોટો નથી. અને એ તને તો તે કંઈ હાનિ નહીં પહોંચાડી શકે. પણ તને હાનિ કરનાર તું પોતે જ હોઈશ નહીં કે ડર કે ઈલ્યુઝન."

"હું સમજું છું, હું પ્રયત્ન કરીશ..."

ડૉકટરની વાતને જવાબ આપતાં સાહિલ બોલ્યો.

"બસ બેટા, તું ડરવાનું છોડવાની જગ્યાએ હું કહીશ કે તું ડરથી લડ. યાદ રાખ કે તારી દાદી તારી સાથે છે, તે તને ઉપરથી જોઈ રહી છે અને એ પણ એટલા પ્રેમથી તને યાદ કરે છે. મર્યા પછી ભગવાન પાસે જઈને પણ તેને તારી ફિક્કર છે ને એટલે જ તે તારી જોડે આવવા માંગે, તને હગ કરવા માંગે છે. અને જો તારી દાદી તને આટલો પ્રેમ કરતી હોય તો તે તને કયારે ના હાનિ પહોંચાડી શકે."

સાહિલ તેમને સાંભળી રહ્યો છે એ જોઈને ડૉકટરે,

"દાદીને તારો સાથ અને આ ઘર ખૂબ જ ગમતું હતું તો પછી તારી દાદીની યાદો આ ઘર સાથે જોડાયેલી છે. અને તે યાદોને છોડીને તું જતો રહે, તે યોગ્ય છે ખરું?"

સાહિલના મુખ પર સરસ સ્માઈલ આવી ગયું અને તે જોઈને ડૉકટર પણ જોડાઈ ગયા.

"ઓકે, ડૉ.રામ હું સમજી ગયો કે દાદર મને કયારેય તકલીફ ના આપે. હું હવે ડરવાની જગ્યાએ ખુશ રહેવાનો પ્રયત્ન કરીશ. અને પ્રોમિસ આપું છું કે દાદીની યાદોને છોડીને કયાંય નહીં જાઉં."

સાહિલ તેના મમ્મી પપ્પાને બહારથી બોલાવી લાવ્યો અને તેમનો હાથ પકડીને કહ્યું કે,

"સોરી મોમ, સોરી ડેડ પણ હું ગભરાઈ ગયો હતો અને તમારાથી નારાજ હતો એટલે જતો રહ્યો હતો. નેકસ્ટ ટાઈમ આવું નહીં કરું, પ્રોમિસ."

ડૉકટરને તેને ઈશારો કરતાં તે બહાર જતો રહ્યો. સ્મિતા ખુશ થઈને બોલી કે,

"થેન્ક યુ વેરી મચ સર, તે અમારી સાથે બોલતો થઈ ગયો, થેન્ક યુ વેરી મચ, સર..."

"થેન્ક યુ પછી કહેજો, મેમ. પણ સૌથી પહેલાં એ ધ્યાન રાખો કે તે તમારી સાથે તેની દાદી જેટલો જ અટેચ થાય. ખબર છે ને મેમ તમને કે માં બાળકની સૌથી પહેલું વ્યક્તિ છે જેનો સ્પર્શ, જેનું વ્હાલ અને જેનો પ્રેમને અનુભવી શકે છે.'

"અને પપ્પા તરીકે ભલે આખી દુનિયા ઘૂમાવો પણ એ પહેલાં તેને તમારી આંગળી પકડીને ચાલવા તો લઈ જાવ, તેની સાથે રમત રમો. તેની વાતો સાંભળો.તમે બંને તેની ખુશીઓ માં ખુશ થાવ અને દુઃખી સમયમાં તેને લડવાની હિંમત આપો.'

"પણ તમારો ઈગો, તમારી ડિફરન્સીસ બધું જ તમારા સુધી અને તમારા રૂમ પૂરતાં જ રાખો, સાહિલ સુધી તો ના આવવા દો."

"ઓકે સર, જરૂર કરીશું. મારા બાળક માટે સૌથી પહેલો મારો.ઈગો છોડી દઈશ."

સ્મિતા બોલી અને ચિરાગે હામી ભરી. ડૉકટરે તેમને કહ્યું કે,

"બેસ્ટ ઓફ લક ફોર યૉર ન્યુ બીગેનીંગ."

નઝીર આજે થોડો ચિંતામાં એ જ અંધારી રૂમમાં બેઠાં હતો. સલીમ અને મગન સાગરને ખૂબ મારી રહ્યા હતા. આટલો માર ખાધા પછી પણ તે હસતો ને હસતો જ હતો. એક પણ ઊંહકારો તે કરી નહોતો રહ્યો.

નઝીર તેની નજીક ગયો અને કહ્યું કે,

"એ ચૂપચાપ બોલી દે ને, કેમ આટલો બધો માર ખાવો ગમે છે તને?"

"માર તો ખાવો નથી ગમી રહ્યો, મને તો તારા હાડકાં ખોખરા જ કરવા ગમે છે. પણ શું થાય   મારા હાથ બંધાયેલા છે?"

સાગરે કટાક્ષ કરતાં કહ્યું.

"અરે વાહ, હજી પણ તારી અક્કડ એમની એમ જ છે."

"કેમ નહીં, આ અક્કડ તો મને દેશપ્રેમથી જે મળેલી છે."

"તો પછી દેશપ્રેમ સાથે જરાક દેહપ્રેમ, પરિવારપ્રેમ તો દેખાડો અને બક જલ્દી ચલ."

"પણ મારા માટે તો દેશપ્રેમ પહેલો પછી બીજું બધું. એટલે આ શકય નથી અને જો મારે બીજો પ્રેમ ને પહેલાં સ્થાન રાખવો હોત તો તને આટલો હેરાન હું ના કરતો."

નઝીર કંઈ કહે તે પહેલાં જ સાગર બોલ્યો કે,

"તું તો એક આંતકવાદી છે. તારા જેવાને  દેશપ્રેમ, પરિવાર પ્રેમ જેવા શબ્દો સમજવાં મુશ્કેલ છે. અને આવા મુશ્કેલ શબ્દો ના બોલ, નઝીર આંતકી..."

"એ સાગર હું તને કંઈ કહી નથી રહ્યો એટલે..."

"એટલે જ તો તારા જેવા દેશને ફોલી ખોલનારા નેતાઓ અને આકાઓનો સાથ મળ્યો છે. મને બધી જ ખબર છે, પણ એટલું યાદ રાખજે કે મને કોઈ પણ રીતે તું તોડી નહીં શકે અને મને તું અહીં બાંધી પણ નહીં રાખી શકે."

"કોણ છોડાવશે તને?"

"તું અને તારા જેવા આંતકીઓનો કાળ એવો એક માણસ, એક દેશપ્રેમી. જેનામાં દેશ માટે પ્રેમ અને માન હશે. જેના રગેરગમાં દેશ માટે કંઈ કરી છૂટવાની ઈચ્છા હશે તે. બસ તું રાહ જો એવા એક દેશપ્રેમી ની..."

આ સાંભળીને નઝીરને ખૂબ ગુસ્સો આવ્યો અને તેને બાજુમાં પડેલો લોખંડનો સળિયો લઈને પેટમાં જોશથી માર્યો તો સાગરને લોહીની ઊલટી થઈ ગઈ અને બેભાન થઈ ગયો. પણ સાગર બેભાન હાલતમાં પણ તેના મુખ પરનું હાસ્ય જોઈને નઝીર વધારે અકળાયો અને ગુસ્સામાં ને ગુસ્સામાં નઝીર ખુરશી પર જઈને બેઠો. સલીમ તેની જોડે આવ્યો,

"ભાઈજાન કયા હુઆ?"

"તુને દેખા ન કી વો બોલ નહીં રહા."

સલીમ ચૂપચાપ સાંભળી રહ્યો,

"કિતની મહેનત કર રહે હૈ હમલોગ, પર વો હૈ કે બોલ નહીં રહા, સમય ભી નજદીક આ રહા હૈ. કુછ સમજમેં નહીં આતા કે કયા કરું?"

"ભાઈજાન વો ડૉકટર બોલ રહા થા ના કી વો ઈસસે બાત કરે તો શાયદ વો બોલ દે. ઔર આકાને ભી કહા થા કીવો ભી કરકે દેખ લેતે હૈ."

સલીમે ડરતાં ડરતાં કહ્યું.

"અચ્છા કિયા તુને યાદ દિલા દીયા વો ભી કરકે દેખ લેતે હૈ."

(શું સાહિલને તેના મમ્મી પપ્પા સમજશે? ડૉકટર નઝીરના કહ્યું કરશે? સફળ થશે ખરા?

જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....22)